Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સારવારમાં લઈ જવાયા પછી થયું મૃત્યુઃ
જામનગર તા. ૧૦: જામજોધપુરના હોથીજી ખડબા ગામના વાડી વિસ્તારમાં ગઈકાલે એક ખેડૂત પાકમાં દવાનો છંટકાવ કરતા હતા ત્યારે છાતીમાં દુખાવો ઉપડતા હોસ્પિટલ ખસેડાયા હતા. તેઓનું મૃત્યુ નિપજ્યું છે.
જામજોધપુર તાલુકાના રામવાડી-૧માં રહેતા દિનેશભાઈ બાવનજીભાઈ ઘોડાસરા નામના બાંસઠ વર્ષના વૃદ્ધ ગઈકાલે સાંજે હોથીજી ખડબા ગામના વાડી વિસ્તારમાં આવેલા પોતાના ખેતરમાં દવાનો છંટકાવ કરતા હતા.
આ વેળાએ છાતીમાં દુખાવો ઉપડતા દિનેશભાઈ ઢળી પડ્યા હતા. તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પછી તેઓનું મૃત્યુ નિપજ્યું છે. પુત્ર હાર્દિક ઘોડાસરાએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial