એલઓસી પર પાકિસ્તાન હરકત કરે તો ભારતીય સેના તૈયારઃ સેનાધ્યક્ષ રાવત

નવી દિલ્હી તા. ૧૩ઃ એક પાકિસ્તાની પત્રકારે એવો દાવો કર્યો હતો કે, પાકિસ્તાની સેના એલઓસી તરફ આગળ વધી રહી છે અને પીઓકેમાં તેમનું સ્વાગત થઈ રહ્યું છે. આ દાવાના સંદર્ભે ભારતના સેનાધ્યક્ષ બિપિન રાવતે કહ્યું છે કે, પાક. એલઓસી પર કોઈપણ હરકત કરે તો જડબાતોડ જવાબ આપવા ભારતીય સેના તૈયાર છે.

કલમ ૩૭૦ પર નરેન્દ્ર મોદી સરકારના નિર્ણય પછી ભારત અને પાકિસ્તાનના સંબંધો પર સતત અસર પડી રહી છે. હવે તેની અસર લાઈન ઓફ કંટ્રોલ (એલઓસી) પર પણ જોવા મળી રહી છે. મળતી માહિતી પ્રમાણે પાકિસ્તાની સેના એલઓસીની તરફ આગળ વધી રહી છે અને લદ્દાખની સામે પોતાના એરબેસમાં લડાકુ વિમાનોની તૈનાતી કરી રહ્યા છે. પાકિસ્તાની સેનાની આ તૈયારી પર ભારતીય સેના પ્રમુખ બિપિન રાવતે કહ્યું કે, અમે કોઈપણ પરિસ્થિતિ માટે એલર્ટ છીએ. જો તેઓ એલઓસી પર આવવા માંગે છે તો તેમના પર નિર્ભર કરે છે. તેનો જડબાતોડ જવાબ મળશે. એલઓસી પર કોઈપણ હરકત સાંખી લેવામાં નહીં આવે.

જમ્મુ-કાશ્મીરની સ્થિતિ પર સેના પ્રમુખ બિપિન રાવતે કહ્યું કે, કાશ્મીરી લોકોની સાથે અમારી વાતચીત પહેલાની જેમ સામાન્ય છે. અમે તેમને બંદૂક વગર મળતા હતાં અને અમને આશા છે કે બંદૂક વગર જ મળતા રહીશું.

આ પહેલા પાકિસ્તાની પત્રકાર હામિદ મીરે દાવો કર્યો હતો કે ભારે હથિયારોથી લેસ પાકિસ્તાનની સેના લાઈન ઓફ કંટ્રોલ (એલઓસી) ની તરફ આગળ વધી રહ્યા છે. પાકિસ્તાન પત્રકાર હામિદ મીરે ટ્વિટ કરીનેકહ્યું છે કે  તેમણે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના કેટલાય મિત્રોને ફોન કરી રહ્યું કે, સામાન ભરેલ પાકિસ્તાનની સેના એલઓસીની તરફ આગળ વધી રહી છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, હામિદ મીર પાકિસ્તાનના પત્રકાર છે. હામિદ મીરનો દાવો છે કે પીઓકેમાં લોકો પાકિસ્તાનની સેનાનું સ્વાગત કરી રહ્યા છે. આપને જણાવી દઈએ કે હામિદ મીરના આ દાવાની ક્યાંયથી પુષ્ટિ થઈ નથી. પાકિસ્તાન સરકારે આ બાબતે કોઈ નિવેદન આપ્યું નથી અને ના તો ભારત સરકારની તરફથી આવું કોઈ નિવેદન આવ્યું છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit