Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આ મુદ્દે દસ જેટલી અરજીઓ થઈ છેઃ
નવી દિલ્હી તા. ૧૦: બિહારમાં ચૂંટણીપંચ દ્વારા વોટર લિસ્ટ રિવિઝન સંદર્ભે નાગરિકાત્વના પુરાવા માંગવાના મુદ્દે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ છે. ચૂંટણી પંચના વકીલ તથા અરજદારોના વકીલોની દલીલો અદાલત સાંભળી રહી છે. પ્રારંભિક દલીલો દરમિયાન અદાલતે ચૂંટણી પંચને આ કાર્યવાહી ચૂંટણી ટાણે જ કરવા સામે સવાલો પૂછતા ચૂંટણીપંચના વકીલે કહ્યું હતું કે, આ પ્રક્રિયા આખા દેશમાં થનાર છે, જેની શરૂઆત જ બિહારથી થઈ છે. અરજદારોના વકીલને અદાલતે કહ્યું કે પ્રક્રિયાત્મક તારીખો ચૂંટણી પંચ જ નક્કી કરી શકે. કાલ્પનિક રીતે કોઈ પ્રક્રિયાને અયોગ્ય ઠરાવી શકાય નહીં. અદાલતે એમ પણ કહ્યું હતું કે, નાગરિકત્વ નક્કી કરવાનું કામ કેન્દ્રિય ગૃહમંત્રાલયનું છે. આ લખાય છે ત્યારે હજુ સુનાવણી ચાલી રહી છે, અને કદાચ આગળની સુનાવણી માટે મુદ્ત માંગવામાં આવે, તેવી સંભાવનાઓ જણાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial