| | |

જામનગર જિલ્લા સહકારી બેંકની વાર્ષિક સાધારણ સભાના મુદ્દે મડાગાંઠ યથાવત્

જામનગર તા. ર૦ઃ જામનગર જિલ્લા સહકારી બેંકની વાર્ષિક સાધારણ સભા યોજવાના મુદ્દે મડાગાંઠ યથાવત્ રહી છે. આ સમગ્ર વિવાદ ફરીથી સહકાર ટ્રિબ્યુનલમાં પહોંચ્યો છે.

જામનગર જિલ્લા સહકારી બેંકની વાર્ષિક સાધારણ સભાનો મામલો અગાઉ નોમીની કોર્ટ, હાઈકોર્ટ અને ટ્રિબ્યુનલમાં ગયા પછી ફરીથી સહકાર ટ્રિબ્યુનલમાં  ગયો છે. બેંકના વાઈસ ચેરમેન પ્રવિણસિંહ ઝાલાએ તથા અન્ય ડાયરેક્ટરોએ બેંકની વાર્ષિક સાધારણ સભા બોલાવવા સામે મનાઈહુકમ મેળવ્યો હતો, પણ ત્યારપછી બેંકે હાઈકોર્ટમાં નોમીની કોર્ટના આદેશને પડકારતા હાઈકોર્ટના નિર્દેશ પ્રમાણે મામલો સહકાર ટ્રિબ્યુનલમાં લઈ જવાયો હતો. જ્યાં બેંકની તરફેણમાં હુકમ આવતા બેંક દ્વારા તા. ૧૪.૧૦.ર૦૧૯ ના વાર્ષિક સાધારણ સભા બોલાવવાની જાહેરાત કરવામાં આવી છે. આથી વાઈસ ચેરમેને રિવિઝન અરજી કરતા સહકાર ટ્રિબ્યુનલે તાબડતોબ સુનાવણી હાથ ધરી છે અને આજે તેની સુનાવણી થશે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit