Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને
જામનગર તા. ૧૬: જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની ૬૪મી બેઠક જિલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં યોજવામાં આવી હતી. આ બેઠક દરમિયાન, ગ્રામીણ જળ વ્યવસ્થાપનમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ મહત્વપૂર્ણ નાણાકીય ફાળવણી અને યોજનાઓને મંજૂરી આપવામાં આવી હતી. વાસ્મો દ્વારા સંચાલિત પાણી વેરા પ્રોત્સાહન યોજના અંતર્ગત જામનગર જિલ્લાના કુલ ૬૬ ગામોને પ્રોત્સાહિત કરવા માટે જિલ્લા પંચાયત જામનગરને રૂપિયા ૩૪,૫૧,૫૬૭/- ની કુલ રકમ ફાળવવામાં આવી હોવાની માહિતી આપવામાં આવી હતી. આ રકમમાં ૬૬ ગામોને મુખ્ય પ્રોત્સાહન સ્વરૂપે રૂ. ૩૩,૦૭,૯૯૩/, સુધાઘુના સેવા સહકારી મંડળીને રૂ. ૩૦,૦૦૦/, તેમજ લગત ગામના ફઝ્રઈ ને રૂ. ૧,૧૩,૫૭૪/ નો સમાવેશ થાય છે.
આ ઉપરાંત બેઠકમાં જિલ્લાના જળ સ્ત્રોતોની લાંબા ગાળાની જાળવણી સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે જામનગર જિલ્લાનો સોર્સ સસ્ટેનેબિલિટી પ્લાન પણ મંજૂર કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, વાસ્મોના અધિકારીઓ સહિત સંબંધિત સભ્યો ઉપસ્થિત રહૃાા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial