Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમદાવાદ જેવી જ દુર્ઘટનાઃ સાઈટ પરથી ૧૩૦ લોકોને બચાવી લેવાયા
મેકિસકો તા. ૧૬: મેકિસકોમાં એક વિમાન ફેકટરીની બિલ્ડીંગ સાથે ટકરાઈને ક્રેશ થઈ ગયું અને તેમાં આગ લાગી ગઈ. વિમાન દુર્ઘટનામાં ૭ લોકોના મોત થઈ ગયા છે અને પ્લેન ક્રેશ સાઈટ પરથી ૧૩૦ લોકોને રેસ્કયૂ કરી લેવામાં આવ્યા છે.
મેક્સિકોમાં અમદાવાદ પ્લેન ક્રેશ જેવી વિમાન દુર્ઘટના થઈ હતી અને એક પ્રાઇવેટ જેટ ઇમરજન્સી લેન્ડિંગ કરતી વખતે એક બિલ્ડિંગ સાથે ટકરાઈ ગયું હતું. બિલ્ડિંગ સાથે ટકરાતાં જ તેમાં આગ લાગી ગઈ અને વિમાનના ટુકડેટુકડા થઈને બિલ્ડિંગ પર વિખેરાઈ ગયું. આ દુર્ઘટનામાં ૭ લોકોના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે, જયારે ક્રેશ સાઇટ પરથી ૧૩૦ લોકોને રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યા છે. આ દુર્ઘટનાનો ભયાનક વીડિયો પણ સામે આવ્યો છે.
આ દુર્ઘટના ટોલુકા નજીકના ઔદ્યોગિક વિસ્તારમાં થઈ છે, જ્યાં સ્થાનિક અધિકારીઓએ મોટા પાયે બચાવ અને રાહત કામગીરી શરૂ કરી. મેક્સિકો સ્ટેટ સિવિલ પ્રોટેક્શન કોઓર્ડિનેટર એડ્રિયન હર્નાન્ડેઝે દુર્ઘટનાની પુષ્ટિ કરીને જણાવ્યું કે પ્રાઇવેટ જેટમાં ૮ મુસાફરો અને ૨ ક્રૂ મેમ્બર્સ હતા. તેમણે જણાવ્યું કે આ ઘટના ટોલુકા આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી લગભગ પાંચ કિલોમીટર દૂર અને મેક્સિકો સિટીથી લગભગ ૫૦ કિલોમીટર પશ્ચિમમાં આવેલા સાન માટેઓ એટેન્કો નામના વિસ્તારમાં બની. સાન માટો એટેન્કોના મેયર એના મુનિઝે જણાવ્યું કે પ્રાઇવેટ જેટ ક્રેશ થયા પછી બળીને ખાખ થઈ ગયું છે અને સાત મૃતદેહો મળી આવ્યા છે. પ્રાઇવેટ જેટ મેક્સિકોના પેસિફિક કિનારે સ્થિત અકાપુલ્કોથી ઉડ્યું હતું અને રાજધાની મેક્સિકો સિટીથી લગભગ ૫૦ કિલોમીટર પશ્ચિમમાં આવેલા ટોલુકા એરપોર્ટ પર લેન્ડિંગ કરવાનું હતું.
જોકે, ઇમરજન્સીને કારણે, તેને એરપોર્ટથી પાંચ કિલોમીટર પૂર્વમાં ફૂટબોલ મેદાન પર લેન્ડિંગ કારવાનું હતું, પણ તે એક ઇમારતની છત સાથે ટકરાઈ ગયું. માહિતી પ્રમાણે, વિમાને ટેકનિકલ ખામી અથવા અન્ય કટોકટીને કારણે ઇમરજન્સી લેન્ડિંગનો પ્રયાસ કર્યો હતો. પાઇલટે વિમાનને નજીકના ફૂટબોલ મેદાન પર લેન્ડિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો.
જો કે, આ પ્રયાસ નિષ્ફળ રહૃાો હતો. પ્રાથમિક માહિતી પ્રમાણે, ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન વિમાન સંતુલન ગુમાવી બેઠું અને ઇમારત સાથે અથડાઇ ગયું. આ અકસ્માત ઔદ્યોગિક વિસ્તારમાં થયો. વિમાન ઇમારતની છત સાથે ટકરાઈ ગયું અને તેમાં આગ લાગી ગઈ. નજીકના રહેવાસીઓએ પોલીસને જાણ કરી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને આશરે ૧૩૦ લોકોને બચાવવામાં સફળ રહી હતી અને ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો હતો.
ઘાયલોને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. મૃતકોની હજુ સુધી ઓળખ થઈ નથી, અને દુર્ઘટનાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પ્રાઇવેટ જેટને ઇમરજન્સી લેન્ડિંગ કરવાની જરૂર કેમ પડી તે માહિતી મેળવવા માટે તપાસ કરવામાં આવી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial