કોરોના વાઈરસ સંક્રમણ સામે રક્ષણાત્મક ઉપાયો

કોરોના વાઈરસનું સંક્રમણ ભારત સહિત ૧૪૮ દેશોમાં ફેલાયેલ છે. કોવિડ ૧૯ એ વાઈરસ જનિત સૌથી લાંબા સમય સુધી ચાલનાર રોગ છે. આ નવા ચેપ અને રોગની શરૃઆત ડિસેમ્બર ર૦૧૯ માં ચીનના વુહાન શહેરથી થઈ હતી. આજે કોરોના વાઈરસ આખી દુનિયામાં છવાયેલો છે અને તેનાથી બધા ખૂબ જ ડરી ગયા છે. એક પછી એક દેશો સતત તેમની જગ્યાએ લોકડાઉન અથવા કર્ફયુ લાદી રહ્યા છે જેથી આ વાઈરસનો ફેલાવો ઘટાડી શકાય.

શરીરની કુદરતી સંરક્ષણ પ્રણાલી (રોગપ્રતિકારક શક્તિ) ને વધારવા અને ઉત્તમ સ્વાસ્થ્ય જાળવવામાં આયુર્વેદ શાસ્ત્રી મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. આપણે બધા જાણીએ છીએ કે, રોગનું નિવારણ અને બચાવ તે ઉપચાર કરતા કેટલું મહત્ત્વનું છે. કોવિડ ૧૯ માટે બજારમાં ઘણી બધી દવાઓ ઉપલબ્ધ છે, તેમ છતાં આ સમયમાં આપણી રોગપ્રતિકારક શક્તિ વધારનારા ઉપાયો કરવા ખૂબ જ જરૃરી છે.

આયુર્વેદ એ એક પ્રાચીન તબીબી વિજ્ઞાન છે. આયુર્વેદનું મુખ્ય ધ્યાન વ્યક્તિના જીવનના ભાવનાત્મક અને શારીરિક સ્વરૃપને ઓળખવા અને તેના પર કેન્દ્રિત કરવાનું છે. આયુર્વેદના બે હેતુ છેઃ તંદુરસ્ત વ્યક્તિઓના સ્વાસ્થ્યને ઓળખવા માટે અને બીમાર વ્યક્તિઓના વિકારોને દૂર કરવા અને તેમને સ્વસ્થ બનાવવા. આયુર્વેદિક સારવાર તેની વ્યાપાક કુદરતી ઉપચાર પદ્ધતિઓ માટે લોકપ્રિય છે જે બીમારીઓને દૂર કરે છે અને માનવ શરીર અને મનની સુખાકારીમાં સુધારો કરે છે.

આયુષ મંત્રાલય, નવી દિલ્હી દ્વારા રોગપ્રતિકારક ક્ષમતા વધારવા માટે નીચે આપેલ સ્વ-સૂચિત માર્ગદર્શિકાની ભલામણ કરવામાં આવે છે. આ સૂચનાઓ સામાન્ય સાહિત્ય, વૈજ્ઞાનિક સંશોધન અને પ્રકાશનો દ્વારા આધારભૂત છે.

સામાન્ય પગલાંઃ

(૧) દિવસ દરમિયાન ગરમ પાણી પીવું. (ર) આયુષ મંત્રાલયની સલાહ પ્રમાણે દરરોજ ૩૦ મિનિટ યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનની પ્રેક્ટિસ કરવું (ઘરે યોગ કરો... ઘરે રહો... સલામત રહો) (૩) રસોઈમાં હળદર, જીરૃં, ધાણા અને લસણ જેવા મસાલાનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે.

પ્રતિરક્ષા વધારવા આયુર્વેદિક ઉપાયઃ

(૧) સવારે ૧૦ ગ્રામ (૧ ચમચી) ચ્યવનપ્રાસ લેવું. ડાયાબિટીસના દર્દીઓએ સુગરમુક્ત ચ્યવનપ્રાશ લેવું જોઈએ. (ર) દિવસમાં એક કે બે વાર તુલીસ, તજ, કાળા મરી, સૂંઠ અને કાળી દ્રાક્ષમાંથી બનાવેલ હર્બલ ચા/ઉકાળો પીવો. જો જરૃર જણાયે તો સ્વાદ માટે ગોળ અથવા તાજા લીંબુનો રસ ઉમેરી શકાય. (૩) ગુડૂચી ઘનવટી પ૦૦ મિલિગ્રામ/અશ્વગંધા ગોળી પ૦૦ મિલિગ્રામ દરરોજ બે વખત ભોજન પછી નવશેકું પાણી સાથે લઈ શકાય. (૪) ગોલ્ડન મિલ્ક-એટલે ૧પ૦ મિલી ગરમ દૂધમાં અડધી ચમચી હળદર મેળવીને દિવસમાં એક કે બે વાર લેવું જોઈએ.

સરળ કાર્યાત્મક પ્રક્રિયાઓઃ

(૧) અનુનાસિક નસ્ય પ્રયોગ- સવાર-સાંજ બન્ને નસકોરા (પ્રતિમર્શ નસ્ય) માં તલનું તેલ/નાળિયેર તેલ અથવા ઘી લગાડવું. (ર) કવલ અને ગંડૂષ- મોઢામાં એક ચમચી તલનું તેલ અથવા નાળિયેર તેલ નાખી શકાશે. રાખવું તેને પીવું નઈ, ફક્ત ર થી ૩ મિનિટ સુધી મોઢામાં હલાવવું અને ગરમ પાણીના કોગળા કરી થૂંકવું. આ દિવસમાં એક બે વાર કરી શકાય છે.

ગંભીર ઉધરસ/ગળામાં દુખાવો

(૧) દિવસમાં એકવાર તાજા ફૂદીનાના પાન અથવા અજમો ગરમ પાણીમાં નાખી નાસ લેવી જોઈએ. (ર) ઉધરસ/ગળામાં દુઃખાવાની સ્થિતિમાં, લવિંગ પાવડર, ગોળ/મધ સાથે મેળવીને ર-૩ વાર લઈ શકાય છે.

આ પગલાં સામાન્ય રીતે સામાન્ય સૂકી ઉધરસ અને ગળાના દુખાવાની સારવાર કરે છે, જો કે આ લક્ષણો ચાલુ રહે તો નિષ્ણાત ચિકિત્સકની સલાહ લેવી શ્રેષ્ઠ છે.

ઉપરોક્ત બાબતે વધુ માહિતી માટે શ્રી ગુલાબકુંવરબા આયુર્વેદ ચિકસ્ત્સાલયના ઓ.પી.ડી. વિભાગનો સંપર્ક કરવો.

 આલેખન વૈદ્ય સુશાંત સુદ

(વિભાગાધ્યા, અગદતંત્ર વિભાગ),શ્રી ગુલાબકુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલય

close
Ank Bandh 29 March
close
PPE Kit