Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સૌરાષ્ટ્રનો એકમાત્ર જામનગરમાં આવેલ
જામનગર તા. ૧૬: જામનગરમાં આવેલ સૌરાષ્ટ્રનો એકમાત્ર ગરમ પાણીનો ઈન્ડોર સ્વીમીંગ પુલ જાન્યુઆરી-ર૦ર૬ થી ફરી શરૂ કરાશે. તમામ જુના સભ્યો તા. ૧પ-૧ર-ર૦રપ થી જાન્યુઆરી મહિના માટેની ફી ભરીને પુલનો લાભ લઈ શકશે.
જામનગર સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર હસ્તકનો જામનગરમાં આવેલો સૌરાષ્ટ્રનો એકમાત્ર ગરમ પાણીનો પુલ હવે નવા વર્ષ-ર૦ર૬ માં જાહેર જનતા માટે પુનઃ કાર્યરત થવા જઈ રહ્યો છે. પુલમાં જરૂરી નાના-મોટા રીપેરીંગ અને મેન્ટેનન્સની કામગીરીના કારણે નવેમ્બર-ર૦રપ થી તે બંધ રાખવામાં આવ્યો હતો. જે કામગીરી હવે લગભગ પૂર્ણ થવાને આરે છે.
તંત્ર દ્વારા જણાવાયું છે કે, આ પુલ જાન્યુઆરી-ર૦ર૬ થી તમામ જામનગરની જાહેર જનતા માટે ખૂલ્લો મૂકવામાં આવશે. જે ખેલાડીઓ અને નાગરિકો આ પૂલનો લાભ લેવા માંગતા હોય તેવા તમામ જુના સભ્યો તા. ૧પ-૧ર-ર૦રપ થી જાન્યુઆરી-ર૦ર૬ મહિના માટેની ફી ભરીને પૂલનો લાભ મેળવવાની પ્રક્રિયા શરૂ કરી શકશે. ઈન્ડોર સ્વીમીંગ પૂલની સદસ્યતા અને અન્ય વિગતો જાણવા ઈચ્છુક રમતવીરો સોમવારથી શનિવાર દરમિયાન સવારે ૧૦ થી સાંજે ૬ વાગ્યા સુધીમાં જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન, જામનગરમાં રૂબરૂ આવી મુલાકાત લઈ માહિતી મેળવી શકે છે. વધુ માહિતી માટે કચેરીના ફોન નંબર ૦ર૮૮-ર૬૭૭૮૧૬ પર સંપર્ક કરવા જિલ્લા રમત વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial