ધોરણ ૧૦ માં ૯૯.૫૦ પી.આર. મેળવનાર રિકીંત ખંધેડીયાને સી.એ. બનવાની મહેચ્છા

ઝીંદગી કો બદલના હૈ, સપના સાકાર કરના હૈ

નગરની સેન્ટ ફ્રાન્સીસ સ્કૂલના વિદ્યાર્થી રિકીંત ખંધેડીયાએ ધો. ૧૦ની પરીક્ષામાં ૮૮.૫ ટકા ગુણ તથા ૯૯.૫૦ પી.આર. મેળવી ખંધેડીયા પરિવારનું ગૌરવ વધાર્યું છે. 'નોબત' સાથેની વાતચીતમાં રિકીંતએ સી.એ. બનવાની મહત્વાકાંક્ષા વ્યક્ત કરી હતી.

રિકીંત પોતાની સફળતા માટે માતા-પિતા ગિરીશભાઈ અને રૃપલબેનની હૂંફ, પ્રેરણા તેમજ શિક્ષકોના માર્ગદર્શનનો ઋણસ્વીકાર કરે છે. ક્રિકેટ અને મ્યુઝીકનો શોખ ધરાવતા રિકીંતએ નિયમિત પાંચ થી છ કલાકના અભ્યાસ વડે બોર્ડમાં ઝળહળતું પરિણામ મેળવ્યું છે. પુરૃષાર્થથી સફળતાના સૂત્રને અનુસરી પોતાનું સી.એ. બનવાનું સપનું સાકાર કરવા રિકીંત સંકલ્પબદ્ધ છે.

લગા દે કોશિશો મેં જાન અગર છૂના હૈ આસમાન

નગરની સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલના વિદ્યાર્થી સૌમ્ય કલ્પેશભાઈ વસાએ ધો. ૧૦ની પરીક્ષામાં ૯૨.૧૬ ટકા ગુણ તથા ૯૯.૯૨ પી.આર. મેળવી સોનેરી ભવિષ્યની દિશામાં સફળ આગેકૂચ કરી છે. 'નોબત' સાથેની વાતચીતમાં સૌમ્યએ પોતાની સફળતા અને સપના વિશે જણાવ્યું હતું.

સૌમ્યના પિતા કલ્પેશભાઈ પેઈન્ટ (કલર)ના રીટેઈલર વેપારી છે. જ્યારે માતા અર્પિતાબેન ગૃહિણી છે. સૌમ્યના જીવનમાં સફળતાના તમામ રંગોનો ઝળહળાટ રહે એ માટે સમગ્ર પરિવાર સૌમ્યને સતત હૂંફ અને સહયોગ આપતો રહે છે. જેના પરિણામ સ્વરૃપ સૌમ્યએ બોર્ડમાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવ્યું છે. ડ્રોઈંગનો શોખ ધરાવતા સૌમ્યને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી (આઈ.આઈ.ટી.)માં અભ્યાસ કરી એન્જિનિયર બનવાની મહેચ્છા છે. અને પોતાની મહેચ્છાને સાકાર કરવા સૌમ્યએ પુરૃષાર્થ કરવાનો દૃઢ નિશ્ચય કર્યો છે.

વિદ્યાર્થીનીઓએ આપ્યા પ્રતિભાવોઃ મહત્વાકાંક્ષાઓ વ્યક્ત કરી

જામનગરનું સંકલ્પ ક્લાસીસ પ્રતિવર્ષ બોર્ડની પરીક્ષાઓમાં ઝળહળતું પરિણામ લાવે છે. ક્લાસીસમાં વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ લાવવાની પરંપરા આ વર્ષે પણ ગૌરવભેર જાળવી રાખી છે.

ક્લાસીસની તેજસ્વી વિદ્યાર્થીની ઈશા નંદા અને સિમરન વરવાણીએ 'નોબત' સાથેની વાતચીતમાં પોતાની સફળતા અંગે વાત કરી હતી.

ઈશા નંદાઃ મિનાક્ષી ગ્રુપ ઓફ સ્કૂલની વિદ્યાર્થીની ઈશા વિનોદભાઈ નંદાએ ધોરણ ૧૨ કોમર્સમાં ૯૦.૭૧ %  ગુણ તથા ૯૯.૯૧ ૫ી.આર. સાથે એવન ગ્રેડ મેળવી નંદા પરિવારનું ગૌરવ વધાર્યું છે. ઈશાના પિતા વિનોદભાઈ કરિયાણાની દુકાન ધરાવે છે જ્યારે, માતા દક્ષાબેન ગૃહિણી છે. ઈશા પોતાની સફળતા માટે સ્કૂલ તેમજ સંકલ્પ ક્લાસીસના શ્રેષ્ઠ શિક્ષણનો ઋણ સ્વીકાર કરે છે. ધોરણ ૧૦માં ૮૦%થી વધુ ગુણ મેળવાનાર વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવાના ક્લાસીસના સિદ્ધાંતને બિરદાવી. ઈશા કંપની સેક્રેટરી (સીએસ) બનવાની મહત્વાકાંક્ષા અભિવ્યક્ત કરે છે. વક્તવ્ય આપવાનો, યોગ કરવાનો તથા ફિલ્મી ન્યૂઝ જોવાનો શોખ ધરાવતી ઈશા પોતાનું સીએસ બનવાનું સપનું પૂર્ણ કરવા પરિશ્રમ કરવા પ્રતિબદ્ધ છે.

સિમરન વરવાણીઃ નગરની મિનાક્ષી ગ્રુપ ઓફ સ્કૂલ તથા સંકલ્પ ક્લાસીસની વિદ્યાર્થીની  સિમરન મોહનભાઈ વરવાણીએ ધોરણ ૧૨ કોમર્સમાં ૯૦.૫૩% ગુણ તથા ૯૯.૮૮ પી.આર. સાથે એવન ગ્રેડ પ્રાપ્ત કરી. સ્કૂલ, કોચિંગ ક્લાસ તથા પરિવારનું ગૌરવ વધાર્યુ છે. સિમરનના પિતા મોહનભાઈ સોડાની દુકાનમાં કર્મચારી છે. સિમરન પોતાની સફળતા માટે માતા-પિતા મોહનભાઈ અને ભાવનબેનની હૂંફ તથા શિક્ષકોના સચોટ માર્ગદર્શનનો ઋણ સ્વીકાર કરે છે. નૃત્ય, ગાયન, ડ્રોઈંગ, યોગ વગેરેનો શોખ ધરાવતી સિમરન સરકારી અધિકારી તરીકે કારકિર્દી બનાવવા માગે છે. ઉપરાંત સમાજસેવા  કરી યુવાવર્ગને નવી દિશા બતાવવાનો ઈરાદો ધરાવે છે.

 જામનગરના ઓનેસ્ટ કલાસીસે છેલ્લા ચાર વર્ષમાં ઉત્તરોત્તર વધુને વધુ પરિણામ પ્રાપ્ત કરીને નગરના શિક્ષણ જગતમાં એક અલગ જ સ્થાન બનાવ્યું છે. ઓનેસ્ટ કલાસીસે માર્ચ-ર૦ર૦માં લેવાયેલી ધો. ૧ર (કોમર્સ)ની બોર્ડની પરીક્ષામાં ૧૦૦ ટકા અને ધો. ૧૦માં ૯૬ ટકા પરિણામ મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી છે.

ઓનેસ્ટ કલાસીસનું સંચાલન ચિરાગ ગોહિલ અને સંજીવભાઈ ધોકીયા દ્વારા કરવામાં આવે છે.

ચિરાગભાઈ ગોહિલે 'નોબત' સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે દરેક વિદ્યાર્થીઓ પર પૂરતું ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે છે. વિદ્યાર્થીઓને પહેલા પાઠયપુસ્તક પર પૂરતું ધ્યાન આપવામાં આવે છે. આ ઉપરાંત વહેલી સવારે દરેક વિદ્યાર્થીઓને સ્પેશ્યલી વાંચન માટે બોલાવવામાં આવે છે. દર ત્રણ મહિને વાલી મિટિંગનું આયોજન કરવામાં આવે તથા મોટીવેશનલ સ્પિચ ગોઠવીને દરેક વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કરી સાચુ માર્ગદર્શન આપવામાં આવે છે. કલાસીસમાં સંપૂર્ણ અભ્યાસક્રમ વહેલો પૂર્ણ કરી રિવિઝન સાથે નિયમિત ટેસ્ટ લેવામાં આવે છે. વિદ્યાર્થીઓ ગોખણપટ્ટીના બદલે સમજીને કોઈપણ ટોપીક યાદ રાખે તેના પર ધ્યાન આપવામાં આવે છે.

ભાવિકાની સી.એ. બનવાની તમન્ના

ભાવિકા  ડાભીએ ધો. ૧ર કોમર્સમાં નિયમિત રીતે અભ્યાસ કરીને ૮ર.૭૧ ટકા સાથે ૯૮.૪ર પી.આર. પ્રાપ્ત કરીને ડાભી પરિવાર તથા ઓનેસ્ટ કલાસીસનું ગૌરવ વધાર્યું છે. અભ્યાસ સિવાય વાચનમાં રૃચી ધરાવનાર ભાવિકા આગળ સખત પરિશ્રમના માર્ગે ચાલીને સી.એ. બનવા માંગે છે.

નિશાનું સી.એ. બનવાનું લક્ષ્ય

નિશા કણઝારીયાએ ધો. ૧ર કોમર્સની બોર્ડની પરીક્ષામાં ૮ર.ર૯ ટકા સાથે ૯૮.પ૦ પી.આર. મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી છે. પિતા ભૂપેન્દ્રભાઈ કોન્ટ્રાકટર છે. તેણીને અભ્યાસ સિવાય લેખનમાં રૃચી છે. નિશા આગળ અભ્યાસ કરીને સી.એ. બનવા માંગે છે.

નિધિને શિક્ષક બનવું છે

નિધિ રમેશભાઈ અજાએ માર્ચ-ર૦ર૦માં લેવાયેલી ધો. ૧ર કોમ્રસની પરિક્ષામાં ૮૦.૧૪ ટકા સાથે ૯૭.૨૩ પી.આર. મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી છે. અભ્યાસ સિવાય વાચનમાં રૃચી ધરાવનાર નિધિ આગળ અભ્યાસ કરીને શિક્ષક બનવા માંગે છે.

મજુરી કામ કરનાર પિતાની પુત્રી નિકીતાની સી.એ. બનવાની મહેચ્છા

નિકીતા મારડિયાએ સખત પરિશ્રમના માર્ગે ચાલીને ધો. ૧ર કોમ્રસમાં ૭પ.ર૯ ટકા સાથે ૯૩.પ૯ પી.આર. મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી છે પિતા વિરેન્દ્રભાઈ મજુરી કામ કરે છે. નવું જાણવાનો શોખ ધરાવતી નિકીતા આગળ અભ્યાસ કરીને સી.એ. બનવા માંગે છે.

માધવીને સી.એ. બનવાની તમન્ના

માધવી રાવલે ધો. ૧ર કોમર્સની બોર્ડની પરિક્ષામાં ૮૬.૪૯ પી.આર. મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી છે. પિતા પ્રકાશભાઈ કારખાનામાં કામ કરે છે. લખવામાં રૃચી ધરાવનાર માધવી આગળ અભ્યાસ કરીને સી.એ. બનવા માંગે છે.

આશિષની શિક્ષક બનવાની ઈચ્છા

આશિષ રાઠોડે ધો. ૧૦ની બોર્ડની પરીક્ષામાં ૮૬.પ૦ ટકા સાથે ૯૯.૦૭ પી.આર. મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી છે. પિતા પ્રવિણભાઈ ફેકટ્રીમાં સુપરવાઈઝર છે. આશિષ આગળ અભ્યાસ કરીને શિક્ષક બનવા માંગે છે.

રાજને બેંક મેનેજર બનવું છે

રાજ ચૌહાણ ધો. ૧૦માં ૭૮.૧૭ ટકા સાથે ૯પ.૬૬ પી.આર. મેળવ્યા છે. પિતા પંકજભાઈ ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા છે. અભ્યાસ સિવાય કબડ્ડીમાં રૃચી ધરાવનાર રાજ બેંક મેનેજર બનવા માંગે છે.

જીલરાજસિંહ પીએસઆઈ બની સમાજ સેવા કરવા માંગે છે

જીલરાજસિંહ પૃથ્વીરાજસિંહ  જાડેજાએ ધો. ૧૦ની બોર્ડની પરીક્ષામાં ૭૬.૧૮ ટકા સાથે ૯૪.પ૧ પી.આર. પ્રાપ્ત કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે. અભ્યાસ સિવાય ક્રિકેટમાં રૃચી ધરાવનાર જીલરાજસિંહ પીએસઆઈ બની સમાજસેવા કરવા માંગે છે.

જાગૃતિ ગઢવીને કલેકટર બનવું છે

જાગૃતિ ગઢવીએ સંપૂર્ણ વર્ષ દરમ્યાન સખત મહેતન કરીને ધો. ૧૦ની બોર્ડની પરીક્ષામાં ૭૪.૩૩ ટકા સાથે ૯૩.૧૦ પીઆર મેળવવામાં સફળતા મેળવી છે. પિતા જગદીશભાઈ રેલવેમાં નોકરી કરે છે. વાંચનમાં રૃચી ધરાવનાર જાગૃતિ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરીને કલેકટર બનવા માંગે છે.

મીતની શિક્ષક બનવાની તમન્ના

મીત ગાંગાણીએ ધો. ૧૦ની બોર્ડની પરીક્ષામાં ૭૩ ટકા સાથે ૯૧.૩૬ પીઆર મેળવ્યા છે. પીતા ચેનભાઈ ડ્રાઈવીંગ વ્યવસાય સાથે જોડાયેલા છે ચેસ રમવાનો શોખ ધરાવનાર મીત આગળ અભ્યાસ કરીને શિક્ષક બનવા માંગે છે.

મારે સી.એ. બનવું છેઃ દિવ્યા

દિવ્યા જાડેજાએ ધો. ૧ર કોમર્સની બોર્ડની પરીક્ષામાં ૮૮.પ૯ પી.આર. પ્રાપ્ત કરીને જાડેજા પરિવાર તથા ઓનેસ્ટ કલાસીસનું ગૌરવ વધાર્યું છે. પિતા વનરાજસિંહ જાડેજા ડ્રાઈવીંગના વ્યવસાય સાથે સંકળાયેલ છે. દિવ્યા આગળ અભ્યાસ કરીને સી.એ. બનવા માંગે છે.

હું ડોકટર બનવા માંગુ છુંઃ પ્રકૃતિ

પ્રકૃતિ જોષીએ એસ.એસ.સી.ની બોર્ડની પરીક્ષામાં ૮૮.પ૦ પી.આર. પ્રાપ્ત કર્યા છે. પીતા જીતેન્દ્રભાઈ ઓટિઆસિસ્ટન્ટ વાચનમાં રૃચી ધરાવનાર પ્રકૃતિ આગળ અભ્યાસ કરીને ડોકટર બનવા માંગે છે.

શિંગરખીયા પરિવારનું ગૌરવ

ભાવિકા જીવનભાઈ શિંગરખીયાએ ધો. ૧૦ની બોર્ડની પરીક્ષામાં ૮૦.૯ર પી.આર. મેળવીને શિંગરખીયા પરિવાર તથા ઓનેસ્ટ કલાસીનું ગૌરવ વધાર્યું છે. પિતા જીવનભાઈ મજુરી કામ કરે છે.

નગરની કેડમસ સોઢા સ્કૂલના વિદ્યાર્થી હિત રસિકભાઈ બુહેચાએ ધો. ૧૦ની પરીક્ષામાં ૯૧ ટકા ગુણ તથા ૯૯.૮૪ પી.આર. મેળવી બુહેચા પરિવાર તથા સમસ્ત પ્રજાપતિ સમાજનું ગૌરવ વધાર્યું છે. સર્જનાત્મક પ્રવૃત્તિઓના શોખ ધરાવતા હિતના પિતા રસિકભાઈ ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે જોડાયેલા છે. તથા માતા મધુબેન ગૃહિણી છે અને હિતએ ઉચ્ચ ગુણો મેળવી માતા-પિતાના સંઘર્ષને સાર્થક કર્યો છે. હિત વિજ્ઞાન પ્રવાહમાં ઉચ્ચ અભ્યાસ કરી ડોક્ટર બનવાનું સપનું ધરાવે છે.

૮૭.૫૦% પરિણામઃ ૧૪ વિદ્યાર્થીઓએ મેળવ્યા ૯૦ પી.આર.થી વધુ ગુણાંક

જામનગર તા. ૧૭ઃ જામનગરની કેડમસ સોઢા સ્કૂલ્સે આ વર્ષે પણ ધોરણ ૧૨ (સામાન્ય પ્રવાહ)ની પરીક્ષામાં ૮૭.૫ ૮કા જેવું ઝળહળતું પરિણામ પ્રાપ્ત કર્યું છે. છેલ્લા તેત્રીસ વર્ષથી આ શૈક્ષણિક સંસ્થા ઉચ્ચ કોટિની પ્રતિષ્ઠા ધરાવે છે.

કેડમસ સોઢા સ્કૂલ્સમાં અત્યાર સુધીમાં પચ્ચીસ હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરીને સમાજના વિવિધ ક્ષેત્રોમાં ગૌરવવંતુ સ્થાન પ્રાપ્ત કરી ચૂક્યાં છે.

આ વર્ષે પણ કેડમસ સોઢા સ્કૂલ્સે શ્રેષ્ઠ પરિણામનો સિલસિલો જાળવી રાખ્યો છે.  અને ધોરણ ૧૨ (સામાન્ય પ્રવાહ)નું પરિણામ ૮૭.૫૦ ટકા આપ્યું છે. આ સંસ્થાના ૧૪ વિદ્યાર્થીઓએ  ૯૦ પી.આર.થી વધુ ગુણાંકો પ્રાપ્ત કર્યાની સિદ્ધિ મેળવેલ છે. જેમાં હિરલ ચૌહાણે ૯૮.૪૫ પી.આર., દક્ષા પાથરે ૯૮.૩૧ પી.આર., અબ્દુલ હિંગોરાએ ૯૭.૬૭ પી.આર., જાવીદ જુણેજાએ ૯૭.૫૩ પી.આર. અને ઈન્દ્રજીતસિંહ વાળાએ ૯૫ પી.આર મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે.

કેડમસ સોઢા સ્કૂલ્સના સીઈઓ મેડમ એકતા સોઢા અને ડાયરેક્ટર યજુવેન્દ્રસિંહ સોઢાએ એક મુલાકાતમાં જણાવ્યું છે કે, શાળાના વિદ્યાર્થીઓને સી.એ., સી.એસ., સીડબલ્યુએ, એમ.બી.એ., જેવા ઉચ્ચ અભ્યાસ તથા ઉજ્જવળ કારકિર્દી માટે સતતપણે કેરિયર કાઉન્સેલિંગ સેલ કાર્યરત છે. શાળાના ઝળહળતા પરિણામ માટે શાળાના કો-ઓર્ડિનેટર ભૂપેન્દ્રસિંહ વાળા, બીનાબા વાળા, સંદીપસિંહ જાડેજાનો મુખ્ય ફાળો રહ્યો છે.

ઝમાને પે છાકર હી રહતી હૈ, સૂરજ કી ચમક છૂપ ન સકતી હૈ

જામનગર તા. ૧૭ઃ જામનગરની ધી સનશાઈન સ્કૂલના વિદ્યાર્થીઓ પ્રતિવર્ષ બોર્ડમાં ઉજ્જવળ પરિણામ લઈ આવે છે. આ વર્ષે પણ ધો. ૧ર કોમર્સમાં સ્કૂલના વિદ્યાર્થીઓએ ઝળહળતું પરિણામ પ્રાપ્ત કર્યું છે. 'નોબત' સાથેની વાતચીતમાં સ્કૂલના તેજસ્વી વિદ્યાર્થીઓએ પોતાની સફળતા અને સપના વિશે વાત કરી હતી.

રાની ચંદનાણી

ધો. ૧ર કોમર્સમાં ૮૮ ટકા ગુણ તથા ૯૯.૭૦ પી.આર. મેળવી રાની ચંદનાણીએ પરિવાર તથા સ્કૂલનું ગૌરવ વધાર્યું છે. પોતાની સફળતા માટે રાની સ્કૂલના શ્રેષ્ઠ શિક્ષણને જવાબદાર ગણાવી માતા-પિતા ભગવાનદાસ તથા અલ્પાબેનની હૂંફનો પણ ઋણસ્વીકાર કરે છે. રાનીના પિતા ઉદ્યોગકાર છે ત્યારે રાનીને સી.એ. બનવાની મહેચ્છા છે.

યશ વેકરિયા

સનશાઈન સ્કૂલના વિદ્યાર્થી યશ મુકેશભાઈ વેકરિયાએ ચો. ૧ર કોમર્સની પરીક્ષામાં ૯ર.ર૯ ટકા ગુણ તથા ૯૯.૯૬ પી.આર. મેળવી ઉજજ્વળ ભવિષ્ય તરફ પ્રથમ પગલું ભર્યું છે. મ્યુઝિકનો શોખ ધરાવતા યશના પિતા મુકેશભાઈ બ્રાસપાર્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. માતા-પિતા મુકેશભાઈ તથા વર્ષાબેનના સપોર્ટથી આત્મવિશ્વાસ પ્રાપ્ત થયો હોવાનું જણાવી યશ શિક્ષકોના સચોટ માર્ગદર્શનથી બોર્ડમાં સફળતા મેળવી હોવાનું સ્વીકારે છે. યશ ચાર્ટડ એકાઉન્ટન્ટ બનવા સંકલ્પબદ્ધ છે.

આંચલ રાઠોડ

ધો. ૧ર કોમર્સમાં ૮૬.૭૧ ટકા ગુણ તથા ૯૯.ઘ૦ પી.આર. મેળવી આંચલ યજ્ઞેશભાઈ રાઠોડે પોતાની પ્રતિભાને સફળતા વડે સાબિત કરી છે. વાચન અને ગાયનનો શોખ ધરાવતી આંચલના પિતા બલાર્ક ફેક્ટરીના કર્મચારી છે જ્યારે માતા રેખાબેન ગૃહિણી છે. આંચલ સ્કૂલના શિક્ષકોના સચોટ માર્ગદર્શનથી બોર્ડમાં સફળતા મેળવી હોવાનું જણાવી સી.એ. બનવાનું સપનું ધરાવતી હોવાનું કહી એ માટે પરિશ્રમ કરવાની તત્પરતા દર્શાવી હતી.

નિધિ ચંદ્રા

નિધિ બિપીનભાઈ ચાંદ્રાએ ધો. ૧ર કોમર્સની પરીક્ષામાં ૮૩.ર૮ ટકા ગુણ તથા ૯૮.૬ર પી.આર. મેળવી ચાંદ્રા પરિવારનું ગૌરવ વધાયું છે. ટ્રાવેલીંગનો શોખ ધરાવતી નિધિ પોતાની સફળતા માટે સ્કૂલના શ્રેષ્ઠ શિક્ષણનો ઋણસ્વીકાર કરી માતા-પિતા બિપીનભાઈ અને મયુરીબેનના સહયોગને સૌભાગ્યરૃપ ગણાવે છે. નિધિ સી.એ. બની ઉજ્જવળ કારકિર્દી બનાવવા માટે ઉત્સુક છે.

બંસી દૂધાગરા

સનશાઈન સ્કૂલની વિદાર્થીની બંસી પ્રવિણભાઈ દૂધરાગરાએ ધો. ૧ર કોમર્સમાં ૮ર.૭૧ ટકા ગુણ તથા ૯૮.૪ર પી.આર. મેળવી પોતાની સફળતા વડે સ્કૂલના નામને ઝળહળતું કર્યું છે.

બંસીના પિતા પ્રવિણભાઈ ખેડૂત છે જ્યારે માતા હર્ષિદાબેન ગૃહિણી છે. ડ્રોઈંગનો શોખ ધરાવતી બંસી સ્કૂલના ઉત્તમ શિક્ષણથી બોર્ડમાં ઊંચું પરિણામ મેળવ્યાનું જણાવી ચાર્ટડ એકાઉન્ટન્ટ બનવાની અભિલાષા વ્યક્ત કરે છે.

નિધિ પોમલ

નિધિ અનિલભાઈ પોમલએ ધો. ૧ર કોમર્સમાં ૮૬.ર૯ ટકા ગુણ તથા ૯૯.૪૧ પી.આર. મેળવી પોમલ પરિવાર તથા સ્કૂલનું નામ રોશન કર્યું છે. પોતાની સફળતા માટે નિધિ સ્કૂલના શિક્ષકોનો આભાર માની માતા-પિતા અનિલભાઈ અને મનિષાબેનના સ્નેહનો પણ ઋણસ્વીકાર કરે છે. ટ્રાવેલીંગનો શોખ ધરાવતી નિધિના પિતા બેંક કર્મચારી છે ત્યારે નિધિ પણ સી.એ. બની સમૃદ્ધિના સાંનિધ્યમાં જીવન જીવવા પ્રતિબદ્ધ છે.

રિદ્ધિ ભોગાયતા

ધો. ૧ર કોમર્સની પરીક્ષામાં ૮૮.૧૧ ટકા ગુણ તથા ૯૯.૧૬ પી.આર. મેળવનાર રિદ્ધિ અરવિંદભાઈ ભોગાયતાએ પરિવાર, સ્કૂલ તથા બ્રહ્મસમાજનું ગૌરવ વધાર્યું છે. ગાયનનો શોખ ધરાવતી રિદ્ધિ માતા-પિતા અરવિંદભાઈ અને સોનલબેન આશીર્વાદને સફળતાના સર્જક ગણાવી સ્કૂલના શિક્ષકોનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. રિદ્ધિના પિતા કર્મકાંડી બ્રાહ્મણ છે ત્યારે રિદ્ધિ આઈ.પી.એસ. ઓફિસર બની પિતાની સાધનાને સિદ્ધ કરવા પ્રતિબદ્ધ છે.

મોહિની કાલાવડિયા

સનશાઈન સ્કૂલની વિદ્યાર્થીની મોહિની ધીરજભાઈ કાલાવડિયાએ ધો. ૧ર કોમર્સની પરીક્ષામાં ૮ર.૭૧ ટકા ગુણ તથા ૯૮.૪ર પી.આર. સાથે ઝળહળતું પરિણામ મેળવ્યું છે. મોહિની સ્કૂલમાં વર્ષભર લેવામાં આવતી નિયમિત ટેસ્ટને બોર્ડની પરીક્ષાના રિહર્સલ સમાન ગણાવી પોતાની સફળતા માટે શિક્ષકોનો ઋણસ્વીકાર કરે છે. ઉપરાંત માતા-પિતા ધીરજભાઈ અને જ્યોત્સનાબેન તથા સમગ્ર પરિવારની હૂંફને પ્રેરક ગણાવે  છે. ગરબા રમવાનો શોખ ધરાવતી મોહિની ચાર્ટડ એકાઉન્ટન્ટ બની ઉજ્જવળ કારકિર્દી બનાવવાની મહેચ્છા ધરાવે છે.

દૃષ્ટિબા ગોહિલે ધો. ૧૨ કોમર્સમાં મેળવ્યા ૯૯.૯૩ પી.આર.

જામનગરના શ્રી સત્યસાઈ વિદ્યાલય તથા સોમૈયા ક્લાસીસની વિદ્યાર્થીની દૃષ્ટિબા વિરમદેવસિંહ ગોહિલે ધો. ૧૨ કોમર્સમાં ૯૧.૧૪ ટકા  ગુણ તથા ૯૯.૯૩ પી.આર. સાથે એ-વન ગ્રેડ મેળવી ગોહિલ પરિવાર તથા સ્કૂલ અને કોચીંગ ક્લાસનું ગૌરવ વધાર્યું છે. સત્યસાઈ સ્કૂલમાં પ્રથમ આવનાર દૃષ્ટિબાના પિતા વિરમદેવસિંહ એ.એસ.આઈ. તરીકે પોલીસ ડિપાર્ટમેન્ટમાં સેવારત છે. તથા માતા નીતાબા ગૃહિણી છે. દૃષ્ટિબા પોતાની સફળતા માટે શિક્ષકોના સચોટ માર્ગદર્શન તેમજ માતા-પિતા અને સમગ્ર પરિવારની હૂંફ અને સહયોગનો ઋણ સ્વીકાર કરે છે.

સંગીત, ટ્રાવેલીંગ તેમજ વાચનનો શોખ ધરાવતી દૃષ્ટિબા એ ધો. ૧૦માં પણ ૯૫.૫૦ ટકા ગુણ સાથે ૯૯.૮૫ પી.આર. મેળવ્યા હતા. ધો. ૧૦ના ઉચ્ચ પરિણામની પરંપરા ધો. ૧૨માં પણ જાળવી રાખી દૃષ્ટિબાએ સાતત્યતાનું સુંદર ઉદાહરણ રજુ કર્યું છે. દૃષ્ટિબા જી.પી.એસ.સી.ની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ ક્લાસ વન અધિકાર બનવાનું સપનું ધરાવે છે. પોતાના સપનાને પૂર્ણ કરવા તમામ પુરૃષાર્થ કરવા દૃષ્ટિબા સંકલ્પબદ્ધ છે.

જામનગર તા. ૧૮ઃ જામનગરનું મોરલ ક્લાસીસ છેલ્લા ર૮ વર્ષથી બોર્ડમાં ઝળહળતું પરિણામ મેળવવાની પરંપરા ધરાવે છે. ક્લાસીસના સંચાલક દિપકભાઈ વાઘેલા તથા દિલીપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં આ વર્ષે પણ ક્લાસીસના વિદ્યાર્થીઓએ ઝળહતું પરિણામ મેળવ્યું છે. ક્લાસીસનું ધો. ૧ર કોમર્સનું ૮૮ ટકા પરિણામ આવ્યું છે, જ્યારે ધો. ૧૦ નું ૮૬ ટકા પરિણામ આવ્યું છે. 'નોબત' સાથેની વાતચીતમાં ક્લાસીસના તેજસ્વી વિદ્યાર્થીઓએ પોતાની સફળતા અંગે વાત કરી હતી.

ભાવિશા કટેશિયા

સજુબા ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થી તથા મોરલ ક્લાસીસની વિદ્યાર્થીની ભાવિશા કિશોરભાઈ કટેશિયાએ ધો. ૧ર કોમર્સની પરીક્ષામાં ૭૮ ટકા ગુણ તથા ૯પ.૮૯ પી.આર. મેળવી પરિવાર, સ્કૂલ તથા કલાસીસનું ગૌરવ વધાર્યું છે. પેઈન્ટીંગનો શોખ ધરાવતી ભાવિકાના પિતા કિશોરભાઈ બ્રાસપાર્ટ ઉદ્યોગ સાથે સંલગ્ન છે જ્યારે માતા હેમલતાબેન ગૃહિણી છે. ભાવિશા પોતાની સફળતા માટે શિક્ષકોના માર્ગદર્શન તથા પરિવારની હૂંફનો ઋણસ્વીકાર કરે છે. ભાવિશા કોમર્સમાં ઉચ્ચ અભ્યાસ કરી બી.કોમ., એમ.કોમ., એમ.ફીલ અને બી.એડ વગેરે ડીગ્રીઓ મેળવી પ્રોફેસર બનવાનું સપનું ધરાવે છે.

રેવતી નકુમ

ધો. ૧ર કોમર્સની પરીક્ષામાં ૮૩ ટકા ગુણ તથા ૯૮.રપ પી.આર. મેળવનાર રેવતી ગોપાલભાઈ નકુમે સજુબા ગર્લ્સ હાઈસ્કૂલ તથા મોરલ ક્લાસીસનું નામ રોશન કર્યું છે. રેવતીના પિતા ગોપાલભાઈ કન્સ્ટ્રક્શન ક્ષેત્રે કાર્યરત છે જ્યારે માતા વનિતાબેન ગૃહિણી છે. પેઈન્ટીંગનો શોખ ધરાવતી રેવતી નિયમિત અભ્યાસથી બોર્ડમાં સફળતા મેળવી હોવાનું જણાવી શિક્ષકોનો આભાર માને છે. રેવતીને કોમર્સમાં એમ.ફીલ સુધીનો અભ્યાસ કરી પ્રોફેસર બનવાની તમન્ના છે.

ભક્તિ રાવલ

જી.ડી. શાહ હાઈસ્કૂલની અંગ્રેજી માધ્યમની વિદ્યાર્થીની તથા મોરલ ક્લાસીસની વિદ્યાર્થીની ભક્તિ શૈલેષભાઈ રાવલએ ધો. ૧૦ ની પરીક્ષામાં ૭૪ ટકા ગુણ તથા ૯ર.૪૬ પી.આર. મેળવી રાવલ પરિવારનું ગૌરવ વધાર્યું છે. ભક્તિના પિતા શૈલેષભાઈ નોકરી કરે છે જ્યારે માતા પારૃલબેન ગૃહિણી છે. કૂકીંગનો શોખ ધરાવતી ભક્તિ બોર્ડમાં સફળતા બદલ શિક્ષકોનો ઋણસ્વીકાર કરી કોમર્સમાં ઉચ્ચ અભ્યાસ કરી ચાર્ટડ એકાઉન્ટન્ટ બનવાની અભિલાષા વ્યક્ત કરે છે.

પ્રકાશ ભોજવિયા

શારદા મંદિર હાઈસ્કૂલ તથા મોરલ ક્લાસીસના વિદ્યાર્થી પ્રકાશ હરિશભાઈ ભોજવિયાએ ૧૦ ની પરીક્ષામાં ૭ર% ગુણ તથા ૯૦.૬૦ પી.આર. મેળવી હાઈસ્કૂલ તથા ક્લાસીસના ગૌરવમાં વધારો કર્યો છે. પેઈન્ટીંગનો શોખ ધરાવતા પ્રકાશના પિતા હરિશભાઈ બ્રાસપાર્ટ ઉદ્યોગ સાથે સંલગ્ન છે, જ્યારે માતા ચંપાબેન ગૃહિણી છે. પોતાની સફળતા માટે પ્રકાશ શિક્ષકોના માર્ગદર્શન ઉપરાંત માતા-પિતા તથા પરિવારની હૂંફનો ઋણસ્વીકાર કરે છે. પ્રકાશ કોમર્સમાં ઉચ્ચ અભ્યાસ કર્યા પછી એમ.બી.એ.ની ડીગ્રી મેળવી બેંકીંગ ક્ષેત્રમાં કારકિર્દી બનવાની મહત્ત્વાકાંક્ષા ધરાવે છે.

ધ્રોળના લેઉવા પટેલ સેવા સમાજ સંચાલિત શ્રીમતી ડી.એચ.કે. મુંગરા કન્યા વિદ્યાલયનું ધોરણ ૧ર (સામાન્ય પ્રવાહ) નું ઝળહળતું ૯૮ ટકા પરિણામ આવ્યું છે. આ શાળાની પાયલ અશ્વિનભાઈ તરપડા ૯૮.૮૬ પી.આર. (પ્રથમ), નિકિતા નવિનભાઈ તરપડા ૯૮.પર પી.આર. (દ્વિતીય) અને કેયુરી સામજીભાઈ ભંડેરી ૯૮.૦૭ પી.આર. (તૃતીય) સાથે ઉત્તીર્ણ થયા છે. સંસ્થાના ચેરમેન તથા ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, ઉપપ્રમુખ વિજયભાઈ સોજીત્રા, રસિકભાઈ કોડીનારિયા, રસિકભાઈ ભંડેરી, હેમરાજભાઈ મુંગરા, ડો. પ્રવિણાબેન નારપરાએ અભિનંદન પાઠવ્યા હતાં.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit