| | |

પોલીસ એસ્કોર્ટ નહીં મળતા પ્રહ્લાદ મોદી નારાજઃ એક કલાકે માન્યા!

જયપુર તા. ૧પઃ ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહ્લાદ મોદી પોલીસ સુરક્ષાને લઈને જયપુર નજીકના એક  પોલીસ થાણા પાસે ધરણાં પર બેસી ગયા હતાં.

ગઈકાલે જયપુર-અજમેર માર્ગ પર આવેલા બગરૃ પોલીસ થાણા પાસે ધરણાં પર બેસી ગયા હતાં. તેમની ફરિયાદ હતી કે પોલીસ તેમને રક્ષણ આપી રહી નથી.

જયપુરના આઈ.જી.ને ટાંકીને આવી રહેલા અહેવાલો મુજબ પ્રહ્લાદ મોદી જયપુર જઈ રહ્યા હતાં, ત્યારે તેઓએ એસ્કોર્ટની માંગણી કરી હતી. તેમને બે પોલીસ અધિકારી ફાળવવાનો આદેશ હતો, પરંતુ તેઓ પોતાના વાહનમાં પોલીસને બેસાડવાના બદલે તેમને અલગ વાહનની માંગણી કરી રહ્યા હતાં.

નિયમાનુસાર તેમને અલગ વાહન ફાળવી શકાય તેમ નહીં હોવાથી એક કલાકની સમજાવટ પછી તેઓ માન્યા હતાં.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit