Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા
ખંભાળિયા તા. ૧૬: દેવભૂમિ દ્વારકા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા મહિલા વિરુદ્ધ હિંસા નાબૂદી માટેના આંતરરાષ્ટ્રીય અભિયાન(૨૫ નવેમ્બર-૧૦ ડિસેમ્બર)ની ઉજવણીરૂપે જિલ્લાની વિવિધ શાળાઓમાં જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં જિલ્લાના વિદ્યાર્થીઓ અને યુવા પેઢીને અભિયાનને લગતાં વિષયો પર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના વધતા ઉપયોગ વચ્ચે સાયબર ગુંડાગીરી, ડેટા સુરક્ષા અને ઓનલાઈન છેતરપિંડીથી બચવા માટેની સાવચેતીઓ અને કાયદાકીય જોગવાઈઓ વિશે સાયબર ક્રાઇમ જાગૃતિ ફેલાવાઈ હતી. યુવાનોને શારીરિક અને માનસિક સુખાકારી માટે અંગત સ્વચ્છતાના મહત્વ વિશે સમજ આપવામાં આવી હતી.
વધુમાં સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિવિધ મહિલાલક્ષી અને બાળકલ્યાણલક્ષી યોજનાઓ જેવી કે મિશન શક્તિ, વન સ્ટોપ સેન્ટર (સખી), સ્વધાર ગૃહ, વગેરે વિશે, મુશ્કેલીના સમયમાં તાત્કાલિક સહાય મેળવવા માટેના આવશ્યક હેલ્પલાઇન નંબરો જેમ કે ૧૮૧- અભયમ મહિલા હેલ્પલાઈન),૧૦૯૮ (બાળ સુરક્ષા હેલ્પલાઈન),૧૦૦ (પોલીસ),૧૦૮ (એમ્બ્યુલન્સ) વિશે જાણકારી આપી, વિદ્યાર્થીઓને જરૂરિયાતમંદ લોકો સુધી આ માહિતી પહોંચાડવા માટે પ્રેરિત કરાયા હતા.
જિલ્લા મહિલા અને બાળ અધિકારીએ જણાવ્યું હતું કે, આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓ વિરુદ્ધ થતી હિંસાને નાબૂદ કરવા અને એક સુરક્ષિત તથા સમાનતાવાળા સમાજનું નિર્માણ કરવાનો છે. આ જાગૃતિ કાર્યક્રમો યુવા પેઢીમાં સભાનતા કેળવવા, કાયદાકીય જ્ઞાન થકી સશક્તિકરણ કરવા માટે અગત્યના છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial