Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ડીવાયએસપીની ટીમ દ્વારા પડાયો દરોડોઃ
ઓખા તા. ૧૦: ઓખામંડળના મીઠાપુર નજીક સુરજકરાડીમાં ડીવાયએસપી ટીમે એક મકાનમાં દરોડો પાડી નશાકારક ગણાતી ૧૧૨૬ નંગ કેપ્સ્યુલનો જથ્થો પકડી પાડ્યો છે. આ જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરાઈ છે.
ઓખામંડળમાં આવેલા મીઠાપુર નજીકના સુરજકરાડી ગામમાં એક શખ્સ નશાકારક કેપ્સ્યુલનું વેચાણ કરતો હોવાની બાતમી દ્વારકાના ડીવાયએસપીને મળતા ડીવાયએસપી ટીમના હે.કો. કે.પી. આંબલીયા સહિતના સ્ટાફે ગઈકાલે રાત્રે સુરજકરાડીમાં એક પ્રોવિઝન સ્ટોર્સ નજીકની ગલીમાં રહેતા ધનજીભાઈ રામજીભાઈ ધુમડીયાના રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો.
તે સ્થળે કરવામાં આવેલી ચકાસણીમાં ત્રણ અલગ અલગ જાતની નશાકારક ગણાતી ૧૧૨૬ નંગ કેપ્સ્યુલ મળી આવી હતી. અંદાજે ૫૬૩ ગ્રામ વજન અને રૂા.૧૧૧૪૭ની કિંમતની આ દવા કબજે કરી લઈ કે.પી. આંબલીયાએ ખુદ ફરિયાદી બની ધનજીભાઈ રામજીભાઈ સામે મીઠાપુર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે. આ શખ્સનો મોબાઈલ પણ પોલીસે ઝબ્બે લીધો છે.
મીઠાપુર પોલીસ સ્ટેશન હેઠળના વીસ્તારોમાં અસામાજિક પ્રવૃત્તિ વકરી છે તેની સાથે દેશી-વિદેશી દારૂ ઉપરાંત હવે નશાકારક કેપ્સ્યુલની બદીનો પણ વધારો થયો હોય. દ્વારકાના ડીવાયએસપીની ટીમે દરોડો પાડ્યો છે ત્યારે સ્થાનિક પોલીસની કામગીરી સાથે પ્રશ્નાર્થ સર્જાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial