| | |

જામનગરમાં ભૂગર્ભ ગટરના ઢાંકણા નહીં ખોલવા મહાનગરપાલિકાનો અનુરોધ

જામનગર તા. ૧૫ઃ જામનગર મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં ભૂગર્ભ ગટરના અલગ-અલગ ઝોનમાં સમાવિષ્ટ થતાં અલગ અલગ વિસ્તારોમાં હાલના તબક્કે ભૂગર્ભ ગટર કાર્યરત કરવામાં આવી છે. જાહેર જનતાને અપીલ સાથે અનુરોધ કરવામાં આવે છે કે જે જે વિસ્તારોમાં ભૂગર્ભ ગટર હૈયાત અને કાર્યરત હોય, આ તમામ વિસ્તારોમાં કાર્યરત્ ભૂગર્ભ ગટરના મેનહોલ ચેમ્બરના ઢાંકણાઓ ચોમાસાની ઋતુ દરમિયાન ચાલુ વરસાદે ખોલવા નહીં.  કારણ કે, ચાલુ વરસાદે ઢાંકણા ખોલવાથી અકસ્માત થવાની સંભાવના રહેછે તેમજ વરસાદી પાણીની સાથે સાથે માટી તથા કચરો ભૂગર્ભ ગટરમાં જવા પામે છે અને તેના કારણે ભૂગર્ભ ગટર ચોકઅપ થવાની સંભાવના રહેલી છે. આમ થવાથી ભૂગર્ભ ગટરમાંથી પસાર થતું ગંદુ વપરાશી પાણી ઓવરફ્લો થઈ બહાર નીકળી રસ્તા ઉપર ફેલાય છે અને તેના કારણે ગંદકી થવાની અને રોગચાળો ફેલાવવાની પણ સંભાવના રહેલી છે. વળી, કાનૂની જોગવાઈઓ અનુસાર પણ વરસાદી પાણી ભૂગર્ભ ગટરમાં ઠલવવાની કે નાખવાની મનાઈ ફરમાવવામાં આવેલ છે. જે બાબતને ગંભીરતાપૂર્વક ધ્યાને લઈ જે જગ્યાએ ભૂગર્ભ ગટર હૈયાત અને કાર્યરત હોય, તેવા તમામ વિસ્તારોમાં ભૂગર્ભ ગટરના મેનહોલ/ચેમ્બરના ઢાંકણાઓ ન ખોલવા જાહેર જનતાને અપીલ સાથે અનુરોધ કરવામાં આવે છે. જેમાં શહેરના દરેક નાગરિક સાથ અને સહકાર આપે તેમ મહાપાલિકાએ જણાવ્યું છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit