| | |

જામનગરના સિદ્ધ યોગ કેન્દ્ર દ્વારા કુંડલીની ધ્યાન-હીલીંગની સેવા

જામનગર તા. ૧પઃ જામનગર સિદ્ધ યોગ કેન્દ્ર દ્વારા કુંડલીની ધ્યાન તથા સર્વરોગ અંગે પ્રાણ ચિકિત્સા (હીલીંગ) સેન્ટર નિઃશુલ્ક રીતે ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં પ્રતિ ગુરુવારે સાંજે ૭.૩૦ વાગ્યે ગાયત્રી શક્તિપીઠ, શિવમ્ પેટ્રોલ પંપ પાછળ, શરૃ સેક્શન રોડ, જામનગર અને દર શનિવારે સાંજે ૭.૩૦ વાગ્યે શાંતિ વિલા-૧, લાલવાડી, મેઈન રોડ, અદ્રુલશા પીરની દરગાહ પાછળ, જામનગરમાં કુંડલીની ધ્યાન તથા સર્વરોગ અંગે પ્રાણ ચિકિત્સા કરવામાં આવે છે. આ પ્રાણ ચિકિત્સાના લાભાર્થીઓએ નામ નોંધાવવા તથા વધુ વિગત માટે સાંજે પાંચથી રાત્રિના નવ વાગ્યા દરમિયાન રાજુભાઈ વ્યાસ (મો. ૭૦૧૬૮ ૧૦ર૮૯), માધવભાઈ ઠાકર (મો. ૯૪ર૭પ ૭૪૮૯૩) અથવા ગુરુવારે સાંજે સેન્ટરનો રૃબરૃ સંપર્ક કરવો.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit