Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બેંક ખાતું વાપરવા આપનાર સિક્કાના શખ્સ સહિત ત્રણ સામે પણ ગુન્હોઃ
જામનગર તા. ૧૬: જામનગરના એક આસામીએ પોતાનું બેંક ખાતુ અમદાવાદના એક શખ્સને વાપરવા માટે આપી ઠગાઈ અથવા છેતરપિંડીથી તે ખાતામાં જમા થયેલી રૂ.૧૦ લાખથી વધુની રકમ અમદાવાદના શખ્સને પહોંચાડી દીધાનો ગુન્હો પોલીસે નોંધ્યો છે. જ્યારે સિકકાના એક શખ્સે સિક્કાના જ અન્ય શખ્સનો રાજસ્થાનના જોધપુરના શખ્સ સામે મિલાપ કરાવી બેંક ખાતામાં રૂ.૪ લાખથી વધુની રકમ જમા લેવડાવી તેમાંથી કમીશન પ્રાપ્ત કર્યા પછી બાકીની રકમ જોધપુરના શખ્સને પહોંચાડી દેવાતા ત્રણેય સામે પોલીસે ગુન્હો નોંધી તપાસ આદરી છે.
જામનગરના શિવમ્ સોસાયટી વિસ્તારમાં પુરૂષોત્તમ એપાર્ટમેન્ટમાં રહેતા વિવેક પરસોત્તમભાઈ સભાયા નામના આસામીએ છએક મહિના પહેલાં પંજાબ નેશનલ બેંકની હિરજી મિસ્ત્રી રોડ પર આવેલી શાખામાં રહેલુ પોતાનું બેંક એકાઉન્ટ અમદાવાદના રાજ ચંપાવતને વાપરવા માટે આપ્યું હતું. રાજ ચંપાવતે જુદી જુદી રીતે મેળવેલા નાણા વિવેક સભાયાના બેંક ખાતામાં જમા લેવડાવ્યા હતા.
છ મહિના પહેલાં વિવેકના ખાતામાં જમા થયેલી રકમ એટીએમ, ચેક, ઓનલાઈન ઉપાડી લઈ વિવેકે અંદાજે રૂ.૧૦ લાખ ૧૭ હજારની રકમ આંગડીયા મારફતે રાજ ચંપાવતને મોકલાવી હતી. ઉપરોક્ત બાબત પોલીસની તપાસમાં ઉજાગર થતાં ગઈકાલે વિવેક સભાયા તથા રાજ ચંપાવત વિરૂદ્ધ સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મી એમ.જે. જાડેજાએ ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.
જામનગર તાલુકાના સિક્કામાં ભગવતી સોસાયટીમાં રહેતા મહંમદશાનવાઝ સહજાદઆલમ નામના આસામીએ પોતાનું બેંક એકાઉન્ટ રાજસ્થાનના જોધપુરમાં રહેતા વિનોદ નામના શખ્સને વાપરવા માટે આપ્યું હતું. મહંમદ શાહનવાઝ તથા વિનોદ વચ્ચે સિકકાના જ પંચવટી સોસાયટીવાળા સુનિલ મોહનલાલ દેવડાએ સંપર્ક કરાવી આપ્યો હતો અને તે પછી શાહનવાઝના બેંક એકાઉન્ટમાં લોકો સાથે ઠગાઈ કરી વિનોદે રૂ.૪,૩૯,૧૬૭ની રકમ જમા કરાવી હતી અને શાહનવાઝ તથા સુનિલે તેમાંથી કમીશન મેળવી બાકીની રકમ વિનોદ માટે સગેવગે કરી હતી. તે બાબત પણ પ્રકાશમાં આવતા શાહનવાઝ, સુનિલ તથા વિનોદ સામે સિક્કા પોલીસ મથકના કર્મચારી વાય.પી. ગોહિલે ફરિયાદી બની ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial