''પોસ્ટલ સર્વિસના વિચારે કઈ રીતે ટાટાનું સપનું બગાડ્યું-''

હાલમાં એર ઇન્ડિયા ટાટા કંપની એ ફરી ખરીદતા સોશિયલ મીડિયા પર ઉધમ મચી ગઇ હતી. ભારતના મહારાજા પાછા ઘરે વિરાજમાન થયા હતા. આજે આપણે વાત કરીએ કે કઈ રીતે એક પોસ્ટલ સર્વિસ ચાલુ કરવા પર થયેલી બબાલ ને કારણે જે આર ડી ટાટા પાસેથી એમનું સપનું એર ઇન્ડિયા છીનવી લેવામાં આવ્યું.

૧૯૩૦માં ટાટા એ ભારતમાં પહેલું વિમાન ચલાવ્યું હતું જે કરાચીથી બોમ્બે સુધી ઉડ્યું હતું અને ટાટા એ ખુદ આ વિમાન ઉડાવ્યું હતું. વિમાન ઉડાવવાનું લાઇસન્સ પણ ભારત દેશમાં સૌપ્રથમવાર મેળવવાવાળા વ્યક્તિ ટાટા જ હતા. ટાટાએ એર ઇન્ડિયા માટે ખૂબ મોટા સપનાઓ જોયા હતા. એર ઇન્ડિયા શરૃઆતમાં ભારતમાં અલગ-અલગ જગ્યાએ લોકોને વિમાન વડે પહોંચાડવાનું કામ કરતી હતી. ભારતની એક માત્ર નફો કમાવવાવાળી એરલાઇન એર ઇન્ડિયા હતી. નફાની સાથે સાથે એર ઇન્ડિયા નું નામ એક ખૂબ જ સારી સર્વિસ આપતી એરલાઈન તરીકે પણ પ્રખ્યાત થઈ ગયું.

૧૯૪૭માં અંગ્રેજો ગયા બાદ ભારત અભિમાન લઈ શકે એવી અમુક વસ્તુઓ માની એક હતી એર ઇન્ડિયા. ટાટાના નેહરુ સાથે પણ ખૂબ જ સારા વહેવાર હતા. નેહરુને પણ એર ઇન્ડિયા પર અભિમાન લેવું આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ ગમતું હતું. સરકારી પોલિસીમાં એર ઇન્ડિયાની પ્રગતિ માટે થઈ શકતી દરેક મદદ નેહરુએ ટાટાને કરી હતી. એ વાત પણ જગજાહેર છે કે નહેરુ ટાટાના ખૂબ સારા મિત્રો પણ હતા.

પરંતુ ૧૯૫૦ આસપાસ, ભારતના કોમ્યુનિકેશન મંત્રી શ્રી રફી કીડવાઈ સાથે ટાટાને એક મોટી વાત માટે મતભેદ થયો. કીડવાઈની  એવી ઇચ્છા હતી કે આખા ભારતમાં ટાટાની એર ઇન્ડિયાએ ઓનલાઈન દ્વારા એક પોસ્ટલ સર્વિસ શરૃ કરવામાં આવે. ટાટા નો આ વિચાર અંગે એક જ અભિપ્રાય હતો તે હા પોસ્ટલ સર્વિસ ચોક્કસ ચાલુ કરવી જોઈએ. પરંતુ મંત્રીશ્રી ને એવું જોઈતું હતું કે આ પોસ્ટર સર્વિસનો ગઢ નાગપુર રહે. નાગપુરના એરપોર્ટમાં આ બધું પ્રસ્થાપિત કરવા માટે રાત્રિ સમયે પ્લેન લેન્ડ થઈ શકે એવી વ્યવસ્થાઓ આખા દેશભરમાં નહોતી. એટલે ટાટાએ કહ્યું કે પહેલાં પ્લેન રાત્રિમાં લેન્ડ થઈ શકે એવી વ્યવસ્થા શરૃ કરીએ અને એ પછી પોસ્ટલ સર્વિસ કરવા એર ઇન્ડિયા તૈયાર છે. આ વસ્તુ વિષય ખૂબ લાંબી ચર્ચાઓ અને મોટી રસાકસી થયા બાદ નેહરુએ વચ્ચે પડવું પડ્યું.

એર ઇન્ડિયા સિવાયની બીજી બધી એરલાઇન પણ એ સમયે ઘાટામાં હતી. એ સમયે એ વિચારવું ખૂબ અઘરું હતું કે કોઈપણ એરલાઈનની કંપની નેશનલ હોઈ શકે. આજના જમાનામાં પણ આપણે જ્યારે પણ પ્લેન સવારી કરીએ છીએ ત્યારે ઈન્ડિગો અથવા ગોએરની ફ્લાઈટમાં જવાનું થતું હશે. શું આપણે એવું વિચારી શકીએ કે આપણે જે ટ્રેનમાં જઈએ છીએ કે કોઈ પ્રાઈવેટ કંપનીની હોય? પરંતુ આપણા દેશમાં અત્યારે બધી ટ્રેનો નેશનલ છે એટલે કે સરકાર આપણી ટ્રેનો ચલાવે છે. ખૂબ ચર્ચા બાદ કોંગ્રેસની નહેરુ સરકારે એવો નિર્ણય લીધો કે ટ્રેનની જેમ દેશમાં એર ટ્રાવેલ પણ સરકાર જ ચલાવશે. આ નિર્ણય જાણ્યા બાદ ટાટાને ખૂબ જ દુઃખ થયું અને તેમણે આ નિર્ણયની સામે ખૂબ વિરોધ કરવાની કોશિશ કરી. ટાટાએ એમના ખૂબ સારા મિત્ર નેહરુને પણ ખૂબ અપીલ કરી અને કહ્યું કે આમાં દેશને અને મને અન્યાય થાય છે. પરંતુ નહેરુએ કહ્યું કે કોઈપણ યાતાયાત નું માધ્યમ દેશની સરકાર ચલાવે એ કોંગ્રેસના એજન્ડામાં ૨૦ વર્ષ ઉપરથી છે અને અમે માત્ર એજન્ડા નો અમલ કરીએ છીએ. આ નિર્ણય લેવાતા ત્યારે સિવિલ એવિએશન ની બધી કંપનીઓને ભેગી કરી અને સરકારે ભારતની અંદર યાતાયાત માટેની ઓનલાઈનનું નામ ઇન્ડિયન એરલાઇન્સ રાખ્યું અને આંતરરાષ્ટ્રીય કંપનીનું નામ એર ઇન્ડિયા રાખ્યું.

સરકારે પોતાના હાથમાં જ હતું એટલે કે કંપની સરકારી બનાવી દેવી એ તો કરી કાઢ્યું. પરંતુ સરકારી મંત્રીઓ અને બાબુઓને એરલાઇન કંપની કઈ રીતે ચલાવવી એનો ન તો કોઈ અનુભવ હતો અને ન તો કોઈ મહાભારથ. ટાટાને અને તેમણે શરૃઆતમાં આ કંપનીના બોર્ડમાં એક મહત્ત્વનું સ્થાન આપ્યું. પરંતુ જ્યારે ઇન્દિરા સરકાર આવી તો એમણે ટાટાને આ બોર્ડમાંથી પણ કાઢી નાખ્યા. લાંબી કાઢે એ બંને કંપની પણ ભેગી થઈ અને એર ઇન્ડિયા બની પરંતુ અલગ અલગ પ્રકારના પ્લેનો અલગ અલગ પ્રકારની પ્રોપર્ટીઓ અને અલગ-અલગ પ્રકારના સ્ટાફને સાથે લઈ ક્યારેય પણ એર ઇન્ડિયા નફો ન કરી શકી.

આખરે ૫૦,૦૦૦ કરોડ ઉપરના દેવાવાળી ઓનલાઇન ને ટાટા પરિવારે હાલ જ ૧૮૦૦૦ કરોડની કિંમતે સરકાર પાસેથી પાછી ખરીદી લીધી. ટાટા પરિવાર વિશે હંમેશાં એવું કહેવાય છે કે એમની વાર્તા ભારત દેશની વાર્તા સાથે ચાલી છે. ટાટા પરિવાર એક એવું પરિવાર છે કે જે દેશની પ્રગતિની સાથે કંપનીની પ્રગતિ કરવા સફળ રહ્યું છે. જ્યારે એર ઇન્ડિયા ફરી પાછું ટાટા પરિવારનું સભ્ય બન્યું ત્યારે રતન ટાટાએ એક ભાવભરી પોસ્ટ દરેક સોશિયલ મીડિયામાં મૂકી.

મનઃ ટાટા પરિવારની આ રસપ્રદ વાર્તા વિશે આપનું શું કહેવું છે.

ડો. મનન ઠકરાર

ધોનીની આગેવાનીમાં એવું શું છે કે એ કેપ્ટન તરીકે આટલા સફળ છે?

છેલ્લા વર્ષે ચેન્નાઇ આઇપીએલમાં થી બહાર નીકળવા વાળી પહેલી ટીમ હતી. આ વખતે કવાલીફાઈ કરવા વાડી પણ પહેલી ટીમ અને ફાઇનલમાં પણ ૧૫ મિનિટ સિવાય આખા મેચમાં પકડ બનાવીને જીતવા વાળી ટીમ પણ એ જ બની. ધોની પાસે એવો ક્યો ફોર્મ્યુલા છે જે બીજા કોઈ સુકાની પાસે નથી. ૯ ફાઈનલ રમેલી ટીમ અને આટલું સદંતર પર્ફોર્મ કરતી ટીમ કંઇક તો અલગ ચોક્કસ કરતી હશે. ધોનીએ પ્લેયરના મનોવિજ્ઞાન વિશે ખૂબ રસપ્રદ વાતો કરી જેમાં કોઈ પણ લીડરે ઘણું શીખવાનું છે. ધોનીના મેચ પછીનો આ ઇન્ટરવ્યૂ ખૂબ મહત્ત્વપૂર્ણ છે.

એમણે શરૃઆત કોલકાતાની ટીમના વખાણ કરવાથી કરી

ધોની હંમેશાં એક શાલીન વ્યક્તિ રહ્યા છે. આ વખતે પણ, ફાઇનલમાં હારવાનું દુઃખ જાણતો વ્યક્તિ જ પોતાની વિનિંગ સ્પિચની શરૃઆત એના સામેની ટીમના વખાણ કરીને કરી શકે. એમણે કોલકાતાની ટીમના વખાણ કર્યા અને એવું કહ્યું કે કદાચ કોઈ પણ ટીમ હતી જે જીતવા લાયક હતી તો એ કલકત્તા હતી. શીખવા જેવું છે સાહેબ કે જ્યારે તમે સામે વાળાથી ઉંચી પદવી પર પહોંચી જાઓ, તો એમના માટે એક વાર વિચારીશું તો ચોક્કસ આપણું વ્યક્તિત્વ નાનું નહી થઈ જાય.

એમણે કહ્યું કે ચેન્નાઇની ટીમ હજી ઘણું વધારે સારું કરી શકતી હતી.

આ આખા વક્તવ્યમાં દેખાઈ આવે કે ધોની કેટલી સારી રીતે સફળતા પચાવતા જાણે છે. જીતના તરત પશ્ચાત એ કહે છે કે હવે ચેન્નાાઇએ આ બધા સુધારાઓ કરવાની જરૃર છે.

એક મહત્ત્વની વાત કહે છે કે હું ટીમ મિટિંગમાં લાંબી વાતો નથી કરતો. એક પ્લેયરનું ધ્યાન એક વાતમાં ૨૦ મિનિટથી વધારે ન રહેતું હોય અને મિટિંગમાં માહોલ ખૂબ ગંભીર થઈ જાય. એટલે હું પ્રેક્ટિસ સમયે પ્લેયર જોડે ૧ઃ૧ વાત કરું અને એમના વિચારો જાણવા કોશિશ કરું અને પછી એમને પોતાનો રોલ સમજાવવું.

આ વાત બતાવે છે કે ધોની કેમ આટલા સફળ કેપ્ટન છે અને કેમ મોટા મેચમાં એ અને એમની ટીમ આટલી રિલેક્સ હોય છે. ગંભીર મિટિંગ કરી, પ્લેયર ને ખિજાઈ અથવા મોટીવેશનલ સ્પીચ આપીને એ લોકો પાસે કામ નથી લેતા. જે ૮૦% બોસ કરે છે દુનિયામાં. એ લોકોને સારું મહેસૂસ કરાવવામાં માસ્ટર છે. કોઈને પોતાના વાંક બીજાની સામે નહી કહે. મેચમાં કોઈની ટીકા નહી કરે. પ્લેયર ના વિચાર જાણવાની કોશિશ કરશે. આ બધું કરવાના કારણે એમની ટીમનો પ્લેયર એમની પાસે વહેંચાયેલો હશે. એ એટલો ખુશ હશે કે પછી એને ક્રિકેટ સિવાય બીજું કશું વિચારવાનું રહેતું નથી.

એક બીજું મહત્ત્વનું નિર્ણય ધોનીની કોઈ પણ ટીમમાં હોય છે સ્થિરતા. આ વખતે ની વિજેતા ટીમ અને છેલ્લા વર્ષની ટીમમાં કદાચ જ કોઈ મોટો બદલાવ હશે. ધોની પોતાના પ્લેયર પસંદ કરે છે અને એ પ્લેયર પર ખૂબ વિશ્વાસ બતાવે છે. એ અવાર નવાર કહે છે કે ફાઇનલમાં બહુ મોટા બદલાવ નહી કરવા. એક સ્થિરતા હોય છે એમનામાં અને ટીમમાં પણ. પ્લેયર જાણતો હોય છે કે એને શું કરવાનું છે અને ધોની દરેક પ્લેયરની ખૂબી અને નબળાઈ પણ જાણે છે. ૨૦ વર્લ્ડ કપમાં જોગીન્દર શર્મા તો બધાને યાદ જ હશે.

મનઃ ધોની લીડરશિપની ચાલતી ફરતી બુક છે. એમના પાસેથી કોઈ પણ લીડરે ખૂબ શિખવાનું છે.

ડો. મનન ઠકરાર

 

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

પૈસાનું મનોવિજ્ઞાન શું હોય છે

આજના જમાનામાં પૈસા કોને નથી જોતા? એક પ્રખ્યાત શાયરે કહ્યું હતું કે દરેક ઘરમાં સુખ અને દુઃખ વચ્ચે એક જ રૂમ નો અંતર હોય છે. આજે આપણે વાત કરીશું એક ખૂબ જ પ્રખ્યાત પુસ્તક ઁજઅષ્ઠર્રર્ઙ્મખ્તઅ ર્ક ર્દ્બહીઅ એટલે કે પૈસા નું મનોવિજ્ઞાન શું હોય છે? મોર્ગન હાઉસેલ દ્વારા લખાયેલ આ પુસ્તક ઇન્વેસ્ટમેન્ટ અને પૈસા વિશેની ઘણી બધી ગેરમાન્યતાઓ ચોખ્ખી અને સ્પષ્ટ કરે છે. આ પુસ્તકમાંથી શીખવા લાયક ત્રણ મુખ્ય પાઠ છેઃ

કમ્પાઉન્ડિંગ

વોરેન બફેટે કહ્યું છે કે જો તમે ઊંઘતા ઊંઘતા પૈસા બનાવતા નથી શકતા તો તમારે જિંદગી આખી રાત ઉજાગરા કરવા પડશે. કમ્પાઉન્ડિંગ એક એવી વસ્તુ છે જે આપણને બધાને સમજાવી પણ જોઈએ, અને જેનો અમલ પણ આપણને આવડવો જોઈએ. જો હું તમને આજે એક રૃપિયો કાલે બે રૂપિયા પરમ દિવસે ચાર રૃપિયા એવી રીતે આપુ તો મહિનાના અંતે તમારી પાસે અબજો રૃપિયા હશે. જ્યારે એ જ વસ્તુ જો હું મહિનાના આઠમા દિવસે ચાલુ કરું તો અબજો કરોડોમાં બદલી જાય છે. આ વસ્તુ આપણને એ શીખવે છે કે કમ્પાઉન્ડિંગની તાકાત કેટલી હોય છે. એક નાની રાશિ રોજ થોડી થોડી મોટી થાય એ એક સાથે મળતી મોટી રાશિ કરતા ક્યાંય વધુ લાંબે ગાળે ફાયદો આપતી હોય છે.

ઊંચનીચની સ્વીકૃતિ

આમાં પણ વોરન બફેટની જ વાત કરીએ તો એમણે સ્ટોક માર્કેટમાં ખૂબ સારા અને ખૂબ ખરાબ દિવસો પણ જોયેલા છે. સ્ટોક માર્કેટના સહુથી સુરક્ષિત ગણાતું એસ એમ પી ૫૦૦ મા પણ સારીએવી ઊંચનીચ ચાલતી હોય છે. પરંતુ એ ફંડ માં ઇન્વેસ્ટ કરવા વાળા અને ૨૦ વર્ષ સુધી ઇન્વેસ્ટમેન્ટ રાખવાવાળા સો ટકા લોકો ફાયદો મેળવતા હોય છે. આ વસ્તુ એ બતાવે છે કે જે રીતે કોઈપણ વ્યવસાયમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જ પડે એવી જ રીતે રનીંગ કોસ્ટ પણ રાખવી જ પડે, એ જ રીતે કોઈપણ વ્યવસાયમાં ઊંચનીચની સ્વીકૃતિ રાખવી ખૂબ જ જરૃરી છે. જો આપણે ઊંચનીચની સ્વીકૃતિ માટે થોડા વધુ બોલ્ડ થઈ અને એનાથી ડર્યા વિના પરંતુ એની સ્વીકૃતિ સાથે નિર્ણયો લેશું તો ચોક્કસ ફાયદો થશે .

બને એટલાં ડાઈવર્સ ઇન્વેસ્ટમેન્ટ કરવા

આ સમજવા માટે આપણે એમેઝોન નું ઉદાહરણ લઈએ. જેફ બેઝોસના એમેઝોને થોડા સમય પહેલા ગૂગલના એન્ડ્રોઇડ ને હરાવવા માટે એક નવી ઓપરેટિંગ સિસ્ટમ ઇજાદ કરી હતી. આ ઓપરેટિંગ સિસ્ટમ એમેઝોન અને એના શેરહોલ્ડર ને દોઢ સો મિલિયન ડોલર થી પણ વધારે ઘાટો કરાવી ગઈ. પરંતુ એક નાનકડી સાઈડ ઇન્વેસ્ટમેન્ટ કહી શકાય એવી એમેઝોન વેબ સર્વિસ એટલી સફળ રહી કે આજે એમેઝોનના ૬૦% પ્રોફિટ માત્ર એમાંથી જ આવે છે અને જે ઇન્ટરનેટ આપણે જાણીએ છીએ એની ૯૦% વેબસાઈટ જેમાં નેટફ્લિક્સ, ફેસબુક, વોટ્સએપ, વગેરે બધું એમેઝોન વેબ સર્વિસ પર જ હોસ્ટ થયેલું છે. આ વસ્તુઓ શીખવે છે કે આપણા ઇન્વેસ્ટમેન્ટ માત્ર એક જગ્યાએ નહીં પરંતુ ઘણી બધી એવી જગ્યાએ રાખવું કે જે  આપણને ફાયદો કરાવી શકે છે. ક્યારે કર્યું ઇન્વેસ્ટમેન્ટ ઘાટો કરાવશે અને ક્યારે કહ્યું ઇન્વેસ્ટમેન્ટ ફાયદો એ ચોક્કસપણે કહી જ ન શકાય. એટલે નુકસાનના ચાન્સ ઓછા અને ફાયદાના વધારા વધારે કરાવવા માટે આપણા ઇન્વેસ્ટમેન્ટ ડાઈવર્સ રાખવા ખૂબ જરૃરી છે.

મનઃ એક પ્રખ્યાત ઈન્વેસ્ટર એ કહ્યું હતું કે હું ૫૦ ટકાથી વધારે વાર ખોટું હોવા છતાં અબજો રૃપિયા બનાવી શકું છું. મારે સાચું માત્ર બે-ત્રણ વાર જ પડવું પડે છે.

સ્પોર્ટસ સાઈકોલોજી શું હોય છે

 હાલ જ વિરાટ કોહલીના ૨૦ ફોર્મેટમાં કેપ્ટન પદથી રાજીનામું આપતા સ્પોર્ટ્સ જગતમાં ભાગદોડ મચી ગઇ હતી. આટલા વર્ષોથી આગેવાની કરતા કોહલી વિશે છેલ્લા થોડા સમયથી અફવાહો પણ ગરમ હતી. વિરાટ કોહલીની બોડી લેન્ગવેજ અને માઇન્ડ્સેટ હંમેશા એક કેપ્ટનના માઈન્ડસેટ જેવો રહ્યો છે. આટલું અગ્રેશન અને પહેલેથી ગેમમાં પોતાના વિચારો રાખવાની આદત, શું કોહલી સાચે એક પ્લેયર તરીકે રમી શકશે?

થોડા સમય પહેલા ભારતીય ક્રિકેટ ટીમમાં એક સ્પોર્ટ્સ સાયકોલોજીના નિષ્ણાંત હતા પેડી અપટન. ત્યારે ગેરી કર્સ્ટન આપણા કોચ હતા. એ પછી પેડી રાજસ્થાન રોયલ્સના સ્પોર્ટ્સ સાયકોલોજી કોચ અને થોડા સમય માટે મુખ્ય કોચ પણ રહી ચૂક્યા છે. મોટી મોટી ફૂટબોલ ટીમો વર્ષોથી સ્પોર્ટ્સ સાયકોલોજીના નિષ્ણાંતોને ટીમમાં રાખે છે.

સ્પોર્ટ્સ સાયકોલોજી મનોવિજ્ઞાનની એ શાખા છે જે એક નિર્ધારિત સમયમાં સારામાં સારું પર્ફોર્મ કઈ રીતે કરી શકવું અને એને નડતરરૂપ દરેક બાધાઓ કઈ રીતે દૂર કરવી એના પર ધ્યાન આપે છે.

આપણને યાદ જ છે કે સચિન તેંડુલકર પણ નર્વસ નાઈન્ટીમાં ઘણી વાર માત ખાઈ ચૂક્યા હતા, ખાસ કરીને એમની સોમી સદીના સમયે. એવી જ રીતે આપણે એ પણ જોઈએ છે કે લક્ષ્મણની ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ મેચની બેવડી સદી, અથવા યુવરાજની કેન્સર સામે લડતા રમાયેલી વર્લ્ડ કપની સદીઓ એક ખૂબ સ્પેશ્યલ માઈન્ડ્સેટમાં રમાયેલી પારીઓ છે. એવું તો નથી કે છ છગ્ગા મારતા સમયે યુવરાજના મનમાં સતત એ વિચાર ન આવતો હોય, પરંતુ એ વિચારો હોવા છતાં, પર્ફોર્મ કરી શકવું, દિલેર રીતે રમી શકવું એ આપણા માઈન્ડ્સેટનો પ્રશ્ન છે.

દરેક પ્લેયરની પર્સનાલિટી અલગ હોય છે અને એક સ્પોર્ટ્સ સાયકોલોજીસ્ટ ની જવાબદારી હોય છે કે એ સમજી અને દરેક પ્લેયર પાસે કામ લેવું. જેમકે ગ્રેગ ચેપલે સેહવાગ પાસે ટેકનિકલ રીતે રમાડવાની ખૂબ કોશિશ કરી, પરંતુ એ એમની પર્સનાલિટી અથવા માઈન્ડ્સેટ સમજી ન શક્યા. કોઈ પણ પ્લેયરને કેવું રમવામાં આનંદ મળે છે? એ સહુથી મહત્વનો પ્રશ્ન છે. કોઈ પણ કામમાં વાસ્તવિક રીતે જુઓ તો સહુથી મહત્વનો પ્રશ્ન એ જ છે. જ્યારે તમે કોઈ પણ એવું કામ કરી રહ્યા છો જેમાં તમને અપાર આનંદ મળે છે અને તમને ખૂબ જ મજા આવે છે, ત્યારે તમે એની આજુ બાજુ રહેલું પ્રેશર અથવા ટેન્શન ભૂલી જાઓ છો. જે કરવું બીજા કોઈ માટે અશક્ય હોય એ તમારા માટે ઓર્ગેનિક થઈ  જતું હોય છે. પણ એ બધું ત્યારે જ થાય જ્યારે તમને એ કામ કરવામાં ખૂબ જ મજા આવતી હોય.

સ્પોર્ટ્સ સાયકોલોજીસ્ટ નું મુખ્ય કામ એ જ છે કે નાના અથવા મોટા મેચમાં એ એક પ્લેયર રમત એન્જોય કરી શકે, એમાંથી આનંદ મેળવી શકે એ પરિસ્થિતિમાં પ્લેયરને પહોંચાડી શકે. જે કોઈ પણ પરિસ્થિતિ અથવા વસ્તુ પ્લેયરને ત્યાં પહોંચતા અટકાવતી હોય એ દરેક વસ્તુને કાઢી નાખવું પડે.

ધોનીની ફાઈનલની પારી અને સિક્સ મારીને વર્લ્ડ કપ વિજય અપાવવું કોને યાદ નથી! શું આપણે આટલા પ્રેશરમાં કોઈ કેપ્ટન તો મૂકો પ્લેયર આવી પારી રમ્યું હોય એવું યાદ કરી શકીએ? પરંતુ ધોનીનું માઈન્ડ્સેટ ત્યારે જબરદસ્ત હતું. એમનો એક પણ શોટ કન્ટ્રોલ બહાર ન હતો. એવી જ એક પારી સચિન ઓસ્ટ્રેલિયામાં રમ્યા હતા જ્યારે બહુ બધા ટેસ્ટ મેચમાં ખરાબ રમ્યા બાદ એમણે એક પણ કવર ડ્રાઇવ માર્યા વિના બેવડી સદી મારી.

આ મનોપ્રિસ્થીતી ને ફ્લો સ્ટેટ કહેવાય છે. જ્યારે વ્યક્તિ ફલો સ્ટેટમાં હોય છે ત્યારે એને દુનિયામાં બીજું કશું જ યાદ નથી રહેતું, દેખાતું નથી અને બસ એક જ જગ્યાએ બધું જ ધ્યાન હોય છે.

મન તમને તમારું ફલો સ્ટેટ કઈ ક્રિયામાં મળે છે...?

મનન ઠક્કરાર

રાજનેતાઓનું મનોવિજ્ઞાન શું હોય છે

આપણા દેશમાં દર બીજા મહિને ચૂંટણી હોય છે. દરેક ચૂંટણી એક નેતા માટે પરીક્ષા હોય છે. એક આઇ એ એસ ઓફિસરે હમણાં એમના ઇન્ટરવ્યૂમાં એક સરસ વાત કહી હતી કે નેતા અને ઓફિસરો હંમેશાં ખેંચતાણમાં હોય છે. ઓફિસરોએ એક વાર એક કપરી સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરી હોય છે, પરંતુ નેતાએ એ જ પરીક્ષા દર પાંચ વર્ષે પાસ કરવાની હોય છે. એટલે નેતા હંમેશા કામની ઉતાવળમાં હોય છે. આપણે એ પણ જોઈએ છે કે અવાર નવાર નેતાઓની બદલી પણ હવે એવી જ રીતે થવા માંડી છે જે રીતે ઓફિસરની થાય છે.

રાજકારણના મનોવિજ્ઞાન વિશે બે લેખકોએ સહુથી વધુ કામ કરેલું, જેમાં એક આવે માકીઆવેલી અને બીજા આવે સિં તસુ (આર્ટ ઓફ વોર). રાષ્ટ્રીય સ્થળ પર ચાણક્ય પણ કોઈ પણ ક્ષેત્રે આ બન્નેથી ટૂંકા પડતા નથી. રાજકારણની અમુક કળાઓ આવી હોય છે ઃ

છાપ જ વાસ્તવિકતા છે

એક રાજકારણી માટે એ મહત્ત્વનું નથી કે એ કેટલું કામ કરે છે, મહત્ત્વનું એ છે કે એને કરેલું કેટલું કામ દેખાય છે. રાજનેતાઓનું વિતરણ સેક્યુલર-કોમ્યુનલ, રાઇટ વિંગ - લેફ્ટ વિંગ વગેરે તરીકે થતું હોય છે. પરંતુ સત્રમાં જઈને એ શું અને કેવું કામ કરે છે એને ભાગ્યે જ આ બધી વસ્તુઓથી કોઈ લેવા દેવા હોય છે. ચૂંટણીમાં વોટ મેળવવા માટે આ બધી માંથાજીક હોય છે. એટલે રાજકારણીઓએ એક ધર્મ સંકટમાં રહેવાનું હોય છે કે બતાવવું એવું કે કામનો શ્રેય જોયતો નથી, છતાં એકદમ કર્મઠ હોવાની છાપ રાખવી.

વોટ જ સર્વસ્વ છે

તમે ભ્રષ્ટ હો અથવા એકદમ સાચા, તમે નાની પાર્ટીથી હો અથવા મોટી, તમે પૈસાદાર હો અથવા ગરીબ, વોટ મળશે, ચૂંટણી જીતશો, તો જ તમે એ કરી શકશો જે કરવા તમેં આ વ્યવસાયમાં આવ્યા છો. કોઈ પણ રાજનેતા આ વસ્તુ માને કે ન માને, એમના જીવનની જરૃરિયાત અને લાચારી વોટ છે. એટલે આપણે એમની ટીકા કરી શકીએ કે તેઓ વોટબેંકની રાજનીતિ રમે છે, પરંતુ જો તમારી નોકરી કોઈ વ્યક્તિ પર આધારિત હોય તો તમારે પણ એમને ખુશ તો રાખવા પડે ને?

બીજી પાર્ટીના લોકો સાથે વ્યવહાર

આપણે હંમેશાં કોઈ પાર્ટીમાં જઈએ તો એક વ્યક્તિ એવો મળે જ જે એવું કહે કે આ કોંગ્રેસ બીજેપી બધા એક જ છે, અંતે બધા હસી મળીને રહેતા હોય છે. આ વસ્તુને થોડા ઊંડાણમાં સમજવાની જરૂર છે. તમારે જ્યારે કોઈ વ્યક્તિ જોડે ૩૬૫ દિવસ કામ કરવાનું છે અને જેના ટેકે તમારે હજારો કામો કરવાના પણ છે, એની જોડે સંબંધ સાચવવા તમારી ફરજ જ નહી પણ મજબૂરી પણ છે. ચૂંટણીનો સમય ધુળેટીના પર્વ જેવો હોય છે. એ સમયે લોકો એક બીજાને રંગ ઉડાડી લેતા હોય છે. પરંતુ, એ દિવસ પતે એટલે બધા ન્હાઈ ધોઈને કામે લાગી જતા હોય છે.

ખાઓ અથવા ખવાઈ જાઓ

આ કદાચ સહુથી કડવું સત્ય છે. પોતાને જાગૃત અને જીવિત રાખવા માટે રાજકારણીઓએ એવા કડવા નિર્ણયો લેવા પડતા હોય છે અને એવા કડવા કર્મો કરવા પડતા હોય છે, જે પોતાના નિયમો અને પરવરિશથી વિપરીત હોય છે. પરંતુ આ કર્યા વિના એક રાજકારણી તરીકે જીવિત રહેવું શક્ય નથી. એ વ્યક્તિઓ તમારી પોતાની પાર્ટીના હોય અથવા તમારાથી વિપરીત પાર્ટીના. ખાઓ અથવા ખવાઈ જાઓ.

મનઃ  તળાવની મોટી માછલી હંમેશા તળાવની નાની માછલીને પોતાના જીવન માટે ખાતી જ હોય છે.

ડો. મનન ઠકરાર

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

 

 

 

 

 

 

ગણપતિ ભગવાનનું મનોવિજ્ઞાન

આપણે હમણાં જ ગણેશ ચતુર્થી ઉજવી. આપણી સંસ્કૃતિ હજારો વર્ષ જૂની છે. આપણા ગ્રંથ અને લોકકથાઓમાં જીવનનું સાર છુપાયેલ છે. મનોવિજ્ઞાન અને ધર્મનું મિશ્રણ કરીએ તો એક ખૂબ જ રસપ્રદ જીવનનો સાર મળે છે. ઘણાં સંતોએ આપણા ધર્મોના મનોવિજ્ઞાન વિશે લખ્યું છે.

આપણે શરૃઆત એમના જન્મથી જ કરીએ. આપણે સહુ જાણીએ છે કે શિવ ભગવાન એક યોગી છે અને એ પોતાના પર્વતના ટોચ પર પોતાના ધ્યાનમાં મસ્ત અને વ્યસ્ત હોય છે. પાર્વતીએ લાંબા સમયથી શિવને બાળક વિષે વાત કરી હતી. પરંતુ શિવને સમય મળતો નહોતો. થાકીને પાર્વતીએ પોતાની રીતે તપસ્યાથી એક બાળકને જન્મ આપ્યો જેનું નામ આપ્યું વિનાયક. વિનાયક એટલે વિના નાયક(પુરુષ) એક એવું બાળક કે જે પુરુષ વિના બન્યું છે. જયારે શિવ પાંચ ઘરે આવ્યા તો વિનાયકે એમને ઓળખ્યા નહીં અને ઘરમાં આવવા ન દીધા. ગુસ્સે થઇ શિવે વિનાયકનું માથું એના ધડથી અલગ કરી દીધું. પાર્વતી આ જોઈને એકદમ ક્રોધિત થઇ ગઈ. એમને શિવને પોતાનું રૌદ્ર સ્વરૃપ બતાવ્યું અને પછી શિવે પોતાના ગણોને કહી એક હાથીનું માથું વિનાયકને આપ્યું અને આ રીતે ગણપતિનું સર્જન થયું. આપણે કેટલું પણ પ્રકૃતિ વિરુદ્ધ જવાની કોશિશ કરીએ. પ્રાકૃતિક રીતે એક બાળક એક પુરુષ અને સ્ત્રી બન્નેના થકી જ બને છે અને અંતે એ જ થયું.

શું આપ જાણો છો કે ગણપતિને

ગણપતિ કેમ કહેવાય છે?

યક્ષો અને રાક્ષસોના પૂર્વજ એક જ હતા. પરંતુ રાક્ષસોના ત્રાસથી થાકીને યક્ષો (જે  પર લંકા પર રાજ કરતા હતા અને એમને રાવણ દ્વારા કાઢી મુકવામાં આવ્યા) એ શિવ ચરણમાં આવી ગયા. શિવ ચરણમાં આવેલા યક્ષોને ગણ કહેવામાં આવે છે. શિવે હંમેશાં એમને શરણ ચોક્કસ આપી પરંતુ એમને પહેલી વાર એક હોદ્દો મળ્યો જયારે શિવે એમના પોતાના પુત્રને ગણોના  રાજા એટલે ગણપતિ બનાવ્યા. કુબેર પણ એક ગણ જ હતા. કુબેરે એક વાર ગણપતિને પોતાના પિતાથી દૂર કરવા માટે ગણપતિને ઘરે જમવા આમંત્રણ આપ્યું. ઘેર આવ્યા બાદ, ગણપતિએ કુબેરના ઘરનું બધું જ અનાજ ખાઈને પતાવી દીધું. કુબેર મહા મહેનતે વધારે અનાજ લાવ્યા. ગણપતિએ એ પણ પતાવી દીધું. કુબેર હાથ જોડી ગણપતિના પગે પડ્યા ત્યારે ગણપતિએ કહ્યું તમે મને ભોજનથી સન્તોષ આપી મારા પિતાથી દૂર કરવા શીખવવા માંગતા હતા, મારા પિતા મને ભિયોજન વિના પણ સન્તોષ પામતા શીખવે છે

ગણપતિ અને કાર્તિકની વાર્તા પણ આપણે જાણીએ છે. નારદ મુનિએ શિવને એક કેરી આપી અને કહ્યું કે એ કેરી મને બ્રહ્માએ આપી છે અને જે વ્યક્તિ આ કેરીનો ભોગ કરશે એને જ્ઞાન અને શાણપણ બન્ને પ્રાપ્ત થશે. શિવે પાર્વતીને કહ્યું કે આપણા શ્રેષ્ઠ પુત્રને કેરીનો ભોગ આપીએ. પાર્વતી કહે શ્રેષ્ઠ પુત્ર કઈ રીતે નક્કી કરવો. તો નક્કી થયું કે જે વ્યક્તિ આખી દુનિયાના ૩ ચક્કર પહેલા લગાવે એ શ્રેષ્ઠ. કાર્તિક પોતાના મોર પર વિરાજમાન થઇ દોડી પડ્યા, જયારે ગણેશ આરામથી બેસી રહ્યા. કાર્તિકે ૨ ચક્કર પૂરા કર્યા બાદ ગણેશ ઊભા થઇ પોતાના માતા-પિતાના ફરતે ૩ ચક્કર માર્યા અને દોડ જીતી ગયા. કાર્તિક કહે આ તેં શું કર્યું. ગણેશ કહે તેં આખી દુનિયાના  ૩ ચક્કર માર્યા, મેં મારી દુનિયાના ૩ ચક્કર. કોઈ પણ વ્યક્તિ માટે આખી દુનિયા કરતા ક્યાંય વધુ મહત્ત્વની હોય છે પોતાની દુનિયા.

આ બન્ને ઉદાહરણોથી જાણવા મળે છે કે ગણેશ કેટલા ગુણી છે અને દુનિયાને એક અલગ દૃષ્ટિકોણથી જોવાની આવડત રાખે છે. ગણેશ સાથે લક્ષ્મી અને સરસ્વતીની મૂર્તિ હોય છે અને ગણેશના પુત્ર છે શુભ અને લાભ. એટલે જ ગણેશને વિઘ્નહર્તા કહેવામાં આવે છે કારણકે એ ધન, જ્ઞાન, રિદ્ધિ, સિદ્ધિ બધું જ લઇ આવે છે

આપણે જ્યારે પણ ધાર્મિક કથાઓનું વિશેષણ કરીએ છે તો હંમેશા ન્યાયના દૃષ્ટિકોણથી જોઈએ છે. આપણે એક રીતે ઉપન્યાસ કરીએ છે. ઉપન્યાસ કરતા આખ્યાન કરીશું તો વધારે શીખી અને જાણી શકીશું.

શ્રી ગણેશના મનોવિજ્ઞાન પર એક આખી શ્રિંખલા થઈ શકે. શું તમને એ વાંચવામાં રસ હશે?

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

શ્રી કૃષ્ણનું મનોવિજ્ઞાન

હમણાં જ આપણે જન્માષ્ટમી ઉજવી! મનોવિજ્ઞાન અને ધર્મ ભેગુ કરીએ તો શ્રી કૃષ્ણ જેવી પર્સનાલિટી કદાચ જ કોઈ ની મળી શકે. જ્યાં રામ મર્યાદા પુરુષોત્તમ કહેવાય છે કારણકે એમના જીવનનો મૂળ નિયમોમાં છૂપાયેલો છે. જીવનના અને ધર્મના નિયમો માટે રામ પોતાના જીવનને દાવ પર લગાવી દેવા તૈયાર હોય છે, ત્યાં કૃષ્ણને લીલા પુરુષોત્તમ કહેવામાં આવ્યા છે કારણકે એ જીવનને એક લીલા તરીકે જોવે અને અનુભવે છે. કૃષ્ણ માટે ગોપીઓ સાથે રાસ પણ લીલા છે અને યુદ્ધ પણ લીલા છે. ક્યારે પણ કૃષ્ણની વાત આવે તો જે દેખાય છે એના કરતા કંઈક ઊંડું કંઈક વધારે ચોક્કસ છૂપાયેલું છે.

કૃષ્ણ વિશે ઓશો એ કહ્યું હતું કે *ધાર્મિક કથાઓ ના બ્રહ્માંડમાં એક કૃષ્ણ જ છે જે જીવનને પૂર્ણ સ્વીકારે છે. એ આ જીવનમાં માને છે. જ્યાં બીજા ધાર્મિક પાત્રોને મોક્ષ જીવન પછી મળે છે ત્યાં એ સ્વતંત્રતા કૃષ્ણ આ જ જીવનમાં અને દુનિયામાં અનુભવે છે. જીવનને આટલો અપાર પ્રેમ બીજી કોઈ ધાર્મિક વ્યક્તિ નથી આપતી જેટલો કૃષ્ણ આપે છે. *

કૃષ્ણની વાર્તા ભાગવત અને મહાભારતમાં સમાયેલી છે. ભાગવતમાં કૃષ્ણનું બાળપણ આવે છે. ભાગવતમાં આપણને એક રમતિયાળ, નટખટ કૃષ્ણ જોવા મળે છે જે યશોદા સાથે માખણ ચોરી કરે છે, ગોપીઓ જોડે રાસ રમે છે, જે જીવન માણે છે. ત્યારે મહાભારતમાં આપણને કૃષ્ણનું ગોપાલ સ્વરૃપ કરતાં રાજ સ્વરૃપ જોવા મળે છે.

યયાતિ જે શ્રી કૃષ્ણના પૂર્વજ છે એમને એમના સસરા પાસેથી શ્રાપ મળ્યો હતો કે એ વૃદ્ધ અને નપુંસક થઈ જશે કારણકે એમને બીજી સ્ત્રી જોડે અંબંધ રાખ્યા હતા. યયાતિએ એમના પુત્રોને આ શ્રાપ સ્વીકારવાનું કહ્યું કારણકે એમને પોતે વૃદ્ધ અને નપુંસક નહોતું થવું. યયાતિના મોટા પુત્ર યદુએ આ શ્રાપ લેવાનું અસ્વીકાર કર્યું અને એમના નાના પુત્ર પુરુએ આ શ્રાપ સ્વીકાર્યો. એટલે જ્યારે રાજ્યાભિષેક નો સમય આવ્યો ત્યારે યયાતિ એ પુરુને પસંદ કર્યું અને આ રીતે કૃષ્ણની પેઢીને રાજસિંહાસનથી હંમેશાં વંચિત રહેવાનું આવ્યું. એક રીતે જોઈએ તો રામ કથામાં દશરથ પ્રજા અને રાજ્ય માટે પુત્રને સલાહ આપે છે કે એ વનવાસ જતા રહે. રામ કથામાં જે પિતાનુ ં માનવું ધર્મ અને રાજ્ય માટે સારી વસ્તુ છે, ત્યારે એ જ વસ્તુ કૃષ્ણના યુગમાં એક ખરાબ વસ્તુ પુરવાર થાય છે.

શ્રી રામની કથા ત્રેતા યુગમાં ઘટી છે જ્યારે ધર્મ ૩ પગ પર ઊભુ હોય છે. જ્યારે શ્રી કૃષ્ણની કથા દ્વાપર યુગમાં ઘટી છે, જેમાં ધર્મ ૨ પગ પર ઊભુ હોય છે. દ્વાપર યુગ આજના કળિયુગ થી ઘણું નજીક છે.

આપણે જ્યારે પણ ધાર્મિક કથાઓનું વિશેષણ કરીએ છે તો હંમેશાં ન્યાયના દૃષ્ટિકોણથી જોઈએ છે. આપણે એક રીતે ઉપન્યાસ કરીએ છે. ઉપન્યાસ કરતા આખ્યાન કરીશું તો વધારે શીખી અને જાણી શકીશું.

શ્રી કૃષ્ણના મનોવિજ્ઞાન પર એક આખી શ્રૃંખલા થઈ શકે. શું તમને એ વાંચવામાં રસ હશે?

મનઃ અનંત ૫ુરાણો મેં છિપા હૈ સનાતન સત્ય,

ઈસે પૂર્ણત કિસને દેખા હૈ...?

વરૃણ કે નયન હજાર,

ઈન્દ્ર કે સૌ,

આપકે ઔર મેરે કેવલ દો...!

ડો. મનન ઠકરાર

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

close
Ank Bandh
close
PPE Kit