Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
છેલ્લા ર૪ કલાકમાં ૧ર૦ તાલુકામાં ત્રણ ઈંચ સુધી વરસાદઃ
અમદાવાદ તા. ૧૦: સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં સિઝનનો ૪૪ ટકા વરસાદ પડ્યો છે જ્યારે છેલ્લા ર૪ કલાકમાં રાજ્યના ૧ર૦ તાલુકામાં મેઘમહેર થઈ છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-એસઈઓસી, ગાંધીનગરના અહેવાલ મુજબ ગત્ ર૪ કલાક દરમિયાન સમગ્ર રાજ્યમાં ૩૩ જિલ્લાના ૧ર૦ તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે, જે અંતર્ગત છેલ્લા ર૪ કલાર દરમિયાન રાજ્યમાં સૌથી વધુ તાપીના કૂકારમુંડા તાલુકામાં ર.૪૦ ઈંચ તથા નિઝરમાં ર.૦પ ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત છેલ્લા ર૪ કલાકમાં સુરતના ઉમરપાડામાં ૧.પ૭ ઈંચ, નર્મદાના સાગબરામાં ૧.૪૭ ઈંચ અને જામનગરમાં ૧.૧ ઈંચ અને સુરેન્દ્રનગરના વઢવાણ, દાસડા, મૂળી, લખતર મોરબીના વાંકાનેર, ટંકારા, મોરબી શહેર, ભાવનગર, ધંધુકા, તિલકવાડા, જેસર અને નેત્રંગમાં એક ઈંચ કરતા ઓછો વરસાદ ખાબક્યો છે.
ભારતીય હવામાન વિભાગ-આઈ.એમ.ડી. દ્વારા ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં માછીમારોને ૧૦ જુલાઈ ર૦રપ સુધી દરિયો ન ખેડવા ચેતવણી પણ આપવામાં આવી છે.
ગુજરાતમાં આ વખતે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમા મેઘમહેર થઈ છે. દક્ષિણ ગુજરાતમાં સરેરાશ ર૮ ઈંચ સાથે સિઝનનો ૪૭ ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. બીજી તરફ સૌરાષ્ટ્રમાં ૪૪ ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૪ર.૪ર ટકા, કચ્છમાં ૪ર ટકા જ્યારે ઉત્તર ગુજરાતમાં ૩૯ ટકા જેટલો વરસાદ વરસ્યો છે. જિલ્લા પ્રમાણે જોવામાં આવે તો વલસાડમાં સૌથી વધુ ૩૮.પ૦ ઈંચ, ડાંગમાં ૩૧.૭૦ ઈંચ સુરતમાં ર૮.પ૦ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જિલ્લા પ્રમાણે સૌથી ઓછો ૪.પર ઈંચ વરસાદ પાટણમાં પડેલો છે.
તાલુકા પ્રમાણે વલસાડ જિલ્લાના કપરાડામાં અત્યાર સુધી સૌથી વધુ પ૦.પ૦ ઈંચ વરસાદ વરસ્યો છે. આ સિવાય તાપીના ડોલવણમાં ૪૪, નવસારીના ખેરગામમાં ૪૩.પ૦ ઈંચ વરસાદ નોંધાયો છે. પાટણના શંખેશ્વરમાં સૌથી ઓછો ૩.૩૦ ઈંચ વરસાદ પડ્યો છે. અત્યાર સુધી પ૦ તાલુકા એવા છે જ્યાં ર૦ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જેમાં ૮ તાલુકામાં ૮ ઈંચથી પણ વધુ વરસાદ છે. આ વર્ષે જૂન મહિનામાં જ રેકોર્ડ ૧ર ઈંચ વરસાદ નોંધાયો હતો. હવે આ વખતે જુલાઈમાં પણ રેકોર્ડબ્રેક વરસાદ પડી શકે છે. ગયા વર્ષે જુલાઈમાં ૧૯.૭ર ઈંચ વરસાદ પડ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial