Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં પંદર દિવસ માટે શ્રાવણી મેળો યોજવા લેવાયો નિર્ણય

સ્ટેન્ડિંગ કમિટીની મીટીંગમાં

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦: જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડ શ્રાવણી મેળો ૧૫ દિવસ માટે યોજવા સ્ટેન્ડિંગ કમિટી દ્વારા નિર્ણય લેવાયો હતો.

જામનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની મિટિંગ તા. ૧૦-૦૭-૨૦૨૫ના  નિલેશ બી. કગથરાના અધ્યક્ષ સ્થાને મળી હતી. તેમાં કુલ ૧૦ સભ્યો ઉપરાંત મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, ડે. કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, સિટી એન્જીનિયર ભાવેશભાઈ જાની ઉપસ્થિત રહૃાાં હતા.

સ્વચ્છ ભારત મિશન ૨.૦ દરમ્યાન સ્વચ્છતા સર્વેક્ષણ તથા ગાર્બેજ ફ્રી સિટી સ્ટાર રેટીંગ માટે કન્સલ્ટન્ટની નિમણુંક કરવા અંગે રૂા. ૨૦.૭૯ લાખ, એમ્યુઝમેન્ટ પાર્કમાં રાઈડ એરીયા ૧૦ વર્ષ માટે લીઝ પીરીયડથી ભાડે આપવાના કામ અંગે કમિશનરની રજુ થયેલ દરખાસ્તને મંજૂરી આપવામાં આવતા તેમાંથી રૂા.૧૭.૫૧ લાખની  વાર્ષિક આવક થશે.

મ્યુનિ. સભ્યની ડીમાન્ડ અન્વયે લોકભાગીદારીની સ્કીમ અંતર્ગત વોર્ડ નં. ૦૯માં સોની બજાર તથા વાઘેશ્વરી માતાજીના મંદિરથી કવૈયા દાંતના દવાખાના સુધી, કવૈયા દાંતના દવાખાનાથી ચોરીવાળા દેરાસર સુધી પાઈપ ગટર/ભુગર્ભ ગટર બનાવવાના કામ માટે રૂા. ૨૩.૨૫ લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો.

જામનગર મહાનગર પાલિકાના મંજુર થયેલા આર.સી. પોઈન્ટ પૈકી નવા પોઈન્ટ ઉપર વધારાની સિકયોરીટી વ્યવસ્થાના ખર્ચ માટે રૂા. ૪૨.૦૬ લાખ, જામનગર મહાનગર પાલિકાના મુખ્ય વહીવટી ભવનમાં એકસ આર્મીમેન ગાર્ડ તથા મહિલા ગાર્ડની સેવાઓ માટે રૂા. ૧૦.૦૧ લાખ સિવિલ વેસ્ટ ઝોન (વોર્ડ નં. ૧, ૬ અને ૭)માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ રોડ વર્કસ મેટલ, મોરમ, ગ્રીટ સપ્લાય કરી પાથરી આપવાના કામ માટે રૂા. ૭.૫ લાખ, સિવિલ વેસ્ટ ઝોન (વોર્ડ નં. ૧, ૬ અને ૭) માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ કેનાલ બીજ વર્કસના કામ માટે રૂા. પ લાખ, સિવિલ વેસ્ટ ઝોન (વોર્ડ નં. ૧, ૬ અને ૭)માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ ટ્રાફિક વર્કસના કામ અંગે રૂા. ૫ લાખ, અને સિવિલ ઈસ્ટ ઝોન વોર્ડ નં. ૧૧માં મહાપ્રભુજીની બેઠક પાસે ડોમ ટાઈપ કોમ્યુનીટી હોલ બનાવવા માટે. રૂા. ૨૭ લાખના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી.

જ્યારે એક દરખાસ્ત અધ્યક્ષ સ્થાનેથી રજૂ કરવામાં આવી હતી. જેમાં નગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ યોજાતા શ્રાવણી મેળાનું પ્રદર્શન ગ્રાઉન્ડમાં તા. ૧૦-૦૮-૨૦૨૫ (શ્રાવણ વદ-૧)થી તા. ૨૪-૦૮-૨૦૨૫ (ભાદરવા સુદ એકમ) સુધી (દિવસ-૧૫) યોજવા નિર્ણય લેવાયો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh