તમને કોઈ ઈમોશનલ બ્લેકમેલ કરે છે...?

આપણે જીવનના ઘણાં બધા પાસાઓમાં ભલે સક્ષમ હોઈએ, આપણા જીવનમાં એવા લોકો હોય છે જેમની સામે આપણે હથિયારો મૂકી દેતા હોઈએ છે. એ લોકો આપણને પોતાની ટચલી આંગળીથી રમાડતા હોય છે. એ લોકો આપણને જરૃર પડ્યા ખૂબ હૂંફ આપે છે અને પછી પોતાનું કામ નીકળી જાય એટલે દૂર થઇ જાય છે. આ બધી વસ્તુનો સહુથી કપરો પરિણામ એ હોય છે કે આપણે પોતાનો આત્મવિશ્વાસ ગુમાવી બેસીએ છે અને પોતાને ખરાબ માણસ માનવા માંડીએ છે.

પ્રખ્યાત લેખક સુઝન ફોર્વર્ડે લખેલા બેસ્ટસેલર પુસ્તક ઈમોશનલ બ્લેકમેલઃ જયારે લોકો ડર , ઉપકાર અને ગિલ્ટને તમને મેનિપ્યુલેટ કરવામાં ઉપયોગ કરે છે માં અને વિષે ચર્ચા કરવામાં  આવી છે. એ જાણવું ખૂબ રસપ્રદ છે કે ઈમોશનલ બ્લેકમેલ કરતા વ્યક્તિ અને થતા વ્યક્તિ બન્નેની એક પેટર્ન હોય છે જે એમની વિચારશ્રેણી અને પોતાના અનુભવો જણાવે છે.

આપણા બધાના જીવનમાં કોઈ ને કોઈ એવું હશે જેનાથી આપણે ઈમોશનલ બ્લેકમેલ થતા હોઈએ છે. કઈ રીતે ઓળખાય ઈમોશનલ બ્લેકમેલ? જયારે કોઈ વ્યક્તિ આપણને એવો એહસાસ અપાવે કે એ આપણી પાસે જે કામ કરાવે છે એ આપણા ભલા અને સારા માટે હોય છે, જયારે સાચે તો એ એની ઈચ્છાનું હોય છે તો એને ઈમોશનલ બ્લેકમેલ કહેવાય. આ ક્રિયા આપણી પાસે કરાવવા માટે એ વ્યક્તિ ડર, ઉપકાર અથવા ગિલ્ટનો સહારો લેતો હોય છે. જેમકેઃ

ડર- તું એટલું નહીં કરે તપ હું તારી જોડે બ્રેકઅપ કરી લઈશ. આવી પરિસ્થિતિમાં વ્યક્તિ એ વસ્તુ કરવા તૈયાર થઇ જતો હોય છે જે એના માટે સાચી કે સારી નથી, પરંતુ સમ્બન્ધ બચાવવા માટે પોતાનું સ્વાભિમાન પડખે મૂકતો હોય છે. સામે વાળા વ્યક્તિને આ ચાવી મળતા જ એ અવાર-નવાર પોતાનું કામ કઢાવવા આ ચાવીનો ઉપયોગ કરવા માંડે છે. ઉપકાર- વ્યક્તિ જયારે સામે વાળને એવું કહે કે જીવનનું આ પગલું હું માત્ર તારા માટે ભરું છું , જયારે વાસ્તવિકતામાં એ પગલું એમનો પોતાનો જ વિચાર હોય. આ વિચારમાં પણ સફળતા મળતા સામે વાળું વ્યક્તિ આ ચાવી અવાર નવાર વાપરતું હોય છે. હું તો આ માત્ર તારા માટે જ કરું છું  આમાં  મારો કોઈ સ્વાર્થ નથી .. આ વાક્યથી હંમેશાં બચીને રહેવું ગિલ્ટ- તમે જયારે એક મહત્વની મિટિંગ અથવા ક્લાસમાં ગયા હો અને તમને એ માટે ખરાબ મેહસૂસ કરાવવામાં આવે કે અહીંયા મારી એકલાની હાલત કેવી થઇ એ તે ન વિચાર્યું જેથી, આપણે પોતાના વિષે ખૂબ જ ખરાબ મેહસૂસ કરીએ એક એવી વસ્તુ માટે જેના માટે આપણે કરવું ન જોઈએ. આ કદાચ સહુથી વધુ વપરાતી ચાવી છે. સામે વાળાને ગિલ્ટમાં રાખવું સતત એવી વસ્તુની અપેક્ષા માટે કે જે સામાન્યપણે ખૂબ કેઝ્યુઅલ અને સાદી હોતી હોય છે.

આ બધી ચાવીઓ આપણે શાંતિથી બેસીને વિચારીએ તો આપણી સામે અને આપણા દ્વારા પણ અવાર નવાર ઉપયોગમાં આવી હશે. જે વ્યક્તિ આનો ઉપયોગ કરે છે એની પણ કસી મજબૂરી હોય છે. એ દર્શાવે છે એમના પહેલાના જીવનના અમુક એવા કપરા અનુભવો જે એ નક્કી કરવા માંગે છે કે અત્યારે ન થાય અને એટલે એ એવું માને છે કે જીવનના આ ભાગને કન્ટ્રોલ કરીને એ સ્થિરતા એ જીવનમાં મેળવશે. વાસ્તવિકતામાં એક એવો સંબંધ જેમાં આ પ્રકારના વહેવાર હોય એ લાંબા સમયે અંદરથી ખોખલી થઇ જતો હોય છે અને વ્યક્તિ દરેક વખતે બોલતા પહેલા ૧૦ વાર વિચારતો હોય છે.

મનઃ જયારે પણ આપણને આ અનુભવ થાય તો આપણે શાંતિ અને પ્રેમથી આ અનુભને અસ્વીકૃત જાહેર કરવો જોઈએ અને જો પ્રેમ સાચો અને સારો હશે તો એ એ વ્યક્તિ પણ સમજશે કે આ સંબંધ માટે આ ક્રિયા સારી નથી.

close
Ank Bandh 29 March
close
PPE Kit