હજી ભલમનસાઈ છે જ, જે નહોતું જોઈતું એ જ જીવનમાં હાશ અને નિરાંત લાવે છે, ઘણાંએ સમજવા જેવું છે

તિલકરાજ અને તારા બહેન સાંજના સમયે  ઘરની પરસાળમાં ખાટલા પર બેઠા હતા અને અચાનક પોલીસની જીપ  સાયરન વગાડતી આવીને ઉભી રહી.તિલકરાજ અને તારા તો થથરી ઉઠયા, તિલકને થયું કે મારા છોકરાએ નક્કી વળી પાછું કાંઈક કર્યું હશે અને ભાગી ગયો હશે એટલે પોલીસ અહીં આવી. આ વખતે ગામના લોકોનું ટોળું એમની ડેલીની બહાર જમા થઇ ગયુ. ગામડાગામમાં તો  બધાને કુતૂહલ થાય જ કે શું થયું? હજી તો પોલીસ અંદર આવે એ પહેલા રડમસ અવાજે તિલક બોલવા માંડયો કે સાહેબ અમારો કોઈ વાંકગુનો નથી, આ બેય છોકરાઓ અમારા કહ્યામાં નથી અને અમારે એમની સાથે કોઈ સંબંધ નથી. એટલામાં બે કોન્સ્ટેબલ અંદર આવ્યા અને બોલવાનું બંધ કરવા હાથ કર્યો અને એમની પાછળ લેડી પોલીસ  ઓફિસર દાખલ થયા, માથે ટોપી હતી આંખ પર ચશ્માં હતા અને યુનિફોર્મમાં સજ્જ એ લેડી પ્રતિભાશાળી લાગતા હતા. એ જેમ જેમ તિલકરાજ અને તારાની નજીક આવવા માંડયા ત્યાં પેલા બન્ને પાછળ ખસવા લાગ્યા. એ લેડી ઓફિસર બોલ્યા *ત્યાં જ ઉભા રહો* પેલા બંને ત્યાં જ ઉભા રહી ગયા, એ નજીક આવ્યા માથેથી હેટ ઉતારી, આંખેથી ગોગલ્સ ઉતાર્યા ,તિલક તારા ને ચહેરો જાણીતો લાગ્યો, એ લેડી નજીક આવ્યા અને તિલક તારાના ચરણસ્પર્શ કર્યા. ઉભી થઇ અને બોલી *ના ઓળખી? હું તમારી દીકરી અમથી, અમિતા અને તમારા સૌની ભૂરી. આટલું બોલી ને તિલક તારા ધ્રુસકે ચડી ગયા અને  ડેલી બહાર  ઉભેલા ટોળામાંથી ડેલીને અડીને ઉભેલા  શાંતા બા બોલ્યા કે *આ તો આપણી ભૂરી, મોટી પોલીસ સાહેબ બની ગઈ છે, અલ્યા ડાહ્યા તારો ઢોલ લઇ આવ અને વગાડ, અરે ગામની છોરીએ પગલાં કર્યા છે. અને ડાહ્યો ઢોલ લાવી વગાડવા માંડયો ,તિલક તારા કહે દીકરી અમને માફ કરી દે અમે તારા ગુનેગાર છીએ. શાંતા બાએ અમને ઘણું કહેલું અને ઈ સાચું પડયું. ભૂરી એટલે કે અમિતા ની આંખ પણ ભીની હતી ભૂરી એટલે કે અમથી એટલે કે અમિતા બહાર આવી. બધાને હાથ જોડયા અને શાંતા બા ના ચરણસ્પર્શ કર્યા. શાંતા બા એટલે ગામના મુખિયા. સો વર્ષના પણ કડેધડે, એમણે કેટલિયે પેઢી જોઈ નાખી. આ ભૂરી માટે તિલકને ખખડાવનાર શાન્તાબા જ હતા. ભૂરી માં બાપને લઇ બહાર આવી બહાર કાથીનો ખાટલો પડ્યો હતો એ ઢાળી એમાં બેઠી અને માં બાપ અને શાંત બા ને  બાજુમાં બેસાડ્યા. ગામના સૌ બેઠા, સૌના હૈયે એક અવાજ હતો, આપણી ભૂરી  મોટી પોલીસ સાહેબ બની ગઈ.

આ  ભૂરી તિલક તારાનું પહેલું સંતાન હતું. તિલક તારા પરણ્યા ત્યારે તિલકની માં એટલે કે તારાના સાસુએ કહેલું કે આપણા ખાનદાનની પ્રથા રહી છે કે પહેલા ખોળે દીકરો જ જોઈએ. એ વખતમાં ગામડામાં તો આવું જ ચાલતું. સુવાવડ પણ ઘરમાં જ થાતી. તારાને પુરા મહિને પહેલી દીકરી જન્મી , માતા તો વિફર્યા અને કહ્યું ફેંકીઆવ આને, તિલક ભારે હૈયે ગામના ઉકરડે મૂકી આવતો રહ્યો. તિલકને આ દીકરીને રૂુકતા શાંતા બા જોઈ ગયેલા , તિલક જેવો મૂકીને ભાગ્યો કે તરત શાંતબાએ દીકરીને ઉકરડેથી ઉપાડી અને  પહોંચ્યા તિલકને ઘેર ,તિલક હજી ઘરમાં દાખલ થઇ ડેલી બંધ કરે ત્યાં જ શાંતબા તાડુક્યા *ઉભો રહે તિલકા આ લેતો જા* તિલકે પાછળ જોયું તો શાંત બા દીકરીન ે લઇ ઉભા હતા. શાંતાબા દીકરી હાથમાં આપતા કહે *કેમ આવો વિચાર આવ્યો? * તિલક કહે *મારી બા.....* ત્યાં તો શાંત બા તાડુક્યા *જીવી ક્યાં ગઈ? * જીવી બા બહાર આવ્યા એટલે શાંતાબા બોલ્યા *કેમ જીવી એક સ્ત્રી થઈને  દીકરીને ઉકરડે રૂકાવડાવશ ? તું જન્મી ત્યારે તારા માં બાપે મૂકી 'તી ? જીવીબેન શાંત બા સામે  શું બોલે? એ બાળકી રહી ગઈ આ લોકોએ નામ પાડયું અમથી  (કારણ કે નોતી જોતી અને અમથી જાણમી ગઈ), એની આંખો થોડી માંજરી હતી એટલે બધા ભૂરી કહે. ભૂરી ને ભણવા તો મૂકે નહિ,એ કાયમ જ કરતી હોય આટલી નાની તોય , શાંતા બા ગામની સ્કૂલના માસ્તરને કહેતા કે જીગા માસ્તર આ છોડીને ભણાવવી પડે, આને ભણાવો કાંઈક બનાવો મારે  તિલક તારા   અને ઓલી જીવીનું નાક કાપવું છે. ભૂરી જન્મી પછી ત્રણ જ વર્ષમાં તારાને બે દીકરા જન્મ્યા , પછી તો ભૂરીની હાલત શું થાય? માં બાપ તો મારે ,બે ભાઈઓ પણ મારે અને ઓલી રોતરોતા  માર ખાઈ લે. શાંતા બા પડખે જ રહે ,ઈ બધું જ જોતા હોય. એક દિવસ જીગા માસ્તર એમની પત્ની સાથે  શાંતા બા ના આશીર્વાદ લેવા આવ્યા અને પગે લાગીને કહ્યું કે *શાંતા બા ,મારી શહેરમાં  બદલી થઇ છે અમે આજે જાશું,

આશીર્વાદ આપો, અમારી પ્રગતિ થાય અને  અમનેય ભગવાન એક સંતાન આપે, ભલે દીકરી આપે. શાંતા બા કહે *જીગા માસ્તર એક કામ કરો આ ભૂરી ને લઇ જાવ. હું સરપંચને બોલાવી કાગળિયા કરાવી  તમને  દત્તક અપાવી દઉં. બોલો  રાખશો ? જીગા માસ્તર ની પત્નીની આંખ ભીની  થઇ ગઈ અને બોલી *બા આ ભૂરી  જેવી દીકરી કોને ન  ગમે? હું ભગવાનને પ્રાર્થના કરું કે એક સંતાન આપો ભલે આ ભૂરી જેવી દીકરી આપો શાંતા બા કહે કે આપી , શાંત બા એ ભૂરીની દાદી  જીવી અને ભૂરીના માં બાપને સરપંચની સામે બેસાડી , કાગળિયા કરાવી જીગા માસ્તરને આપી દીધી. શાંતા બા કહે  *જીવી તને ઈ દીકરી ભાર લાગતી હતી ને? તારો ભાર ઉતાર્યો, હવે ઈ દીકરી પણ રાજી રહેશે , રાજ કરશે. તમે લોકો લક્ષ્મીને લાયક નથી. પાણી અને સમયના વહેણ ક્યાં વહી જાય કોઈને ખબર ના પડે. આટલા સમયમાં , તિલક તારા ના બે દીકરા વંઠેલ, ગામનો ઉતાર સાબિત થયા એ લોકોએ જ  ષડયંત્ર કરી પોતાની દાદીને મારી નંખાવી , શક નું તીર એમના પર તંકાયેલું પણ નિર્દોષ  સાબિત થયા. એ પછી તો બહુ આતંક ફેલાવ્યા ,અનેક વાર પોલીસ ઘેર આવી ઉભી રહે. અંત શાંત બા ના કહેવાથી  ગામમાંથી તળી પાર કરાવ્યા. એ નહોતા તોય પોલીસ ઘણી વાર ઘેર આવે. શાંતા બા પાછા વાળે. આ બાજુ ભૂરી એટલે કે આંધીનું નામ જીગા માસ્તરે બદલી અમથી માંથી અમિતા કરાવ્યું.  એને ખુબ ભણાવી હોંશિયાર તો હતી જ. આઇપીએસ બની. જીગા માસ્તરે કહ્યું કે ગામ જા. શાંતા બા ના આશીર્વાદ લે. અને તારા જન્મદાતા માતા પિતા ના આશીર્વાદ  લે.

અમિતા એ કહ્યું કે બાપુ ડયૂટી જોઈન્ટ કરી લઉં  પછી જાઈશ. અને એમ કર્યું ડયુટીમાં વ્યવસ્થિત ગોઠવાઈ ,પહોંચી ગામડે . હકીકતે ભૂરી એટલે કે અમિતા ને જરાય ઈચ્છા નહોતી માં બાપ ને મળવાની, હા શાંતા બા ના આશીર્વાદ તો લેવા જ પડે. એટલે ગઈ પહેલા માં બાપ ને મળી પછી શાંત બા ને. એણે શાંતા બા ને કહ્યું કે *બા આજે તમારું સપનું પૂરું કર્યું ને?તમે મારા બાપુને કહેતા હતા ને કે આને કાંઈક બનાવો.  આજે બની,  તમારા આશીર્વાદ થી. શાંતા બા કહે દીકરી હવે તો જીગા માસ્તર ને  નિરાંત આપજે એણે બહુ ઢસરડા કર્યા છે.એનો દીકરો શું કરે છે? અમિતા કહે એ તો દાક્તર થયો એણે અને મારા માં બાપુ એ કહ્યું છે કે તારા માતાપિતા તિલક અને તારા બહેનને અહીં લઇ આવ  એમનેય નિરાંત મળે. * શાંતા બા ની આંખો ભીંજાઈ ગઈ અને તાડુકીને બોલ્યા *સાંભળ તિલકા માસ્તર એનો દીકરો અને આ દીકરી  તમારું ભલું ઈચ્છે છે, આ દીકરી જ કરી શકે.

તિલક તારા ના ના કહેતા રહ્યા અને અંત જીગા માસ્તરનું આખું પરિવાર આવીને તિલક તારા ને લઇ ગયું. હજી ભલમનસાઈ છે જ. જે નહોતું જોઈતું એ જ જીવનમાં  હાશ અને નિરાંત લાવે છે. ઘણાંએ સમજવા જેવું છે.

હરેશ ભટ્ટ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

માનવ અવતાર મળ્યો છે તો માનવતા રાખજો* ઈશ્વર તમારું ધ્યાન રાખશે, તમે ગરીબ, લાચાર અને સંજોગોના શિકાર જરૃરિયાતવાળાનું ધ્યાન રાખજો

આજે બગીચામાં અચાનક બહુ જ ભીડ જોવા મળી , ગરીબોના ટોળા ,નાના નાના બાળકો અને મોટા છોકરાઓ અને એથી મોટા વ્યક્તિઓ *જલદી કોક ને બોલાવો, એમ્બ્યુલન્સ બોલાવો એમ બોલીને આવતા જતા ને વિનંતી કરતા હતા. આપણે સૌ જાણીએ છીએ કે માનવી એક તો વધુ સ્વાર્થી થઇ ગયા છે અને એથી વિશેષ તો કોઈ પળોજણમાં પડવા નથી માંગતા ,પાછું સૌને એમ થાય છે કે આમાં પડશું તો પોલીસ ના લફડાં માં પડવું, અનેક સવાલો ના જવાબ આપવાના ,અને એમાં આ ગરીબ ભિખારી લોકો ની પળોજણ ? એટલે હડધૂત કરી ભાગી જાય ,નાના બાળકો રોતરોતા બોલતા હોય કે દાદાને કાંઈક થઇ ગયું છે જુવોને પણ હરામ બરાબર કોઈ ફરકે તો . પણ કહે છે ને ઈશ્વર જોતો હોય છે. ઈશ્વર બધું જોતો હોય છે તમે કો ઈ લાચાર ને હેરાન કરો એ અને તમે કોઈ લાચારને મદદ કરો એ , બધું જ. એક માણસ મંગળ  નજીક આવ્યો અને ચમક્યો અને બોલ્યો અરે આ તો દેવદત્ત બાપા છે, જલદી એના દીકરા દેવાંગ ને ફોન કરવો પડે , એમ કહી એણે પોતાના મોબાઈલ માંથી ફોન લગાવ્યો અને કહ્યું દેવાંગજી મંગળ બોલું છું  દેવદત્ત બાપા ને કાંઈક થયું છે અને આ બાગમાં છે. દેવાંગ કહે મંગળ તાત્કાલિક એમને ડૉ. તિલકની હોસ્પિટલ લઇ જાવ હું આવું છું. મને ખ્યાલ છે એમને શું થયું હશે. મંગળે ૧૦૮ બોલાવી , ૧૦૮ આવીને એ લોકો જોઈને ચમક્યા અને બોલ્યા ,આ તો દેવદત્ત બાપા લઇ લો જલદી, સાહેબ ક્યાં લઈ જાશું? મંગલ કહે ડો. તિલક હોસ્પિટલ લઇ જા ફટાફટ , એમ્બ્યુલન્સના એટેન્ડન્ટ કહે , સાહેબ  ચિંતા નહિ અમારા સૌના દેવદત્ત બાપા છે, એમને કાંઈ નો થાય અમારા જેવા સૌની શુભેચ્છાઓ છે, આ બધાને  જુઓ કોઈની આંખો કોરી છે? અરે ઈ દેવદત્ત બાપા નથી દેવદૂત છે. હાલ, એમ કહી એમને લઈને ચાલ્યા. સૌના આશ્ચર્ય વચ્ચે તિલક હોસ્પિટલમાં ટોળેટોળા ઉમટી પડયા, જેમ જેમ ખબર પડે એમ લોકો દોડે. આ ડો.તિલક એટલે દેવદત્ત બાપા નો મોટો દીકરો અને મંગલે જેને ફોન કર્યો હતો એ દેવાંગ આ દેવદત્ત બાપાનો નાનો દીકરો. આખા શહેરમાં એમની હોટલ ચેઇન છે, *રસથાળ* સૌ વખાણે રસથાળની થાળી.

આ રસથાળ ની અમુક વિશેષતાઓ છે. એમની મુખ્ય જે રેસ્ટોરન્ટ  છે એ વિશાળ  જગ્યામાં છે. અને અલગ અલગ બિલ્ડિંગમાં આખા ભારતની સુપ્રસિદ્ધ વાનગીઓ છે. એક બિલ્ડિંગમાં માત્ર દક્ષિણ ,એકમાં પંજાબી, એકમાં મહારાષ્ટ્રીયન ,એકમાં રાજસ્થાની,એકમાં ગુજરાતી થાળી અને એકમાં માત્ર વિવિધ જગ્યાના નાસ્તા  જેને જ્યાં જમવું હોય ત્યાં જમે , વિશાળ પાર્કિંગ અને સુરક્ષા વ્યવસ્થા . ત્યાંનો દરેક કર્મચારી આવનાર સાથે પ્રેમ અને નમ્રતા પૂર્વક વાત કરે. આટલો ભપકો, દેખાવ પણ પૈસા વધારે નહિ, અહીં ચાલીસ રૃપિયામાં મસાલા ઢોસા મળે અને એકસો પચાસમાં ગુજરાતી થાળી.એ પ્રમાણે ભાવ હોય. ગુણવત્તા, સ્વચ્છતા, સ્વાદ, સરભરામાં કોઈ કસર નહિ. આ એમની મુખ્ય જ ગ્યા અને શહેરમાં અલગ અલગ જગ્યાએ જે રસથાળ રેસ્ટોરન્ટ છે ત્યાં એક સાથે બધું પણ જ્યાં છે ત્યાં કોઈ કોમ્પ્લેક્ષમાં નહિ એ બિલ્ડીંગ જ એમનું હોય અલગ અલગ ફ્લોર પર અલગ અલગ વાનગી હોય પણ, નીચે ગુજરાતી થાળી, ઉપર પંજાબી અને ત્રીજા મળે કોન્ટિનેન્ટલ. સરસ આયોજન, આ બધું ચલાવવા વાળા બે ભાઈઓ અને એક બહેન જ. દેવાંગ, દેવાંગીની  અને અને દિવ્યેશ આ ત્રણેય ભાઈ બહેન *હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીમાં ભણ્યા, શહેરની હોટલ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં અને ત્રણેય મેડાલીસ્ટ, આ ત્રણેયથી મોટો તિલક જે ડોક્ટર  થયો. આ બધા દેવદત્ત બાપાના સંસ્કારી સંતાનો.

માનવામાં નહિ આવે પણ એ જમાનામાં દેવદત્ત બાપાએ પ્રેમ લગ્ન કરેલા, દેવદત્ત *બાપા* તરીકે સેવા કરતા કરતા ઓળખાવા માંડ્યા, એમના પિતા રવિ દત્ત બહુ જ મોટા જમીનદાર, ઘણી જમીન હતી અને ખેતરો એટલા જેમાં એમના માણસો કામ કરે. રવિ દત્ત બાપાને ઘણા વર્ષો સંતાન નહિ પણ ઈશ્વર દયાળુ છે, એક સુંદર બાળક રવિ દત્ત અને રિવા ના પરિવારમાં જન્મ્યું અને દેવ કૃપા હતી એટલે નામ રાખ્યું દેવદત્ત. ભણવામાં હોંશિયાર બહુ જ. સાવ શાંત કોઈ માગણીઓ નહિ. કોઈ બાબતની કોઈ જીદ નહિ,જે આપો તે ખાઈ લે , પહેરી લે, નખરા નહિ. નાનપણમાં એ  બહાર માતા પિતા સાથે નીકળ્યા હોય પિતાએ કંઈક ખાવાનું લઇ આપ્યું હોય ત્યારે રસ્તામાં જો કોઈ નાનું બાળક એમની સામે લાચાર નજરે જોયા કરે તો , દેવદત્ત પોતાનું એને આપી દે. એના પિતા રવિ દત્ત આ જોતા અને કહેતા કે કાંઈ વાંધો નહીં, સ્વભાવ દયાળુ છે એ સારું છે. ઈશ્વરનો દૂત છે. લોક કલ્યાણ માટે જ આ ધરતી પર આવ્યો હશે. એને જે સારું લાગે એ કરવા દ્યો. ખોટું તો કરતો નથી. રવિ દત્ત બાપા ની જમીન નો રખેવાળ, ખેડુ, સાથી , ગણોતિયા જે કહો તે શિવા ની દીકરી  દયા બહુ મજાની, સતત હસ્તી જ હોય, નમણી રૃપાળી બોલકી આંખો વાળી, એને સારા કપડાં પહેરાવો તો કોઈ કહે નહિ કે મજુર ની છોકરી છે. એ દયા અને દેવદત્ત ને બહુ જ ફાવે , ખેતરે બેય હારે જ બેઠા હોય. યૌવનની પાંખો ફૂટે અને હૃદય ઉડ ઉડ સ્વાભાવિક જ થવા માંડે ,એમ જ આ બન્નેના હૃદય ઉડ ઉડ થવા મંડ્યા પણ કોઈ  વિચિત્ર ભાવ નહિ ,કે આઈ લવ યુ કે એવા વેવલાવેડા પણ નહીં. એક દિવસ આ દયા વૃક્ષ ના ટેકે રોતી બેઠી હતી. દેવદત્તે પૂછ્યું કે શું થયું? દયા કહે મારા પિતા, મારાથી ડબલ ઉંમર ના સાથી સાથે મારા વિવાહ કરવા માગે છે. ઓલી મારા બાપાને અઢળક પૈસા આપવાના છે. દેવદત્તે કહ્યું કે આ નહિ થવા દઉં . આટલું કહીને ચાલ્યો ગયો. બીજા દિવસે દેવદત્ત ના પિતા રવિ દત્ત સાહેબે દયા ના પિતા શામળ ને મળવા બોલાવ્યા અને પૂછ્યું કે શામળ  તને પૈસાની શું તકલીફ છે? શામળ કહે કાંઈ નહિ, મારે આગળની સીમમાં એક જમીન રાખવી છે . મારી પોતાની જમીન. રવિ દત્ત કહે કે 'મેં આપી તને મારી જમીન જા , આપણી જમીનો પુરી થયા પછી ફૂલા ની જમીન છે એના પછી એક ખેતર આપ ણું છે, એ જમીન તારી. શામળ તો સાંભળીને ચમકી ગયો અને બોલ્યો બાપા આટલી મોટી જમીન મને? પણ કેમ? રવિબાપા કહે તું તારી દીકરીને વેચવા માંગે છે ઓલા બીજવર  પુંજા ને જે તારી ઉંમરનો છે. શરમ આવે છે? શામળ કહે પણ બાપા હું શું કરું? મને એમ છે કે મારી દીકરી પૈસા વાળા ના ઘરમાં જાય , રાજ કરે. એટલે રવિબાપા કહે એ રાજ કરશે પણ મારી પુત્રવધુ બનીને  , મારા દેવદત્ત અને તારી દયા ના મન મળી ગયા છે, ઈ વાત મને આજે દેવદત્તે કરી. મને વાંધો છે જ નહિ. -- બસ આમ દેવદત્ત દયાના લગ્ન થઇ ગયા. રવિબાપાને પોતાના દીકરાના સ્વભાવ વિશે ખબર હતી , એમને એક જ્યોતિષે કહેલું કે આ તમારા કૂલનું નામ રોશન કરશે. આ દેવનો દૂત છે. એ પૈસા વેડફશે કે ઉડા ડશે નહિ સારા કામે ઉપયોગ કરશે. રવિબાપા કહે એકનો એક દીકરો છે જે કરે ઈ સારા કામ કરશે ને?  દેવદત્ત વસ્તીઓમાં ફરતો હોય લોકોની તકલીફ જોઈ બાપા ને મદદ કરવા કહે અને રવિબાપા કરે. રવિબાપાએ શહેરમાં જમીનો રાખેલી. એમાં એક જમીનમાં તો ત્રણ ત્રણ મકાન બનાવ્યા હતા અને હજી થાય એમ હતા. થોડા દમયમાં રવિબાપા ગુજરી ગયા અને બધું એકના એક દીકરા દેવદત્તના નામે કરતા ગયા. દેવદત્તે ગામમાં સદાવ્રત ખોલેલું  ગરીબોને જમાડે , એક ટ્રસ્ટ કર્યું એમાં સાચા અર્થમાં જરૃરિયાત વાળા લોકોને મદદ કરે કપડાં વાસણ વગેરે અને દિવાળીમાં તો  બધું જ આપે , એ પછી શહેરમાં જે વિશાળ જામીન હતી ત્યાં હોટલ કરી ગુજરાતી થાળીની ઈશ્વરની કૃપા હોય તે નામ થઇ ગયુ ં. એમને એક કામ કરેલું કે કોઈની થાળીમાં જો અન્ન પડ્યું રહે તો અલગ અલગ વાસણમાં  ભરાવી લે ,અને એ ગરીબોને જમવા આપી દે , આમ કરતા એમની બીજી જમીનમાં જલપાન સેવા કરી ત્યાં  એમની રેસ્ટોરંટથી બચેલું ખાવાનું આવે અને અહીં ગરીબોને મફત પીરસાય, એમ કરતા અલગ અલગ રેસ્ટ રનત થઇ.

દેવદત્તને પહેલો દીકરો જન્મ્યો એનું નામ તિલક રાખ્યું કારણ કે ઈશ્વરે અમારા ભાલે સંતાન સુખનું તિલક કર્યું. અને મોટો *તિલાટ*, એ બહુ ભણેશ્રી એને ડોક્ટર થઇ સેવા કરવી હતી તો  એને એમ કરવા દીધું. લોકો કહે કે એ ડોક્ટર થશે તો તમારા આ *રસથાળ* નું શું? એને આમ લેવાય, દેવદત્ત બાપા કહે મારા પિતા એ મારી કોઈ ઈચ્છાને મરવા નથી દીધી ,એમણે કરવા દીધું કારણ એમને એમણે આપેલા સંસ્કાર પર ભરોસો હતો, એમ જ મને છે.  એ પછી જે સંતાનો થયા દેવાંગ, દિવ્યેશ અને દેવાંગીની એ લોકોને આ હોટલ વ્યવસાય વિકસાવવો હતો એટલે એ ભણ્યા અને પિતાનો કારોબાર વધુ જમાવ્યો. પિતાજીને કહી દીધું કે તમે સેવા કર્યો કરો અમે આ સંભાળીશું. એ સંતાનોએ દેવદત્ત બાપાના સંસ્કાર દિપાવ્યા. કોઈ ખોટા શોખ નહિ, માંગણી નહિ, જીદ નહિ કે લાલચ નહિ. ખોટા પૈસા લેવાના નહિ. માપસરના જ અને જમવાનું આરોગ્યપ્રદ સ્વાદિષ્ટ ,સંતોષ થાય એવું  શ્રેષ્ઠ.

પ્રેમાળ અને દયાળુ સ્વભાવ સતત લોકોની સેવા કરવાની, કોઈનું દુઃખ જોઈ ના શકે, તરત મદદ કરે, એ રસ્તા વચ્ચે ઉભા કાંઈક ખાતા હોય અને કોઈ ભૂખ્યું બાળક કે વ્યક્તિ ખાલી એમની સામે જોઈ રહે  પણ માગે નહિ, તો એ પોતાનું ખાવાનું એને આપી દે , પછી પૂછે કે બીજું કાંઈ ખાવું છે? આ દેવદત્ત બાપા કોઈને ભીખ ના આપે , એ કહે કે આ એક ધંધો કરી નાખ્યો છે. ખવડાવે લઈને પણ પૈસા ના આપે. કોઈ દિવસ નહિ. એક સવારે દેવદત્ત બાપા એમની આદત પ્રમાણે ચાલવા નીકળ્યા હતા. એ ચાલવા નીકળે એટલે પૈસા તો ખીસા માં હોય જ. જરૃરિયાત વાળાને કાંઈ જોતું હોય તો અપાવી દે, ગરીબોની વસ્તીમાં બાળકોને ભણાવવા માટે પૈસા આપે. કપડાં વગેરે બધું જ આપે, દિવાળી કે બીજા  તહેવારોમાં તહેવાર ઉજવવા બધું આપે. અને આ માટે એમના બાળકો  મદદ કરે. *પપ્પા તમને ગમે તે કરો. આ તમે અને દાદા બધાનું ધ્યાન રાખો છોએટલે ઈશ્વર આપણા સૌનું ધ્યાન રાખે છે. ગરીબની વસ્તીઓમાં કોઈ કપડા વગર ના હોય, કોઈ ભૂખ્યું ના સુવે. અરે દેવદત્ત બાપાએ એ ગરીબો માટે સ્કૂલ બનાવી, એ બાળકો ને ભણાવે. જોકે સરકારી ગ્રાન્ટ મેળવે માન્યતા માટે, પણ સરકારની દખલગીરી ના ચલાવે. કેટલાયને નોકરીઓ અપાવી, આ અમુકને રીક્ષા જેવા વાહનો અપાવ્યા. આટલા બધા દેવદત્ત બાપાને હિસાબે ઉજળા થયા હોય એમને માટે તો દેવદૂત જ કહેવાય ને. પણ માત્ર સેવા, રાજકારણીઓએ ચૂંટણીનું પ્રલોભન આપ્યું પણ ના એટલે ના, હું મારી સિસ્ટમ મારી રીતે ચલાવીશ પણ  મારી સિસ્ટમમાં રાજકારણ નહિ આવવા દઉં. બાપા ને બધા હોય.ગરીબ તવંગર બધા વંદન કરે.

આ દેવદત્ત બાપા જ્યારે તિલકની હોસ્પિટલ પહોંચ્યા ત્યારે હોસ્પિટલની બહાર કીડિયારું ઉભરાયું એટલે લોકો, પોલીસ પણ પ્રેમથી બંદોબસ્ત જાળવે, રોડ ઉપર ટ્રાફિક વધવા માંડયો, બસ ના ડ્રાઇવર કંડકટર પૂછે કે કોણ બીમાર પડ્યું? કોઈ ફિલ્મ સ્ટાર છે? તો પોલીસ કહે ના એ બધાની ઉપર *દેવદત્ત બાપા* આ સાંભળતા જ એ સૌની આંખમાં આંસુ આવી જાય અને  માનવામાં ના આવે પણ સર્વત્ર દેવદત્ત બાપા માટે પ્રાર્થના થાય. ભલે રસ્તા બંધ  થયા પણ સહયોગ પૂર્ણ શાંતિ, કોઈ ધમાલ નહીં. બે દિવસ અનેક લોકો જાગતા ઉભા બેસેલા  ત્યાં જ રહ્યા ત્રીજા દિવસે તિલક દેવદત્ત બાપાને વરંડામાં લઇ આવ્યો ત્યારે ટોળામાં ચિચિયારી થઇ અને લોકોએ પુષ્પ વર્ષા કરી. એમના સં તાનોએ  કહ્યું કે બાપા, આ પ્રેમ જોયો? ઈશ્વરે આપણને નિશ્વાર્થ સેવા કારાવી અને આ સન્માન, આ પ્રેમ, બાપા અમને ગૌરવ છે કે અમે તમારા સંતાનો છીએ, અમે તમારા સંસ્કાર દીપાવીશું જ. દેવદત્ત બાપા બોલ્યા બસ હવે મારે કાંઈ ન જોઈએ, ઈશ્વરે મને જે કામ માટે મોકલ્યો હતો એ કર્યું. ઈશ્વરે મને પાસ કર્યો હવે તમે સાચવજો. સંદેશો આપજો *માનવ અવતાર મળ્યો છે તો માનવતા રાખજો* ઈશ્વર તમારું ધ્યાન રાખશે ,તમે ગરીબ, લાચાર, સંજોગોના શિકાર જરૃરિયાતવાળાનું ધ્યાન રાખજો. દેવદત્ત બાપા હવે ફરતા નથી પણ એમની સેવાનો પ્રેમ રસથાળ સર્વત્ર પીરસાય છે.

હરેશ ભટ્ટ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

દરેક સંતાનોએ પોતાના મોજશોખ મજામાં માતા-પિતાનું યોગદાન ખ્યાલ કરી, એમનું જીવન ધન્ય કરવું જોઈએ

રોહિત રીનાના ઘરમાં આજે પાર્ટીનો માહોલ હતો. જોકે રોહિતને એવો શોખ બહુ હતો એના નજીકના ચાર પાંચ.મિત્રો બોલાવે અને ખાણીપીણી મોજ મસ્તી , હળવા અવાજમાં મિત્રો સખીઓ મળીને નૃત્ય પણ કરે. રોહિત રીનાની માં એક તરફ એના રૂમમાં બેઠા હોય અને બીજા રૂમમાં આ લોકો મજા કરતા હોય, એટલું ખરું કે આ મિત્રો કોઈ નશા કે દારૂનું સેવન નહોતા કરતા, એ કોઈ મિત્રોને પાન, બીડી, તમાકુ કે એવું કોઈ વ્યસન નહિ, આ બધા ભણવામાં જ ધ્યાન આપે અને આ એકેએક ભણવામાં હોંશિયાર. બસ અઠવાડિયે દસ દિવસે આમ ભેગા થાય. ફરતો ફરતો રોહિતનો પણ નંબર આવે. રોહિત- રીના  એના પપ્પાને સવારે  કહી દે  કે કાલે મારા મિત્રો  આવવાના છે સાંજે, અમારા માટે આ નાસ્તો લેતા આવજો. પપ્પા રાત્રે આવતા લેતા પણ આવે. રોહિત રીનાના પિતા એક હોસ્પિટલમાં કામ કરતા હતા. આટલું આ ભાઈ બહેનને ખબર હતી. બીજું કાંઈ નહિ.

દર વખતની જેમ પપ્પા નાસ્તો ઠંડા પીણાં લઈને આવી ગયા હતા. એટલે રોહિત રીના ખુશ હતા, એ બન્ને બાળકોને માં બાપ સરસ સાચવે એમને ગમતું જોઈતું  બધું જ લાવી આપે કારણ કે આ બન્ને ભાઈ બહેન ભણવામાં હોંશિયાર , બીજું એ કે એ લોકો ખોટા ખર્ચા કે ખોટી માગણી  ના કરે. એમને ખબર હતી કે માં માત્ર ગૃહિણી છે અને પિતા હોસ્પિટલમાં નોકરી કરે છે પણ પગાર બહુ ભારે નથી. એક વાર દીકરી રિના એ પૂછ્યું પણ હતું કે પપ્પા મેં જાણ્યું છે કે હોસ્પિટલમાં શિફ્ટ હોય સવારે આઠ થી ચાર, ચાર થી રાત્રે નવ અને  રાત્રે નવ થી સવારે આઠ, તો તમે કેમ સવારે આઠ વાગે જાવ અને રાત્રે દસ વાગે આવો? એટલે પિતા કહે બેટા તારી વાત સાચી પણ હું બે શિફ્ટ કરું ત્યારે આપણું બધું ભેગું થાય, તમારા ભણવાના કપડાં વગેરે અને ઘરના ખર્ચ થાય. દીકરીને થતું  કે પપ્પા અમારા માટે કેટલી મહેનત કરે છે? અમે તો બધા સાથે મોજમજા કરીએ પણ મમ્મી પપ્પા ક્યારેય બહાર જતા નથી કારણ પપ્પા રવિવારે પણ નોકરીએ જાય. આપણે કમાતા થાશું એટલે માં પપ્પાને બહાર લઇ જાશું.

આજે આમ જ  રોહિત રીના એમના મિત્રોને બોલાવ્યા હતા, આજનું આયોજન અચાનક થયું હતું એટલે રોહિતે પપ્પાને કહેલું કે આજે રાત્રે તમે આવો ત્યારે એટલું લેતા આવજો. કાલે સાંજે અમે બધાએ નક્કી કર્યું એટલે કાલે ના કહી શક્યા પણ આજે લાવજો, ભલે તમે દસ વાગે આવો છો એ સમયે લાવજો અમે ગેમ રમશું  અને પછી જમશું. પપ્પા રાત્રે આવ્યા અને રીનાને બોલાવી બધું આપી દીધું પછી પોતાના રમ તરફ જતા રહ્યા. એ આવ્યા અને રિનાને બધું આપતા હતા ત્યારે  રીનાની સખી વિશાખા અને ના ભાઈ વીરૂએ રીનાના પપ્પાને જોયા પછી વિશાખા વીરૂ એ એકબીજા સામે જોયું પછી કહ્યું કે આજે પપ્પા સાથે  લતા આન્ટીની ખબર પૂછવા હોસ્પિટલ ગયા અને અંકલ આપણને એ હોસ્પિટલની કેન્ટીનમાં લઇ ગયા ત્યારે આ જ અંકલ હતા ને ટેબલ સાફ કરી ડીશો અંદર મુકવા ગયેલા. બન્નેએ મોજમજા પત્યા અને બીજા મિત્રો ગયા  પછી વિશાખા એ  રીના રોહિતને પૂછ્યું  કે આ તારા પપ્પા ક્યાં નોકરી કરે છે? રોહિત કહે ફલાણી હોસ્પિટલમાં, વીરૂએ પૂછ્યું કે હોસ્પિટલમાં પણ શું કામ કરે છે? તો રોહિત કહે એ ખબર નથી. તો ક્યા વિભાગમાં એ પણ ખબર નથી. વીરૂ કહે આજે અંકલ રીનાને બધું આપતા હતા ત્યારે અમે એમને જોયા પછી ખબર પડી કે આ તો એ જ. રોહિત રીના કહે શું કરતા હતા? ક્યાં વિભાગમાં હતા? વિશાખા કહે કાલે આપણે જાશું. તમે ભાઈ બહેન જ જોઈ લેજો.

બીજા દિવસે રાત્રે વિશાખા વીરુ, રીના રોહિતને લઈને ગયા સીધા કેન્ટીન પાસે, દૂર ઉભા રહ્યા. વીરૂએ કહ્યું કે આપણે દૂર ઉભા રહી જોશું એમને ખબર નહિ પડવા દઈએ  નહિ તો એ શરમાઈ જશે. બન્ને ભાઈ બહેને જોયું કે એમના પપ્પા ડીશો ગોઠવતા હતા, પછી એટલામાં એક ટેબલ પરથી ત્રણ જણા ઊભા થયા હાથ ધોવા અને રોહિતના પપ્પાએ એ ડીશો લઇ પાછળ મૂકી આવ્યા અને પોતું લઇ એ ટેબલ પર સાફ કર્યું , પેલા લોકો હાથ ધોવા ગયા હતા એમાંથી એક ભાઈ આવ્યા અને એ ટેબલ સાફ કરવા વાળાના હાથમાં વીસ રૂપિયા આપ્યા અને ચાલતા થયા. રોહિત રીના ના આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. એમને શરમ આવી ગઈ  અને વિશાખા વીરૂ સામે જોઈ ઢીલા થઈ ગયા. વીરૂએ કહ્યું કે જો ભાઈ આમ ઢીલા નહિ થવાનું. મારા પપ્પા પણ એક પ્રતિષ્ઠિત હોટલમાં કામ કરે છે  પણ એ હાઉસ કીપિંગમાં છે, એ પણ રૂમોમાં ચાદરો બદલવી રમ સરસ રાખવા વગેરે કરે છે. એ લોકો આવું કામ કરે છે  પણ આપણા માટે જ ને? જરાય શરમાવાનું નહીં, અમારા અને તમારા પપ્પા ખોટું કામ નથી કરતા અને આપણે બાપના પૈસા ખોટા ઉડાડતા નથી. આપણે એટલું જ શીખવાનું છે કે કાલે આપણો વારો છે, એમને આપણે મોજ કરાવવાની. આ ચારેય હોસ્પિટલની એ કેન્ટીનની બીજી તરફ હતા, ત્યાં એક ભાઈ નીકળ્યા, હોસ્પિટલના જ હતા. એમણે આ ચારેય ને પૂછ્યું *શું જુવો છો? રોહિત કહે તમે અહીં જ નોકરી કરો છો ને? પેલા વડીલ જે ટેબલ સાફ કરે છે એ આ જ કામ કરે છે? પેલા  ભાઈ કહે - રમેશ કાકાની વાત કરો  છોને? બાળકોએ હા પાડી, પછી એમણે કહ્યું કે સર્કસમાં જોકર જોયો છે? એને બધું જ આવડતું હોય ને? એ અમારા રમેશ કાકા જીનિયસ છે. સતત હસતા હોય, એનેય પરિવાર છે, એમને પણ સુખદુઃખ હોય પણ એ હસતા જ હોય. જોકર જુલા જુલે, સાયકલ ચલાવે, પ્રાણીઓના પાંજરામાં પણ જાય અને લોકોને હસાવે પણ ખરા, બધા ખેલ આવડે, અમારા આ રમેશ કાકા આમ તો ટેબલ પર આવેલા મહેમાનોને હસીને બધું લાવી આપે. એ લોકો ટીપ પણ આપે શેઠ જોવે પણ કોઈ બોલે નહિ. એ પછી રસોઈ પણ બધી આવડે, કારીગર ના હોય તો ઢોસા ઉતારે, વાનગીઓ બનાવે, શેઠ એને એ દિવસ વધારાના પૈસા આપે. આ રમેશ કાકા બપોરે જમે અહીં જ , શેઠ નો હુકમ હોય. રાત્રે ક્યારેક એકાદ વાનગી લઇ જાય, એ બાળકો જોઈ જ  રહ્યા. પેલા ભાઈ કહે કે અમારા રમેશ કાકા નું સપનું હતું કે પોતાની નાની હોટલ બનાવીશ પછી ગલ્લે બેસીસ. પણ એ તો કેમ પૂરૃં થાય? મેં કહ્યું કે રમેશકાકા હું પૈસા લગાડું તમે ચલાવો, તમારા હસતા ચહેરાને કારણે જ તો બધા પ્રેમથી આવે છે એમ ત્યાં આવશે. રમેશકાકા કહે *બરાબર પણ હોટલ તો તમારી કહેવાય ને?* --- આ રમેશકાકાના બાળકો ફટાફટ નીકળી ગયા. પપ્પા રાત્રે ઘેર આવ્યા ત્યારે પણ કાંઈ પૂછ્યું નહિ.

રમેશકાકા ના બેય બાળકો સરસ ભણ્યા હોટલ મેનેજમેન્ટનું જ, અને એ બન્ને ભાઈ બહેને મહેનત કરી. હોટલમાં નોકરી કરી અને એ જ હોસ્પિટલના પેલા જે અંકલ હતા એમની સલાહ સૂચન અને મદદથી નાની પણ સરસ હોટલ બનાવી, પપ્પાને કહ્યું નહીં, એ હોટલના ઉદ્ઘાટન માટે મમ્મી પપ્પાને સરસ કપડાં લઇ આપ્યા. અને કહ્યું કે એક મિત્રની નવી હોટલ ખુલે છે ઉદઘાટન તમારે કરવાનું છે. રમેશભાઈ તો ખુશખુશાલ હતા અને કહ્યું કે ભલે મારી હોટલ ના થાય પણ હું ઉદઘાટન તો કરીશ. આટલું બોલતા એમની આંખો ભીંજાઈ ગઈ અને બાળકો પણ નમ થઇ ગયા. કેટલા આમંત્રિતો હતા, પેલા વડીલ નરભેરામ તો હતા જ, હોસ્પિટલની કેન્ટીનના માલિક જયરામ શેઠ પણ હતા. રમેશ કાકાએ એમને જોઈ  આશ્ચર્યથી પૂછ્યું શેઠ તમે? આ હોટલ તમારા ઓળખીતાની હશે. એમણે હા પાડી  પછી રમેશકાકા ઉત્સાહથી કહે આનું ઉદ્ઘાટન મારા હાથે છે. જે જાણતા હતા એમની આંખો ભીની હતી. બધા આગળ આવ્યા, રમેશભાઈએ રીબીન કાપી અને પછી દીકરી રિનાએ કહ્યું કે આ ઉપર હોટલનું નામ છે એની ઉપરથી આ દોરી ખેંચી કપડું ખેંચો બધા નામ જોશે. એમણે કપડું ખેંચ્યું અને નામ આવ્યું  *આર આર આલ્પાહાર* દીકરા રોહિતે કહ્યું હવે આગળ આવો અને આ ગલ્લા પર બેસો, રમેશભાઈ ખુશ થતા બેઠા અને રિના રોહિત બન્નેએ  ચરણસ્પર્શ કર્યા અને કહ્યું આ તમારું તમે આના માલિક જુવો શું નામ છે? આર આર -- રમેશ રમા અને અમે રોહિત રિના -- આરઆર,

આ સાંભળી રમેશ કાકા ધ્રુસકે ચડી ગયા, રોહિત રિના કહે કે પપ્પા તમારું સપનું હતું ને? પૂરું થયું -- આમાં અમે આ જયરાજ કાકા અને નરભેરામ કાકાની મદદ લઇ  તમારું સપનું પૂરું કર્યું. બધાએ તાળીઓથી વધાવી લીધા. જયરાજ શેઠે મજાકમાં કહ્યું કે રમેશ કાકા તમારે કેન્ટીનમાં તો આવવું જ પડશે કારણ તમારા સ્મિત ભર્યા આવકારના સૌ પ્રેમી છે. પણ તમારા સંસ્કારી સંતાનો માટે માન છે. સંતાનો આવા જોઈએ. પિતાની આવક પ્રમાણે શોખ કરે  અને પાછલી ઉંમરે માં બાપને મોજ આપે.

હરેશ ભટ્ટ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

સંતાનને જોઈએ વહાલ હૂંફ, આત્મીયતા, સમય, એ આપો નહિ તો એ એકલું પડી જશે અને સમય જતાં તમે એકલા પડી જશો

રોહન આર્મીમાં બહુ જ અગત્યના હોદ્દા પર હતો, આમ એકલપંથી પણ મોજીલો, વાંચન, લેખન અને  સંગીતનો શોખીન, અમસ્તો પણ ગીત ગણગણતો હોય, એના સાથીઓ  એનાથી ખુશ કારણ એ બધાને ખુશ રાખતો આમ પણ સરહદ પર રહેલા જવાનોને એમના આત્મજનોં યાદ કેવી કોરી ખાતી હોય એ એમનો આત્મા જ જાણતો હોય. સરહદ પર જ્યારે કાંઈ કામ ન હોય અને શાંતિ હોય ત્યારે એ લોકોની ટુકડી રાત્રે બેઠા ગીત સંગીતની મોજમાં હોય અને બીજા જેને જે આવડતું હોય એ કરે પણ સહુ મળીને મોજ કરે. મોજ કરતા કરતા કોકની આંખમાં આંસુ નીકળી આવે એવું પણ બને. આ તો એક ટુકડીની વાત થઇ પણ બીજા પણ આમ જ મોજ કરતા હોય.

એવું સાંભળ્યું છે કે આર્મીમાં અમુક સમયે જવાનોની ટુકડીઓને ઘેર/વતન જવા રજા મળે, એ સમયે બધા હોંશથી તૈયારી કરે. રજા તો નિશ્ચિત દિવસની હોય જ પણ સાથે શરત હોય કે ગમે ત્યારે જરૂર પડે રજા છોડી હાજર થઈ જવું પડશે. એ સમયે જ્યાં રહેતા હોય ત્યાં સોપો પડી જાય. આવું જ એક વાર થયું, બધા રજા પર જવાની તૈયારી કરતા હતા પણ રોહન બાલ્કનીમાં બેઠો બેઠો માઉથ ઓર્ગન વગાડતો હતો. એક સાથીએ કહ્યું કે રોહન તારે કોઈ તૈયારી નથી કરવાની? તો કહે *હું ક્યાં જાઉં? પિતા તો છે નહિ, સાવકી માં એના દીકરા સાથે મોજમાં હશે, એક દોસ્ત હતી જેની સાથે હું મન ભરીને વાતો કરતો, જેને હું મારી ગણતો મારું દુઃખ,આનંદ લાગણી એની સાથે શેર કરતો એ ત્યાં છે  નહિ. મેં જ્યારે એને કહ્યું કે હું આર્મીમાં જોડાવાનો છું ત્યારે એ ખુબ રોયેલી પણ એ પછી નીકળવા સુધી એ દેખાઈ નહિ મળવા પણ ના આવી ઘેર તપાસ કરી તો એ શહેર છોડી ગઈ હતી. એ શહેર છોડી ગઈ અને હું ઘર છોડીને નીકળ્યો એના ત્રણ દિવસમાં પિતાજી દેહ છોડી ગયા. હું કોની પાસે જાઉં? * આટલું કહેતા એની આંખો છલકાઈ ગઈ.એની શું બધા ભાવવિભોર થઇ ગયા અને રોહનને સાંત્વના આપવા વળગી પડયા, એ પછી નહોતું જવું છતાં રોહનને એકલો મૂકી નીકળી ગયા.

રોહનના નાનાજી આર્મીમાં જ હતા. કેપ્ટન જયસિંહ, ગજબ વ્યક્તિત્વ એમની ઊંચાઈ છ ફૂટ ત્રણ ઇંચ. કસાયેલું શરીર અને જુસ્સો જોરદાર, એ અનેક માટે પ્રેરણા રૂપ હતા. નાનાજીને જ્યારે રજા મળે અને વતન આવે ત્યારે રોહન એમની પાસે જ હોય, એક મિનિટ આઘોના જાય, એ નાનાજીનો લાડકો હતો, એ નાનો હતો ત્યારે, નાનાજીને  કહેતો, હું લશ્કરમાં જોડાઈ તમને સેલ્યુટ કરીશ પણ એ સમજણો ત્યારે બધા જવાનો સાથે મળી નાનાજીના પાર્થિવ શરીરને સેલ્યુટ કરવી પડી. એનું સપનું તો અકબંધ હતું પણ માં ના પાડતી, માં બીમારીમાં રોહનને મૂકીને ઈશ્વરધામ ચાલી ગઈ. રોહન એકલો પડી ગયો. રોહનને બે જ આત્મીય હતા એક એની માં અને બીજા નાનાજી, નાનાજી તો સરહદ કે અન્ય જગ્યાએ ડયુટી પર હોય એટલે રોહનની બધી વાતો માં જ સાંભળે, રોહનને દરેક વાતની જીજ્ઞાશા બહુ જ, *આ શું? આ કેમ? આવું કેમ? વગેરે બહુ સવાલ હોય અને માં એના જવાબો આપે. પિતાજી તમને નોકરીમાંથી ઊંચા ન આવે. રોહન પિતાજીને કોઈ પૂછવા જાય તો પિતાજી કહી દે, તારી માંને પૂછ, મારૃં માથું ન ખા. જ્યારે નાનાજી આવવાના હોય ત્યારે માં કહેતી કે હાશ પિતાજી આવે છેને એટલે મને એટલા દિવસ શાંતિ. આ લપિયો મને પૂછવા નહિ આવે. મને એક મહિનો રાહત.

આ બધા સંજોગોમાં રોહનના નાનાજી અચાનક ફરજ પર મૃત્યુ પામ્યા. રોહન સાવ ભાંગી પડ્યો. સાવ સૂનમૂન થઈ ગયો, નાનાજીના મૃત્યુ પછી એ બહુ જ ઓછું બોલતો. પિતાજી સાથે તો વાત કરવાનો પ્રશ્ન જ નહોતો, એ રોહનની માંને પણ સમય નહોતા આપતા, રોહનની માતા બીમાર પડી ત્યારે માત્ર એકવાર  ડોક્ટર પાસે સાથે ગયેલા, એ ડોક્ટર પારિવારિક હતા એટલે પછી તો એ એકલા જ જતા, ડોકટરે એકવાર રોહનના પિતાને કહેલું કે ભાભીની બીમારી જીવલેણ છે. તોય એમણે કહેલું કે તમે ડોક્ટર છો ને? ઈલાજ કરો. ડોકટરે બહુ જ પ્રયત્ન કર્યા પણ ના બચાવી શક્યા. આ રોહન માટે બીજો મોટો આઘાત હતો. હવે તો સાવ એકલો પડી ગયો. એને સાચવે કોણ? પિતાજી સવારે રાત્રે થોડો સમય આપે પણ પછી? રોહનના પિતાએ એક બહેન આખા દિવસ માટે રાખ્યા એ સવારે આવી રોહનને સાચવે, રસોઈ બનાવે ઘરના બધા કામ કરે વગેરે, એ સાચવતા બધું. એ પણ લાંબુ ના ટક્યા. એક મિત્રની સલાહથી એના જ ઓળખીતા એક બહેન સાથે રોહનના પિતાએ બીજા લગ્ન કર્યા. લતા નામ એનું.

રોહન માટે સાવકી માં કહેવાય પણ વર્તનમાં સાવકી માં ન હોતી. એ રોહનનો પૂરો ખ્યાલ રાખે. રોહન સવારે  ઉઠે એટલે એનો ચ્હા /દૂધ. નાસ્તો બધું તૈયાર રાખે. સ્કૂલ માટે તૈયાર કરે, જમાડે વગેરે બધું, એ સાંજે સ્કૂલેથી આવે ત્યારે પણ બધું જ તૈયાર રાખે. રોહનને લતાએ જ શીખવ્યું હતું એટલે એ છોટી માં કહી બોલાવતો. લતા સગી માં તો ઠીક, માં જેવી લાગણી, હૂંફ આપી ન શકે. રોહન એકલો જ હોય. ક્યારેય એવું ના હોય કે લતા એની પાસે બેઠી, વાંસે/માથે હાથ ફેરવ્યો, જમાડ્યો જરાય નહિ. રોહનની જરૂરિયાતો બધી પુરી કરે પણ એનાથી શું થાય? બાળકને જોઈએ માંની અથવા માં જેવી હૂંફ, લાગણી, વહાલ વગેરે પણ એમાનું કાંઈ લતા ન આપી શકે, પણ રોહન છોટી માં નો પડ્યો બોલ જીલે એને કાંઈ પણ કામ હોય તો તરત કરી આપે, ભલે સાવકી માં છે પણ માં ના સ્થાને છે. મારી માં ના સંસ્કાર મારામાં હોય જ. માન પૂરૃં આપે, જેમ માં ને પગે લાગી ભણવા જતો એમ જ છોટી માંને પગે લાગી જતો. એ પૂરૃં માન સન્માન આપતો પણ લતા એક દીકરા જેવો પ્રેમ નહોતી આપતી એમાંય જ્યારે લતાને પોતાનો દીકરો થયો ત્યાર પછી તો ઘણું ઓછું થઈ ગયું. આવામાં કોઈપણ બાળક એકલું પડી જાય. રોહન છોટી માં નું વર્તન જોતો હતો, સાથે બીજું એક એ જોતો હતો કે પિતાજી જે પ્રેમથી છોટી માં સાથે વર્તે છે, એને બહાર લઇ જાય એવું કાંઈ પિતાજી મારી માં સાથે કરતા નહોતા.

આમને આમ રોહન મોટો થવા લાગ્યો એ સાથે જ એનો સાવકો ભાઈ પણ મોટો થવા મંડ્યો. સાવકો ભાઈ અજીત બહુ જ ઉત્પાતિયો, જીદ્દી, માં સામે રાડો પાડે, પિતાજીને તો કહેતો કે *તમે તમારા કામમાં વ્યસ્ત રહોને* રોહન કોલેજમાં એનસીસીમાં હતો જ એ વખતે નક્કી કરેલું કે માં છે નહિ કે વહાલ મળે, સાવકી માં તો આમેય નહોતી વહાલ કરતી અને અજીતના આવ્યા પછી સાવ નહિ. હું લશ્કરમાં જ જોડાઈ જાઉં. એણે નાનાજીના જ એક મિત્રની સલાહ, માર્ગદર્શન અને મદદથી એ ઈચ્છા પુરી કરી, એ જોડાઈ જ ગયો, એને થયું હું હવે ઘરથી દૂર મુક્ત મને રહીશ. છોટી માં ને દીકરો છે. પપ્પા એમનામાં છે, મારું કોણ? એક માં હતી જેની સાથે આમેય અત્યારે એમના ફોટા સાથે વાત કરું છું એ જ્યાં હોઈશ ત્યાં કરીશ. એ બધાને નમન કરી નીકળી ગયો. એ આર્મીમાં જોડાયો અને તાલીમમાં જવાનું થયું ત્યારે  પિતાજીએ કહેલું કે *મને કહેવું તો જોઈએને કે આર્મીમાં જોડાઉં છું,* રોહને હળવું સ્મિત આપી કહેલું કે *શું ફરક પડતો* રોહનને તાલીમ પછી પોસ્ટીંગ પણ મળી ગયું. એ ગયો.

રોહનના ગયા પછી પિતાનું કોઈ કારણોસર અવસાન થયું. સાવકો ભાઈ અજીત આમ પણ સ્વચ્છંદી હતો, માં બાપ સામે ઉદ્ધત વર્તન કરતો, એની પસંદગીની કન્યા સાથે લગ્ન કર્યા અને માંને એકલી મૂકી જુદો થઇ ગયો. આ ઘટના પછી લતા સાવ એકલી પડી ગઈ, હવે એને રોહનની બધી વાતો યાદ આવતી, એને યાદ આવતું કે *હું એકલી બેઠી હોઉં ત્યારે એ આવીને પૂછે કે છોટી માં શું થયું ? કાંઈ તકલીફ? કાંઈ જોઈએ છે? ત્યારે એ કહી દેતા ના ના તું તારૃં કર, મને કાંઈ નથી થયું. લતાને એનો સગો દીકરો અજીત ગમે તેમ બોલતો ત્યારે એક બે વાર રોહન વચ્ચે પડેલો અને કહેલું કે માં સાથે આમ વાત ના કરાય ત્યારે અજીત તો ઠીક લતા પણ બોલેલી કે અમારા મામલામાં વચ્ચે નહીં પડવાનું.  રોહન નિરાશ થઇ ખસી જતા. એકવાર અજીતે પોતાની માં ને ધક્કો માર્યો હતો અને એ પડી ગઈ ત્યારે રોહન જ ગયેલો છોટી માં પાસે અને ઉભા કરેલા ત્યારે લતા બોલેલી તું રહેવા દે હું ઠીક છું.* આ બધું યાદ કરતા એની આંખો છલકાઈ ગઈ, એ રોહનના રૂમમાં ગઈ એના પલંગ પર બેઠી અને જે કાંઈ પડ્યું હતું એ સરખું કરવા માંડી એમાં એને એક કાગળ હાથ લાગ્યો, રોહનનો જ લખેલો, રોહને એની માં ને લખેલો, ઉપર લખેલું *મારી માં ને આ કોઈ પહોંચાડે?*

લતાએ કાગળ વાંચવાનું શરૂ કર્યું,એણે લખ્યું હતું 

*માં આમ સાવ એકલો મૂકી ચાલ્યા જવાનું? મારી કચકચથી તકલીફ થતી હતી તો કહેવું હતુંને,હું મૂંગો થઈ જાત, જે અત્યારે થઈ ગયો છું. છોટી માં ને વ્હાલ કરવા એમની પાસેથી વ્હાલ મેળવવા પ્રયત્ન કર્યો પણ ના થયું, માં જેવો પ્રેમ વ્હાલ કોઈ કરે? પણ માં  હું છોટી માંને માન સન્માન બધું આપું, તમને કાંઈ પણ કામ હોય કરી આપું છું પણ માં હવે હું થાકી ગયો છું. પિતાજીને સમય નથી, છોટી માં અને એમનો દીકરો એમનામાં છે. હું હવે આર્મીમાં જોડાવા જય રહ્યો છું. પછી હું ત્યાં જ રહીશ રજામાં પણ કોની પાસે જાઉં,  હું ત્યાંથી જ તમારી પાસે આવીશ ..... હું છાવણીમાં પણ તમારી સાથે વાતો કરીશ. જયહિન્દ.*

લતા ચોધાર આંસુએ રોઈ પડી અને જાતને કોષવા લાગી કે, હું દીકરાનો પ્રેમ ઓળખી ના શકી, હું તપાસ કરૃં અને કહું કે રજામાં મારી પાસે હું તારી માં છું. એને સમાચાર મળ્યા કે રોહન ઘાયલ થયો છે અને આર્મી હોસ્પિટલમાં છે. ઠીક થઇ પાછો છાવણી હેડકવાર્ટર જ જશે આરામ કરવા. લતા તપાસ કરી ત્રણ દિવસમાં પહોંચી ગઈ આર્મી હોસ્પિટલ અને કાઉન્ટર પર લેફટનન્ટ રાહુલ બાબતે પૂછ્યું તો કહ્યું કે એ ડિસ્ચાર્જ થઇ ગયા, અત્યારે  રેસ્ટ રૂમમાં જ બેઠા છે, હમણાં વાહન આવશે એટલે હેડકવાર્ટર જશે. મળવું છે? લત્તાએ હા પાડી એ પછી પ્રોટોકોલ પ્રમાણે અંદર પૂછવા ગયા એ પછી એક ઓફિસર લતાને અંદર લઇ ગયા, રોહન છોટી માં ને જોઈ ઉભો થઇ ગયો અને ચરણ સ્પર્શ કર્યા, લતા રોહનને ભેટી રોવા જ લાગી, રોહને એમને બેસાડયા, લતાએ આંખમાં આંસુ સાથે રોહનના માથે હાથ ફેરવી કહ્યું કે *બે ઘડી મારા ખોળામાં માથું રાખી દે.* બન્નેની આંખ આંસુથી છલકતી હતી. લતાએ કહ્યું કે આરામ કરવા હેડકવાર્ટર નથી જવું અને અહીંથી માં પાસે સ્વર્ગમાં નથી જવું, હું છોટી માં છું, ઘેર ચાલ ....... બસ રોહનને આ જ જોતું હતું *હૂંફ અને વહાલ...* જે છોટી માં મોડું મોડું પણ સમજી.

હરેશ ભટ્ટ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

તમારા બાળકોનો ઉછેર,વિકાસ અને ભવિષ્ય સ્વસ્થ જોવા માંગતા હો તો એમની સામે વર્તન સારું કરજો

સ્કૂલના કમ્પાઉન્ડમાં રીસેસ દરમિયાન એક વૃક્ષ નીચે ઓટલા પર ભાઈ બહેન કેવિન અને કાવ્યા બેઠા હતા. આ લોકોને આમ એકલા બેઠેલા  એમના શાલિની ટીચર જોઈ રહ્યા હતા અને એ ધીમે ધીમે ચાલતા આવીને વૃક્ષ પાછળ આ લોકો જુવે નહિ એમ ઉભા રહી વાત સાંભળતા હતા. કાવ્યા ભાઈ કેવિનના આંસુ લૂછતાં કહેતી હતી કે *ભાઈ, અત્યારે તું નાસ્તો કરી લે. તું ઘરે પહોંચીશ ત્યારે મમ્મી તો નોકરી પર ચાલી ગઈ હશે. તું એકલો કાંઈ ખાતો પણ નથી. તું ચિંતા ના કર બધું સારું થઇ જશે કેવિન કહેતો હતો કે કેવી રીતે થાય? આમ ને આમ ચાર વર્ષ થયા. મને થાય છે કે આપણા મમ્મી પપ્પા કેમ સમજતા નહીં હોય? કાવ્યા કહે કે પપ્પા તો સમજે જ છે, કેવિન કહે કે સાચું, પણ એ મમ્મી ને સમજાવી નથી શકતા ને? * આ સાંભળી શાલિની ટીચરની આંખો પણ ભીંજાઈ ગઈ. એ જોઈ રહ્યા કે બહેન કાવ્યા ભાઈને કોળીયા ભરાવતી હતી. અચાનક કેવિન બોલ્યો કે બહેન તું તો ખાતી નથી. તો કાવ્યા કહે કે હું તો ઘરે પહોંચે એટલે દાદી મારી રાહ જોઈ બેઠા હશે. એ મને જમાડશે. કેવિન તરત બોલ્યો કે આજે સ્કૂલથી તારી સાથે દાદી પાસે આવીશ, આપણે બેય દાદીની સાથે જમશું. મમ્મી તો ઘરે હશે નહિ હું મોડો પહોંચે તો શું ફરક પડશે? કાવ્યા રાજી થઈ ગઈ.

આપણા દેશમાં ધીરે ધીરે વિદેશી વાયરા ઘર કરતા જાય છે. ફેશન વગેરે સુધી ઠીક છે પણ લગ્નજીવન, પરિવાર જીવન શૈલી એ બધું આવવા માંડ્યું છે. ઘર નાનું હોય અને મોટા થઈ સંતાન જુદા રહે ત્યાં સુધી વાત બરાબર છે પણ મોટું, ચાર બેડરૂમનું ઘર હોય તોય એક દીકરો હોય એય પરણીને જુદો થાય. એ સમજ્યા પણ લગ્ન જીવન એ ઢીંગલા ઢીંગલીનો ખેલ હોય એમ બાળકોની દેખતા શાબ્દિક ઝઘડો કરે અને કહી દે કે *ન ફાવતું હોય તો આપણે સેપરેટ (જુદા) થઈ જઈએ.* કુમળા બાળકોને શું થાય?

કેવિન અને કાવ્યા (ટવીન્સ) કેટલા માસુમ એકબીજાને ખભેથી વળગી રૂમના બારણામાંથી આ ઝઘડો જોઈ રહ્યા હતા, જોકે આવું વારંવાર થતું હતું અને એ બન્ને સમસમી જતા હતા, ક્યારેક આ બંનેના ઝઘડામાં આપણને માર પડશે એ બીકે રૂમમાં સંતાઈ જતા, આજે અંદર જ હતા, આ સાંભળતા હતા  અને *આપણે જુદા થઇ જઈએ * સાંભળ્યું પછી કાવ્યા કેવિન એકબીજા સામે જોઈ રોવા મંડયા. એ જ વિચારતા હશે ને કે આ જુદા થાશે તો આપણે ક્યાં જાશું? આ શબ્દ યુદ્ધ પછી કાવ્યા અને કેવિન મમ્મી પાસે આવ્યા અને કાવ્યા રોતા રોતા બોલી *મમ્મી તમે જુદા થશો? ના થાવ ને,* તોરલ કાંઈ ના બોલી, આંખમાં આંસુ સાથે બેયના માથે હાથ ફેરવી વળગી પડી.

આપણને એમ થાય કે બાળકો સામે ઝગડો કરો તો એમના કુમળા માનસ પર શું અસર થાય? એ અનેક યુગલો સમજતા કેમ નહિ હોય? તમે એ કુમળા બાળકો સામે જે વર્તન કરો એની અસર  એમના માનસ પર થવાની જ. તમે પ્રેમથી હસી મજાક કરતા સમય પસાર કરો તો બાળક તમારી સામે ખુલે અને ખીલે. એક યુગલ છે જેમને એક જ દીકરો છે, એ નાનો હતો ત્યારથી માં બાપ એની સામે મજાક મસ્તી અને પ્રેમ ભરી જ વાતો કરે. પત્ની પતિ વચ્ચે મતભેદ થાય તો એકલા ચર્ચા કરી પતાવી દે. (કોઈ પણ ઘરમાં વાસણ તો ખખડે જ) પણ બાળક સામે નહીં. એ દીકરો સમજણો થયો પછી રોજ સાંજે સાથે જમે એ સમયે અને જમ્યા પછી ત્રણેય સાથે બેસી સુવા સુધી મસ્તી સભર વાત કરતા હોય. આ સ્વસ્થ વાતાવરણ હોય તો બાળકનું જીવન ઉજ્જવળ બને. એકવાર આ બાળક ડ્રોઈંગ રૂમમાં બેસી એવું કંઈક ભણતો હતો, એના માતા પિતા કંઈક ચર્ચા કરતા હતો અને એમાં *હું સાચો અને હું સાચી* હુંસાતુંસી ચાલતી હતી  એટલે દીકરો કહે *ઓ મિસ્ટર એન્ડ મિસિસ, અંદર રૂમમાં જઈ ડિબેટ કરો મને ડિસ્ટર્બ થાય છે.* પેલા બે જતા રહ્યા. એ લોકો ચર્ચા કરતા સુઈ ગયા હશે અને અહીં આ દીકરો કામ પતાવી એના રૂમમાં સુઈ ગયો. સવારે ડાઇનિંગ ટેબલ પર ચા પીવા બેઠા ત્યારે દીકરાએ માં બાપને પૂછ્યું કે પછી કોણ જીત્યું? મામી કહે ફિટોસ -ડ્રો ગઈ, સમાધાન થઇ ગયું.* આ જોઈએ

તોરલ અને તુષાર સમજતા જ નહોતા. બેય સારૃં ભણેલા. બેય સ્કોલર, બેય નોકરીમાં ઊંચી પોસ્ટ પર. લાયબ્રેરીમાં ઓળખાણ, દોસ્તી. પ્રેમ અને બન્ને પક્ષેમાં બાપની મંજૂરી પછી લગ્ન થયા. અભ્યાસ, આવડત સિવાય એકબીજાના સ્વભાવ બાબતે ખબર જ નહિ. બુદ્ધિજીવી ચર્ચાઓમાં જ રહેતા અને પછી એકમેકને ગમતા થયા. બીજા સ્વભાવનો પરિચય થોડો હોય?  આ લોકોને લગ્નની વહેવારીક વાત કરવા જ્યારે તુષાર અને મમ્મી ગયા ત્યારે મમ્મીએ- તોરલના મમ્મી  દીકરી  સાથે જે રીતે વાત વહેવાર કરતા હતી અને તોરલ જે રીતે બૌદ્ધિક દલીલો કરતી હતી એ જોઈ વિચાર તો આવ્યો કે, આ કરશે લગ્ન પણ ચાલશે કેટલું? એને લાગ્યું કે તોરલ મગજ ભણવામાં જ વાપર્યું છે, વહેવારીક બુદ્ધિ ઓછી લાગે છે. વહેવારીક બુદ્ધિમાંની વાપરે છે, એમની સલાહ જ સમજે  છે. લગ્ન થઈ ગયા, તુષારનું ઘર એક જ બેડરૂમનું હતું એટલે સ્વાભાવિકના ફાવે, એક દિવસ તોરલે સાસુને કહ્યું કે મારી માં કહેતી હતી કે તમે  જુદા રહેવા જાવ તો સારૃં પડે. પપ્પાએ એક ફ્લેટ લીધેલ પડ્યો જ છે. અમે ત્યાં રહેવા જઈએ?' તુષારના માં એ કહ્યું કે બરાબર છે જાવ પણ બેટા બધી વાતમાં તારા મમ્મીને વચ્ચે નહિ લાવવાના, આપણા ઘરની બધી વાત ત્યાં ના પહોંચાડવાની હોય.

એ જુદા તો થઇ ગયા, તુષારના માં એ જ ઘર માંડી આપ્યું, તોરલના મમ્મી એ તો સલાહ સૂચન શિવાય કાંઈ નહોતું આપ્યું. તોરલના પિતા પણ કહેતા કે બેટા તારી  માં ને તારા ઘરની બધી વાત ના કહે, તારો સંસાર બગડશે. તોરલ તુષાર એકલા રહેતા અને જે થતું એનું દૈનિક બુલેટીન તોરલ માં પાસે રજૂ કરી દેતી. માં દીકરીની વાતો તોરલના પિતા સાંભળતા અને જ્યારે આ લોકોની જુદા થવાની વાત ચગી અને પત્નીને દીકરી તોરલ સાથે વાત કરતા સાંભળી ત્યારે તોરલના પિતા બોલેલા કે આની માં તોરલ તુષારને જુદા કરશે, બાળકો હિજરાશે. અને એ થાય.

વાત બહુ મહાન નહોતી છતાં અગત્યની હતી. તુષારના પિતા તો હતા નહિ, માં એ જ દીકરા તુષારને મોટો કર્યો. લગ્ન પછી જુદા થયા એના સસરાએ જ લીધેલા ફ્લેટમાંં. આ પછી ટવીન્સ જન્મ્યા કાવ્યા અને કેવિન. એ જન્મ્યા પછી મતમતાંતર બહુ થતા. રોજ કોઈકને કોઈક વાતે ચડસા ચડસી થાય. એમ કરતાં બાળકો ચાર વર્ષના થઈ ગયા. સૌને ખ્યાલ હશે કે હવેનું જનરેશન બહુ જ શાર્પ હોય છે. સમજુ, મોટા કરતા પણ અમુક બાબતોમાં નિષ્ણાત પુરવાર થાય. આ દરમિયાન તુષારના મમ્મીની તબિયત નરમગરમ રહેવા માંડી. તુષારે કહ્યું કે મમ્મીને અપને ઘરે લઇ આવીએ, આ વાત પર જબરદસ્ત બોમ્બ બ્લાસ્ટ  થયો. તોરલની માં એ શીખવ્યું હતું, સાસુને બહુ ઘરમાં ભળવા નહિ દેતી, એ આઘીજ સારી. આવું આવું થશે વગેરે. એટલી હદે વાત વકરી કે તોરલે કહી દીધું જુદા થઈએ, તમે તમારી માં પાસે રહો, અહીં તો નહિ જ. અને આ બાબતમાં તુષાર પણ અડગ હતો કે આપણા બન્નેના માં બાપ એ આપણી જવાબદારી છે. હું માં ને એકલા આમ હેરાન થતા નહિ જોઈ શકું. અરે આટલા નાના બાળકોએ કહ્યું કે દાદીને અહીં લાવવા જોઈએ પણ તોરલને એની માંનું  વાક્ય યાદ આવે. સાસુ ને ભળવા નહિ દેતી. (સાચું તો છે જ દીકરીઓનો સંસાર ઘણી જગ્યાએ દીકરીની માંના ઘોંચપરોણા થી બગડતો હોય છે.) તુષારે કહ્યું સારૃં, આ ઘર તારા પિતાનું છે, તું રહે હું જાઉં છું મારી માં પાસે. સવાલ સંતાનોનો આવ્યો ત્યારે કેવિન કાવ્યા બોલ્યા કે અમે દાદી પાસે આવશું. ત્યારે તોરલે જે કકળાટ કર્યો એથી કેવિનને માં પાસે રહેવું પડ્યું અને કાવ્યા ગઈ પપ્પા સાથે દાદી પાસે.

આમ ને આમ જુદાઈ (સેપરેશન ને ચાર વર્ષ થયા છે. છૂટાછેડા નથી થયા) એક તો થશે જ. પણ બાળકોનું શું? વિચારો કોઈ કહે કે વૃદ્ધાશ્રમ કેમ વધતા જાય છે. તો જવાબ સરળ છે, આ કારણે. બાળકોને જ તમે જગ્યા આપો છો વિચારવાની. તોરલને એની માં એ ઉંચો ઉંચો બોધપાઠ આપ્યો છે. તોરલે એની માંને કહ્યું કે મારાથી એકલા કાંઈ થતું નથી, હવે તો કેવિન દાદી પાસે જમીને આવે છે. તુષારએની માં પાસે રહેવા ગયો છે એમ હું તારી પાસે રહેવા આવી જાઉં. માં એ તરત કહ્યું *જરાય નહિ, તું ત્યાં જ રહે, હું તને ના સાચવી શકું. તું જાણ અને તારો દીકરો કેવિન* તોરલ સમસમી ગઈ અને સમજી પણ ગઈ.

સાંભળ્યું છે કે તોરલને જ્ઞાન લાધ્યું છે, બધું સરખું થવાનું છે પણ દરેક માં બાપને વિનંતી *બાળકોના ભવિષ્ય માટે, બાળકોને એ રીતે કેળવજો કે એ હિજરાય નહિ, તમારા પતિ પત્નીના જે કોઈ મતભેદ હોય બેડરૂમમાં ઉકેલજો, ત્યાં ભલે જે કરો બાળકો સામે શાબ્દિક ઝઘડા પણ નહિ કરતા. એના પરિણામ સારા નહિ આવે. પસ્તાવો ઢળતી ઉંમરે થશે.

હરેશ ભટ્ટ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ભાઈ બહેનનો પ્રેમ અતૂટ હોય અને પછી સુખનું સરોવર છલકે એ પુરુષાર્થ કે પ્રારબ્ધ?

નસીબની વાતમાં ઘણા માનતા નથી હોતા, એ ન માનનારા કહેતા હોય છે કે પુરુષાર્થ કરો, મહેનત કરો ફળ મળી જ જાય. તો કોઈ કહેતા હોય કે નસીબમાં હોય એ થાય. ઘણા મહેનત, પુરુષાર્થ કરીને ઉંધા પડી જાય,ગુલાંટિયા મારી જાય તો પણ નસીબમાં ન હોય તો ન મળે, કેટલાકના નસીબ એવા હોય કે થોડું કરે અને ઘણું મળી જાય. કોઈ ઝૂંપડામાં રહેતા ગરીબના ઘરમાં જન્મે અને છતાં, ભણે અને મોટા સાહેબ કે ઉદ્યોગપતિ બને, આને નસીબની બલિહારી કહી શકાય? એક વ્યક્તિએ કહ્યું હતું કે *પ્રારબ્ધ માં જે હોય એ ભોગવવાનું હોય જ* આમાં બધું આવી ગયું. દુઃખ, સુખ, સાહ્યબી,હેરાનગતિ, જલસા બધું જ. આ બધી જ વાતો શ્રદ્ધા, આસ્થા,માન્યતા વગેરે પર નિર્ભર કરે છે પણ દક્ષિણના રાજ્યમાં એક નાનકડા ગામના પરિવારની વાત જાણવા જેવી છે. આપણને એમ થાય કે પ્રારબ્ધ જેવું કંઈ હશે જ.

ગામના ચોરે બધા આઘા પાછા થવા મંડયા અને વાત વાયુવેગે ગામમાં પ્રસરી ગઈ *પોલીસ આવી છે આપણા ગામમાં પાછી, આજે તો એમના મોટા સાહેબ પણ સાથે છે. નક્કી પાછા મોહન માટે જ આવ્યા હશે. મોહન હમણાં જ ખૂનના ગુનામાં  જેલમાં જઈ  આવ્યો, જોકે સાચા ગુનેગાર પકડાઈ ગયા એટલે એ નિર્દોષ છૂટી ગયો હતો. વાત એવી હતી કે મોહનની બહેન વિશે કોઈ આડુંઅવળું બોલ્યું હતું અને મોહન ભયંકર ગુસ્સે થઇ ગયેલો અને બોલ્યો હતો કે ફરીવાર જો તું મારી બહેન માટે કાંઈ બોલ્યો તો આ દાતરડીથી ગળું કાપી નાખીશ. આ વાત ગામના સૌએ સાંભળેલી  અને જે માણસને મોહને કીધું હતું એ બીજા કોકનો દુશ્મન હતો. એ બીજા કોકે પણ આ સાંભળેલું એ લોકોએ આ ઉચ્ચારણનો લાભ લઇ ખેતરમાં દાતરડાથી ઓલા માણસનું ગળું કાપી મારી નાખ્યો, નામ આવ્યું મોહનનું  પોલીસે ઘણાને પૂછ્યું કે આ મરનારની કોઈ સાથે દુશમની? તો બધા કહેતા કે કાલે આને મોહન સાથે બાધણું થયેલું અને મોહને કીધું હતું કે *ફરીવાર જો તું મારી બહેન માટે કાંઈ બોલ્યો તો આ દાતરડાથી ગળું કાપી નાખીશ* આ માર્યો છે દાતરડાના ઘા થી એટલે મોહન જ હોય. પોલીસ લઇ ગઈ, જોકે ઉપરથી તપાસનો આદેશ થયો અને સાચા ગુનેગાર પકડાઈ ગયા, મોહન નિર્દોષ છૂટ્યો. આજે પોલીસ એ પણ મોટા સાહેબ સાથે? શું હશે? ઓલા ખૂનીઓએ કાંઈક કીધું હશે એટલે  મોહનની પૂછપરછ માટે હશે? બિચારા સીધા સાદા મોહનને કઠણાઈનો પાર નથી.

આ મોહનની વાત કરીએ તો એના દાદાના વખતથી મજૂરીનું કામ સૌ કરે, એના પિતા પણ ખેત મજુર અને હવે મોહન ખેત મજુર, રોટલો રળવા મજૂરી જ કરવી પડે અને બાળકો પણ  નાનપણથી મજૂરી કરવા માંડે પછી ભણવાનું તો ક્યાંથી હોય? એ લોકોના ખાનદાનમાં છેલ્લી ચાર પેઢીથી બધાને એક એક દીકરો જ હતો, માત્ર મોહનના માતા પિતાને દીકરા પછી એક દીકરી જન્મી. આ લોકો દીકરીને ખેતરમાં મજૂરીના કરાવે એણે તો ઘર કામ જ કરવાના, આ દીકરીનું નામ લક્ષ્મી (દક્ષિણમાં નામ આમ જ હોય -મોહનન -લક્ષ્મી વગેરે) આ લક્ષ્મી કોણ જાણે કેમ પણ કહ્યા કરતી હતી કે મારે ભણવું છે. એના પિતા કેમ ભણાવી શકે? મોહન કહેતો કે બાપા આને ભણાવો, આપણે વધારે મજૂરી કરશું. આમ ગામના બાલ મંદિરમાં તો એને મુકી ચાર ધોરણ સુધી પહોંચી ત્યાં સુધીમાં મોહનના માતાનું અવસાન થયું અને પછી પિતાનું અવસાન થયું એ પછી  શરૂઆતમાં મેળ ના પડયો પણ પછી શહેરથી બે  ઓળખીતા આવ્યા હતા એમણે મોહનને કહ્યું કે તને વાંધો ના હોય તો અમે આ લક્ષ્મીને લઇ જઈએ, ત્યાં ભણાવશું. મોહને કહ્યું કે મારી પાસે પૈસા નથી તો પેલા કહે, પૈસા કોણ માગે છે? અમે અમારા ખર્ચે ભણાવશું. કોઈને નવાઈ લાગે કે એવો કાંઈ સબંધ નથી કે એક પૈસો ના લે. પણ મોહને એમ ધારીને કે બહેનનું સારૃં થાય છે ને, સાથે લઇ જવા દીધી. ત્યાં પહોંચ્યા પછી ઓલ લોકોએ પોત પ્રકાશ્યું. એ લોકો વેશ્યાલયમાં વેચી જ દેવાના હતા અને ટ્રેનમાં આ લોકોની વાત  એક શ્રેષ્ઠીએ સાંભળી લીધેલી. એ શ્રેષ્ઠીએ આ લોકોની બધી તપાસ કરી પોલીસમાં ફરિયાદ કરી અને લક્ષ્મીને છોડાવી. પોલીસે શરતોને આધીન લક્ષ્મીને પેલા શ્રેષ્ઠી સાથે જવા દીધી. શ્રેષ્ઠીએ કહ્યું કે તારે ભણવું છે ને તો ભણ, ફી હું ભરીશ તારે ઘરકામ કરવાના, થોડી મોટી થાય પછી રસોઈ પણ  કરવાની. લક્ષ્મીને તો ભણવું હતું જ. એ ઘરકામ  શ્રેષ્ઠીના નાના બાળકને સાચવવાનું અને ભણવાનું બધું જ કરવા માંડી. પેલા શેઠ અને શેઠાણી એને પ્રેમથી રાખતા સાથે જ જમાડતા, દીકરીની જેમ જ સાચવતા., લક્ષ્મી ભણવામાં બહુ જ હોંશિયાર, સારામાં સારા માર્કસ લાવતી, હંમેશા અવ્વલ રહેતી. શેઠ શેઠાણીને પણ એમ હતું કે આને ભણવું હોય તો ભણાવવી જ.

ગામડામાં મોહનને થતું કે મારી બહેનને ઓલા લઇ ગયા છે તો ભણાવતા હશેને ? ગામના એક બે વડીલોએ કીધું પણ ખરું કે તે એ લોકોનું સરનામું કેમ ના લીધું? તું તપાસ કેવી રીતે કરીશ? મોહન પણ ચિંતામાં હતો કે બહેનને કેમ હશે? મેં ભૂલ તો કરી જ છે. પણ પૂછવું કોને? શહેરમાં જઈ ક્યાં ગોતું. એને. એ સતત ચિંતામાં હતો અને પોતાનું જાતને  કોષતો હતો. એ દરમ્યાન શહેરમાં ઓલા શ્રેષ્ઠીએ લક્ષ્મી પાસેથી ગામની અને મોહનની બધી વિગત મેળવી લીધી. એ પહોંચી ગયા  ગામડે, ગામના ચોરે એક દુકાનમાં મોહનનું સરનામું પૂછી પહોચી ગયા, મોહન છાણાથી બનાવેલા /લીપેલાં ઘરની બહાર ખાટલો ઢાળી બેઠો હતો. એ આ શ્રેષ્ઠીને જોઈ ઉભો થઇ ગયો અને ઉતાવળે પૂછવા લાગ્યો, *કોનું કામ છે? ક્યાંથી આવ્યા? શહેરથી? તો આ ભાઈઓ ને ઓળખો? મારી બહેન લક્ષ્મીની ખબર લાવ્યા છો?* ઓલ શ્રેષ્ઠી કહે  ધીરા પડો  ભાઈ તમારા આ બધા સવાલના જવાબ મારી પાસે છે. જુઓ હું શહેરથી આવ્યો. હું બીજા શહેરથી મારા શહેર ટ્રેનમાં જતો હતો ત્યારે ઓલા  ભાઈઓ તમારી બહેનને લઇ ટ્રેનમાં ચડયા એ લોકોની વાત પરથી મને લાગ્યું કે એ તમારી બહેનને વેશ્યાલયમાં વેચી દેવાના છે. મેં પોલીસ ફરિયાદ કરી બચાવી, એ મારે ઘેર છે. સારું ભણે છે અમારે એક દીકરો જ છે. આને દીકરી માની ભણાવીએ છીએ. તમારી બહેનને તમારી બહુ ચિંતા થાય છે. તમે એક દિવસ મારી સાથે આવો મારે ઘેર, આવીને જોઈ જાવ. આ વખતે ગામના વડીલની સલાહ લઇ એ ગયો શ્રેષ્ઠી સાથે. શ્રેષ્ઠીએ મોહન માટે કપડાં લીધા, ઘરે પહોંચ્યા અને લક્ષ્મી ભાઈને ભેટી પડી. બેય ભાઈ બહેન ખુબ રોયા અને શેઠ શેઠાણી પણ ભાવ વિભોર થઇ ગયા. આ લોકોએ બહુ જ આવભગત કરી. આરામ કરાવ્યો, સારું જમાડયો, બીજા દિવસે એ જતો હતો ત્યારે શેઠે એને પૈસા આપ્યા તો હાથ જોડી ના પાડી અને કહ્યું કે તમે મારી બહેન માટે કરો છો એ ઓછું છે? મારાથી ના લેવાય પણ હું મજૂરી કરી કમાઈશ એમાંથી બચાવી મોકલીશ. શેઠે કહ્યું કે ભાઈ ના, એ અહીં ઘરના બધા કામ કરે છે એના મહેનતાણા રૂપે અમે બધો ખર્ચો કરીએ છીએ. મોહન કાંઈ જ બોલ્યા વગર નીકળી ગયો.

એણે મનમાં નક્કી તો કર્યું જ હતું કે હું બહેન માટે કાંઈક ને કાંઈક પૈસા આપી આવીશર, એ બચાવતો અને દર મહિને શહેર જતો અને શેઠને ઘેર આપી આવતો, એમાં પહેલીવાર એવું થયું કે એ નાની પોટલીમાં પૈસા લઈને ગયો અને શેઠે કહ્યું કે ભાઈ તમે પૈસા આપવા ના આવો. એ ઘરકામ કરે છે એના મહેનતાણા પેટે અમે એને રાખીયે, સાચવીયે, જમાડીએ, ભણાવીયે બધું આવી ગયું. તોય મોહને તાણ કરી પછી શેઠે કહ્યું ભલે લાવો. એ જતો અને આપી આવતો. એ ધીરે ધીરે મોટી થવા લાગી. હવે તો શેઠે કડક થઈને પૈસા આપવા આવવાની ના પાડી દીધી હતી. મોહન એ પછી ગામના ટપાલી દાદા ને વિનંતી કરી  સરનામું આપી મની ઓર્ડર કરાવતો. મોહને જવાનું બંધ કર્યું.

સમય જવા માંડયો, લક્ષ્મી યુવાન થઇ ગઈ ખુબ ભણવા પણ માંડી અને શેઠ શેઠાણી પોતાની દીકરી ગણી ઉછેરતા હતા. એટલે હવે દીકરો પણ લક્ષ્મી દીદી પાસે  શિસ્તબદ્ધ ભણતો એને પણ દીદીની જેમ સારું ભણવું હતું. હવે એ પણ સારું ભણવા માંડ્યો. શેઠ શેઠાણી ખુબ રાજી થાતાં. દીકરાને ડોક્ટર થવું હતું એટલે લક્ષ્મી એ એને એ લેવલના માર્ક/ગ્રેડ/ટકાવારી જાળવવાનું લક્ષ્ય રાખવાનું કહેલું અને એ મુજબ એ ભણતો. (અહીં જોવાનું એ છે કે ઘરનું એક વ્યક્તિ સરસ ભણતું હોય તો બીજાને પ્રેરણા મળે)  લક્ષ્મીને આઇપીએસ થવું હતું અને સફળ થતી ગઈ. છેલ્લે એને બીજા શહેર જવું પડયું તો શેઠે મોકલી.

અહીં ગામમાં મોહનને ચિંતા તો રહેતી જ, ગામ નાનું અને ચોરે થાય પંચાત, ઘર ઘરની ખબર એ ચોરે ચર્ચાય, એમાં લક્ષ્મી પણ ચર્ચાય, મોહને બધાને કહેલું કે લક્ષ્મી શહેરમાં  ભણે છે. હવે વાતો એ થતી કે કેટલું ભણે છે. આટલા બધા વર્ષ ભણે? એમાં એક જણ ગામના ઉતાર જેવા બોલ્યા કે શહેરમાં આડાઅવળા ધંધા કરી કમાતી હશે. આમાં મોહન ગુસ્સે થયો મારામારી સુધી વાત આવી ગઈ, મોહનથી બોલાઈ જવાયું કે *ફરીવાર જો તું મારી બહેન માટે કાંઈ બોલ્યો તો આ દાતરડાથી ગળું કાપી નાખીશ* આ વાત એ ગામના ઉતારના દુશ્મનો એ સાંભળી, એમને ઓલાને એક અદાવતમાં મોતને ઘાટ ઉતારવો જ હતો, એમને થયું કે ચોરે બધાએ મોહન બોલ્યો એ સાંભળ્યું છે. આપણે દાતરડે ઉડાડી દઈ એ તો નામ એનું આવશે અને એ થયું, પોલીસે તપાસ કરી તો લોકોએ કહ્યું કે મોહન એવું બાપલ્યા હતો. પોલીસ પકડી ગઈ, મોહન બોલતો રહ્યો કે હું બોલ્યો હતો બારાબર પણ મેં માર્યો નથી. એ પછી કેમ થયું શું થયું એ ચર્ચા લાંબી છે પણ સાચા ગુનેગાર પકડાઈ ગયા અને મોહન નિર્દોષ જાહેર થયો.

આ બધું શાંત થયું ત્યાં આજે ચોરે દેકારો થયો. કે પોલીસ આવી છે આપણા ગામમાં પાછી અને આજે તો એમના મોટા સાહેબ પણ સાથે છે. બધા બોલવા લાગ્યા કે  નક્કી ઓલ લોકોએ જેલમાં બેઠા મોહનની વાત કરી હશે એટલે પાછી શંકાની સોય એની સામે આવી હશે. જોતજોતામાં ગામ ચોરે ભેગું થઇ ગયું, મોહન પણ આવી ગયો અને થોડીવારમાં જીપ આવીને ઉભી રહી, સોપો પડી ગયો, બે જણા બોલ્યા કે આ તો કોઈ બેન સાહેબ ઇન્સ્પેક્ટર છે. એ બહેન નીચે ઉતર્યા  માથે ટોપી, આંખે કાળા ચશ્માં ટટ્ટાર ચાલતા મોહન સુધી પહોંચ્યા, લોકો બોવ માંડયા *કીધું'તુ ને મોહન માટે જ હોય.* એ લેડી સાહેબ મોહન પાસે ગયા. ટોપી ઉતારી, ચશ્માં ઉતાર્યા. મોહન તરત ઓળખી ગયો આ બહેન લક્ષ્મી છે. અને આંખમાં આંસુ આવી ગયા, લોકોને થયું મોહન ગભરાયો. લક્ષ્મીએ ટોપી ઉતારી મોહનના માથે મૂકી અને ગોઠણીયે બેસી ભાઈના પગમમાથુ મૂક્યું. દ્રશ્ય આખું બદલાઈ ગયું ગામના સૌ સમજી ગયા કે આ તો લક્ષ્મી છે. સૌએ તાળીઓ પાડી તાત્કાલિક સરપંચે ચોરે ખુરશી ટેબલ લગાવડાવ્યા અને બધાએ વધામણાં કર્યા. એ પછી તો ભાઈ બહેનની વાહ વાહ થઇ ગઈ. બહેનનને કારણે ભાઈ પરણ્યો નહોતો એય ગોઠવાયું. મોહનને સંતોષ હતો કે બહેનને ભણવું હતું અને એ સપનું સાકાર થયું. અને માનશો? આજે ઘણા વર્ષે મોહન  પૂરું ભાણું જમ્યો એય બહેન સાથે. આને પ્રારબ્ધ  કહો કે પુરુષાર્થ કહો.

હરેશ ભટ્ટ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

બાપ અને દીકરીના સંબંધ, ગમે તે સંજોગોમાં અનોખા હોય છે, અભિવ્યક્તિ અલગ હોય

અજય અને અનુ સતત વિચાર્યા કરતા હતા કે મોહિની એક મહિનાથી ગાયબ છે, એની સખીઓ, મિત્રો વગેરે સૌને પૂછ્યું પણ કોઈ સગડ જ ના મળે. રોજ સવાર પડે અને અનુ બોલવા માંડે કે કોણ જાણે મોહિની ક્યાં ભાગી ગઈ હશે? એ પાછી એના દીકરા સપન અને પુત્રવધૂ પ્રીતિ પર તાડૂકે ''તમને લોકોને તો જરાય પડી નથી. એમ પણ થતું નથી કે તપાસ કરીએ કે ક્યાં છે? આમ તો બહેન બહેન કરી અડધા થઈ જતા હતા. મોહિનીને અમે કાંઈ કહીએ તો તરત એની તરફેણમાં ઊભા રહી અમને કાંઈક ને કાંઈક કહી દેતા હતા અને સપન તો ''બહેનને કાંઈ કહેવું નહિ એ ઘરની નોકરાણી નથી'' એમ કહી મારું અપમાન કરતો હતો. હવે? બહેન ક્યાં છે એની તપાસ પણ કરતો નથી. રોજ સવારે મારે બધા કામ કરવા પડે છે. આ સાંભળી સપન બોલ્યો કે ''હવે મુદ્દા પર આવી, મમ્મી તને દીકરીની ચિંતા નથી તને તારી ચિંતા છે કે તારે બધા કામ કરવા પડે છે.'' અનુએ તરત કહ્યું કે એવું નથી, સમાજ મને કહે કે સાવકી દીકરી હતી એટલે જરાય ચિંતા નથી. અને તમે બન્ને પતિ-પત્ની તો પોલીસ ખાતામાં છો, વળી બન્ને ઉંચા હોદ્દા પર છો, તમે કાંઈ કર્યું? સપન કહે કે અમારે જે કરવાનું હતું એ અમે કર્યું જ છે. મમ્મી તને તો સમાજ કહે એની ચિંતા છે. મોહિની દીદીની ચિંતા નથી. અનુ છણકો કરી ચાલી ગઈ, એનો પતિ અજય તો કાંઈ બોલતો જ નહોતો. અનુ ગઈ પછી એણે પુત્રવધૂ પ્રીતિને કહ્યું કે બેટા, તપાસ તો કરાવ એ ક્યાં છે? મજામાં તો છે ને? પ્રીતિથી બોલાઈ ગયું કે પપ્પા એ જ્યાં છે, મજામાં છે.  અજય જોઈ રહ્યો એમ વિચારતો કે આ લોકોને ખબર છે. દીકરી ક્યાં છે અને કહે છે મજામાં છે, જાણી આનંદ થયો, અનુ માટે સાવકી દીકરી પણ એની તો પોતાની જ દીકરી ને? પહેલી પત્નીથી થયેલી દીકરી, પિતાને દીકરી લાડકી  તો હોય જ. અજયની વાત જુદી છે. એ માત્ર સપન પ્રીતિ સામે જોઈ રહ્યો.

એક વાત તો બધા અનુભવતા હશે કે કોઈના દિવસો એક સરખા હોતા નથી. અને આ સત્ય છે. આજનો રસ્તા પરનો ગરીબ કાલ ધનિક થઇ શકે છે અને આજનો ધનિક  કાલ રસ્તા પર હોઈ શકે છે. કોઈને આજે ભૂખ લાગે ત્યારે શું ખાવું? એ પ્રશ્ન હોય કારણ કાંઈ હોય નહિ, તો કોઈ પાસે અનેક વસ્તુ છે અને સાથે રોગો થયા છે એટલે શું ખાવું પ્રશ્ન હોય. જીવન સતત ચઢાવ-ઉતારવાળું હોય જ છે.

અજય અને શૈલીના પ્રેમ લગ્ન હતા. અજયના પિતા નહોતા માં એ મોટો કર્યો, ભણાવ્યો, એ બહુ શાંત અને અંતર્મુખી, કોલેજમાં શૈલીને ગમી ગયેલો અને અજયના પ્રેમમાં પડી, અજય તો પ્રેમ તરસ્યો એટલે ભીંજાઈ ગયો. ગાઢ બંધને બંધાઈ ગયા, માં ને એક કન્યાનું માગું આવેલું એની જ દૂરની સગીનું પણ અજય શૈલીના પ્રેમને જોઈ મંજૂરી આપી અને પરણી ગયા. આ સુંદર યુગલને દીકરી જન્મી મોહિની, કેન્સર જેવી બીમારી અંદર વિકસી રહેતી હોય એ ઘણીવાર ખબર ન પડે અને છેલ્લા તબક્કે આવે ત્યારે ખબર પડે એવું હોતું હોય છે. શૈલીને એ જ થયું ,મોહિનીના જન્મ પછી બે જ વર્ષમાં શૈલી બહુ જ પીડાઈ અને ગુજરી ગઈ. અજયના માથે દીકરી મોહિનીની જવાબદારી આવી. અજયના માં હતા એટલે વાંધો ના આવ્યો. મોહિની ચાર વર્ષની થઇ ગઈ, એ દરમ્યાયન ઓલી જે દૂરની સગીએ પોતાની દીકરી માટે માંગુ નાખેલું એ જોર કર્યા કરતી હતી, અજયના મમ્મીને પણ થયું કે અજય હજી યુવાન છે એના બીજા લગ્ન કરવા જોઈએ, અને આ દીકરી મોહિનીનું જોવું  પડશે, હું પણ કેટલો વખત? એટલે અનુરાધા જેને અનુ કહેતા એની સાથે લગ્ન થયા. શરૂઆતમાં તો સરસ જ ચાલે. મારી દીકરી મારી મોહિની બહુ થયું પણ એ એનું ને દીકરો જન્મ્યો સપન પછી બધું બદલાઈ ગયું. મોહિની  સાવકી થઇ ગઈ. ઘણું થયું પણ સપન બહેનને સાવકી નહોતો માનતો. એ તો દીદી જ, અને દીદી ને પણ ભાઈલો, બસ. ધીરે ધીરે અનુ-મોહિનીને સાવકી ગણી વિચિત્ર વહેવાર કરવા લાગી. મારે-ધમકાવે, ઘરના બધા કામ કરાવે, અજય મૂળ અંતર્મુખી અને શાંત એ બોલી ના શકે, એ અનુ ને કાંઈ કહેવા જાય તો એનું એને ખખડાવે કે તમે વચ્ચે ના બોલો, અજય દીકરા સપનને કહે કે બેટા તું દીદીને જોજે. અજય દીકરીના બાપ તરીકે એકલો આંસુ સારી લે. આ બધા ત્રાસથી અજયના મમ્મી બીમારીમાં સપડાયા અને બહુ જ જલ્દી ઈશ્વર ઘેર ચાલ્યા ગયા.

સમય જવા લાગ્યો, સપન-મોહિની મોટા થવા લાગ્યા, અનુ તો મોહિનીનું ભણવાનું મૂકાવી દેવા ઉપર હતી. પણ સપન એ ના થવા દે, એ આ બાબતે માં ની સામે થઇ જાય  કે દીદી ભણશે. અને દીદી કોલેજમાં આવી ગઈ. આ  કોલેજ દરમ્યાન મોહિનીનું મન એક બહુ જ સરસ યુવાન સાહિલ સાથે મન-હૃદય મળી ગયું. મોહિનીએ પોતાના ભાઈ સપનને વાત કરી. સપને બધું જોઈ લીધું, સાહિલની તપાસ કરી લીધી પાછી દીદીને કહ્યું કે દીદી સાહિલની બહેન તો યુએસ છે, ત્યાંની ગ્રીન કાર્ડ હોલ્ડર સિટીઝન છે. એણે એના ભાઈ સાહિલની ફાઈલ મૂકી છે. એ તો ચાલ્યો જશે શું કરશું? બન્ને વિચારમાં હતા એક દિવસ સપને સાહિલને પૂછી જ લીધું. સાહિલે કહ્યું કે ભાઈ ચિંતા ન કરો, મેં મારી  દીદીને વાત કરી છે. હું મોહિનીને તરછોડીશ નહીં.

સમય જવા લાગ્યો અને સાહિલ વચન આપીને ગયો કે હું તારી સાથે લગ્ન કરવા પાછો આવીશ. મોહિનીને ભરોસો હતો. એ ગ્રેજ્યુએટ થઇ ગઈ. એના માટે માગા આવવા માંડ્યા, અજય ઈચ્છતો હતો કે સારો છોકરો જોઈ  મોહિનીના લગ્ન કરી નાખીએ, એ સુખી થાય અનુ ના ત્રાસમાંથી છૂટે. પણ અનુ કહ્યા કરતી હતી કે હમણાં નહીં. એને તો એક જ ચિંતા કે પછી કામ કોણ કરશે?. અજય મનમાં મુંજાતો રહેતો પણ કહે કોને? સપન પિતાની વેદના  સમજતો હતો. એ એટલું જ કહેતો કે પપ્પા ચિંતા ન કરો. દીદી સુખના દિવસ જોશે. એક છોકરો છે. અજય રાજી થયો પણ એ લાગણીશીલ ને એટલે બોલી નાખે એમાં એક દિવસ કાંઈક વાત થઇ તો અનુ ને કહી દીધું કે મોહિનીને  કોઈ સાથે પ્રેમ થાય તો સ્વીકારી લેજે. મોહિની તાડુકી એમ પ્રેમ શેનો થાય, પગ ભાંગી નાખું. આ સાંભળી સપન બોલ્યો કે પપ્પા હવે તમને કાંઈ કહેવાય જ નહીં.

સપન સરસ ભણ્યો અને એની ઈચ્છા હતી એમાં પોલીસ ખાતામાં નોકરીએ જોડાયો. એવું ભણ્યો હતો કે સીધો ઊંચા હોદ્દા પર લાગ્યો. એ દરમ્યાન જ એની સાથી ઓફિસર પ્રીતિ સાથે મન મળી ગયું અને ઘરમાં માતા પિતાને વાત કરી લગ્ન કરી લીધા. બધા અનુને કહેવા લાગ્યા કે મોહિની મોટી છે. પહેલા એના લગ્ન થવા જોઈએ, કાંઈ નહીં પણ હવે તો કરો. અનુ કહેતી થશે તમારે શું ચિંતા?

બરાબર બે વર્ષે સાહિલ પાછો આવ્યો. સપનને મળ્યો બધું નક્કી કર્યું. એક  દિવસ સપન પ્રીતિ અને એમના મિત્રોની હાજરીમાં દૂર મંદિરમાં સાહિલ-મોહિનીના લગ્ન કરી નાખ્યા, દરેક વિધિના ફોટા પડ્યા જે વિઝા વિગેરેમાં  કામ લાગે. લગ્ન પતાવી સાહિલ ચાલ્યો ગયો. લગ્ન પછી કપડાં બદલી સપનના એક મિત્રના ઘેર મૂકી દીધા અને ઘરના કપડે ભાઈ-ભાભી સાથે ઘેર ગઈ. અનુ તાડુકી ''ક્યાં હતા? કાલના ખોવાયેલા છો. કોઈ કાંઈ ના બોલ્યું. અનુ ગઈ પછી મોહિનીએ નીચે બેસી પિતાજીના ચરણમાં માથું મૂકી ઊભી થઇ ભેટી અને ચાલી ગઈ. અજયને કાંઈ સમજાયું નહીં.

થોડા સમયમાં મોહિનીના વીઝા વગેરે બધું આવી ગયું. સપને એવું ગોઠવેલું કે કાંઈ ઘેર ના આવે, સીધું એને મળે. ટિકિટ થઇ ગઈ. એના સામાનની અને બધી જ તૈયારી પેલા મિત્રને ઘેર થતી હતી. જે દિવસે જવાની હતી એ દિવસે એ ઘરમાંથી સાદા કપડામાં નીકળી અને જતા જતા ફરી એમ જ પિતાના ચરણમાં શીશ નમાવી ભેટીને નીકળી, એ વખતે જતા જતા રોઈ. અજયને કાંઈ ન સમજાયું. એ રાત્રે મોહિની ગઈ જતા જતા ભાઈને કહ્યું કે પપ્પાને  જોજો. સપન કહે ચિંતા નહીં દીદી. એ રાત્રે સપન ખૂબ રોયો. મોહિની ગઈ.

એક મહિના પછી આ ચર્ચા થતી હતી. અને પ્રીતિથી બોલાઈ ગયેલું કે ''એ જ્યાં છે મજામાં છે'' એ સાંભળી અજય બહુ વિચારતો હતો કે આ લોકોને ખબર છે કે ક્યાં છે, દીકરીનો બાપ છે, વિચાર તો આવે જ. એનાથી રહેવાયું નહીં એ સપન પ્રીતિના રૂમમાં ગયો. સપન બોલ્યો આવો પપ્પા, એમ કહી બારણું બંધ કર્યું અને કહ્યું કે ''પપ્પા દીદીને એક છોકરો ગમતો હતો, પ્રેમ હતો, એ અમેરિકા ગયો પછી પાછો આવ્યો, દીદીના અમે લગ્ન કર્યા, એ દિવસે દીદીએ તમારા ચરણમાં શીશ નમાવી આશીર્વાદ લીધા, યાદ છે? અજયે યાદ કરી ડોકું હલાવ્યું, પપ્પા એ પછી વિઝા વગેરે થયું, ટિકિટ આવી અને દીદી ગઈ યુએસએ, એ ગઈ એ દિવસે પણ તમારા ચરણમાં શીશ  નમાવી આશિષ લીધા યાદ છે? દીદી બહુ જ સુખી છે, આ જુઓ એનો ફોટો દીદી અને સાહિલકુમાર કારમાં બેઠા છે. ''આ જોઈ અજય ધ્રુસકે ચડી ગયો. સપન પ્રીતિએ શાંત કર્યા અને કહ્યું,પપ્પા દીદી આનંદ માં છે રડો નહીં. અજય કહે આ ખુશીના આંસુ છે કે દીકરીએ છેક હવે સુખ મેળવ્યું.  ....મારી દીકરી મોજ કરે... બસ.

હરેશ ભટ્ટ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

હૃદયના સાચા પ્રેમને સમજવો સહેલો નથી અને એવું બને કે એની અવગણનાનો ક્યારેક વર્ષો પછી પણ અફસોસ થાય

અનન્યા એની વયોવૃદ્ધ માતાને કારમાં લઈને હોસ્પિટલ જતી હતી. હોસ્પિટલ હજી ઘણી દૂર હતી અને એની માતા કણસતી હતી. એને થયું કે રસ્તામાં કોઈ ક્લિનિક કે કોઈ ડોક્ટરનું ઘર પણ દેખાય તો ઉભી રહી હોસ્પિટલ પહોંચતા સુધીમાં માં ને થોડી રાહત અપાવી દઉં. ક્યાંય કોઈ ક્લિનિક કે ડોક્ટર નું ઘર દેખાતું નહોતું. આ શહેરમાં એક લગ્નમાં  જ આવી હતી એની માતાને લઈને અને હોટલમાં તબિયત બગડી. પેડુમાં અસહ્ય દુખાવો થવા માંડ્યો હતો. હોટલ વાળાએ તાત્કાલિક એમની હોસ્પિટલના જ ડોક્ટર સુમિત ને બોલાવી લીધા અને એમણે તપાસીને કહ્યું કે તાત્કાલિક હોસ્પિટલ લઇ જવા પડશે. અનન્યાએ હોસ્પિટલનું પૂછ્યું તો એ ડોક્ટરે કહ્યું કે સેવા હોસ્પિટલ લઇ જાવ, બહુ જ સરસ હોસ્પિટલ છે. ત્યાં બધી જ સુવિધાઓ છે. ડોક્ટર મનન પણ નિષ્ણાત છે. હોટલમાં જ એમ્બ્યુલન્સ કાર હતી. એમાં પાછળ સુવડાવીને એમ્બ્યુલન્સ નીકળી. અનન્યાએ ડોક્ટર સુમિતને ને કહ્યું કે સાહેબ તમે ફોન કરી દ્યો ને કે અમે આવીએ છીએ. એટલે ડોક્ટર કહે કોઈ જ જરુર નથી, એ સેવા હોસ્પિટલ છે અને સાચા અર્થ માં સેવા કરે છે. એમ્બ્યુલન્સ ત્યાં પહોંચશે એટલે તરત જ સ્ટાફ સ્ટ્રેચર સાથે તૈયાર જ હશે. હું સાથે આવું છું. એમ્બ્યુલન્સ જઈ રહી હતી અને રસ્તામાં અનન્યાની એક બંગલા પર નજર પડી અને ડોક્ટર વાંચ્યું એટલે સાથે જે ડોક્ટર આવ્યા હતા એને કહ્યું કે સાહેબ ડોક્ટરનું ઘર છે. એટલે ડોક્ટર કહે એ જ ડોક્ટરની હોસ્પિટલ આપણે જઈ રહ્યા છીએ, એ ડોક્ટર અત્યારે હોસ્પિટલમાં જ હશે. એ રાત્રે આઠ વાગે ઘેર જાય છે. ઘેર ગયા પછી પણ જો કોઈ ઈમરજન્સી આવે તો તરત પાછા જાય. આ ડોક્ટર ઈશ્વર સમાન છે. આ આખું શહેર એમને મન હૃદયથી પૂજા કરે છે. આ માણસે સેવાનો ભેખ ધર્યો છે. આમ પણ આ હોસ્પિટલમાં ચાર્જીસ બહુજ સામાન્ય હોય છે, ગરીબ, ઓછી આવકવાળા ,જરૃરિયાત વાળાની અહીં વિનામૂલ્યે સારવાર થાય છે. દવાથી માંડી ઓપરેશન સુધી બધું વિનામૂલ્યે. અનન્યા પૂછતી હતી કે આવું કેમ? ત્યાં ડોકટરે કહ્યું હોસ્પિટલ આવી ગઈ. સાયરન સાંભળી સ્ટાફ સ્ટ્રેચર સાથે બહાર આવી ગયો હતો, તાત્કાલિક અનન્યાની માતાને લઈને સીધા ઇમર્જન્સી રૃમમાં લઇ ગયા ડોકટર મનન તરત કેબિનમાંથી  નીકળ્યા અને દર્દી સાથે અનન્યાને જોઈ પાછા કેબિનમાં ગયા અને માસ્ક માથે ટોપી પહેરી નીકળ્યા, ગયા સીધા ઇમરજન્સીમાં અનન્યા એમની પાછળ દોડતી બોલતી જતી હતી કે સાહેબ  માં ને કાંઈ થશે નહીને? ડોકટરે ચાલતા ચાલતા જ હાથ ઊંચો કરી શાંતિ રાખવા કહ્યું. ડોક્ટર ડોક્ટર સુમિતને લઇ અંદર ગયા. લગભગ અડધો કલાકમાં બધા રિપોર્ટ, એક્સરે વગેરે કર્યું અને ડોકટર મનને ડોક્ટર સુમિતને ને કહ્યું કે આમનું નાનું ઓપરેશન કરવું પડશે, માત્ર એમની દીકરીને કહી એની સહી લઇ લો. ડોક્ટર સુમિત બહાર ગયા અને અનન્યાને બધું સમજાવ્યું અને એક ફોર્મ પર સહી લઇ લીધી. અનન્યા કહે કે શું ખર્ચ થશે? સુમિત કહે જે થાય તે, અત્યારે માં ને સાજી કરવાની છે. ઓપરેશ ન બહુ જ સામાન્ય હતું. જે થઇ ગયું અને ડોક્ટર મનન બહાર આવી સીધા તેમની કેબિનમાં ગયા. ડોક્ટર સુમિતે કહ્યું હવે નિશ્ચિંન્ત. માં દુખાવાથી મુક્ત થઇ આરામથી સુઈ ગયા છે. તમને વીવીઆઈપી સ્પેશિયલ રૃમ ફાળવ્યો છે. ડોક્ટર મનને  પૂછ્યું કે કહ્યું છે કે આ લોકો ક્યાંથી આવ્યા? મેં હોટલનું કહ્યું  એટલે એમણે કહ્યું કે આમને કહો હોટલમાંથી ચેકઆઉટ કરી લે અહીં રહે બે દિવસ માં ને અહીં જ રહેવાના છે. તમે અહીં બેસશો અને ખોટું હોટલનું ભાડું ચડશે. અનન્યાને વાત વ્યાજબી લાગી. માં ને જે રૃમમાં લઇ ગયા એ રૃમમાં ગઈ, એ જે હોટલમાં ઉતરી હતી એના રૃમ કરતા સરસ સ્ટાર  હોટલ જેવો રૃમ. ડોક્ટર સુમિત કહે કે આ કેટલું સરસ? અહીં જ બધી સુવિધા છે. નર્સ અને સ્ટાફ બધું ગોઠવીને ગયા અને બીજા ડોક્ટર આવ્યા અને ફાઇલ મૂકી પેશન્ટ પાસે, બધું જોયું અને અનન્યાને કહ્યું કે ચિંતા નહીં કરતા, કોઈ તકલીફ હોય તો આ બેલ દબાવજો. નર્સ તો સમયાંતરે આવતા રહેશે અને દવા વગેરે આપી જશે, હું દર કલાકે આવીશ. રાત્રે દસ પછી તમને કોઈ ડિસ્ટર્બ નહીં કરે. સવારે પહેલા નર્સ આવશે, માં ને દવા આપવા પછી હું આવીશ. તમારા માટે ચ્હા નાસ્તો બધું એના સમયે અહીં આવશે.

અનન્યા એ નર્સને વિનંતી કરી કે હું હોટલમાંથી ચેકઆઉટ કરી આવું ત્યાં સુધી જોજો, એ નીચે ઉતરી ડોક્ટર સુમિત સાથે હોટલ જવા, એ પહેલા થયું ડોક્ટરને મળતી જાઉં. પણ ખબર પડી ડોક્ટર નીકળી ગયા છે. રસ્તામાં વિચારતી હતી કે આ બધું કેમ થયું? આ ડોક્ટર કોણ છે.? રસ્તામાં જતા ડોક્ટર સુમિતે કહ્યું કે જુઓ આ ડોક્ટરનો બંગલો. એમની કાર પણ પડી છે.એ ઘરે આવી ગયા. સુમિત કહે કે ડોક્ટર ક્યારેક કોઈ વિશેષ વ્યક્તિ હોય એને જ આ સુવિધા આપે છે. તમને કેમ આપી હશે? કદાચ બીજા શહેરથી આવતા હશો એટલે. અનન્યા વિચાર જ કરતી હતી. એ હોટલમાં ચેક આઉટ કરી પાછી ફરી ત્યારે પણ એ બંગલા પાસેથી પસાર થઇ. વિચારતી જ રહી કે શું થયું? અનન્યાએ વિચાર્યું કે મારે ડોક્ટરને મળવું તો પડશે જ. એ વિચારતી વિચારતી હોસ્પિટલ પહોંચી. હોસ્પિટલનો જે સ્ટાફ મળે એ એક તરફ થઇ જાય અને બોલે*નમસ્તે મેં'મ, લીફટ મેન પણ અનન્યાને જોઈ ઉભો થયો અને બોલ્યો નમસ્તે, અનન્યા જોયા જ કરે કે શું થાય છે? એ રૃમમાં પહોંચી, નર્સ માં પાસે જ બેઠા હતા. અનન્યા આવી એટલે ઉભા થઇ ગયા. અનન્યા એ નર્સને પૂછ્યું કે મને જોઈ બધા આમ કેમ કરે છે? નર્સ કહે *અમારા સાહેબ બહેન આ રૃમ કોઈ અગત્યનું વ્યક્તિ હોય વીઆઈપી એને અથવા પરિવારના/સબંધી એવાને જ ફાળવે છે બાકી આ રૃમ એમનો રેસ્ટ રૃમ છે, ઘણી વાર સાહેબ બે બે દિવસ અહીં રોકાઈ જાય છે. અનન્યા કહે *તો એમના પરિવારમાં કોણ કોણ છે?* નર્સ કહે કોઈ નહિ, એ એકલા જ  છે. એમના દાદાજીએ વર્ષો પહેલા બંધાવેલા બંગલામાં એ એકલા જ રહે છે. આ હોસ્પિટલ એમના દાદાજીએ બનાવેલી, સાહેબના પિતાજી તો હતા નહિ, હવે કોઈ નથી એટલે એકલા છે. બંગલે આઉટ હાઉસમાં નોકર બાબુ  પરિવાર રહે છે. બાબુ ઘર બહારના બધા કામ કરે  અને એની પત્ની રમા રસોઈ, સાફ સફાઈ કપડાં વગેરે કરે, એ લોકોને ખબર છે કે સાહેબને ક્યારે શું જોઈએ. એ સમયે સાહેબનું બધું સચવાઈ જાય.દિવાળી. ક્રિસ્ટ્મસ કે કોઈ તહેવાર સાહેબ અમારા બધા સાથે ઉજવે. બાકી સાહેબ બહુ ઓછું બોલે. પણ સ્ટાફની કાળજી બહુ લે. પણ એ શાંત જ હોય.

અનન્યા વિચારે કે આ વ્યકિને મળવું તો પડે જ. સવારે એના માં એકદમ સ્વસ્થ જાગી ગયા અને મૂડમાં હતા, નર્સ આવીને બધું તપાસી ગયા અને દવા આપી. પછી કહ્યું કે હમણાં એક બહેન તમને સ્પંજ કરવા. બ્રશ વગરે કરાવવા આવશે અને પછી ચ્હા નાસ્તો આવશે. બધું એ પ્રમાણે થયું. પછી ડ્યુટી પરના ડોક્ટર આવ્યા, એમણે કહ્યું બા ને બહુ જ સરસ છે. બસ કાલ સુધીમાં આ નાના ભાગમાં રૃઝ આવી જશે. પછી જઈ શકશો . અનન્યાએ એમને પૂછ્યું કે સાહેબ ક્યારે આવશે? એ ડોક્ટરે કહ્યું કે એ તો નીચે ડો. માયા બહેન ને ખબર હોય. અનન્યા નીચે ગઈ, ડો. માયા બહેનને મળી અને પૂછ્યું કે સાહેબ ક્યારે આવશે? મારે મળવું છે. ડો. માયાબહેન કહે, સાહેબ આજે નહિ આવે. ઇમર્જન્સી હશે, એમના વગર ચાલે એવું નહિ હોય તો અમે બોલાવીશું. કામ હોય તો કહો થઇ જશે. અનન્યા કહે ના ના આ તો મળવું હતું. એમ કહી એ રૃમમાં ચાલી ગઈ. વિચારતી રહી કે *આમને મળવું તો પડે જ. અમને આ સરભરા કેમ? અમે નથી વીઆઈપી કે નથી પરિવાર જન કે સંબંધ, તો કેમ? બપોરે માં જમીને આરામ કરતા હતા ત્યારે,નર્સ ને કહ્યું કે માં પાસે રહેજો, હું આવું છું.

અનન્યા એ બંગલો તો જોયેલો જ હતો. એને ડો. મનનને મળવું જ હતું. એ ટેક્સી કરી પહોંચી ડોકટરના બંગલે.બહાર ચોકીદારે, રોકી પૂછ્યું અને કહ્યું કે સાહેબ તો નથી. અનન્યા ત્યાં ઉભી વિચારતી હતી. અંદરથી બાબુ એ અનન્યા ને જોઈ દોડતો આવ્યો અને ઉત્સાહ થી બોલ્યો કે *અરે તમે? અહીં ક્યાંથી? અચાનક? *ચોકીદાર અને અનન્યા બંને જોવા લાગ્યા કે આ શું કહે છે? અનન્યા કહે *તમે મને ઓળખો છો?, આપણે તો ક્યારેય મળ્યા નથી... બાબુ કહે કે હું તો  તમને ઓળખું , સાહેબ તમારી સાથે જ તો ઘણીવાર વાતો કરે છે. અનન્યાને થયું કે આનું ફટકી ગયું છે. તોય એણે ખણખોદ ચાલુ રાખી, પૂછ્યું *મારી સાથે વાતો કરે છે? હું તો અહીં રહેતી જ નથી, આ શહેરમાં જ પહેલીવાર આવી. *બાબુ કહે તમારો અલગ રૃમ છે, સાહેબ એમાં આવી તમારી સાથે વાતો કરે છે. ચાલો બતાવું* ત્યાં એની પત્ની રમા એ રોક્યા અને કહ્યું કે *બાબુ આ શું કરો છો? સાહેબે ના પાડી છે, કોઈને આ વાત નહિ કરવાની, કોઈને આ રૃમ બતાવવાનો નહીં. * બાબુ કહે, *રમા જોવા દે, સાહેબનું જ ભલું થશે.* રમા ને વાત વ્યાજબી લાગી પણ એ સાથે ગઈ. બાબુ ચાવી લઇ આવ્યો ને બારણું  ખોલ્યું. રમાએ કહ્યું બાબુ તમે જાવ ,હું છું. બાબુ ગયો, રમા કહે *જુઓ બહેન તમે નજર કરી નીકળી જજો કોઈ સવાલ કરતા નહીં. સાહેબને મેં પૂછેલું  કે આ કોણ? ત્યારે સાહેબે કહેલું કે* આ એ કન્યા છે જેને મેં અનહદ પ્રેમ કર્યો છે, અને એના સિવાય કોઈને આજ સુધી નથી  કર્યો. અને આ કન્યાએ એ જાણવા છતાં મને ક્યારેય, સહેજ પણ પ્રેમ નથી કર્યો. એક તરફી જ હતું અને રહેશે., અંદર એના ફોટા છે, રાસ ગરબા રમતા વગેરે વિડીયો પણ છે, સાહેબ જોતા હોય છે.

અનન્યા અંદર ગઈ અને જોયું મોટા રૃમમાં એના જ અનેક, લગભગ ચારસો પાંચસો ફોટા હતા. વચ્ચે નાનો સ્ક્રીન હતો. એ વિચારવા લાગી કે *આ એ જ ડો.મનન  છે? આણે જ મને કહેલું તારા જેવું સુંદર કોઈ હોઈ જ ના શકે. તને ભલે મારા માટે કાંઈ નથી પણ હું તને અનહદ ચાહું છું. નિસ્વાર્થ ભાવે.* બધું જોઈ અડધો કલાકે બહાર નીકળી અને રમા ને પૂછ્યું કે ડો. મનન ક્યાં છે? રમા કહે ખબર નથી પણ બે દિવસ નહીં આવે. અનન્યા થોડું ચાલી, બેડરૃમ ખુલ્લો હતો ત્યાં બે ફોટા હતા એક અનન્યાનો બીજો  ડો.મનનનો, એ જોઈને સ્તબ્ધ થઈ ગઈ. આ તો એ જ. એણે જે કહ્યું તે સાચું *આ એ કન્યા છે જેને મેં અનહદ પ્રેમ કર્યો છે, અને એના સિવાય કોઈને આજ સુધી નથી કર્યો.* એ બહાર ગાર્ડન એરિયામાં આવી ખુરશીમાં બેસી પડી અને રડવા લાગી.... રમા કહે બહેન તમે હવે નીકળો, સાહેબ નહીં આવે.....  અનન્યા રડતી રડતી બોલી *હું ડોક્ટરને નહીં મળું ત્યાં સુધી અન્ન જળ નહીં લઉં * અનન્યાને આખું જીવન રિવાઇન્ડ  થયું મનમાં .... મનનની અવગણનાથી લઈને પોતે પોતાને ગમતા સાથે કરેલા લગ્ન અને બે જ વર્ષમાં  છૂટાછેડા સુધીની સફરની  ઘટનાઓ દેખાઈ ગઈ. એ ત્યાં જ બેઠી .. પછી શું? ખબર નહીં.

હરેશ ભટ્ટ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

વિકલાંગની મશ્કરી ના કરશો, એ સામાન્ય સ્વસ્થ વ્યક્તિ કરતા પણ વિશેષ હોય છે

 જે માનવીમાં સંવેદના હોય, સંસ્કાર હોય એ સમજતા હોય, માનતા હોય અને બીજાને સમજાવતા હોય કે  વિકલાંગની કોઈ દિવસ મશ્કરી ના કરવી જોઈએ. સાથે એ પણ સમજવું  એટલું જ મહત્વનું છે કે એ એટલા સ્વમાની હોય છે અને એ પોતે પણ માનતા હોય કહેતા હોય કે એમની દયા ના ખાવી જોઈએ. ઘણા હોય છે વિકલાંગ પણ માત્ર શરીરથી, હાથ પગથી પણ મગજથી નહિ. એમનું મગજ બહુ જ સાબૂત હોય છે.તેજ હોય છે. ઘણા કિસ્સામાં એવું બને કે સામાન્ય વ્યક્તિના   અંગો બધા સલામત હોય પણ મગજથી વિકલાંગ હોય. એ જોકે ગહન વિષય છે એના પર ચર્ચા અત્યારે વ્યર્થ છે. અત્યારે એક બહુ જ સરસ વિકલાંગ વ્યક્તિની વાત કરવી છે. *આરવ*

જીવન દાદા ના પરિવારમાં એમના એક માત્ર પુત્ર પુત્રવધુ  સિદ્ધાર્થ ગીતાનો પુત્ર જન્મ્યો, અત્યંત રૂપાળો નાનો હતો ત્યારે જ એને સ્મિત કરતો  જોતાં જ બહુ જ વહાલો લાગે આ રૂપકડાં બાળકને જોઈ અપ્રતિમ ખુશી છવાઈ ગઈ હતી, જીવન દાદા એ પારિવારિક જ્યોતિષને બોલાવી તેના જન્મના ગ્રહો મુજબ ભવિષ્ય પૂછ્યું અને કુંડળી બનાવવા કહ્યું. એ જ્યોતિષે કહ્યું કે આ બાળક અત્યંત તેજસ્વી અને  બુદ્ધિશાળી છે. ખૂબ ભણશે અને ખુબ કમાશે. જ્યાં કામ કરશે ત્યાં એ પ્રિય થઈ પડશે પરિવારનું નામ કરશે. એનું લગ્નજીવન તો કોઈનું નહિ હોય એવું હશે. પત્ની બહુ જ ગુણિયલ મળશે. આ બાળક બહુ જ શાંતિપ્રિય હશે એનું નામ *આરવ* રાખજો એ બહુ જ અંતર્મુખી રહેશે વિશેષ હું નહિ કહી શકું. કાંઈક તકલીફ છે પણ આયુષ્ય લાંબુ છે અને જીવન સુખમય છે. આ સાંભળી *કાંઈક તકલીફ છે' ઉપર બધાના મોઢા પડી ગયા. એ પછી થોડા દિવસમાં ખ્યાલ આવ્યો કે એના પગ ચાલતા જ નથી પગમાં સંવેદના જ નથી. સારા સારા ડોક્ટરને બતાવ્યું એ સૌએ મેડીકલી સમજાવીને એક જ વાત કહી કે એના બેય પગમાં ગોઠણ પછી ચેતના નથી. ભલે એ વિકલાંગ કહેવાશે પણ પૂર્ણ સ્વસ્થ ને શરમાવે એવું કામ હશે,

બાળક સાવ નાનું હોય ત્યારે સુતા સુતા પગ હલાવ્યા કરે પણ અને પગ તો અચેતન હતા સહેજ પણ હલે નહીં  આરવ ગોઠણીયે ચાલતો થયો ત્યારે ગોઠણ નીચેનો ભાગ ઘસડાતો રહેતો. શું કરે? શરૂઆતમાં પરિવાર આ બધું જોઈ બહુ જ દુઃખી રહેતો સૌની આંખો ભીંજાયેલી રહેતી પણ જીવનદાદાએ સૌને હિંમત આપી અને કહ્યું કે આમ રોતા રહેવાથી તો બાળક પર વિપરીત અસર પડશે. હવે આ જ પરિસ્થિતિ છે અને એમાં એને હિંમત આપવાની છે.

આરવ હવે સમજણો થયો હતો. એ સમજી ગયો હતો કે હું વિકલાંગ છું. સૌ બાળકોથી અલગ છું. એને અપંગ માનવ મંડળ શાળામાં ભણવા મૂક્યો એ વખતે નાના બાળકો સૌ સરખા હોય એટલે એકબીજા માટે પ્રેમ હોય કોઈ આરવની મશ્કરી ન કરે. એ પાંચ વર્ષનો થયો ત્યારે એની માતા ગીતાએ દીકરીને જન્મ આપ્યો એનું નામ રાખ્યું આરાધ્યા, સિધાર્થ ગીતાને હતું કે દીકરો જન્મે તો એક દીકરો સંપૂર્ણ સ્વસ્થ આવે એ પરિવારનો ઉદ્ધાર કરે પણ દીકરી જન્મી એટલે ચિંતા વધી કે આરવ વિકલાંગ થઈને શું કરી શકે? અમારા ઘડપણ માં શું મદદ કરશે? એની બહેન ને કેમ આગળ વધારશે. આરાધ્યાને સારા ઘરે પરણાવવી અને પરણાવવાનો ખર્ચ કેમ કાઢશે? એ વખતે જીવન દાદાએ કહેલું કે તમે જરાય ચિંતા નહિ કરતા આ દીકરો આરવ જ બધું કરશે. એનું  નામ થશે અને તમારું પણ નામ કરશે.  એ જેમ જેમ મોટો થવા માંડ્યો એમ તકલીફ થવા માંડી. બીજા મશ્કરી કરતા. એ સ્કૂલે જાય ત્યારે ત્યાં તો બીજા વિકલાંગ બાળકો હતા એટલે વાંધો હતો જ નહિ પણ બહાર બીજા બાળકો એની મશ્કરી કરતા, વિકલાંગ, અપંગ કે લંગડો વગેરે કહી. શરૂઆતમાં એ એકલો એકલો રોઈ પડતો. પછી એ સમજુ હતો એટલે જાતે જ સમજી ગયો કે મારી આ જ પરિસ્થિતિ રહેવાની છે અને મારે આ સાથે જ જીવનમાં આગળ વધી સફળ થવાનું છે. હવે એની પડખે એની બહેન હતી. આરવ દસ વર્ષનો થયો ત્યારે આરાધ્યા પાંચ વર્ષની થઈ એ પણ એના ભાઈની જેમ ઝડપથી સમજુ થઈ ગઈ. એ માં બાપનું ધ્યાન રાખે, માં ને બધા જ કામમાં મદદ  કરે અને ભાઈની સાથે ભણવા જાય, ભાઈનું ધ્યાન રાખે અને કોઈ ભાઈને હેરાન કરે તો આટલી નાની તોય સામે થઇ જાય.

આરવ એની આ પરિસ્થિતિને કારણે નાની ઉંમરમાં જ બહુ સમજુ થઈ ગયો હતો. એ સમજતો હતો કે મારા માથે પરિવારની જવાબદારી છે. દાદાજી હવે રહ્યા નથી. પિતાજી સરકારી ઓફિસમાં પ્યુન છે એમણે મારામાં ખૂબ પૈસા ખર્ચી નાખ્યા હવે બહેન પાછળ ખર્ચ કરશે. મારે સારું ભણી કાંઈક બની બધી જવાબદારી ઉપાડી લેવી પડશે અને *હું વિકલાંગ કાંઈ નહિ કરી શકું અને બોજ બની જઈશ.* એ માન્યતા ખોટી પાડવી પડશે. આવા સંજોગોમાં બહેન કેટલો સરસ ભાગ બને એ જોવાનું હોય છે. આરાધ્યા ભાઈનું બહુ જ ધ્યાન રાખે, ભાઈનો ચહેરો જોઈ સમજી જાય કે ભાઈ કાંઈક ચિંતામાં છે. ખુશ છે, એને કાંઈક જોઈએ છે. બધું સમજે, ભાઈને પુરી મદદ કરે. આ ભાઈ બહેનની જોડી સમાજમાં વખણાય. આમ કરતા કરતા આરવ કોલેજમાં આવી ગયો. એ એનામાં જ હોય કોઈ સાથે કોઈ વાતચીત નહિ. ભાઈબંધી નહિ એને એક સંસ્થાએ ઇનામ રૂપે એક ઓટોમેટિક વહીલચેર આપી હતી એ એમાં જ જાય. એ કલાસરૂમ સુધી જાય અને એમાં જ બેઠો હોય લોકોના મહેણાં સાંભળી ને ટેવાઈ ગયો હતો એટલે એને કોઈ સાથે સંબંધ રાખવા વધારવામાં રસ નહોતો. એ હતો એટલે બધો હોશિયાર કે હંમેશાં પ્રથમ નંબર સૌથી વધુ ગ્રેડ, ટકાવારીમાં રહેતો. અમુક લોકો એની પાસે શીખવા આવતા અને શીખવતો. પોતાની બહેન ખૂબ ભણે  એ ઈચ્છતો અને મોટીવેટ કરતો ભણાવતો અને એ પણ ખુબ આગળ વધી. આરવ ડબલ ગ્રેજ્યુએટ થયો અને નસીબ જોગે  સરકારી નોકરી મળી ગઈ. ત્યાં પણ મશ્કરીઓ થઇ કે *વિકલાંગ છે એટલે રહેમ રાહે સરકારે નોકરી આપી છે* એ માન્યતા એમની ખોટી પડી. એ એ જ ઓફિસમાં ખાતાકીય પરીક્ષા આપી  સફળ થઇ ઓફિસર થયો. એ દરમ્યાન  એની બહેન માટે પણ સરસ પરિવાર શોધી લગ્ન કર્યા. એ હજી ભણતી જ હતી એમાં એના પતિ સસરાએ મદદ કરી એટલે આઈએએસ સુધી પહોંચી. એની સહપાઠી સખીઓ આરવને ઓળખતી એ કહેતી કે હું આજે જે છું એ મારા ભાઈને કારણે. મારા માં બાપને થતું કે આનું શું થશે? અમારું ભાવિષ્ય શું? દીકરીનું શું થશે? એ બધી માન્યતા દૂર થઇ. આ જ વિકલાંગ ભાઈએ મને ભણાવી, પરણાવી માં બાપને  નિશ્ચિંન્ત કર્યા હવે માં બાપને અને મને એમ થાય છે કે આની જીવનસાથી કોણ બનશે?

હવે તો આરવ વધુ મોટો ઓફિસર થયો. એની ઉપર એક ઓફિસર હતા ધીરજકુમારએ વરિષ્ઠ હતા જે આરવ પ્રત્યે આદર ભાવ રાખતા આરવને એ પદ મેળવી સર્વોચ્ચ પદે પહોંચવું હતું પણ ત્યાં તો આઈએએસ જ હોય અને એ પોતે છે નહિ. હજી સુધી એની ઉપર એક જ સાહેબ હતા પણ એની ઉપર એક આઈએએસ આરતી કુમારી આવ્યા. એમણે ધીરજકુમારને બોલાવી એમની સાથે બધાના ટેબલે જઈ પરિચય કેળવ્યા આરવ પાસે ગયા ત્યારે તરત કહ્યું કે તમે તો આરાધ્યાના ભાઈને? હમ્મ મારે તમને મળવું જ હતું. આજે એ ઈચ્છા પૂરી થઇ. હવે ફરી મારે આરાધ્યા ને મળવું પડશે. તમે મને માર્ગદર્શન આપશો ને? આરવ કહે, હું એ યોગ્ય નથી. તમે સારા સંસ્કારી છો એટલે સારું વિચારો છો બાકી મારા જેવા અપંગને કોણ માન આપે? આરતી કહે તમે લગ્ન કર્યા? આરવ કહે શુકામ મશ્કરી કરો છો? વિકલાંગને કોઈ અપનાવે? હા વિકલાંગ કન્યા મળે, મારી માં ને જવાબદારી વધે. આરતી કહે દરેકના માં બાપને એમ હોય કે મારા સંતાનને  જીવનસાથી મળે, મારા માં બાપને પણ હોય. આરવ કહે તમને તો સારો છોકરો મળી જશે, મને નહીં મળે. એટલે મેં મારી માં ને રાહત રહે એટલે  ઘરમાં એક યુગલ ને રાખ્યું છે એ બન્ને ઘરના બધા કામ અને રસોઈ સાંભળે છે. સવારથી રાત અમારે ઘેર જ હોય. મારા માં બાપ ને શાંતિ તોય એ લોકોને એક વહુ જોઈએ છે. મેં કહ્યું ભૂલી જાવ. આરતી કહે તમે વિકલાંગ છો પણ કેટલા હેન્ડસમ છો. આરવે હસીને કહ્યું તમેય બીજાની જેમ મશ્કરી કરો છો. એ સમયે સ્ટાફના બીજા હસવા માંડયા, આરતી કહે હસો છો શું? આમને મળશે જ.

એક દિવસ આરવ ઓફિસમાં હતો અને બહેન આરાધ્યાનો ફોન આવ્યો કે ભાઈ આજે સાંજે ઘેર તમને જોવા એક પરિવાર કન્યાને લઇ આવવાનું છે.એ કન્યા વિકલાંગ નથી.  હું આવી જઈશ ઘેર તમે આવો પછી એ લોકો આવશે. કાંઈ કામ બાકી હોય તો કાલ કરજો, આરવ કહે આમ તો હું પહોંચી જાઈશ પણ એક કામ છે જે આરતી મેડમે સોંપ્યું છે એ પતાવવું પડશે. આરાધ્યા કહે એ પણ કાલે કરજો પણ ઘેર વહેલા આવજો. આરવ કહે બહેન શું કરવા આમ કરે છે? મારો મેળ નહિ પડે. એ કન્યા જ મને જોઈ ના પાડી દેશે. તો આરાધ્યા કહે ના ભાઈ એ કન્યાએ જ એના માતાપિતાને કહ્યું છે કે મારે આ યુવક સાથે સંસાર માંડવો છે. એ કન્યાના પિતા મમ્મી પપ્પાને મળી ગયા પપ્પાએ આવવા આમંત્રણ આપ્યું હતું એટલે આવે છે.

આરવ ઘેર પહોંચ્યો અને જોયું કે આંગણે રંગોળી હતી, તોરણ હતા. અંદર મહેમાનો હતા. આરાધ્યા *ભાઈ આવ્યો કરતી બહાર આવી અને ભાઈને ઘરમાં લઇ ગઈ. કન્યાના માતાપિતા બેઠા હતા, આરવે નમસ્તે કર્યા. એમની બાજુમાં બેઠો. કન્યાના માતાપિતાને કહ્યું કે તમારી દીકરી વિકલાંગ નથી તો શુકામ વિકલાંગ સાથે કરો છો? કન્યાના પિતા કહે અમારી દીકરી ની જ ઇચ્છા ઘણા સમયથી હતી પણ તમે ક્યાં છો શું કરો છો? એ માહિતી નહોતી પણ પછી એને ખબર પડી ગઈ. બસ તમારા માતાપિતાને મળ્યા અને એમણે તમારી બહેનને કહ્યું અને આ ગોઠવાયું. એમ કહી એમણે આરાધ્યાને કહ્યું લઇ આવો કન્યાને, આરાધ્યા જેવી કન્યાને લઇ આવી કે તરત આરવ સ્તબ્ધ થઇ ગયો અને બોલ્યો *મેડમ આપ?* એ આરતી જ હતી, આરતી કહે *મેડમ નહિ આરતી, બોલો મને સ્વીકારશો?* આરવે આંખમાં આંસુ સાથે હા પાડી આરવના માતાપિતા અને આરાધ્યા ની આંખો હર્ષના આસુંથી છલકાઈ ગઈ તાળીઓથી ઘર ગુંજી ઉઠ્યું. આરાધ્યા બોલી કે તમારી બહેન સાથે જ હું હતી અને તમને જોયા હતા ત્યારથી નક્કી હતું પણ તમે ક્યાં છો એ ખબર નહિ, એ દિવસે હું ઓફિસ આવી ત્યારે મને હાશ થયું કે મળી ગયા.

બસ સુંદર યુગલનું જીવન સરસ ચાલે છે. આરતી ઓફિસમાં જ પદાધિકારી ઘરમાં પુત્રવધૂ. સાસુ સસરાની ખુબ સેવા જરે છે. કોને કહ્યું કે વિકલાંગ એટલે જિંદગી ઓશિયાળી પરવશ, સંસ્કાર, કાંઈક કરવાની ખેવના અને દૃઢ મનોબળ હોય તો બધું શક્ય છે. વિકલાંગની મશ્કરી ના કરશો, એ સામાન્ય સ્વસ્થ વ્યક્તિ કરતા પણ વિશેષ હોય છે.

હરેશ ભટ્ટ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ધન દોલતથી ઉજળા ઘણાંય હોય પણ સંસ્કાર ધન વગર નકામું,સાચા શ્રેષ્ઠી એ છે કે જે સંસ્કારથી ઉજળા હોય

સાંજનો સમય હતો જ્ઞાતિના અગ્રણી હમણાં જ આવીને ગયા હતા  અને રૂપા  એના સાસુ સસરા સાથે બેઠી હતી એમને સમજાવતી હતી કે માં - બાપુ તમે સમજો , હવે તમારો દીકરો અને હું તમારી પુત્રવધૂ ઊંચા અને સન્માનનીય હોદ્દા  પર છીએ એટલે હવે તમે સત્યનારાયણની કથામાં આવે છે એવા ગરીબ બ્રાહ્મણ નથી, તમારે કોઈ સામે લાચાર ગરીબની જેમ નમતા રહેવાની જરૂર નથી. હા સૌને માન સન્માન આપો, અભિમાન કે અહમ ન રાખો પણ તમે એમનાથી નીચા છો એવું દેખાડવાની શું જરૂર? હમણાં દયારામ કાકા આવ્યા અને સોફામાં બેઠા  ત્યારે તમે એ આવ્યા ત્યારથી એની સામે હાથ જોડી ઉભા રહ્યા હતા ,મેં કહ્યું ત્યારે તમે માંડ સોફા પર બેઠા એ પણ ઉભડક, પપ્પા બરાબર છે કે દયારામ કાકા  આપણી જ્ઞાતિના શ્રેષ્ઠી છે, જ્ઞાતિ માટે ઘણું કર્યું છે પણ તમે નીચા નથી હમણાં તમારા દીકરાએ જ્ઞાતિના વિદ્યાદાન ફંડમાં મોટી રકમ આપી, કારણ કે એમને જ્ઞાતિમાંથી વિદ્યા ફંડ મળતું હતું. હવે તમે પણ સન્માનને પાત્ર છો. પદ પૈસા પ્રતિષ્ઠામાં તમે પણ સમકક્ષ છો.અમને બન્ને ને લોકો  માન આપે છે અને તમે હાથ જોડીને ઊભા રહો? પપ્પા તમે પણ હવે માન  આપો અને મેળવો. સસરાજી ભૂપતભાઈએ કહ્યું કે 'બેટા તારી વાત સાચી છે. હું એમ જ કરિશ. તારી આવી સારી વાતો માનું છું અને અમને આનંદ છે કે રોજ સાંજે તું અમારી સાથે કલાક વાતો કરવા બેસે છે. લોકો સમય નથી કરીને માં બાપને સમય આપતા જ નથી જ્યારે તમે બન્ને આઈએએસ અને આઇપીએસ છો ,વ્યસ્ત જ  હો પણ અમારા માટે ખડે પગે. મને ક્યારેક અફસોસ થાય છે કે મેં મારા દીકરા સાથે તારા લગ્ન માટે વિરોધ કર્યો હતો, મને એમ કે તું પૈસાદાર બાપની દીકરી, ગાડી બંગલા વાળા એટલે પૈસાનું અભિમાન લઈને આવનારી વહુ કેવી હશે? પણ પછી સમજાયું કે એ મારી ભૂલ હતી.  તેં આ ઘરની વહુ બની  અમારું નામ માન વધાર્યું છે અને અમારી સતત સેવા કરી છે અને અમારા દીકરા  રુપેશનો ટેકો બની રહી છે .  એ આ કહેતા હતા ત્યારે રૂપા ની આંખોમાં આંસુ હતા.

આ રૂપાલી રુપેશની વાત બહુ મજાની છે. પ્રેમ કરવો ,પામવો અને સંસ્કારો સાથે નિભાવવો એ આ રૂપા પાસેથી શીખાય. બાકી રૂપેશ એટલે માં બાપ માટે શ્રવણ  અને  ભણેશ્રી પુસ્તકીયા જેવા ને પ્રેમ કરવો અને એને પામવો, એને બદલવો સહેલું નહોતું. આપણે રુપેશની વાત કરીએ તો માં બાપનો એકનો એક દીકરો. રૂપેશના પિતા નરભેરામ ખાનગી સ્કૂલ માં ક્લાર્ક હતા. પગાર એટલા નહીં. સંતોષી અને નમ્ર માણસ , કામમાં જરાય આળસ નહિ. રીસેસ પણ નોયમ પ્રમાણે અડધો જ કલાક ભોગવે ,એ અડધો કલાકમાં જમવાનું પતાવી લે. ક્યારેક એવું બને કે સાહેબે કાંઈ કામ સોંપ્યું હોય તો રીસેસ પુરી થઇ જાય અને જમવાનું રહી જાય. એ તો સારું છે કે એક વાર પ્રિન્સિપાલ એમના ટેબલ પાસે આવ્યા અને જોયું કે ડબ્બો પડ્યો છે અને ભાઈ જમ્યા નથી એટલે એમણે પૂછ્યું કે નરભેરામ જમ્યા નહિ? તો કહે કામ હતું અને રીસેસ પૂરી થઇ ગઈ એટલે હવે સાંજે ઘેર જઈને, આ સાંભળી એ બલ્યા કે આ ના ચાલે પહેલા જમી લો. ચાલો શિક્ષક રેસ્ટ રૂમમાં  ત્યાં જમી લો. નરભેરામ ના ના કરતા રહ્યા અને પ્રિન્સિપાલ સખત થઇ લઇ ગયા. એ પછી પ્રિન્સિપાલ ધ્યાન રાખી કામ સોંપે. આવા સીધા સરળ.

રૂપેશ એના પિતાના સરળ સ્વભાવથી પરિચિત હતો. એના પિતાને કહેતો કે પપ્પા તમે આટલા બધા સરળ પણ ના થાવ કે જમવા ન મળે. તમને એવો ઊંચો પગાર પણ  આ લોકો નથી આપતા, આ સાંભળી પિતા કહેતા કે *બેટા આપણું કામ ઈમાનદારી અને વાયફાદારી પૂર્વક કરવાનું ઈશ્વર બધું જોવે છે. આપણે  નમ્ર વહેવાર રાખીએ, વિવેક પૂર્વક વર્તીએ અને વફાદારી પૂર્વક સમર્પિત રહી કામ કરીએ તો એનું ફળ મળે જ. તારે પણ આ શીખવાનું, તું ભણવામાં  સંપૂર્ણ મન લગાવી સમર્પિત થઇ માત્ર અભ્યાસમાં ધ્યાન આપીશ તો કાલે કાંઈક બનીશ, મારે તને મોટો માણસ  જોવો છે, એટલે બહુ ભણજે હું  મેટ્રિક પાસ હતો એટલે કારકૂન થી આગળ ના વધ્યો ,આ નોકરી પણ મારા પિતા આ સ્કૂલમાં કારકુન હતા એટલે મળી, આ વર્તન વહેવાર કામ પ્રત્યે નિષ્ઠા બધું  એમણે શીખવ્યું છે. રૂપેશ કહેતો કે આ બધું બરાબર પણ જ્યારે જ્ઞાતિ સંમેલનમાં જ્ઞાતિના વડીલ ને મળો ત્યારે હાથ જોડી કેમ ઉભા રહો છો? સતત હાથ જોડેલા રાખો અને દૂર ઊભા રહો એ કેવું? પિતાજી કહે, મારે તને ભણાવવો છે જ્ઞાતિના ફંડમાંથી તને ભણાવવા ફાળો મળે એટલે. તારી ફી નીકળી જાય, તું સારા માર્ક લાવે છે એટલે જ્ઞાતિ સ્કોલરશીપ પણ આપે છે, હું નમ્ર વહેવાર રાખું તો થાય. મારી ઈચ્છા છે કે તું સરસ ભણ અને કાંઈક બન  આટલું કહેતા એમની આંખ ભીની થઇ જતી. બસ આ પછી રૂપેશે નક્કી કરેલું કે ખુબ ભણીશ, આઈએએસ કે આઇપીએસ  બનીશ અને માં બાપને માન સન્માન અપાવીશ.

આ ગાંઠ બાંધનાર રૂપેશને મળી રૂપા, એ આઠમા ધોરણમાં આ સ્કૂલમાં દાખલ થઇ, રુપેશનો અભ્યાસ એના માર્ક જોઈ પ્રભાવિત થઇ, બધા કહેતા કે આ  છોકરો સ્કૂલનું નાક છે. હંમેશાં પહેલા નંબરે પાસ થાય. અને દેખાવે એકદમ હેન્ડસમ. રૂપા એની સ્કૂલ સખીઓને કહેતી કે આ રૂપેશ નકચડો છે, આઘો જ ભાગે છે. એટલે સખીઓ કહેતી કે એ કોઈ છોકરી સાથે વાત નથી કરતો. એ તો ઠીક છોકરાઓ સાથે પણ એટલું નથી બેસતો સમય સર સ્કૂલમાં આવે અને સમયસર જાય. ભણવા સિવાય કોઈ વાત નહિ. રૂપા એ નક્કી કરેલું કે મને આ ગમે છે અને હું એની સાથે દોસ્તી કરીશ. આમ ગાંઠ બાંધી અને  રૂપેશને એક દિવસ  સ્કૂલ છૂટ્યા પછી મળી. અને કહ્યું  હલો ,કેમ છો? હું રૂપા રૂપેશ કહે કે હેલો હું  રૂપેશ. શું કામ છે બોલો....રૂપ કહે કાંઈ નહિ દોસ્તી કરવી છે, કેવું સરસ લાગે રૂપા રુપેશની જોડી. વાહ રૂપેશ કહે ઓ વાહ... ભણવાની વાત હોય તો જ કરો બાકી આવો દોસ્તી ફોસ્તી નહીં. આવી ફાલતુ વાતો માટે મારી પાસે સમય નથી. એમ કહી ચાલ્યો ગયો. એ પછી રૂપાએ અવારનવાર પ્રયત્ન કર્યો પણ રુપેશની એક જ વાત આવી ફાલતુ વાતો માટે સમય નથી. રૂપા પણ જાય એવી નહોતી, ભણવામાં તો રુપેશની બરોબરીની જ હતી ડિસ્ટિન્ક્શન જ હોય. રૂપેશ અભિનંદન આપે પણ આગળ વાત નહિ. આમ કરતા કરતા કોલેજ સુધી પહોંચી ગયા, રૂપાએ એ જ કોલેજમાં એડમિશન લીધું જ્યાં રૂપેશે લીધું. કોલેજના પહેલા જ દિવસે રૂપ આવીને રુપેશની સામે ઊભી રહી અને કહ્યું  હેલો...ત્યાં રૂપેશ બોલ્યો  ઓહહહહ અહીંયા પણ? રૂપાએ સ્માઈલ આપી ગાયું *જનમ જનમ  કે સાથ હૈ, હમારા તુમ્હારા... ત્યાં જ રૂપેશ તાડૂક્યો એ ય ચૂપ, રૂપા નાટકીય ઢબે  બોલી એમાં બૂમો શું પાડો છો? ધીમે બોલોને પછી સ્માઈલ આપ્યું. રૂપેશ ચાલ્યો ગયો. આ ચાલતું જ રહ્યું. રૂપા રુપેશની બરોબરીની હોંશિયાર હતી. આઈએએસ થવાનું નક્કી કરેલું અને થઇ, રૂપેશ આઇપીએસ અનેરૂપા આઈએએસ.

એ પછી એક રવિવારે સવારે રૂપા રૂપેશને ઘેર પહોંચી રૂપેશ એના માતાપિતા સાથે ચ્હા નાસ્તો કરતો હતો. અને બહાર કાર આવી ઉભી રહી રૂપેશ અને એના માતાપિતા ઊભા થઇ બહાર આવ્યા, રૂપેશ રૂપને જોઈ બોલ્યો અરે યાર આ ઘર સુધી આવી ગઈ? પિતાજી એની સામે જોવા લાગ્યા. રૂપાએ આવીને તરત રૂપેશના માતાપિતાના ચરણ સ્પર્શ કર્યા. એના પિતાએ બેસવા કહ્યું અને પૂછ્યું કે બોલો શું હતું? રૂપ કહે હું તમારા દીકરા સાથે સ્કૂલથી ભણું છું. હવે અમારું ભણવાનું પતિ ગયું, એણે સતત કહ્યા કર્યું કે આવી ફાલતુ વાતો માટે સમય નથી  હવે તો બધું પતી ગયું, હવે તો સમય કાઢવો પડે લગ્ન માટે. આપ વડીલ છો પહેલા તમે માની જાઓ કે હું આની સાથે લગ્ન કરવા માગું છું. હું પણ બ્રાહ્મણ જ છું, મારા પિતા દ્વારકેશભાઈ મોટા વ્યવસાયિક છે. રૂપેશના પિતા કહે  તું દ્વારકેશ ભાઈની દીકરી? એ તો મોટા શ્રેષ્ઠી છીએ અને અમે તો નાના માણસ અમે નાના પડીયે, એ નહિ થાય. રૂપા કહે ભલે મારા પિતા શ્રેષ્ઠી છે પણ અમે તમારી જેમ જ સરળ જીવન જીવીએ છીએ. હું તમારા પરિવારમાં ભળી જઈશ. એ કહેતી રહી રૂપેશના પિતા ના કહેતા રહ્યા.

આ પછી બીજા જ દિવસે સવારે રૂપ પિતાને લઈને આવી રૂપેશના પિતા દ્વારકેશ ભાઈને જોઈ અવાક થઇ ગયા. રૂપાએ વાત કરી ત્યારે દ્વારકેશ શેઠ બોલેલા કે એ તો  પ્રતિષ્ઠિત વ્યક્તિ છે, ભલે સ્કૂલ કારકુન હતા પણ સંસ્કાર ભરોભાર છે ચાલો હું વીનાંતી કરવા આવું. એટલે આવ્યા. દ્વારકેશભાઈ દીકરીના બાપ તરીકે હાથ જોડી ઉભા રહ્યા  અને કહ્યું દીકરીના બાપ તરીકે માગું લઈને આવ્યો છું , મારી દીકરીને રૂપેશ ગમે છે તમારું પરિવાર સંસ્કારી છે,  હું ભલે પૈસા પાત્ર રહ્યો પણ સાચું ધન તો સંસ્કાર જે મેં જાળવ્યા અને દીકરીને આપ્યા છે, હાથ જોડી વિનંતી કે સ્વીકારો રૂપેશ અને માતાપિતા દ્વારકેશભાઈની નમ્રતાને જોઈ રહ્યા નરભેરામે પત્ની સામે જોયું  પછી દીકરા સામે અને પછી  હાથ જોડી માથું નમાવી કહ્યું સ્વીકાર છે ઘરમાં તો પધારો. બસ એ પછી સાવ સાદાઈથી લગ્ન થયા અને રૂપા રૂપેશ એક થયા, રૂપાએ માં બાપ ના સંસ્કાર દિપાવ્યા. અત્યારે એના પતિ સાથે મળી માં બાપ ને કેમ આનંદ સન્માન મળે એ જોવે છે. કોને કહ્યું ધન દોલત જ પ્રતિષ્ઠા આપે, સંસ્કાર જરૂરી છે એના જેવી કોઈ દોલત નથી.

હરેશ ભટ્ટ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

આપણને થાય કે માણસ આટલી હદે સંતોષી કેવી રીતે હોઈ શકે? કોઈ આટલું બધું જતું કેમ કરી શકે?

એક નિત્ય ક્રમ બની રહેલો કે દર  મહિને એક શનિ રવિ *આનંદ ઉત્સવ* વૃદ્ધાશ્રમમાં વડીલો સાથે ગાળવાના એમને મોજ મજા કરાવવાની અને આપણે કરવાની. જોકે આ વખતે એવું થયું કે પારિવારિક સંજોગો અને વિદેશ યાત્રાના કારણે લગભગ એક વર્ષ જેવું થઇ  ગયું મુલાકાત લીધી નહોતી. એટલે આજે જ્યારે ત્યાં જવાનું થયું એટલે કેટલાય વિચાર આવ્યા મને એમ થયું કે પ્રભા માસી મને જોઈને તાડૂકશે કે *પીટિયા મારા રોયા આખું વરહ ક્યાં હતો? મેં કીધું હતું કે હવે દર મહિને એક શનિ રવિ નહિ દર  મહિને એકાંતરા   શનિ રવિ અહીં આવવાનું એને બદલે પીટ્યો એક વરહે દેખાણો , ક્યાં ગ્યો તો? * અને એવું જ થયું જેવો દાખલ થયો અને આઘે બેઠેલા પ્રભા માસી તાડુક્યા *આઈવો  મારો રોયો, આવ આવ * અને પછી બાકી બધું એમને જે બોલવાનું હતું ઈ હું બોલી ગયો એટલે બોખા મોઢે હાસ્ય અને કહે *પિટીયા તને ખબર હતી આવું કહેશે તો કહી દે ક્યાં હતો?* મેં એક આજ્ઞાકિંત બાળકની જેમ બધું સમજાવ્યું અને એમણે મારા વાંસે હાથ ફેરવી કીધું * કાંઈ નહિ,આવી ગયો ને? પરદેશમાં દીકરી મજામાં છે જાણી રાજી થઇ. પણ તારા વગર મને તો શું કોઈને મજા નો આવે એમાં અમારો આ રસોડે રઘુ આઈવો અને એણે તારી વાતું સાંભળી એટલે એણેય પૂછયું કે કોણ છે આ ભાઈ? આજે એનેય ધરવ થાશે.* મેં કહ્યું કે આ રઘુ કોણ છે? અને એય પાછો રસોડે? પ્રભા માસી  કહે હા તું ગ્યો એના પછી ઈ આઈવો, બચાડો બહુ દુઃખી હતો, બધું છોડીને આવી ગયો, હું તો ભગવાનને પ્રાર્થના કરું કે કોઈ સાથે આવું નો કરતા, અને હવે સુખેથી આ રઘાને રહેવા દેજો.અને એમ કરી એમણે કીધું કે રસોડે રઘો  હોય તો એને કહે ને મારો ચ્હા નો સમય થઇ ગયો છે અને આ  સુમા માટેય બનાવે, અને એને મળવાની ઈચ્છા હતીને? તો આવે કોકની હારે ચ્હા મોકલીને.* મારું નામ સુમન પણ આ માસી મને  સુમો જ કહે છે.

થોડી વારમાં મારી અને પ્રભામાસીની ચ્હા આવી અને પાછળ એક ભાઈ આવ્યા, મને જોઈને એમ લાગ્યું કે આને ક્યાંક જોયા છે. ચહેરો એ લાગે છે પણ એ આટલા સ્વસ્થ મસ્ત નહોતા શરીર પણ થોડું દુબળું હતું. પારધીની હોટલમાં આવા ભાઈ હતા. પણ આ થોડા શરીરે વજનદાર છે, એ આવીને નમસ્તે કહી ઉભા રહ્યા અને કહે કે  બા તમારી બહુ વાતો કરે. અહીંના કારભારી વસંત મામા પણ કહે કે ઈ સોમાભાઈ મારા જુના ભાઈબંધ, (એય મને સુમન નહિ સોમા ભાઈ કહે., મને કોઈ ફરક ના પડે. હું તો બધાનો પ્રેમ જોઉં.) મેં આમ જ પૂછ્યું કે તમે પારધીની હોટલમાં હતા? એટલે હળવું સ્મિત આપીને કહે કે *હા સાહેબ, મેં મારી જિંદગી પારધી શેઠ સાથે કાઢી, એમણે ચ્હા ની રેંકડી કરી અને છે લ્લે મોટી હોટલ કરી એ પછી એ ગુજરી ગયા અને એમના બેય દીકરાએ હોટલ સાંભળી  ત્યાં સુધી હું ત્યાં હતો. પારધી શેઠ માંદા પડયા એટલે તરત જ ,મને ઘણા બધા પૈસા આપ્યા ,એટલા પૈસા મેં જીવનમાં પહેલી વાર એક સાથે જોયા. એમણે કહ્યું કે મારા ભાઈબંધ, તારા પિતાએ તને મારે ત્યાં મુક્યો ત્યારથી અત્યાર સુધી તારા માટે તારા પગારમાંથી હું બચાવતો હતો .ઈ બધી મૂડી અને ઉપરથી  તારી આટલા વરસની નોકરી પેટે ઓલી મોટી  કંપનીયુ માં ગ્રેચૂટી કહે છે ને એવું આખા જીવનનું , એમ કહી આપ્યા હતા. પણ નોકરી ચાલુ, હા એમને અંદેશો થયો હશે.કે છોકરાંઉ કાંઈ આપશે નહિ અને અને કાઢી મુકશે, અને એવું જ થયું, શેઠ ગયા અને બેય દીકરાઓએ હોટલ ઊંચા દરજ્જાની બનાવવા અમને કાઢી બધું નવું કર્યું પૂરો સ્ટાફ પણ.* મને મનમાં થયું કે આખી જીંદગી આ માણસ પરિવાર માટે જીવ્યો, એના શોખ ઈચ્છા કાંઈ નહિ. માં અને ત્રણ બહેનો એમને જોતું, ગમતું બધું જ આપવાનું. પોતે તો સવારથી રાત મજૂરી. મેં પૂછ્યું કે તું અહીં કેવી રીતે? તો મને કહે ત્રણેય બહેનોને ભણાવી પરણાવી  દીધી, નાની અને બનેવી અમારા ઘરમાં જ રહેતા  હું તો સવારથી રાત નોકરીએ, બહેન બનેવીએ મકાન પચાવી પાડયું, વેચી માર્યું આ આનંદ ઉત્સવના વસંતમામા પારધી શેઠને મળવા આવતા ,શેઠ અહીં દાન આપતા એટલે મને પરિચય, મને જે પૈસા શેઠે આપ્યા હતા એ બધા મેં વસંત મામા ને આપી દીધા અને કહ્યું કે મને અહીં રાખો રહીશ રસોડું સાંભળીશ. એમને મારી બધી ખબર એટલે અહીં રહી ગયો.

આ રઘુની વિગતે વાત કરીએ તો. જમનાલાલનો નાનો દીકરો. જમનાલાલ અને પારધી શેઠ આમ ભાઈબંધ બેય નવા બંધાતા મકાનના ચોકીદાર હતા. એક જ બિલ્ડર શેઠને ત્યાં  કામ કરે. એમાંથી પારધીએ ચોકીદારી કરતા કરતા ચ્હા ની નાની રેંકડી કરી. જમનાલાલ ને ત્રણ દીકરીઓ હતી અને ચોથો દીકરો આવ્યો  પછી આનંદ થયો , પણ થયું એવું કે આ રઘુ દસ વરસનો થયો અને જમનાલાલ પર કન્સ્ટ્રક્શન સાઈટ પર  દીવાલ પડી હાથ પગ ઘવાયા અને ખ્યાલ આવી ગયો કે  હવે જીવન પૂરું. એણે મિત્ર પારધીને કહ્યું કે ભાઈ હવે આપણા અંજળ પાણી પૂરા તું મારા રઘાને સાચવી લે તો  રઘો એની ત્રણ બહેનો અને અપંગ માં ને સાચવી લેશે બસ, અને થોડા જ સમયમાં રાઘના પિતાએ દેહ છોડી દીધો , બધી વિધિ પતિ ગઈ પછી  રઘાએ ભણવાનું મૂકી દીધું.અને કમાવા માંડ્યો , રધુ બહુ જ સમજદાર હતો. એ નાનપણમાં જ બહુ સમજદાર થઇ ગયો હતો. એ સૌથી નાનો તેમ છતાં મોટો હોય એમ  કહી દીધું કે તમે માત્ર ભણવામાં આપો. હું મહેનત કરી ઘરનું ,માં નું અને તમારા ત્રણેયના કપડા, શોખ જરૃરિયાતો અને ભણવાના ખર્ચા જેટલું કામાએ લઈશ. તમે ત્રણેય કૈક બનો.  લાગાવીને ભણો. બહેનો રસોઈ કરી જમી અને ભાઈ - માં માટે ઢાંકીને જાય. બપોરે એક વાગે રઘુ આવે ,પહેલા જમવાનું ગરમ કરી માં જમાડે. એની માં  કન્સ્ટ્રક્શન કંપનીના બાંધકામ સાઈટ પર જ મજૂરી કરતી એમાં એક મશીનમાં હાથ આવી ગયા અને બન્ને હાથ ગુમાવવા પડયા, ત્યારથી કોઈ કામ ન કરી શકે. એટલે રઘુ ધ્યાન રાખતો. એના પિતા હતા ત્યારે પણ એ કરતો હતો. અને હવે એ જમવા આવે એટલે પહેલા એની માં ને જમાડે પછી પોતે જમે. આ નિયમ હતો , રાત્રે પણ એ દસ વાગે રેંકડી થાય ત્યારે આવે અને જો  માં ને જમવાનું બાકી હોય તો  પહેલા જમાડે અને પછી પોતે જમે, ઘણીવાર માં ને બહુ ભૂખ લાગી હોય તો નાની દીકરી જમાડી દે. રાત્રે ત્રણેય બહેનોને કાંઈ જોતું કરતું હોય, ફી ભરવાની હોય, બીજા કોઈ પૈસા ભરવાના હોય તો એ પૂછી લે. આપવાના હોય તો પૈસા આપી દે. પછી સુઈ જાય. કોઈ બહેનને કાંઈ લાવવાનું હોય તો એ ખરીદી આવે અને જમવા આવે ત્યારે ઘેર મુકતો જાય અને કહે કે આ  રતન ને જોતું હતું એ છે, એને આપી દેજો. એ બહુ જ સાચવતો. રઘુ પોતે બે જ જોડ કપડામાં ચલાવતો, એ કહેતો કે મારે ક્યાં ક્યાંય બહાર જવાનું હોય છે?  ચ્હા રઘુ જ બનાવતો અને એટલી સરસ બાણાવતો કે લોકો દુરદુરથી પીવા આવતા એ રેંકડીનું નામ પારધી શેઠે *પારધી બેઠક* રાખેલું. લોકો મળવાનું ઠેકાણું *પારધી બેઠકે મળીયે' એમ કહેતા  હવે ધીરે ધીરે રઘુના જ કહેવાથી સાથે ગરમ નાસ્તો બનાવવાનું શરૃ કર્યું, સવારે ગરમ ગોટા કે ભજીયા કે કોઈ પણ એક વસ્તુ બનતી. એમ કરતા કરતા પારધી શેઠે ત્યાં પાછળ કોમ્પ્લેક્ષ બનતું હતું એમાં ત્રણ શોપ રાખી હોટલ કરી, પહેલા એક શોપમાં શરુ કરી, ધીરે ધીરે ગ્રાહકો વધવા માંડયાં એટલે બીજી શોપ જોઈન્ટ કરી થોડી મોટી કરી અને પછી તો * પારધી બેઠક* પ્રખ્યાત થઇ ગઈ. અદ્યતન રેસ્ટોરન્ટ થઇ ગઈ. પારધી શેઠ કહેતા કે રઘુ આ  બધું તારા કારણે થયું છે , તું લોકોને પ્રેમથી આવકારે , સારામાં સારી ચ્હા પછી નાસ્તો.અને લોકો વધુ આવતા થયા. કહેવાય પારધી શેઠની બેઠક પણ લોકો રઘુની ચ્હા પીવા આવે. ત્યારે રઘુ કહેતો કે *શેઠ મશ્કરી ના  કરો,આ બધું તમારા ઉદાર સ્વાભાવને કારણે છે. શેઠ કહેતા કે ના પહેલા તું. તું કેટલો સંતોષી જીવ છે? તું જોડાયો ત્યાર પછીથી આ *પારધી બેઠક * ક્યાંની ક્યાં પહોંચી ગઈ, તે કોઈ દિવસ પૈસા પગાર વધારવાની  કરી, એ મારે જોવું પડે. તારા કોઈ શોખ નથી, વ્યસન/આદત તો છે જ નહિ.

આ દરમ્યન જ રઘુના માં ગુજરી ગયા, એ મનોમન હારી ગયેલા, એક તો હાથ નહિ. રઘુને ખબર નહિ પણ બહેનો બહુ હેરાન કરતી, ગમે તેમ બોલતી. એણે કોઈ  દિવસ રઘુને ફરિયાદ નહોતી કરી. એ મનોમન કોરાતી ગઈ અને એક દિવસ સવારે ઉઠી જ નહિ.રઘુ ભાંગી પડ્યો. બહેનો ને એટલી અસર નહિ. ભણવામાં બધી હોંશિયાર, મોટી આઈએએસ બનવા તરફ હતી. એનાથી નાની ડોક્ટર બનવા તરફ હતી અને સૌથી નાની વકીલ  થવા તરફ હતી. ધીરે ધીરે  બહેનોના લગ્ન કર્યા, પહેલા વાચલીના કર્યા એક ડોક્ટરની જ સાથે. એ દરમ્યાન મોટી આઈએએસ થઇ ડાયરેક્ટર પદ તરફ પહોંચી. અને છેલ્લે વકીલ બહેને એક સાથે ભણતા મોટા વકીલના દીકરા સાથે પરણાવી દીધી.વકીલ બહેન થોડો સમય  આ જ ઘરમાં રહેતી હતી. એકેય બ હેને ભાઈને એમ નહોતું પૂછ્યું કે ભાઈ તારી ઈચ્છા શું છે? તારે શું જોઈએ છે? તું લગ્ન ક્યારે  કરીશ. કાંઈ જ નહિ , સૌથી નાનો હતો તોય નહિ. પછી એ ઘરમાં એકલો પડી ગયો. એ હવે બપોરે શુકામ ઘેર આવે? એ સવારે આઠ વાગે જાય પછી રાત્રે દસ વાગે આવે.*પારધી બેઠક*માં ચ્હા , નાસ્તા બધું એ કરતો માણસો રાખ્યા હતા પણ તૈયાર એ કરતો. આમ ને આમ એનું ચાલતું હતું. પારધી શેઠને પોતાના બે દીકરાઓની ચિંતા નહોતી પણ રઘુની ચિંતા વધારે હતી. કારણ કે પારધી શેઠે રઘુને એકાંતમાં રોતો જોયો છે. એ લગભગ જમતો હોય ત્યારે રોતો હોય, એ વખતે એને એની માં યાદ આવે, પછી સાંજે પિતા યાદ આવે ત્યારે રોતો હોય, એ જાણે કહેતો હોય કે  *તમે કહ્યું એ મુજબ મેં બધી ફરજ નિભાવી પણ મને શું મળ્યું? એકાંત? બધી બહેનોને એમને જે લાઈનમાં જવું હતું એ લાઈનમાં જવા દીધી, મેં બે જ જોડ કપડાં અને કે જોડ ચપ્પલમાં ચલાવ્યું અને એમને? જોઈએ તે. કોઈ દિવસ એમણે મને પૂછ્યું નથી *ભાઈ તારું શું?* ત્રણેયના લગ્ન સરસ કર્યા, હું રડ્યો હોઈશ પણ બહેનો જરાય નહિ. આજે સાવ એકલો, બહેનો કારમાં ફરે અને હું? પણ વાંધો નહિ મને સંતોષ છે. છત્ર છે ,પહેરવા ઓઢવા છે અને બે ટંક રોટલો મળે છે, મારે કાંઈ ના જોઈએ બીજું.*

પારધી શેઠની તબિયત નરમ ગરમ રહ્યા કરતી હતી. એક દિવસ રઘુએ કહ્યું કે શેઠ મોટા ડોક્ટરને બતાવો. શરીર પણ ઓગળવા માંડ્યું. એ જ લઇ ગયો ડોકટર પાસે, એ ડોક્ટરે રિપોર્ટ કરાવ્યા અને કાંઈ જ બોલ્યા વગર આંખમાં આંસુ સાથે એક ડોક્ટરને મળવા કહ્યું, ત્યાં ગયા પછી ખબર પડી કે એ કેન્સરના નિષ્ણાત છે. એમણે બધું જોઈ કહ્યું કે પારધી શેઠ બહુ મોડા પડયા તમને કેન્સર છે અને છેલ્લા સ્ટેજમાં છે. પારધી શેઠે કહ્યું કે *સમજી ગયો, મારે હવે ચાદર સંકેલી લેવાની છે.* પેલા ડોક્ટર કાંઈ ના બોલ્યા. પારધી શેઠનો સ્વાભાવ એવો કે કોઈની આંખમાં આંસુ આવી જાય. રઘુ તો ધ્રુસકે ચડી ગયો. પારધી શેઠે શાંત રહેવા કહ્યું અને  બીજા દિવસે એમણે રઘુને બેસાડી બધી વાત કરી અને ઘણા રૃપિયા આપ્યા, રોકડ અને બાકી એના ખાતામાં. રઘુ શેઠની સાથે રહેતો. ઘેર જતો જ નહિ. એમાં બહેનો આવી અમુક કાગળો પર સહી લઇ ગઈ, એમ કહીને કે મકાનનું કામ કરવાનું છે , પિતાજી જે બાકી મૂકી ગયા છે એ. આ પછી અઠવાડિયે શેઠ ઈશ્વર શરણ થઇ ગયા. એ બધું પતાવી ઘેર ગયો તો એ ઘરમાં બીજું કોઈ રહેતું હતું. એને ખબર પડી કે બહેનોએ ઘર એમના નામે કરી વેચી નાખ્યું, નાની વકીલ હતી મોટી આઈએએસ. બધું પતી ગયું. એ બહેનો પાસે ગયો જ નહિ. એ સીધો વસંત મામા પાસે ગયો અને ત્યાં રહી ગયો.બસ એને મોજ છે. કોઈ વાતે અછત નથી. રહેવા સુવા ઓટલો છે, પહેરવા ઓઢવા  કપડા છે અને પેટનો ખાડો ખાલી નથી રહેતો અને ઉપર છત છે. આપણને થાય કે  માણસ આટલી હદે સંતોષી કેવી રીતે હોઈ શકે? કોઈ આટલું બધું જતું કેમ કરી શકે? રાધુ ખુશ છે. સાંભળ્યું છે કે *આનંદ ઉત્સવમાં એક અનાથ કન્યા આવી છે, વસંત મામા જ લાવ્યા છે, એને અને રઘુને સારું ફાવે છે. વસંત મામા રઘુના જીવનમાં આનંદ ઉત્સવ લાવવા માગે છે. રઘુ કહે છે કે મને  એકલા આનંદ ઉત્સવ જ છે. વસંત મામા કહે કે તે હંમેશાં બીજાના જીવનમાં આનંદ ઉત્સવ આપ્યા છે, આ કન્યાને પણ આનંદ ઉત્સવ આપ.

હરેશ ભટ્ટ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

લોકો કહે કે વહુ કોઈ દિવસ દીકરી ના થાય અને સાસુ કોઈ દિવસ માં ના થાય પણ જો સાસુ માં જેમ વહેવાર કરે તો વહુ દીકરી જેમ વહેવાર કરે કે નહિ ?

મનોરમા બહેન ને આજે એમની બાળપણની સહેલી સંતોષ  બહેનની બહુ યાદ આવતી હતી.એમણે એમના પુત્ર વધૂ નમ્રતા ને કહ્યું કે બેટા તપાસ કર ને મારી સખી સંતોષ ક્યાં છે? મળવું છે. નમ્રતાએ તપાસ કરી અને કહ્યું કે માં તમારા સખી જીવનધારા વૃદ્ધાશ્રમમાં છે. મનોરમા બહેન ને આઘાત તો લાગ્યો પણ પછી મનમાં એમ થયું કે એના સ્વભાવ પ્રમાણે દુઃખી થઈ હશે. પછી નમ્રતા એ પૂછ્યું કે માં ક્યારે  જાવું છે મળવા? તો મનોરમા બહેન કહે ત્યાં જવાય મળવા? નમ્રતા એ હસીને કહ્યું કે  જવાય જ ને? એમને કેટલું સારું લાગે? હું આપણા ડ્રાઇવર સવજી ને  ને કહી દઉં છું તમે ચાર વાગે  સુઈ  ઉઠી  ચ્હા નાસ્તો કરી લો પછી  એ તમને  લઇ જશે અને શાંતિથી મળી લ્યો ત્યાં  સુધી એ ત્યાં જ રહેશે. પછી તમને  ઘેર લઇ આવશે.

ચાર વાગે સવજી બા ને લઈને જીવનધારા વૃદ્ધાશ્રમ પહોંચી ગયો. સવજી ને  નમ્રતા એ સૂચના આપી હતી એમ ઓફિસમાં જઈને કહ્યું કે અહીં કોઈ સંતોષ બહેન છે? મારા બા ને એમને મળવું છે. ઓફિસમાં બહેન હતા એ બહુ જ વિવેકી મિતભાષી  હતા એમણે મનોરમા બહેનને કહ્યું કે આવો  બા હું લઇ જાઉં તમને , મનોરમા બહેન બધું જોતા જોતા ચાલ્યા , એ ખુશ થયા કે દવાખાનું, હોસ્પિટલ ,મોટી પરસાળ ,મંદિર અને સરસ રહેવાની શાંતિમય સુવિધા કેટલું સરસ છે? એ બોલ્યા કે બહેન બહુ જ સરસ છે, એ બહેન એટલું જ બોલ્યા કે *બા બધું જ છે, પણ રહેવાનું તો પારકા ની વચ્ચે જ ને? પોતાનું કોણ?* મનોરમા બહેન વિચારવા લાગ્યા કે એ તો સાચું. અને પહોંચ્યા મંદિર પાસેની પરસાળમાં ,  સંતોષ બહેન ત્યાં જ બેઠા હતા અને બાળસખી મનોરમા ને જોઈ અવાક થઈ ગયા , આવા વ્યક્તિઓને કોઈ પોતાનું મળવા આવે તો કેવું સરસ લાગે? આંખો અને હાથ પહોળા થઇ ગયા આંખમાં ઝળઝળિયાં આવી ગયા એ ઊભા થઇ સખી મનોરમા ને  ભેટીને રોવા જ મંડયા , પેલા બહેને કહ્યું કે તમે અહીં બેસો વાતો કરો હું ચ્હા નાસ્તાની વ્યવસ્થા કરું છું. મનોરમા બહેને કહ્યું કે સંતુડી આ કેમ થયું? અહીં રહેવા આવવું પડ્યું? સંતોષ બહેન કહે *આ મારી વહુ લગ્ન થયા ત્યારે શરૃઆતમાં બહુ સારું હતું, સેવા પણ કરતી મને કામ કરવાની ના પાડતી. હું કહેતી કે મને રસોડામાં આવતા રોકવાની નહિ. એ પાછી ઉઠે મોડી, ઉઠીને થોડી વાર બેસી રહે પછી ચ્હા બનાવે. હું કહેતી બેસી શું રહે  છે. ઉઠ. ધીરે ધીરે એય બોલવા મંડી ,દીકરાને કહું તો એ કહે કે માં તમારા બે નો પ્રોબ્લેમ છે. માં ખરાબ નહિ લગાડતા પણ વાંક તમારો છે. બહુ વરસ  ચાલ્યું પછી  આ તારા બનેવી ના મિત્ર હતા સંદીપ ભાઈ એમને કહી હું અહીં આવી એમણે મારા દીકરા વહુને પૂછ્યું તો એમણે કહ્યું કે અમે કહેતા જ નથી અહીં આવવાનું  અમારે અમારી સાથે જ રાખવા માગીયે છીએ પણ એ જીદ પર છે કે મારે તમારી સાથે નથી રહેવું. પછી સંદીપ ભાઈએ હા પાડી. એ જવા દે મનુ તારે કેવું છે? તો મનોરમા બહેન કહે લીલા લહેર, મારી વહુ કહું કે દીકરી , એ મને પાણીનો પ્યાલો આમ થી તેમ મુકવા દેતી નથી. મારે તને મળવું હતું એટલે એને મેં કહ્યું, એણે તપાસ કરી તું ક્યાં છો? પાછી એણે મને કહ્યું અને આ વ્યવસ્થા કરી. પણ સંતુડી આમાં  જવાબદાર તું છે? તારી વહુ તને બધી રીતે સાચવતી હતી ,તેં સાસુપણું શરુ કર્યું. તો સંતોષ બહેન કહે , મારી સાસુ મને આમ જ કરતી તો જ શીખાય , એટલે મનોરમા કહે કે *એમણે તારા પર કર્યું એટલે  તારે કરવું જરૃરી છે? મારા સાસુ તો હિટલરને સારો કહેવડાવે એવા હતા , મેં નક્કી કરેલું કે મારી વહુને હું પ્રેમથી રાખીશ. હુકમ નહિ ચલાવું. મને થાય કે મારી દીકરીઓ  પરણીને જાય અને મેં સારા  સંસ્કાર આપી  , સારું શીખવી મોકલી હોય તોય  મને ચિંતા થાય કે એને તકલીફ તો નહિ હોયને? એમ જ મારે ઘેર વહુ આવે પછી  એની માં ને ચિંતા ના થાય ? લોકો કહે કે વહુ કોઈ દિવસ દીકરી ના થાય અને સાસુ કોઈ દિવસ માં  ના થાય પણ જો સાસુ  માં  જેમ વહેવાર કરે  તો વહુ દીકરી  જેમ વહેવાર કરે કે નહિ ? મારે એવું જ થયું. *એ પછી મનોરમા એ પોતાની વાત કરી એ આમ હતી.

મનોરમા બહેન ને એક દીકરો હિમાંશુ અને બે દીકરીઓ હતી  અલ્પા અને જલ્પા દીકરો એન્જીનિયર હતો અને બહુ જ મોટી કંપનીમાં એ પ્રોડક્શન જોતો હતો ,  આમ તો એને પોતાનો ધંધો કરવો હતો પણ એટલી  તૈયારી હજી હતી નહિ.  એણે વિચારેલું કે નોકરી કરીશ ,શીખીશ થોડું ભેગું કરીશ પછી પોતાની નાની ફેક્ટરી કરીશ. એ દરમ્યાન હિમાંશુનાં લગ્નની વાત ચાલી મનોરમા બહેન એના માટે કન્યા શોધતા હતા. ક્યાંકથી વાત આવી કે શૈલેષભાઇ અંજલિ  બહેન ની એકની એક દીકરી છે નમ્રતા ,  એ કોમ્પ્યુટર નું બહુ ઊંચું ભણી છે કહે છે પ્રોગ્રામર છે, દેખાવે અને સ્વાભાવે બહુ સારી છે, મનોરમા બહેને માગું મોકલ્યું અને મુલાકાત ગોઠવાઈ . મનોરમાબહેન એમના પતિ સતિષભાઈ અને હિમાંશુ ગયા  વાતચીત ચાલી પછી નમ્રતા આવી અને હિમાંશુ ને જોઈને કહે કે તમે તો ઇન્ડિયા એન્જીનિયરીંગમાં પ્રોડક્શન એન્જીનીયર છો . હિમાંશુ કહે હા, પણ તમને કેવી રીતે ખબર? નમ્રતા કહે હું ત્યાં જ છું પ્રોગ્રામિંગ ડિવિઝનમાં , હું પ્રોડક્ટ ડિઝાઇનિંગ અને પ્રોગ્રામિંગ  કરું છું. હિમાંશુ કહે મને ખબર જ નથી. નમ્રતા કહે હા , બધા  કહે કે એને એના કામથી મતલબ એ કોઈની સામે પણ નથી જોતા. હિમાંશુ કહે હા થોડું એવું ખરું , હું મારી કેબિનમાં જ હોઉં જમવાનું પણ ત્યાં જ સાંજે સીધો ઘેર. ... બન્ને એક બીજાને પસંદ પડી ગયા . ઘેર જઈ એમના  જ્યોતિષને બોલાવી કુંડળી જોવડાવી જોશી કહે , બધું સરસ મળે છે. આ કન્યા શુકન પગલાંની છે એના જે ગ્ રહો છે એ મુજબ એ જ્યાં જાય ત્યાં  વ્યવસાય અને ધન  વૃદ્ધિ બહુ જ થાય. તમારું આ ટેનામેન્ટ બંગલો થઇ જશે. ભાઈને ધંધો કરવો હશે તો ચાર ચાંદ લાગી જાશે.

બીજા દિવસે મનોરમા બહેન કાંઈ કહ્યા વગર સવારમાં ખુશીથી હા કહેવા અને તૈયારી કરવાનું કહેવા  શૈલેષભાઈને ઘેર પહોંચી ગયા , નોકરે બારણું ખોલ્યું. ઘરમાં દાખલ થયા અને સામે સોફા પર અંજલિ બહેન બેઠાં હતા  અને ખોળામાં નમ્રતા સૂતી હતી અંજલિ બહેન એના માથે હાથ ફેરવતા હતા. મનોરમા બહેને પોતાના  મોઢા પર આંગળી મૂકી ઈશારો કર્યો કે કાંઈ  બોલતા નહિ . થોડી વારમાં નમ્રતા ઉભી થઇ અને ચમકી ગઈ નમસ્તે કર્યા. મનોરમા બહેન કહે બેટા શરમાઇસ નહિ , આવું થાય. એ રસોડામાં ગઈ ચ્હા લેવા. અંજલિ બહેન કહે કે એ નાની હતી ત્યારથી ઉઠે એટલે આવીને થોડી વાર મારા ખોળામાં આવી સુઈ જાય હું થોડી વાર માથે હાથ ફેરવું પછી ઊભી થાય  અને પછી ચ્હા પીએ.  મનોરમા બહેન કહે થાય,  દીકરી છે ને?

લગ્ન લેવાયા , સંપન્ન થયા કન્યાએ ગૃહ પ્રવેશ કર્યો ખુશીઓ રેલાઈ ગઈ જલ્પા અને અલ્પા પણ ભાભી આવ્યાના આનંદમાં હતા. ધીરે ધીરે બધા મહેમાન ગયા. હવે આજથી નમ્રતા હિમાંશુની નોકરી ચાલુ થવાની હતી.નમ્રતા વહેલી ઉઠી બ્રશ કરી બેડ રૃમમાંથી આવી રસોડા તરફ જતી હતી અને સોફા પર બેઠેલા  મનોરમા બહેને એને બોલાવી બાજુમાં બેસવા કહ્યું અને એ બેઠી એટલે એમણે હાથેથી પકડી ખોળામાં સુવડાવી દીધી , નમ્રતાને સહેજ સંકોચ જેવું લાગ્યું પણ મનોરમા બહેન બોલ્યા કે  તું નાનપણથી ઉઠી બ્રશ કરી માં ના ખોળામાં સુઈ જતી ને? આ માં નો જ ખોલો છે. એણે માથું ઢાળી દીધું. વહુ સાસુ  બેય ની આંખમાં આંસુ હતા. બસ આ સાસુ વહુના માં દીકરી જેવા સંબંધની શરૃઆત થ ઇ , એ શરૂઆત કરી કોને? સાસુ એ , ધીરે ધીરે મનોરમા બહેને બધું  નમ્રતા ને સોંપી દીધું. એ કહેતા *મેં બહુ કર્યું હવે ઘરની શેઠાણી નમ્રતા જેને જે જોતું કરતું હોય એ એને કહે. અલ્પા જલ્પા પણ ભાભી આગળ લાડ કરે  અને  ભાભી એમનું બહુ જ ધ્યાન રાખે. એ ટવીન સિસ્ટરના લગ્ન પણ નમ્રતાએ ટવીન બ્રધર્સ  શોધી ધામધૂમથી કરાવ્યા.

હિમાંશુ ને લોન મળી ગઈ અને એક એસ્ટેટ માં શેડ લઇ નાના પાયે ફેક્ટરી શરુ કરી. આ બાજુ નમ્રતાએ નોકરી છોડી દીધી. હિમાંશુને ઘેર બેઠા પ્રોગ્રામિંગ , પ્રોડક્ટ ડિઝાઇનિંગ કરી આપે. જોતજોતામાં ધંધો દિવસ રાત વધવા માંડ્યો. બાજુની બીજી જમીન લઇ ફેક્ટરી વિશાલ થઇ સ્ટાફ રાખ્યો અને નામ થવા માંડ્યું. ચાર વર્ષમાં સર્વત્ર ધંધો વધ્યો ઘરમાં ત્રણ કાર થઇ ગઈ અને બંગલો બનાવ્યો. હવે જ્યારે બંગલામાં શિફ્ટ થવાનું હતું ત્યારે મનોરમા બહેન બોલ્યા કે તમે લોકો બંગલામાં રહો અમે  અહીં બરાબર છીએ. તમે બે મોજ કરો. નમ્રતા કહે * આવો વિચાર પણ કેમ આવે? તમારા વગર તો અમે અધૂરા કહેવાઈએ. આ ઘર  એમ જ રહેશે. તમારે અમારી સાથે જ રહેવાનું છે. અહીં વૃદ્ધાશ્રમ નથી બનાવવાનો. આ મારો હુકમ છે. સાસુ સસરા બન્ને સ્મિત આપી  બોલ્યા કે   જી ગબ્બર બહેન . પછી નમ્રતા જ રોવા માંડી અને બોલી કે તમે ના હો તો સવારે ઉઠું અને મને ખોળો કોણ આપે? રાતે કામ કરતી હોઉં અને પપ્પા ની જેમ કહેવા કોણ આવે કે બેટા હવે સુઈ જા. બધા બંગલામાં ગોઠવાઈ  ગયા. નમ્રતા ઘેર જ હોય અને જે જોઈએ એ કરીને મોકલી આપે. સાસુ વહુ માં દીકરી જેમ જ રહેતા હતા. કોઈને કાંઈ પણ જોઈએ, કામ પૂછપરછ બધું જ નમ્રતા ને પૂછો એમ જ મનોરમાબહેન કહી દે. નમ્રતા એ મમ્મી પપ્પા માટે એક જુદી કાર રાખી હતી એમને ક્યાંય જવું હોય તો ડ્રાઇવર લઇ જાય. સતિષભાઈ સવારે ઓફિસ જાય અને જમવાના સમયે પાછા આવી જાય. પછી આરામ . મનોરમા બ હેન ને થતું કે કાંઈ કામ નહિ? નમ્રતા કહેતી તમારે જરૂર શું છે? હવે બધા કામ માટે આ યુગલ છે રસોઈથી માંડી બધું જ. આટલું થયું છતાં રોજ સવારે નમ્રતા ઉઠીને આવે અને મનોરમાબહેનના ખોળામાં સુઈ જાય. આમ જ એક સવારે નમ્રતા ના માં આવ્યા અને જોઈ બોલ્યા કે હવે સમજાયું કે આને પિયર યાદ કેમ નથી આવતું. સાસુ જ માં બની ગઈ હોય ત્યાં શું જોઈએ? મનોરમા બહેન કહે સાચે હો , આ મારી ત્રીજી દીકરી છે. અલ્પા જલ્પા નો માં જ આ છે., એટલે  અંજલિબહેન કહે એ તમારા લીધે તમે માં બની નમ્રતા ને બધું આપ્યું. બાકી આજના જમાનામાં કઈ સાસુ માં બને? મનોરમાબહેન કહે ,હા પણ વહુને દીકરી  બનતા આવડ્યું ત્યારે ને? લોકો ઈર્ષા કરે છે. અમે મજા કરીએ છીએ .

આ બધી વાત સાંભળી સંતોષ બહેન ધ્રુસકે ધ્રુસકે રોઈ પડયા અને બોલ્યા કે શરૃઆત તે જેમ કરી એમ મારે કરવા જેવી હતી. તો  મારી વહુ પણ ઝૂકી હોત.

આવા દૃષ્ટાંતો કેટલા જોવા મળતા હશે.?

હરેશ ભટ્ટ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

યુગલો આવા પણ હોય છે પ્રેમ કેવો હોય, હૃદય એકમેકમાં કેમ પરોવાયા હોય એ એમની પાસેથી શીખાય

પતિ પત્ની નો પ્રેમ કઈ કક્ષા એ અલગ અલગ રીતે મૂલવી કે કહી શકાય. પ્રેમ લગ્ન પછી અમુક કિસ્સા બાદ કરો  તો લગભગ થોડા જ વર્ષમાં ઘોડાપૂર સમી જાય પણ એમાં અમુક કિસ્સા,જેને બાદ કરીએ એ વર્ષોના વર્ષો એમ  જ રહે. એરેન્જડ મેરેજ એટલે કે માતા પિતાએ  એમની રીતે જોઈ તપાસી નક્કી કર્યું હોય કે જેમાં છોકરા  છોકરીએ એકબીજાને જોયા જ ના હોય અને બન્ને પક્ષે માતા પિતા પોતાના સંતાનને લઇ બીજાને ઘેર જાય, વાતચીત થાય, હા થાય પછી સગાઈ લગ્ન થાય એમાં લગ્ન પ્રેમ કહેવાય પ્રેમ લગ્ન નહિ. કારણ એ કિસ્સામાં  લગ્ન પછી પ્રેમ થવાનો હોય. એ લગ્ન પછી ના પ્રેમમાં માત્રા ઓછી વત્તી હોય પણ હોય આજીવન પ્રેમ. આજે  એવા એક યુગલની વાત કરવી છે. સંપૂર્ણપણે સત્ય ઘટના છે. અનેકને પ્રેરણા મળે એવી ઘટના છે. હેમંત  માલિનીના પ્રેમ ની વાત.

માલિની હોસ્પિટલના આઈસીયુમાં હતી અને બહાર દીકરીઓને પપ્પા હેમંત કુમારને સાચવવા અઘરું પડી જતું  હતું. પપ્પા કોઈ ધમાલ કે રાડો નહોતા પાડતા. એ તો શાંતિથી બેઠા હતા. એમની નજર આઈસીયુના વોર્ડ તરફ જ હતી. એમનું ધ્યાન બસ એક જ આઇસીયુ  તરફ. અરે આઇસીયુ ના વોર્ડમાંથી નર્સ કે ડોક્ટર નીકળે તોય એ એની દીકરી ને કહે ''જો એ શું કહે છે? આપણને શોધે છે? માલુ ને કેવું છે? અરે પૂછો તો ખરા?'' દીકરીઓ ની  આંખો છલકાઈ જતી તોય એ મક્કમ રહેતી એમને ખબર હતીકે આપણે ઢીલા પડશું તો પપ્પાની હાલત ખરાબ  થઇ જશે. દીકરીઓ કહે કે પપ્પા થોડું ખાઈ લો, તો હેમંત કહે અંદર તારી માં ને આ લોકોએ ખાવાનું આપ્યું હશે? દીકરીઓ કહેતી કે હા પપ્પા એ લોકો એના  સમયે આપી જ દે, તો હેમંત દલીલ કરે *પણ કેવી રીતે? તારી માં તો  આંખો ખોલતી નથી, તમે જુઠ્ઠું બોલો છો. *દીકરીઓ શું બોલે? તોય નાની મોનલે એક નર્સને સાધી સમજાવી  એ નર્સે આવીને કહ્યું કે  હેમંત સર તમે કાંઈક ખાઈ લો, માલિની બહેનને ખવડાવ્યું છે, એમને જે ઇન્જેક્શન આપીયેને એમાં લીકવીડ પસાર કરી આપ્યું છે. પછી સાવ નામનું કાંઈક  ખાય અને એ વખતે જો ડોક્ટરએ  વોર્ડમાંથી નીકળે તો હેમન્ત કહે *જો ડોક્ટર નીકળ્યા ,પૂછને એને , એ પેલા લોકોને  શું કહે છે?માલુની વાત કરે  છે?* મોટી સોનલ કહે પાપા એ વોર્ડમાં ઘણાં પેશન્ટ છે એકલી મમ્મી નથી, એ લોકોને  બીજા પેશન્ટની વાત કરે છે, જે પેશન્ટના એ સગા છે એમને એની વાત કરે છે, અ મારી મમ્મીની વાત એમને શંુકામ કરે? આ સાંભળી એ કહે કે *વાત તો સાચી, મારી માલુની વાત એમને શંુકામ કરે?* પછી શાંત થઇ જાય. હેમંત જ્યારથી  એની પત્ની  માલિનીને દાખલ કરી છે ત્યારથી ઘેર નથી ગયો. એ હોસ્પિટલમાં જ છે.

હેમંત અત્યંત લાગણીશીલ ,સાવ સરળ, મિતભાષી  અને શાંત , નમ્ર ,વિવેકી  , બહુ જ બુદ્ધિશાળી ભણવામાં  હંમેશાં અવ્વલ હોય. એ ખાસ કોઈનામાં ભલે નહિ. સ્કૂલમાં હતો ત્યારે એની મશ્કરી બધા બહુ કરે . *ઘરકૂકડી*  *છોકરી જેવો* વગેરે ઘણું ઘણું એટલે એ કોઈ સામે જોવે પણ નહિ. હા કોઈ એને પ્રેમથી બોલાવે તો  એ એનો  થઇ જાય. એના શિક્ષક શિક્ષિકાઓ એને બહુ જ પ્રેમ કરતા  કારણ એનું ધ્યાન ભણવામાં જ હોય. એને હેરાન  કરવા વાળા છોકરાઓ ઘણા હતા. એ રિસેસમાં એકલો જ એક બાજુ બેસીને ખાતો હોય, એની મોટી માં એ નાના  ડબ્બામાં ભરીને આપ્યું હોય એ ખાતો હોય અને એ છોકરાઓ હાથ મારી પછાડી દે  વગેરે , આમાં એક વાર  પ્રિન્સિપાલે જોયું અને એમણે તોફાની છોકરાઓનો  વારો કાઢી નાખ્યો. બીજા છોકરા છોકરીઓએ વિસ્તાર પૂર્વક ફરિયાદ કરી કહ્યું કે આ બધા આને આમ જ હેરાન કરે છે. આ છોકરાઓના વાલીઓને બોલાવી પ્રિન્સિપાલે  ચીમકી આપી કે હવે જો તમારા બાળકોએ આને હેરાન કર્યો છે તો રેસ્ટિગેટ કરી નાખશું. એ પછી આ છોકરાઓ  બંધ થયા, એથી વિશેષ હેમંતની માફી પણ માંગી.

આ હેમંત આવો કેમ? એ પ્રશ્ન કોઈને પણ થાય. હેમંત એના માં બાપનો એકનો એક દીકરો. એ બે વર્ષનો હતો ત્યારે એના માતા પિતા સાથે કારમાં એમના વતન આવતો હતો,દાદા દાદી મોટા કાકા મોટી માં , નાના કાકા કાકી અને બાળકો એ બધા વતનમાં હતા , હેમંતના માતા પિતા બીજા શહેર હતા એ રજાઓમાં વતન આવતા હતા. પિતા કાર ચલાવતા હતા અને એમની બાજુમાં માં બેઠા હતા, આ હેમંતને પાછળની સીટમાં સુવડાવી દીધો હતો. આમ રસ્તો ખુલ્લો હતો હેમંતના પિતા બહુ જ બેલેન્સ ડ્રાઈવીંગ કરતા હતા અને કોણ જાણે ખેતરના રસ્તેથી  પુરપાટ ટ્રક આવી અને આ કારને  ઉડાડી, કાર રસ્તો છોડી  ઢાળ પર આવી ગઈ અને પલ્ટી મારી ગઈ, નજીક  ગામ હતું એ લોકો અને રસ્તા પર જનારા બીજા  લોકો મદદે દોડયા, નાનો એક વર્ષનો હેમંત રોવે ચડેલો  એને માંડ બહાર કાઢ્યો એના માતા પિતા તો સ્થળ પર જ મૃત્યુ પામ્યા હતા. આ લોકોએ એમના ફોનમાંથી છેલ્લા નંબર પર ફોન કર્યો જે એમના મોટાભાઇનો હતો.  એમને ફોન કરી જાણ કરી. એ લોકોએ આવી બધી કાર્યવાહી કરી.

હેમંત ભલે બે વર્ષનો હતો પણ એ સમજી ગયેલો કે મારા માતા પિતા નથી, અહીં મોટા કાકા મોટી માં અને  બધાને પહેલીવાર જોયા, જન્મ્યો ત્યારે અહીં મમ્મી પપ્પા લઈને આવ્યા હતા. પછી આજે આવ્યો. કાકા  કાકીઓની આર્થિક પરિસ્થિતિ કાંઈ સારી નહોતી, માંડ માંડ બધું ચાલતું એમાં હેમંતના પપ્પા મદદ મોકલતા   બન્ને ભાઈઓના બાળકોની સ્કૂલ ફી હેમંતના પિતા મોકલતા. આ લોકોને એ ફટકો પડ્યો. એમાં આ હેમંતને  સાચવવાનો , બધા એને હડધૂત કરે  આટલું નાનું બાળક  શું સમજે ? એ આમને આમ અંતર્મુખી થઇ ગયો. મોટી  માં એનું બહુ ધ્યાન રાખે એમની પાસે જ સુવડાવે. એ પોતે જ જમાડે, એમને ચિંતા હતી કે આ છોકરાને  ભણાવશું કેમ? એમાં મોટીમા ના ભાઈએ કહ્યું કે અ મે ફી ભરશું. એ લોકોનું ઘર પાછળ જ હતું. હેમંત સ્કૂલેથી  આવી  લગભગ ત્યાં જ હોય ,રાત્રે જમી ને એ લોકો  મૂકી જાય, આવીને મોટી માં પાસે સુઈ જાય. આમ ને આમ  મોટો થયો. કોલેજ પાસ થયો અને મોટી માં ના ભાઈ જેને હેમંત મામા જ કહેતો એ ચંદુ મામાએ એને શહેરમાં નોકરી અપાવી . એ ત્યાં તરત સેટ થયો. શરુમાં એ કંપની ક્વાર્ટરમાં રહેતો પછી થોડી મદદ ચંદુમામા એ કરી  અને બાકી કંપનીએ  લોન આપી પછી પોતાનું ઘર કર્યું. મોટીમાં ને આનંદ થયો કે હાશ મારો હેમુ હવે ગોઠવાઈ ગયો. હવે કોઈનો ઓશિયાળો નહિ રહે. મોટીમાં એ એના માટે છોકરી ગોતવાનું શરુ કર્યું અને એક એના જેવી  જ કન્યા મળી ગઈ જે એના મામા ને ત્યાં રહેતી હતી એના પણ માં નહોતી અને પિતા  ક્યાં હતા ખબર નહિ. એ  કન્યા એટલે માલિનીર. મોટી માં એ માલિનીના મામા મામી ને કહ્યું કે મારો હેમુ માં બાપ વગર મોટો થયો છે. એને કોઈનો  પ્રેમ નથી મળ્યો, સાવ અંતર્મુખી થઇ ગયો છે. બસ એને કોઈ સાચો પ્રેમ કરનારી મળે એને જીવનમાં આનંદ મળે. અને હેમંત માલિનીના લગ્ન થયા.

આવા બાળકો કે જેમને કોઈનો અંતરનો પ્રેમના મળ્યો હોય એ પ્રેમ લાગણી હૂંફ ઝંખતા હોય, એવું આ બન્નેના  પક્ષ માં હતું. બન્નેને આ મારું વ્યક્તિ એ લાગણી થઇ . બન્ને એકમેકમાં પરોવાઈ ગયા. બન્ને જ્યાં જાય ત્યાં સાથે  જ જાય. હેમંત નોકરીએથી આવે એટલે બારણામાં દાખલ થતાં જો માલિની ના દેખાય તો આકુળ  વ્યાકુળ થઇ જાય. માલુ મળું કહી બધા રુમમાં શોધે અને માલિની રસોડામાંથી આવીને કહે કે હું આપણા માટે ચ્હા બનાવતી  હતી, તમે આવો એટલે સાથે ચ્હા નાસ્તો કરીએ. હેમંતને નોકરીએ હોય એ સિવાય ઘરમાં માલિની આસપાસ  જોઈએ. જોકે આવું માલિનીનું પણ હતું. હેમંત નોકરીએ જાય પછી ખાલી ખાલી લાગતું અને પાંચ સાડા પાંચ  થાય અને બારણું ખુલ્લું રાખી રાહ જોવા માંડે. રાત્રે સુઈ ગયા પછી સવારે બેમાંથી એકની આંખ ખુલે અને  બાજુમાં  બીજાને ના જુએ તો ક્યાં ગયા? ક્યાં ગઈ ? થઇ જાય. ઉંઘમાંથી ઉઠયા બન્ને એકબીજાને ભેટીને પછી ઉભા થાય. આ પ્રેમ લગ્નના થોડા મહિના કે વર્ષ નહિ  વર્ષોના વરસ એમ જ હતો. નહાવા ધોવા નિત્યક્રમ સિવાય  બધું સાથે, ચ્હા નાસ્તો જમવાનું બહાર જવાનું સાથે જ. આ પ્રેમીઓને  પ્રથમ સંતાનમાં  બે જોડકી દીકરીઓ  જન્મી. લક્ષ્મીજી બમણા વરસ્યા સોનલ મોનલ નામ રાખ્યા. સોનલ પહેલા આવી અને એની ચાર મિનિટ પછી  મોનલ એટલે સોનલ મોટી મોનલ નાની. પ્રેમાળ રૂપાળી મીઠું હસતી પરાણે વહાલી લાગે એવી દીકરીઓ. એ બે  દીકરીઓનો કોઈ કકળાટ નહિ. જોડકી હતી પણ  માં ને કોઈ તકલીફ ના આપી  આજુબાજુ કોઈને ખબર જ ના  પડે. રોવાનો પણ આવાજ નહિ. મોટી થઇ તોય એના માં બાપ જેવી જ શાંત અને એકબીજા સાથે જ હોય.  ભણવામાં રમવામાં બધે જ. કોઈ જીદ નહિ, પૂર્ણ સંતોષી જોકે હેમંત દીકરીઓને વગર માગ્યે બધું આપી દેતો.  દીકરીઓ ભણવા મંડી બન્ને હોંશિયાર ભણવામાં  એના પિતાની જેમ અવ્વલ જ હોય. ચિત્રકામ, રમત ગમત  ઈત્તર પ્રવૃત્તિમાં પણ સરસ સંગીત નૃત્યની શોખીન અને તાલીમ પણ લે. આમ એ મોટી થાવ માંડી. નવરાત્રિમાં  આ બન્ને રાસ ગરબા રમે તો લોકો જોઈ રહે અને આ બન્ને ગવડાવે પણ ખરી. એ જ્યાં રમવા જાય ત્યાં હેમન્ત  માલિની સાથે જ હોય. બન્ને મોટી થઇ ગઈ અને એમના નસીબ એટલા સારા કે બહુ જ સુંદર સંસ્કારી પરિવારના  ટવીન્સ જોડકાં ભાઈઓ સાથે લગ્ન થયા. હેમંત માલિનીને બધા કહેતા કે જે બધાનું સારું કરે સારું ઈચ્છે એમનું બધું સારું જ થાય એટલે જ. દીકરીઓને સરસ સાસરું મળ્યું.

હેમંત માલિની બધે જ સાથે જાય. સારા માથાં કોઈ પણ પ્રસંગે. ક્યાંય એકલા નહિ અને બધા આ બન્નેનો પ્રેમ જાણે એટલે એ સૌ આ યુગલને સજોડે જ બોલાવે  કારણ કે એ વિચારે કે જો ભૂલથી માત્ર હેમંતને એકલા કીધું તો નહિ આવે. એટલે આમંત્ર શ્રી/શ્રીમતી હેમંત માલિની એમજ હોય. હવે આ એકમેકમાં પરોવાયેલું યુગલ દીકરીઓ પણ પરણી ગઈ તોય એકલા નથી પડયા એ એકલા કેમ રહી શકે? એમાં કોણ જાણે શું થયું કે માલિનીને  ગજબ બીમારી લાગી ગઈ  બહુ જ ઈલાજ કર્યા શું થાય છે જડે જનહિ કેટલા રિપોર્ટના અંતે નિદાન થયું અને ડોકટરે આ ગંભીરતા માત્ર દીકરીઓને કહી. માલિનીને પીડા એટલી વધતી ગઈ કે હોસ્પિટલમાં દાખલ કરવી પડી. દીકરીઓ જાણતી હતી કે પપ્પાને સાચવવા બહુુ અઘરું છે. હેમંતના મિત્રો પણ આવી ગયા હતા. બન્ને જમાઈઓ પણ હેમંતની પાસે જ. હેમંતની પરિસ્થિતિ જોતા હતા. એ કેટલો બેબાકળો થઇ જતો એ જોઈ સૌની આંખો છલકાતી. માલિની  આઇસીયુમાં જીવનમરણ વચ્ચે ઝોલા ખાતી હતી. અમને આમ પાંચ દિવસ ગયા છેલ્લે વેન્ટિલેટર અને એક દિવસ સવારે ડોકટરે દીકરી જમાઈને હાથ જોડી કહ્યું *ક્ષમા કરશો અમે બચાવી ના  શક્યા* બધા ભાંગી પડયા પ્રશ્ન એ હતો હેમંતને કહેવું કેમ? તોય હિંમત કરી - જ્યારે માલિનીને સફેદ કપડામાં બાંધી બહાર લાવ્યા ત્યારે  હેમંતને નવાઈ લાગી દીકરીએ કહ્યું પપ્પા તમારો ધબકાર ના રહ્યો. હેમંત કહે ના ના મળું એમ જાય નહિ ડોક્ટર ને ખબર નથી પડતી એને કાંઈ ના થાય. આ જોઈ નજીકના તો ઠીક હોસ્પિટલમાં ઉભેલા સૌની આંખો છલકાઈ ગઈ.

માલિનીના પાર્થીવ શરીરને ઘેર લઇ આવ્યા હેમંત તો સાવ અવાક સ્તબ્ધ નિશ્વેત યંત્રવત થઇ ગયેલો. જાણકારોએ માલિનીના શણગાર કરી નનામીમાં બાંધી પછી લઇ જાવાની રાહમાં હતા. બધા જોતાં હતાં કે હેમંત આંખ બંધ કરી દિવાલના ટેકે બેઠો હતો. એની આજુબાજુ મિત્રો હતા, એ લોકો ઉભા થયા અને ચર્ચા કરતા હતા  કે હેમંતને  સ્મશાને લઇ જવો? ત્યાં સાચવશે કોણ? દીકરીઓ કહે અમે આવશુને, બહાર વાન આવી અને દીકરીઓ આંક  બંધ કરી બેઠેલા પપ્પા પાસે આવી અને કહ્યું પપ્પા ચાલો, એણે સાંભળ્યું નહિ એટલે દીકરીએ ખભો હલાવ્યો એ  સાથે જ એ માલિનીની નનામી પર ઢળી પડ્યો, કોઈને ખ્યાલ નહોતો કે એ પણ ગયો એની માલુ સાથે, સૌને  એમ હતું કે એ આંખ બંધ કરી પ્રાર્થના  કરે છે.  પણ એકમેકમાં પરોવાયેલા આત્મા સૌ પ્રેમી યુગલ સાથે જ ગયું.  મૃત્યુ પછી પણ એકલા ના રહ્યા, ના ગયા. આ પ્રેમને શું કહેશો?

હરેશ ભટ્ટ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

 

 

close
Ank Bandh