| | |

રાજનીતિમાં હિંસા અને વાંધાજનક શબ્દોનો ઉપયોગ બંધ થવો જરૃરીઃ રાહુલ ગાંધી

નવી દિલ્હી તા. ૧પઃ રાજનીતિમાંથી હિંસા અને વાંધા જનક શબ્દોનો ઉપયોગ બંધ થવો જરૃરી છે, તેમ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ જણાવ્યું છે.

કોંગ્રસ પ્રમુખ રાહુલ ગાંધીએ એક ટ્વિટ કરીને રાજકીય ચર્ચા વધુ તીવ્ર બનાવી દીધી છે જેમાં રાહુલ ગાંધીએ કહ્યું છે કે, રાજનીતિમાં હિંસા અને વાંધાજનક શબ્દોનો ઉપયોગ થવો જોઈએ નહીં. કારણ કે આ બાબતે દેશ માટે યોગ્ય નથી, રાહુલે સાફ શબ્દોમાં કોઈ નેતા અથવા તો પાર્ટીના નામનો ઉલ્લેખ કર્યાે નથી પરંતુ આને કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર ઐયર અને બંગાળમાં હિંસા સાથે જોડવામાં આવે છે.

રાહુલે ટ્વિટ કરીને કહ્યું છે કે, રાજનીતિમાં એક નવા પ્રકારની ભાષાનો ઉપયોગ કરવામાં આવે તેમ તેઓ ઈચ્છે છે. મુદ્દા આધારિત આક્ષેપબાજી કરવામાં આવે તે જરૃરી છે. એકબીજા સામે ઘૃણા અને હિંસાને બંધ કરવાનો સમય છે. રાહુલ ગાંધીએ સાફ શબ્દોમાં કોઈ વાત કરી નથી પરંતુ આને કોંગ્રેસી નેતા મણિશંકર ઐયર સાથે જોડીને જોવામાં આવે છે.

મોદીના સંદર્ભમાં ર૦૧૭માં મણિશંકર ઐયરે નીચ શબ્દનો ઉપયોગ કર્યાે હતો. હવે મણિશંકર ઐયરે પોતાના વિવાદાસ્પદ નિવેદનને યોગ્ય ઠેરવીને એક લેખ લખીને ચર્ચા જગાવી દીધી છે જેના કારણે કોંગ્રેસ પાર્ટીને ફરીવાર સ્પષ્ટતા કરવાની ફરજ પડી રહી છે. હવે આ લેખને લઈને સ્પષ્ટતા બાદ નવો વિવાદ છેડાઈ ગયો છે.

બીજી બાજુ પશ્ચિમ બંગાળમાં લોકસભાની ચૂંટણીના દરેક તબક્કામાં વ્યાપક હિંસા થઈ છે. કોઈપણ પ્રકારની વાત પર બંગાળમાં ટીએમસી અને ભાજપ વચ્ચે હિંસા થઈ છે. અનેક જગ્યાઓએ પથ્થરમારાના બનાવો બન્યા છે. કેટલાક કાર્યકરોની હત્યા કરવામાં આવી છે. રાહુલે જે ટ્વિટ કરીને હિંસાનો ઉલ્લેખ કર્યાે છે તે બંગાળની તરફ ઈશારો હોઈ શકે છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit