ભાણવડ નજીક કાર સાથે બાઈકનો અકસ્માતઃ યુવાનનું સારવારમાં મૃત્યુઃ અન્ય એકને ઈજા

જામનગર તા. ૩ઃ ભાણવડથી આઠ કિમી દૂર આવેલા ત્રણ પાટીયા વચ્ચે શનિવારે સાંજે લાઈટ બંધ રાખીને એક મોટર સામેથી ડબલ સવારીમાં આવતા બાઈક સાથે અથડાતા પોરબંદર જિલ્લાના એક યુવાનનુ ગંભીર ઈજા થવાથી મૃત્યુ થયું છે જ્યારે આંબરડી ગામના યુવાન ઘવાયા છે.

પોરબંદર જિલ્લાના ઓડદર ગામના પંકજભાઈ દેવસીભાઈ સાદીયા (ઉ.વ. ૩૦) નામના વણકર યુવાન ગઈ તા. ૩૦ની સાંજે પોતાના મિત્ર નરેશભાઈ મનજીભાઈ સાદીયાની પાછળ મોટર સાયકલમાં બેસી ભાણવડ ત્રણ પાટીયાથી ચાર પાટીયા વચ્ચે પસાર થતા હતાં ત્યારે સામેથી સાઈડની લાઈટ બંધ રાખી રોંગ સાઈડમાં દોડી આવતી જીજે-૧૦-બીઆર-૨૩૬૧ નંબરની મોટર નરેશભાઈને ધ્યાનમાં નહીં આવતા તેઓનું બાઈક મોટર સાથે અથડાયું હતું.

આ અકસ્માતમાં પંકજભાઈને માથામાં ગંભીર ઈજા થઈ હતી જ્યારે બાઈક ચલાવી રહેલા નરેશભાઈને ફ્રેકચર થઈ ગયા હતાં. બન્ને ઈજાગ્રસ્તને સારવારમાં ખસેડવામાં આવ્યા હતાં જ્યાં પંકજભાઈનું મૃત્યુ નિપજ્યું છે. પોલીસે નરેશભાઈની ફરિયાદ પરથી મોટરચાલક સામે આઈપીસી ૩૦૪ (અ) સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit