શ્રી રામચંદ્રજીએ પણ નવરાત્રી વ્રત કરેલું....

સીતાજી સહિત રામ - લક્ષ્મણ વનવાસ ભોગવી રહ્યા હતા ત્યારે લંકાપતિ રાવણે યુક્તિપૂર્વક સીતાજીનું હરણ કરેલું. તેણે સીતાજીને અશોકવાટીકામાં રાખેલો. તે તમામ વિગતો શ્રી રામચંદ્રજીને જાણવા મળી ગઇ, હવે સીતાજીને પુનઃ પાછા કેમ લાવવા ? તે પ્રશ્ન શ્રી રામચંદ્રજીને થયો.

આ સમયે અચાનક મહર્ષિ નારદમુનિ ત્યાં પહોંચી આવ્યા. મહર્ષિ નારદમુનિએ શ્રી રામચંદ્રજીને સીતાજી વિશે જણાવ્યું. વધુમાં, સીતાજીને પરત લાવવા માટે ઉપાય પણ સુચવ્યો. તેમણે જણાવ્યું , " હે શ્રી રામ, હવે આસો માસની નવરાત્રી આવશે. આ નવરાત્રીનો ખુબ જ મોટો મહિમા છે. આ નવરાત્રીમાં વ્રત રાખી ભગવતી જગદંબાનું નીતિનિયમ સાથે પૂજન કરવામાં આવે તો તેના વડે દેવી પ્રસન્ન થાય છે અને મનગમતું વરદાન આપે છે.

પૂર્વે શિવજી, વિષ્ણુ અને ઈન્દ્રએ પણ દેવી માની મદદથી મોટા મોટા કાર્યો સાધ્યા છે. શિવજીએ દેવીની મદદથી ત્રિપુરનો, વિષ્ણુએ દેવીની મદદથી મધુ - કૈટભ દૈત્યોનો અને અને ઇન્દ્ર રાજાએ વૃતાસુરનો વધ કર્યો છે.

વશિષ્ઠ, વિશ્વામિત્ર, ભૃગુ, કશ્યપ જેવા મુનિઓએ પણ દેવીભક્તિ કરી તેમની કુપા અને આશિર્વાદથી ઋષિ - પદ મેળવ્યું છે. દેવતાઓના ગુરૃ બૃહસ્પતિએ પણ પોતાના પત્નીને દેવી કૃપાથી જ પરત મેળવ્યા હતા માટે તમે પણ દેવીને પ્રસન્ન કરી સીતાજીને પરત લાવવા માટે સહાય માંગો.'

ત્યાર પછી મહર્ષિ નારદમુનિએ જ શ્રી રામચંદ્રજીને નવરાત્રીમાં વિધિ-વિદ્યાન સાથે કઈ રીતે નવરાત્રી વ્રત કરવું ? તથા કઈ રીતે તેનું ઉદ્યાપન કરવું ? તે પણ વિગતવાર સમજાવ્યું. મહર્ષિ નારદ મુનિના બતાવ્યા પ્રમાણે શ્રી રામચંદ્રજીએ નવરાત્રીનું વ્રત કર્યું. વ્રતના પ્રભાવથી પ્રસન્ન થયેલા મા જગદંબાએ આસો સુદ આઠમના રાત્રે સાક્ષાત દર્શન આપ્યા અને લંકાપતિ રાવણનો સંહાર કરવાનું અને સીતાજીને ફરી પ્રાપ્ત કરવાનું વચન આપ્યું. શ્રી રામચંદ્રજીએ ભગવતી જગદંબાના આશિર્વાદથી વિજયાદશમીના શુભ દિવસે લંકાપતિ રાવણનો સંહાર કરી લંકા પર વિજય મેળવ્યો અને શ્રી રામચંદ્રજી અને સીતાજીનું પુનઃમિલન થયું.

દારિદ્રય-દુઃખ વગેરેનો નાશ કરવા માટે મંત્ર

દૂર્ગે સ્મૃતા હરસિ ભીતિમશેષજન્તોઃ

સ્વસ્થૈઃ  સ્મૃતા મતિમતીવ શુભાં દદાસિ ા

દારિદ્રયદુઃખભયહારિણિ કા ત્વદન્યા

સર્વોપકારકણાય સદાદ્રચિત્તા ાા

- કનકચંદ્ર છગનલાલ વ્યાસ

 

 

દેવી ભક્તિથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે...

એક વખત જમદગ્નિ ઋષિએ વિદ્વાન એવા લોમશજીને પૂછ્યું, "સર્વદેવોમાં શ્રેષ્ઠ, આરાધ્ય અને સૌ પ્રકારનું મંગલ કરનાર કોણ છે ? ત્યારે લોમશજીએ જણાવ્યું , " હે મહર્ષિ, આ સંપૂર્ણ જગત શક્તિને આધારે છે. જગતમાં સૌથી વધુ મહત્વ જ્ઞાનનું છે. જ્ઞાન મેળવવા માટે દેવીના શરણે જ જવું જોઈએ. જે બ્રહ્મા આદિ દેવો અને અસુરોની જન્મદાત્રી છે. જ્ઞાન વડે જ જગતના તમામ સુખો પ્રાપ્ત થાય છે. તે અંગે એક કથા છે. જે હું આપને સંભળાવું છું. જે સાવધાન થઇને તમે સાંભળો.''

કૌશલ નામના એક રાજયમાં દેવદત્ત નામનો પવિત્ર અને ખુબ જ વિદ્વાન બ્રાહ્મણ રહેતો હતો. તેને ત્યાં પુત્ર ન હતો. તેથી પુત્રપ્રાપ્તિની કામના સાથે તેણે પુત્રેષ્ટિ યજ્ઞ કરવાનો વિચાર કર્યો. તેથી દેવદત્ત નામના તે બ્રાહ્મણે બ્રાહ્મણોને આમંત્રણ આપી તમસા નદીના કિનારે પુત્રેષ્ટિ યજ્ઞનો પ્રારંભ કર્યો. આ યજ્ઞમાં આચાર્ય પદે રહી ગોભિલ મંત્રોચ્ચાર કરી રહ્યાં હતા તેમાં વારંવાર સ્વરભંગ થતો હતો. ગોભિલ ખૂબ જ વિદ્વાન, તપસ્વી અને પવિત્ર હતા. પરંતુ વારંવાર સ્વરભંગ થતો હોવાથી તે યજમાન દેવદત્તથી સહન થતું ન હતું. આખરે તેમણે તે તરફ ધ્યાન દોરતાં સમજવ્યું. આચાર્ય ગોભિલને તે વાતથી અપમાન જેવું લાગ્યું. તેથી તે ખૂબ જ ક્રોધ ભરાયા અને દેવદત્ત નામના તે બ્રાહ્મણને શાપ આપતા કહ્યું, " તને પુત્ર તો પ્રાપ્ત થશે જ પણ તે બ્રાહ્મણ મુર્ખ પ્રાપ્ત થશે."

આ શાપ સાંભળી ઋષિ દેવદત્ત ખુબ જ દુઃખી થઈ ગયા. તેમણે તુરંત જ પોતે કરેલા અવિનય બદલ આચાર્ય ગોભિલને દંડવત પ્રણામ કરી તેની ક્ષમા માંગી  આથી આચાર્ય ગોભિલને દયા આવી અને પોતે કરેલા ક્રોધ બદલ તેમને ખૂબ જ પસ્તાવો થયો. તેથી પોતે આપેલા શાપમાં ફેરફાર કરતા જણાવ્યું કે,"એક સમય એવો આવશે કે, મુર્ખ તરીકે પંકાયેલ તે તારો પુત્ર સ્વયં વિદ્વાન થઇ જશે." યજ્ઞનું સમાપન થયુ. યજ્ઞની પ્રસાદી ઋષિ દેવદત્તની પત્ની રોહિણીને આપવામાં આવી. બરાબર નવ મહિને રોહિણીને ત્યાં પુત્રનો જન્મ થયો. ઋષિ દેવદત્ત અને તેની પત્ની રોહિણીના એ પુત્રનું નામ ઉતથ્ય રાખવામાં આવ્યું. તે ક્યારેય અસત્ય ન બોલતો અને ક્યારેય કોઇનું નુક્શાન ન કરતો. તેનાથી થાય તેટલી સૌની મદદ કરતો. આ ઉતથ્યને બરાબર આઠમે વર્ષે ઉપનયન સંસ્કાર કરાવવામાં આવ્યો. તેને વિદ્યા – અધ્યયન માટે ગુરૃકુળ મૂકવામાં આવ્યો પરંતુ અનેક પ્રયત્નો કરવા છતાં પણ તે ઉતથ્યને બિલકુલ જ્ઞાનની પ્રાપ્તિ જ ન થઇ. તે આમને આમ બાર વર્ષનો થઇ ગયો. બ્રાહ્મણો માટે અત્યંત જરૃરી એવા ગાયત્રી મંત્રનો જાપ પણ તેને કરતા ન આવડ્યો. તે સંધ્યાવંદન પણ ન શીખી શક્યો. તેની મુર્ખતાના લોકો દાખલા આપવા માંડ્યા. તે સૌના હાસ્યનું પાત્ર બનવા લાગ્યો. પરંતુ વારંવાર હાંસીના પાત્ર બનવા લાગેલા આ બ્રાહ્મણ પુત્ર ઉતથ્યને સંસાર પ્રત્યે અરૃચિ થઇ ગઈ. તેથી તે વિરક્ત બનીને ગંગા કિનારે એક આશ્રમમાં રહેવા લાગ્યો., રોજ વહેલો ઉઠી ગંગાજીમાં તે સ્નાન કરી આવતો પછી પોતાની પર્ણકુટીમાં આવી બેસી રહેતો.

એક દિવસ પાસેના વનમાં એક શિકારી શિકાર કરવા નીકળેલો. તેણે એક સુવ્વરને તીર માર્યું. તીરથી વિધાયેલું તે સુવ્વર પોતાના પ્રાણ બચાવવા ભાગ્યું. તે ઉતથ્ય મુનિના શરણે આવ્યું. ઉતથ્ય મુનિ જ્ઞાની ન હતા પરંતુ તે અત્યંત દયાળુ હતા. તેથી ઉતથ્ય મુનિએ તે સુવરને ઝાડીઓમાં સંતાળી દીધું. થોડીવારે શિકારી પણ ઉતથ્ય મુનિ પાસે આવ્યો. તેણે મુનિને ઉદેશીને કહ્યું, "હે મહાત્માજી મેં એક સુવ્વરને તીર મારેલું. તે સુવર મારા હાથેથી છટકી ગયું છે. હું અત્યંત ભૂખ્યો છું. મારો શિકાર તમારી પાસે આવ્યો છે ? કે તમે તેને જોયું છે ?" આ સમયે ઉતથ્ય મુનિ વ્યથિત થઈ ગયા. જો સાચું બોલે તો શરણાગત્ત એવા સુવરનું મૃત્યુ થાય અને ખોટું બોલે તો સત્યવ્રતનો ભંગ પણ થાય અને સુધા - પીડિત શિકારી અને તેના પરિવારને દુઃખ આપવાના પાપના ભાગીદાર પણ થવાય.

આમ, ભયંકર સંકટમાં ફસાયેલા તથ્ય મુનિને મા ભગવતીનું સ્મરણ થઈ આવ્યું. તેમણે મનોમન મા ભગવતીને સહાય કરવા મદદ માંગી. તેમનું અંતઃકરણ માતાજીની ભક્તિમાં ગદ્ગદ્ થઇ ગયું. તેમણે માતાજીને સાચા હૃદયથી યાદ કર્યા તેથી જગતજનની મા જગદંબાએ તેમના પર કૃપા કરી. તેના ચિત્તમાં જ્ઞાનનો પ્રકાશ થયો. તેમને પોતે પ્રાપ્ત કરેલી તમામ વિદ્યાઓનું સ્મરણ થઇ આવ્યું તેથી તેમનાથી કવિત્વ વાણીમાં બોલાયું,

" જે ઈન્દ્રીય ચક્ષુ ) જુએ છે તે બોલી નથી શકતી અને જે ઇન્દ્રીય (જીહ્વા ) બોલે છે તે જોઈ નથી શકતી * તેના જવાબ માત્રથી શિકારી નીરાશ થઈ ત્યાંથી તત્કાળ ચાલ્યો ગયો. પરંતુ ત્યારપછી ઉતથ્ય મુનિની વિદ્વતાનો પ્રભાવ ફેલાયો. દેવીકૃપા પ્રાપ્ત થયા બાદ તે બીજ મંત્ર સહિત મા ભગવતીની ઉપાસના કરવા લાગ્યો. તેમની વિદ્વતાથી લોકો પ્રભાવિત થયા. તેમને સત્યવ્રત એવું વિશેષ નામ આપવામાં આવ્યું. તેઓ અત્યંત વિદ્વાન અને શ્રેષ્ઠ કવિ તરીકે જગતમાં પ્રસિધ્ધ થયા.

આમ, દેવી ભક્તિથી ઉતથ્ય મુનિ જ્ઞાનસભર થઈ સત્યવ્રત ઋષિ બન્યા.

વિઘ્ન-બાધાનો શમન કરવા માટેનો મંત્ર

સર્વાબાધાપ્રશમનં નૈલોક્યસ્યાખિલેશ્વરિ ા

એવમેવ ત્વયા કાર્યમસ્મદ્વૈરિવિનાશનમ્ ાા

- કનકચંદ્ર છગનલાલ વ્યાસ

 

ભસ્મની મહિમા

યજ્ઞ કરતા શેષ વધેલી ભસ્મનો અનેક ઘણો મહિમા શાસ્ત્રોમાં ગવાયો છે  ભસ્મ ધારણ કરીને ઘરેથી નીકળેલા મનુષ્યોની સર્વ મનોકામના પૂર્ણ થાય છે. બ્રાહ્મણો સંધ્યાવંદનમાં ભસ્મનો ઉપયોગ કરે છે. દરેક ધાર્મિકક્રિયામાં સર્વપ્રથમ ભસ્મ ધારણ કરવાની હોય છે. આ ઉપરથી જ ભસ્મનું મહત્વ સમજાય છે. ભસ્મ ધારણ કરતી વખતે તેનો શાસ્ત્રોક્ત મંત્ર જપવો અનિવાર્ય ગણાવ્યો છે. કપાળ, બન્ને હાથ, હૃદય, બન્ને ગોઠણ પર ભસ્મનું ત્રિપુંડ કરવાનું રહે છે. આ ત્રિપુંડની ત્રણ રેખાને બ્રહ્મા, વિષ્ણુ તથા મહેશના સાક્ષાત પ્રતિક સમા ગણવામાં આવ્યા છે.

આ અંગેની એક કથા દેવી ભાગવત મહાપૂરાણમાં આવે છે કે, એકવાર મહાન મુનિ દુર્વાસાજી ફરતા ફરતા સ્વર્ગલોકમાં પહોંચ્યા. ત્યાંથી પાછા ફરી નરકલોકમાં ગયા, દુર્વાસામુનિના મસ્તક પરના વિશાળ ભાલપ્રદેશ (કપાળ) પર દિવ્ય ત્રિપુંડ શોભતું હતું. તેમના શરીર પર પણ દિવ્ય એવી ભસ્મ ધારણ કરેલી હતી. દેવીની પ્રસાદીરૃપે આ ભસ્મના કારણે તેમના તેજમાં પણ વધારો થયેલો જોવા મળતો હતો. તેઓ યમરાજીને મળ્યા અને તેમના ખબર - અંતર પૂછ્યા. ત્યાર પછી આખીય યમપુરી ફરી વળ્યા. છેલ્લે તેઓ કુંભીપાક નરકમાં પહોંચ્યા. ત્યાં ભયાનક યાતનાઓને ભોગવી રહેલા જીવો દુર્વાસા મુનિને શરીરે લગાડેલી ભસ્મ તેમના પર ઉડવાથી તે સૌ પોતાના કષ્ટમાંથી મુક્ત થવા લાગ્યા. તેમને સ્વર્ગના સુખની પ્રાપ્તિ થવા લાગી. આ બધું જોઈ અને ત્યાં હાજર રહેલા યમદુતો પણ વિમાસણમાં પડી ગયા. દુર્વાસામુનિ તો ત્યાંથી ચાલ્યા ગયા. પછી આ ઘટના વિશે યમદુતોએ યમરાજાને પૂછયું ત્યારે યમરાજાએ જવાબ આપ્યો,

"આ બધી જ શક્તિનો પ્રતાપ છે. ભસ્મમાં દેવી શક્તિ રહેલી છે. તે ભસ્મ દુર્વાસામુનિએ ધારણ કરેલી. તેમાંથી ઉડેલી ભસ્મની કણોથી જીવાત્માઓ નરકના કષ્ટોમાંથી મુક્ત થઈ અને સ્વર્ગના સુખને પામ્યા છે."

આ પ્રસંગ ઉપરથી એવો બોધ મળે છે કે , દેવીની યજ્ઞની પ્રસાદીરૃપ ભસ્મના કણ માત્રથી પણ સ્વર્ગના આનંદની પ્રાપ્તિ થાય છે. માટે શિવ-શક્તિના પ્રસાદી રૃપ ભસ્મ મનુષ્યએ અવશ્ય ધારણ કરવી જોઇએ.

આરોગ્ય અને સૌભાગ્યની પ્રાપ્તિ માટેનો મંત્ર...

" દેહિ સૌભાગ્યમારોગ્યં

દેહી મેપરમંસુખમ,

રૃપં દેહિ જયં દેહિ

યશો દેહિ દ્વિષો નહિ."

આ મંત્રથી આરોગ્ય અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.

 - કનકચંદ્ર છગનલાલ વ્યાસ

શક્તિના પ્રભાવની કથા

ઘણા વર્ષો પહેલાની કથા છે. એક વાર પૃથ્વી લોક ઉપર ભયંકર દુષ્કાળ પડયો. પરિસ્થિતિ ખૂબ જ વિકરાળ થઈ ગઈ. અન્ન-જળ વિના મનુષ્યો, પશુ - પક્ષીઓ મરવા લાગ્યા. આ ગંભીર પરિસ્થિતિને પામી જઈ લોકો મહાશોકમય બન્યા. તેઓ જુદા-જુદા ઋષિઓ તેમજ મુનિઓને શરણે જઈ આવી પડેલ વિકટ સમસ્યાનો ઉકેલ આણવા માટે પ્રાર્થના કરવા લાગ્યા પરંતુ એ ઋષિઓ અને મુનિઓ આ સંકટને દૂર ને કરી શક્યા. તેમાના કેટલાક ઋષિ - મુનિઓને પરમ ગાયત્રી ઉપાસક ગૌતમ ઋષિ પ્રત્યે ખૂબ જ ઇર્ષા હતી. તેઓએ લોકોને સુચવ્યું કે, આ વિકરાળ પરિસ્થિતિનો ઉકેલ એક માત્ર ગૌતમ ઋષિ જ લાવી શકે તેમ છે. માટે તમે સૌ ગૌતમ ઋષિના શરણે જાવ."

આમ, લોકો સૌ સાથે મળીને ગૌતમ ઋષિના શરણે ગયા. ગૌતમ ઋષિએ સૌને આવકાર આપી પોતાના આશ્રમમાં બેસાડ્યા તેમજ તેમને આવવાનું કારણ પૂછ્યું. ત્યારે તેમના એક વડિલે ગૌતમ ઋષિને કહ્યું, "હે પૂજનીય, આપ તો જાણો છો કે જગત પર દુષ્કાળે પોતાનો ક્રુર પંજો જમાવ્યો છે. મનુષ્ય, પશુઓ, પક્ષીઓ, અન્ન-જળ વિના ટપોટપ મરી રહ્યાં છે. આ મહાભયંકર પરિસ્થિતિમાંથી આપ જ માર્ગ કાઢી શકો તેમ છો તે જાણી અમે તમારા શરણે આવ્યા છીએ. માટે આ મહાસંકટમાંથી માર્ગ કાઢી આપવાની કૃપા કરો તેવી વિનંતી કરવા જ અમે સૌ આપની પાસે આવ્યા છીએ."

આ સાંભળી ગૌતમ ઋષિએ કહ્યું, " ું પણ આપ સૌ જેવો સામાન્ય મનુષ્ય જ છું. આપ સૌ અહીં રહો સાયંસંધ્યા બાદ હું તમને જણાવીશ કે તમારું વિઘ્ન દૂર થશે કે નહી." સંધ્યા સમયે સંધ્યા વંદન કરી ગૌતમ ઋષિએ માં ગાયત્રીને ખરા અંતઃકરણથી પ્રાર્થના કરી યાદ કર્યા, આથી સાક્ષાત સાવિત્રી દેવી પ્રસન્ન થઇ પ્રગટ થયા. દેવીએ કહ્યું, " બેટા, તેં મને શા માટે યાદ કરી ?  " ગૌતમ ઋષિ બોલ્યા, " હે દયાળુ, પરમકૃપાળુ મા, જગતમાં દુષ્કાળે કાળો કેર વર્તાવ્યો છે. ત્યારે તારા બાલુડા તેમજ મુંગા પશુ - પક્ષીઓ તડપી - તડપી અને મરી રહ્યાં છે તમે તે સારી રીતે જાણો છો. માટે લોકોના દુ ઃખને દૂર કરી આ જગતને ફરી લીલુંછમ બનાવી દો.'

ગૌતમ ઋષિની પ્રાર્થના સાંભળી ભગવતી ગાયત્રી દેવી " તથાસ્તુ કહી અંર્તધ્યાન થઈ ગયા. પછી ખૂબ જ સારો વરસાદ થયો. જગત ફરી નંદનવન સમું ભાસવા લાગ્યું, આથી ગૌતમ ઋષિના શરણે આવેલા સૌ માતા સાવિત્રી - ગાયત્રી દેવીની અને ગૌતમ ઋષિની જય જયકાર કરવા લાગ્યો. સૌ પોત પોતાના ક્ષેત્રમાં ગયા. ચો તરફ ગૌતમ ઋષિનો જય જયકાર સાંભળી, તેના વિરોધી ઋષિ મુનિઓ વધુ ઈર્ષ્યા કરવા લાગ્યા. સૌ વિરોધીઓએ સાથે મળી એક મરવા પડેલી ગાયને ગૌતમ ઋષિની ગૌશાળામાં બાંધી આવ્યા. વહેલી સવારે ગાયને પુજવા જનારા ગૌતમ ઋષિ એક પછી એક ગાયને પુજતા પૂજતા આ અત્યંત બિમાર અને નબળી એવી ગાયને કપાળે તિલક કરવા ગયા ત્યાં જ તે ગાય જમીન ઉપર ઢળી પડી અને મરણ પામી. ગૌતમ ઋષિ આ ઘટનાથી અત્યંત દુઃખી થઇ ગયા. તેમણે માન્યું કે પોતાના હાથે ગૌ હત્યા થઇ ગઇ. આથી તે વ્યથીત હૃદયે રડવા લાગ્યા. સાથે સાથે ભગવતી સાવિત્રી - ગાયત્રી દેવીનું સ્મરણ કરવા લાગ્યો.  તત્કાળ માં સાક્ષાત પ્રગટ થયા. તેમણે ગૌતમ ઋષિને સાંત્વના આપી. તેમજ ગૌતમ ઋષિને તેમની સાથે બનાવટ કરનારા તેમના ઈર્ષ્યાળુના કાવતરાની વાત કરી. તે ઈર્ષાળુને ભગવતી દેવીએ નિસ્તેજ બનાવી દીધા. જ્યારે ગૌતમ ઋષિના તેજમાં વધારો કરી તેના પર પોતાની પૂર્ણ કૃપા ઉતારી.

સ્વપ્નમાં સિદ્ધિ પ્રાપ્તિ માટેનો મંત્ર

" દુર્ગે દેવી નમસ્તુભ્યં સર્વકામાર્થસાધિકે,

મમ સિધ્ધિમસિધ્ધિં વા સ્વપ્ન સર્વ પ્રદર્શય"

આ મંત્રની દરરોજ ત્રણ માળા કરવાથી સ્વપ્નમાં સિધ્ધિની પ્રાપ્તિ થાય છે.

 - કનકચંદ્ર છગનલાલ વ્યાસ

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

ગાયત્રી સાધના અધુરી છોડવાનો ફળ...

પાતાળ લોકમાં રહેનારો તરૃણ નામનો એક દૈત્ય હતો. આ દૈત્ય ગંગા નદીના કિનારો રહી તપ કરતો. તેણે નિરાહાર રહી અને એકાગ્ર ચિતે વર્ષો સુધી ગાયત્રી મંત્રનો જાપ કરેલો. તેને લીધે પ્રસન્ન થયેલા ગાયત્રી દેવી પાસે તરૃણ દૈત્યે વરદાન માંગ્યું કે "બે પગ વાળા (મનુષ્ય, વાનર વગેરે) તથા ચાર પગ વાળા કોઈ પણ પ્રકારના જીવો મને મારી ન શકે તેવું વરદાન આપો."

ત્યારે માતાજીએ તેને વચન આપ્યું કે, " જ્યાં સુધી તું મારા મંત્રનો જપ કરતો રહીશ અને મારામાં મન જોડીને રહીશ ત્યાં સુધી કોઇપણ તારો વાળ વાંકો નહી કરી શકે."

આમ દેવીની શક્તિથી બળવાન બનેલા તરૃણ દૈત્યએ દેવતાઓ સામે મોરચો ખોલ્યો. તે દેવોની શાંતિને હણવા લાગ્યો. યેનકેન પ્રકારે તે દેવોને હેરાન - પરેશાન કરવા લાગ્યો, તેથી કંટાળેલા દેવતાઓ તેનો સામનો કરવા છતાં તેમને પીછે હટ કરવાનો વખત આવ્યો. તેઓ બ્રહ્મા, વિષ્ણુ અને શિવજી ભગવાનના શરણે ગયા. પરંતુ તેઓ પણ આ તરૃણ દૈત્યની સામે હારી ગયા. ત્યારે દેવતાઓના ગુરૃ બૃહસ્પતિને સાથે રાખી સૌ વિચારવા લાગ્યા કે, તરૃણ દૈત્યની સમસ્યામાંથી કઇ રીતે મુક્ત થવું ? આખરે બૃહસ્પતિજીએ ઉપાય બતાવ્યો કે, તરૃણ દૈત્ય જો ગાયત્રી મંત્ર કરવાનું છોડી દે તો તેની સામે આપણે વિજય મેળવી શકીએ. તેમજ પોતે બિડું ઝડપ્યું કે, હું ખુદ જાતે જૈઈને તરૃણ દૈત્યની યુક્તિપૂર્વક ગાયત્રી સાધના છોડાવી દઇશ. બૃહસ્પતિજી તરૃણ દૈત્ય પાસે ગયા અને તેના મનમાં ગાયત્રી મંત્ર પ્રત્યે શંકા ઉભી કરી દીધી. શંકા ઉભી થતાં તેણે ધીરે ધીરે ગાયત્રી મંત્રની સાધના કરવાનું છોડી દીધું. તેના કારણે તે ધીરે ધીરે નિસ્તેજ થવા લાગ્યો.

બીજી બાજુ દેવતાઓએ જગત જનની મા સાવિત્રીની પૂજાઅર્ચના શરૃ કરી દીધી. શ્રધ્ધા - ભક્તિપૂર્વક ગાયત્રી મંત્રના જાપથી પ્રસન્ન થયેલા સાવિત્રી દેવી દેવતાઓને વરદાન આપ્યું કે, " તરૃણ નામના દૈત્યના ત્રાસમાંથી હું તમને જરૃર મુક્ત કરાવીશ." પછી દેવીએ પોતાની શક્તિથી ભ્રમરોને ઉત્પન્ન કર્યા ( ભ્રમરો એટલે બે પગ - ચાર પગ વગરના જીવ )એ ભમરોએ તરૃણ દૈત્ય ઉપર પ્રહાર કરી તેને દેશ મારી મારી તેને મારી નાખ્યો.

આમ, ગાયત્રી સાધના છોડી દેનાર તરૃણ દૈત્યનું મૃત્યુ થયું અને દેવતાઓ તેના ત્રાસમાંથી મુક્ત થયા.

સર્વત્ર રક્ષા માટે દેવી મંત્ર

"સુલેન પાહિ નો દેવિ પાહિ ખડ્ગેન ચામ્બિકે

ઘંટાસ્વનેન નઃ પાહિ ચાપ જ્વાનિ સ્વનેનચ."

ઉપરોક્ત મંત્રની દરરોજ ત્રણ માળા શ્રધ્ધા સાથે કરતા રહેવાથી દેવી માં સર્વત્ર રક્ષા કરે છે.

 - કનકચંદ્ર છગનલાલ વ્યાસ

દેવી વિંધ્યવાસિની તરીકે જગપ્રસિધ્ધ થયા....

એકવાર મહર્ષિ નારદજી ફરતા ફરતા વિંધ્યાચળ પર્વત ક્ષેત્રે આવી પહોંચ્યા, આવેલા નારદજીને જોઇ વિંધ્યાચળે તેમનું ભાવભર્યું સ્વાગત કર્યું. વાત વાતમાં મહર્ષિ નારદજીએ વિંધ્યાચળને કહ્યું , " હે વિધ્યાચળ મારી દષ્ટિએ તું પણ હિમાલય જેવો મહાન છે પરંતુ તું જાણે છે કે, સૂર્યનારાયણ હિમાલય, નીલ, ગંધમાદન આદિ પર્વતોની પરિક્રમા કરે છે તું પણ તેમના જેટલો જ મહાન છે છતાં પણ તે તારી પ્રદિક્ષણા ન કરી અને રોજે રોજ તારું અપમાન કરે છે, તારું રોજે રોજ થતું અપમાન મારાથી તો જોવાતું નથી.. તને આ બાબતે કોઈ તકલીફ નથી થતી ? તું તેજસ્વી હોવા છતાં તારું રોજે રોજ અપમાન થતું હોય તો તે તેજસ્વીતા શા કામની ? *

આ પ્રમાણે મહર્ષિ નારદજી દ્વારા કાનભંભેરણી થતાં વિંધ્યાચળ ક્રોધે ભરાયો. તેણે નક્કી કરી લીધું કે, " કોઇપણ હિસાબે આ અભિમાની સુર્યનારાયણને જરૃર પાઠ ભણાવવો." બસ પછી તો પૂછવું જ શું ? મહાશક્તિ ધરાવતા વિધ્યાચળે પોતાની જિંચાઇમાં એટલી હદે વધારો કરી નાખ્યો કે, સૂર્યનારાયણનો રથ તે ઉંચાઇ ઉપરથી નીકળવો અશક્ય બની ગયો. જેથી અડધી ભૂમિ પર ઘોર અંધકાર છવાઇ ગયો. આ બનાવને કારણે લોકો દિવસને પણ રાત્રી સમજવા લાગ્યા તેથી યજ્ઞ, પૂજી - પાઠ વગેરે દેવકાર્યો અટકી ગયા. જેને કારણે દેવોને હવિભોજ મળવાનું બંધ થઇ ગયું. તેઓ ખૂબ જ દુઃખી બની ગયા. શું કરવું તેનો કોઇ માર્ગ દેખાતો ન હતો.

આખરે આ સંકટથી બચવા માટે બધાય દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા. તેમની પાસે પોતાના દુઃખની રજુઆત કરી પરંતુ બ્રહ્માજીએ કહ્યું, "આમાં હું કંઈ પણ કરી શકું તેમ નથી માટે આપણે સૌ શિવજી પાસે જઇએ, શિવજી પાસે જઈ સૌએ આવી પડેલા દુઃખમાંથી માર્ગ કાઢી આપવા વિનંતી કરી. તેમની વિનંતીને ધ્યાને લઇ શિવજીએ કહ્યું, "તમે સી જે દુઃખ દૂર કરવા માટે આવ્યા છો, તેમાં હું મદદરૃપ થઇ શકું તેમ નથી. તે માટે તો આપણે વિષ્ણુ પાસે જવું પડે તેમ છે. તેથી બ્રહ્માજી, શિવજી અને બધાય દેવતાઓ વિષ્ણુ ભગવાન પાસે પહોંચ્યા. તેમના આગળ વિંધ્યાચળને લીધે ઉભી થયેલી વાત કરી, વિષ્ણુ ભગવાન બોલ્યો, " આ આખીય સમસ્યામાંથી બહાર નીકળવાનો રસ્તો અગત્ય મુનિ નામના એક મહાન દેવી ભક્ત પાસે છે. આ વિધ્યાચળ, તેનો શિષ્ય છે. મુનિના તપોબળના તેજને કારણે જ તે સૂર્યના સ્થાનને રોકી શક્યો છે . તેમાં હું વચ્ચે પડી દેવીભક્તના ક્રોધનો ભોગ બનવા માંગતો નથી. માટે તમે સૌ દેવતાઓ સાથે મળી મુનિ અગત્ય પાસે જાવ. તે અત્યારે કાશી નગરીમાં તપ કરી રહ્યા છે. તેમની પાસે જઇને વિનંતી કરો તો તમારું કષ્ટ અવશ્ય દૂર થશે."

આ સાંભળી સૌ દેવતાઓ સાથે મળી અને સુંદર એવી શિવજીની કાશી નગરીમાં આવ્યા. ત્યાં આવી સૌએ અગત્ય મુનિને વિનંતી કરી, " હે મુનિ, વિંધ્યાચળ પર્વત તમારો શિષ્ય છે. તેના કારણે અમને એક મોટી તકલીફ ઉભી થઇ છે. તેણે પોતાની ઉંચાઇ વધારી સૂર્યનારાયણનો રથ રોકી રાક્યો છે. જેથી પૃથ્વી લોકના અડધા ભાગમાં અંધકાર છવાયો છે. તેના લીધે અનેક જાતની સમસ્યાઓ ઉભી થયેલ છે. માટે અમારા કષ્ટને દૂર કરો. ત્યારે અગમ્ય મુનિએ દેવતાઓને ધીરજ રાખવા કહ્યું. પછી પોતે વિંધ્યાચળ પર્વત પાસે ગયા, ગુરૃઆવેલા જાણી વિંધ્યાચળ તેને પગે લાગવા નમ્યો. ત્યારે સૂર્યનારાયણના રથને જવાનો માર્ગ ખુલ્લો થયો. ત્યારે ગુરૃએ તેને એમને એમ નમી રહેવાની આજ્ઞા આપી. આથી દેવી ભક્ત અગત્ય મુનિની આજ્ઞાથી આજ દિવસ સુધી તે નમતો રહેલ છે. તેથી સૌ દેવતાઓએ દેવી માતાનો જય જયકાર કર્યો અને અગસ્ત મુનિનો ખુબ ખુબ આભાર માન્યો. વિંધ્યાચળે પોતાના ગુરૃ અગમ્ય મુનિને પ્રાર્થના કરી, " હે ગુરૃ મારો પણ મહિમા વધે તેવું કંઇક કરો.* ત્યારે દેવી ભક્ત અગત્ય મુનિએ દેવી માને પ્રાર્થના કરી કે, " હે મા તમે આ પર્વત ઉપર નિવાસ કરી પર્વતનું મહત્વ વધે તેમ કરો.'

આથી આ ભગવતીએ ત્યાં પોતાનું સ્થાન સ્થાપ્યું અને તે પર્વતનો મહિમા વધે તે માટે વિધ્યાવાસીની તરીકે જગતમાં પ્રસિધ્ધ થયા.

પાપના નાશ માટેનો મંત્ર

" હિનસ્તિ દૈત્યતેજાંસિ સ્વનેનાપૂર્ય યા જગત્

સા ઘંટા પાતુનો દેવિ પાપેભ્યોડનઃ સુતાનિવ."

ઉપરોક્ત મંત્રની દરરોજ ત્રણ માળા કરવાથી પાપનો ક્ષય થાય છે

 - કનકચંદ્ર છગનલાલ વ્યાસ

 

ગાયત્રી મહામંત્ર ખરેખર દિવ્ય છે...

ગાયત્રી મંત્રને મહામંત્રની ઉપમા આપવામાં આવી છે. વેદ - પૂરાણોએ મહામંત્ર ગાયત્રી મંત્રનો ખૂબ જ મહિમા ગાયો છે, તો વશિષ્ઠ ઋષિ, વિશ્વામિત્ર ઋષિ, ઋષિ દયાનંદ સરસ્વતિ, સ્વામી વિવેકાનંદ, રામકૃષ્ણ પરમહંસ, ૫.મદનમોહન માલવિયાજી વગેરે મહાપુરૃષોએ પણ મહામંત્રની ખૂબ જ પ્રસંશા કરી છે. ભાગવત પુરાણ ઉપરાંત શ્રીમદ્ ભાગવત ગીતામાં પણ ગાયત્રી મંત્રના મહિમાનો ઉલ્લેખ મળે છે. ભગવાન શ્રી કૃષ્ણ પણ બહ્મમુહુર્તમાં ઉઠી, દિનચર્યા પૂર્ણ કરી અને ગાયત્રી મંત્રનો જાપ કરતા હતા. "ગાયત્રી મંજરી'' માં ઉલ્લેખ મળે છે કે સાક્ષાત શિવજી મહારાજે જગત માતા પાર્વતી પાસે ગાયત્રી મંત્રના ગુણગાન ગાયા છે.

ગાયત્રી મંત્રના ચોવીસ અક્ષરો મનુષ્યના શરીરના ચોવીસ અંગો પર સુમ અસર કરી મનુષ્યને ઉન્નતિના રસ્તે લઈ જાય છે. આ અંગે એક જર્મન વૈજ્ઞાનિક સંશોધન પણ કરેલું અને શાસ્ત્રોની આ વાતને અનુમોદન પણ આપેલું છે. ગાયત્રી મંત્રનો મહિમા દર્શાવતી એક ઘટના છે. પૂર્વે  વાગ્ભટ્ટ નામના એક વિદ્વાન થઈ ગયા. તેમને જીવનમાં કંઈને કઈ સમસ્યા રહ્યા કરતી આ તમામ સમસ્યાઓની નિવૃત્તી માટે તેમણે ગાયત્રી મંત્ર વડે ગાયત્રી ઉપાસના કરવાનું નક્કી કર્યું. આમ ગાયત્રી સાધના કરવા માટે તેમણે વૃન્દાવનને પસંદ કર્યું. વૃન્દાવનમાં જઇ અને તેમણે સતત બાર વર્ષ સુધી વિધીવત ગાયત્રી મંત્રના જાપ કર્યા. સતત બાર વર્ષ સુધી ગાયત્રી મંત્રનો જપ કરવા છતાં તેમણે ધાર્યું હતું તેમ તેના કષ્ટ દૂર ન થયો. આથી તે વ્યથીત થયા. વ્યથીત હૃદયે તેમણે વૃન્દાવન છોડી અને ત્યાંથી કાશી જવાનું નક્કી કર્યું. - વૃન્દાવન છોડી તેઓ કાશી આવ્યા. કાશીમાં તેઓ ફરી રહ્યા હતા. ફરતાં ફરતાં એકવાર વાગ્ભટ્ટ મણિકર્ણિકા ઘાટ ઉપર પહોંચ્યા. ત્યારે એ ઘાટ પર એક તાંત્રિક પોતાની " તંત્ર - સાધના ' ' માં વ્યસ્ત હતા. તેમને જોઈ મનમાં ને મનમાં વાગભટ્ટજી વિચરાવા લાગ્યા કે , " આ બધું જ વ્યર્થ છે. પાઠ - પૂજા કરવાથી કોઇ જ લાભ નથી.  * પોતાની શક્તિ દ્વારા એ તાંત્રિક વાગ્ભટ્ટજીના વિચારોને જાણી ગયા તેથી તેમણે વાગ્ભટ્ટજીને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું, " જો ભાઇ હું ગાયત્રી મંત્રનો જાપ નથી કરતો. હું તો એક અલગ જ મંત્રનો જાપ કરું છું. તેની સાધના તમને શિખડાવું છું. તે મંત્રનો જાપ કરો પછી જુઓ કે એક વર્ષમાં તમને જે જોઇએ તે મળે છે કે નહિ ! આમ, વાનમ તાંત્રિક પાસેથી મંત્રની દિક્ષા લીધી અને મંત્રની સિધી માટે સાધના શરૃ કરી દીધી . છ મિહનામાં જ એક ચમત્કાર સર્જાયો . એક ઓળો વાગ્ભટ્ટની પાછળ આવીને ઊભો રહ્યો . તેણે વાગ્ભટ્ટને કહ્યું , " માંગ માંગ માગે તે આપું ... ' ' વાગ્ભટ્ટ કહે છે કે, " તું મારી સામે આવ , તું કોણ છે ? તે મારે જવું છે ... " ત્યારે તે ઓળાએ જવાબ આપ્યો, " જો , હું તમારી સામે આવી શકું તેમ નથી. કારણ કે તમે મહામંત્ર ગાયત્રી મંત્રની ખૂબ જ સાધના કરેલી છે. તે શક્તિશાળી મંત્રના સાધક સામે આવી શકવાની મારી તાકાત નથી. હું એક સ્મશાન સિધ્ધી વાળી શક્તિ છું.'' ત્યારે વામ્ભટ્ટ બોલ્યા, " જે એમ જ હોય તો એ ગાયત્રી મંત્રના જાપ કરવાથી મારા દુ ઃ ખો દૂર કેમ ન થયા ? જો તું એ જાણી શકતી હો તો મને બતાવ.'

ત્યારે તે શક્તિ બોલી, " તમારા સાત ભવના પાપ ભેગા થયા છે. જે ગાયત્રી મંત્રના જાપથી ધીરે - ધીરે બળવો લાગેલા બાર વર્ષમાં તમારા મોટા ભાગના પાપ બળી ગયા. એ દરમ્યાન જ તમે ગાયત્રી મંત્રની સાધના છોડી દીધી. બોલ હવે બીજું હું તમને શું આપું ? " ત્યારે વાગભટ્ટ બોલ્યા, " ક્ષમા કરો ! મારે તમારી પાસેથી કંઇ જ નથી જોઇતું. " એમ કહી વાગભટ્ટે ત્યાંથી ઉઠી કાશી નગરીને છોડી ફરી વૃન્દાવનમાં પ્રવેશ કર્યો અને ત્યાં ફરી ગાયત્રી મંત્રની સાધના કરી , તેના પરીણામ સ્વરૃપ તેમને આયુર્વેદનું અલૌકીક જ્ઞાન પ્રાપ્ત થયું અને આજે પણ તેમના " અષ્ટાંગ ગ્રંથ * ને આમૂલ્ય માનવામાં આવે છે . આ પ્રમાણે ગાયત્રી મહામંત્ર મહાશક્તિશાળી મંત્ર છે . તેના દ્વારા આ જગતના દરેક જીવોએ અનેક પ્રકારના સંતાપોમાંથી મૂક્તિ મેળવી અને પરમસુખની પ્રાપ્તી કરી છે . એટલે જ હાલના યુગપુરૃષ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ "ગાયત્રી ચાલીશા''માં ગાયત્રી મહામંત્રના ગુણગાન ગાતા કહ્યું છે કે,

"મહામંત્ર જીતને જગ માહીં કાઉ ગાયત્રી સજા નાહી." આ મહામંત્ર ગાયત્રીનો શ્રધ્ધાપૂર્વક જાપ કરી અને મનુષ્યએ પોતાની આધ્યાત્મક ઉન્નતિ માટે પ્રયત્ન કરવો જોઇએ.

રોગોનો નાશ કરવા માટેનો મંત્ર

"રોગોનશેષાનપહંસી તુષ્ટા

રુષ્ટા તુ કામાન્ સકલાનભીષ્ટાન્ ા

ત્વામાશ્રિતાનાંન વિપન્નરાણાં

ત્વામાશ્રિતા હૃાાશ્રયતાં પ્રયાન્તિ ાા

 - કનકચંદ્ર છગનલાલ વ્યાસ

 

માઁ નવદૂર્ગાની પૂજાનું પર્વ એટલે નવરાત્રી

શ્રાધ્ધપક્ષની પૂર્ણાહૂતી થયા પછી એટલે કે, ભાદરવા વદ અમાસ પછી જ્યારે બીજા દિવસનો સૂર્યોદય થાય એટલે મા દુર્ગાના પાવન નવરાત્રીના દિવસોની શરૃઆત થાય. વર્ષાઋતુ પૂર્ણ થાય અને શરદઋતુની શરૃઆત સાથે જ મંગલ કાર્યો માટે નવરાત્રીના દિવસો ઉત્તમ માનવામાં આવે છે. નવરાત્રીના દિવસો એટલે બુરાઇ પર અચ્છાઇની જીત . આ દિવસોમાં ભગવાન શ્રી રામચંદ્રજીએ રાવણ સાથે યુદ્ધ કરી તેનો વધ કરી માતા સીતાજીને મુક્ત કરાવ્યા હતા.

નવરાત્રીના દિવસોમાં સમગ્ર ભારતવર્ષમાં તથા વિદેશોમાં જ્યાં જ્યાં દેવીભક્તો રહેતા હોય તેઓ ગરબામાં દિપ પ્રાગટ્ય કરી મા ભગવતીના જુદા જુદા સ્વરૃપોની સ્તુતિ કરે છે. મા ભવાની આ વિશ્વના કણ કણમાં વિવિધ રૃપે વિદ્યમાન છે. ખરેખર તો મા પાર્વતી જ માતાજીના જુદા જુદા સ્વરૃપે પૂજાય છે. દેવાધિદેવ મહાદેવજીની અર્ધાંગીની અને શિવજીની શક્તિ આ પાર્વતિ માતાજીનું સાક્ષાતરૃપ જ્યોતિ સ્વરૃપ છે. તેથી નવરાત્રીમાં ઘર ઘરમાં મા ભવાની જ્યોતિ સ્વરૃપે બિરાજે છે અને તે ઘરમાં તમામ પ્રકારની ખુશી અને શાંતિ દ્વારા મા આશિર્વાદ આપે છે. નવરાત્રીમાં મા દુર્ગાની પૂજા નવ સ્વરૃપે થાય છે. આ નવ સ્વરૃપોમાં પ્રથમ સ્વરૃપ શૈલપુત્રી, બીજું બ્રહ્મચારીણી, ત્રીજું ચંદ્રઘંટા , ચોથું કુષ્માંડા, પાંચમું સ્કંદમાતા, છઠ્ઠું કાત્યાયની, સાતમું કાલરાત્રી, આઠમું મહાગૌરી, નવમું સિદ્ધિદાત્રી સ્વરૃપે પૂજાય દક્ષ રાજાની પુત્રી સ્વરૃપે સતીમાએ યોગાજ્ઞી દ્વારા પોતાના શરીરને ભષ્મ કર્યા પછી બીજા જન્મમાં શૈલરાજ હિમાલયની, પુત્રીના રૃપે જન્મ લીધો તેથી તે શૈલપુત્રીના નામથી જગ વિખ્યાત બન્યા. જો કે , હેમવતી , પાર્વતી જેવા વિવિધ નામોથી પણમાં જાણીતા છે. નવદુર્ગામાં શૈલપુત્રીની પૂજા પ્રથમ દિવસે કરવામાં આવે છે.

હિમાલયની જેમ આપણું મન શરીરમાં ઉચાઈ પર આવેલું છે. તેને શિતળતા આપે તેવા સાત્વિક વિચારમાં શૈલપુત્રીની પૂજાથી પ્રાપ્ત થાય છે. બ્રહ્મચારીણી તરીકે પૂજાતા મા દુર્ગાના નામનો અર્થ ' તપ કરનારી દેવી ' એવો થાય છે. પૂર્વ જન્મમાં હિમાલયને ત્યાં પુત્રી સ્વરૃપે ઉત્પન્ન થનાર માને મહર્ષિ નારદજીએ ઉપદેશ આપી તપ વડે ભગવાન શંકરને પ્રાપ્ત કરવાનો માર્ગ બતાવેલો તેથી કઠોર તપ કરવાને કરાણે તેનું આ નામ પડ્યું છે. તેની ઉપાસના કરવાથી મનુષ્ય વાસનામૂક્ત થઇ જાય છે. ચંદ્રઘંટા સ્વરૃપે પૂજતા દૂર્ગા માએ ચાંદનીરૃપી શ્વેત વસ્ત્ર ધારણ કરી અર્ધચંદ્રને ધારણ કર્યો છે. જેની ઉપસાના કરવાથી સાધકના મનનો સંતાપ દૂર થાય છે અને પરમ શાંતિની પ્રાપ્તિ થાય છે. જયારે કુષ્માંડા સ્વરૃપે પૂજાતા માતાજીએ અંધકાર યુગ (જયારે સૂર્યનતો)માં પૃથ્વીની રચના કરેલી આમ, બ્રહ્માંડને ઉત્પન્ન કરનારા માતાજીની ઉપાસના કરવાથી સર્જનાત્મક શક્તિ ખીલે છે. કંદમાતા નામે પૂજાતા મા દુર્ગા કુમાર કાર્તિકેયને દેવો અને અસુરોના સંગ્રામમાં દેવતાઓના સેનાપતિ બનાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયેલું. તેથી ભગવાન કાર્તિકેયને સ્કંદકુમાર એવું ઉપનામ પ્રાપ્ત થયેલું તેથી તેના માતા હોવાના કારણે પાર્વતિ દેવી સ્કંદમાતા એ નામથી જગ પ્રસિદ્ધ થયા. તેની ઉપાસના કરવાથી ઉપાસકનું તેજ અને કાન્તિ વધે છે.

ઉકત નામના એક પ્રસિધ્ધ મહર્ષિ થઇ ગયા. તેમના કાત્ય ગોત્રમાં વિશ્વ પ્રસિધ્ધ મહર્ષિ કાત્યાયન ઉત્પન્ન થયા. તેમણે ભગવતી ભવાનીની ઉગ્ર તપસ્યા કરી. બહુ વર્ષો બાદ જ્યારે મા પ્રસન્ન થયા ત્યારે મહર્ષિ કાત્યાયનને વરદાન માગવા કહ્યું. મહર્ષિએ માને પોતાને ત્યાં પુત્રી સ્વરૃપે પ્રગટવા પ્રાર્થના કરી. તેથી મા તેને ત્યાં પુત્રી તરીકે પ્રગટ્યા અને કાત્યાયની તરીકે મા જાણીતા બન્યા. જો કે, આ અંગે એક કથા એવી પણ છે કે, મહિષાસુરના અત્યાચારથી પૃથ્વી પર ત્રાસ ફેલાયેલો ત્યારે ભક્તોની પ્રાર્થના સાંભળી ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે પોતાના તેજના અંશ વડે મહિષાસુરના નાશ માટે એક દેવીને ઉત્પન્ન કર્યા.

આ દેવની સૌ પ્રથમ પુજા મહર્ષિ કાત્યાયન કરી તેથી મા કાત્યાયની તરીકે ઓળખાયા. તેની ઉપાસનાથી જીવનના ચાર આધાર સ્તંભ ધર્મ, અર્થ, કામ અને મોક્ષના શુભ ફળની પ્રાપ્તિ થાય છે. કાલરાત્રી સ્વરૃપે પૂજાતા મા દુર્ગાનું સ્વરૃપ અત્યંત ભયંકર છે પરંતુ તેની ઉપાસનાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. તેથી તેને મા શુંભાકરીના નામે પણ ઓળખવામાં આવે છે. તેની ઉપાસનાથી સાધકને પરેશાન કરતા દાનવ, દૈત્ય, રાક્ષસ, ભૂત - પ્રેત જેવા દુષ્ટોની પીડામાંથી મુક્તિ મળે છે, મહાગૌરીના નામે પૂજાતા મા પાર્વતિએ શિવજીને પતિરૃપે પ્રાપ્ત કરવા માટે ઉગ્ર તપસ્યા કરી હતી તેથી તેમનું શરીર કાળું પડી ગયેલું એ સ્વરૃપ કાલરાત્રીના નામે પૂજાય છે જયારે તેમની ઉગ્ર તપસ્યાથી પ્રસન્ન થયેલા શિવજીએ તેમને પવિત્ર ગંગાજીના જળથી નવડાવ્યા ત્યારે તેમનું તેજ કાન્તીમાન - ગૌરવર્ણનું થઇ ગયું તેથી તેમનું નામ મહાગૌરી પડ્યું. તેમનું સ્મરણ, ઉપાસના કરવાથી સાધકના સર્વ પ્રકારના કષ્ટો દૂર થાય છે. સિધ્ધિદાત્રીએ મા દુર્ગાનું એવું સ્વરૃપ છે કે જેની અનુકંપાથી શિવજીનો અડધું શરીર દેવીનું થઈ ગયેલું. તેથી ભગવાન શિવજી જગતમાં અર્ધનારીશ્વરના નામથી પ્રસિધ્ધ થયા. તેમની ઉપાસનાથી તમામ પ્રકારની સિધ્ધિઓની પ્રાપ્તિ થાય છે. દરેક કન્યા દુર્ગાનું સ્વરૃપ લખાય છે. તેથી નવરાત્રીના અંતે કન્યા પૂજનનું વિશિષ્ટ મહત્વ છે. જે મનુષ્ય નવરાત્રી દરમ્યાન કોઈ પણ ઉગ્ર જપ - તપ કે ઉપાસના ન કરે પરંતુ ત્રણ, પાંચ, સાત, નવ કે અગિયારની સંખ્યામાં કન્યા પૂજન કરી તેને ભોજન કરાવે તો માં દૂર્ગા તેનાથી પ્રસન્ન થઇ શુભ ફળ આપે છે. 

માં દુર્ગાની ભક્તિના માર્ગ પર ચાલનારા મનુષ્યને તેની કૃપાના ફળો પ્રાપ્ત થાય છે. તે ઉપરાંત વિવિધ પ્રકારના સુક્ષ્મ અનુભવો પણું થાય છે. તેની ભક્તિ અને આરાધના કરનારને તે દુઃખ સ્વરૃપસંસાર તેના માટે સુખદ અને આનંદદાયક બનાવી દે છે. માની ઉપાસના કરવાથી મનુષ્ય સહજ રીતે ભવસાગર તરી જાય છે. મા ભવાની ખૂબ જ દયાળુ છે તેની ભક્તિ કરનાર મનુષ્ય દરેક પ્રકારની આધિ - વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્ત થઇ સુખ , સમૃદ્ધિ અને ઉન્નતિના શિખરોને સર કરે છે, તેવો મનુષ્ય આ લોક અને પરલોકમાં તમામ પ્રકારની કિન્નતિને પ્રાપ્ત કરે છે. માતાની કૃપા પ્રાપ્ત કરવા માટે માંસ, શરાબ, તમામ પ્રકારના વ્યસને તથા તામસી ખોરાક, વ્યભીચાર, નિંદા વગેરેથી ભક્તએ સદાય દૂર રહેવું જોઇએ.

સુલક્ષણા પત્ની મેળવવા માટેનો મંત્ર

પત્ની મનોરમા દેહિ મનોવૃત્તાનુસારિણીમ્ ા

તારિણી દુર્ગસંસારસાગરસ્ય કલોદ્ધવામ્ ાા

 - કનકચંદ્ર છગનલાલ વ્યાસ

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

 

close
Ank Bandh
close
PPE Kit