Advertisement
Author: નોબત સમાચાર

પટેલ કોલોનીમાં બંધ પડેલા મકાનમાં થયેલી ઘરફોડી ચોરીમાં ચીખલીગર ગેંગના બે ઝડપાયાઃ એકની શોધ

સોના-ચાંદીના દાગીના, રોકડ, બાઈક, ફોન કબજે કરી લેવાયાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦: જામનગરની પટેલ કોલોનીમાં બંધ રહેલા એક મકાનમાંથી સોના-ચાંદીના દાગીના, ચાંદીના વાસણ, રોકડ મળી રૂા.અઢી લાખ ઉપરાંતની મત્તા ચોરાઈ ગઈ હતી. હોટલ સંચાલિકાની ફરિયાદ પરથી શરૂ કરાયેલી તપાસમાં એલસીબીએ કુખ્યાત ચીખલીગર ગેંગના બે શખ્સને દાગીના, રોકડ, બાઈક, મોબાઈલ સાથે દબોચી લીધા છે અને ત્રીજા સાગરિતની શોધખોળ શરૂ કરાઈ છે. કુલ રૂા.સવા બે લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે.

જામનગરના પટેલકોલોની વિસ્તારની શેરી નં.૩/૪માં અમૃત કુંજ નામના આરામ હોટલના સંચાલિકા હીનાબેન દીપકભાઈ ભટ્ટના મકાનમાં ગઈ તા.૧૭થી ગઈ તા.પ સુધીમાં ચોરી થઈ હતી. તે બંગલાની નાની ડેલીનું તાળુ તોડી મુખ્ય દરવાજાના નકૂચાને તોડી નાખી તસ્કરોએ અંદરથી ચાંદીની થાળી, વાટકો, ગ્લાસ, ચમચી, ચાંદીના દસ સિકકા, ચાંદીની ગણપતિજીની મૂર્તિ, કાનમાં પહેરવાની હીરાવાળી સોનાની બુટીની જોડી, સોનાના બે કડા, ચાર વીટી અને રૂા.૩૦ હજાર રોકડા તસ્કરોએ ઉઠાવ્યા હતા.

ઉપરોક્ત ચોરીની શરૂ થયેલી તપાસમાં એલસીબીને જોડાઈ જવા એસપી પ્રેમસુખ ડેલુએ આપેલી સૂચનાના પગલે પીઆઈ વી.એમ. લગારીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી.એન. મોરી, સી.એમ. કાંટેલીયા તથા સ્ટાફ દ્વારા બાતમીદારોને એક્ટિવેટ કરવામાં આવ્યા હતા.

તે દરમિયાન સ્ટાફના ઘનશ્યામ ડેરવારીયા, મયુદીન, ધર્મેન્દ્રસિંહ, અરજણભાઈને મળેલી બાતમીના આધારે બેડેશ્વર ઓવરબ્રિજ નીચે રેલવે ફાટક પાસેથી બે શખ્સને દબોચી લેવાયા હતા. બેડીના ગરીબનગરમાં રહેતા અને રિક્ષા ડ્રાઈવીંગની સાથે ભુંડ પકડવાનું કામ કરતા કુખ્યાત ચીખલીગર ગેંગના મહેન્દ્રસિંગ ઉધમસિંગ ખીંચી તથા રંગપર ગામના બલરામસિંગ ચંદાસિંગ ટાંક નામના બે સરદારજીને એલસીબી કચેરીએ ખસેડી પૂછપરછ કરાતા આ શખ્સોએ અમદાવાદના બાવળામાં રહેતા પોતાના સાગરીત હીરાસિંગ લક્ષ્મણસિંગ પટવા સાથે મળી ઉપરોક્ત ચોરીને અંજામ આપ્યાની કબૂલાત કરી છે.

એલસીબીએ સોનાના સોળ ગ્રામ દાગીના, ચાંદીના છસ્સો ગ્રામ વજનના દાગીના, રૂા.૨૦ હજાર રોકડા, બે મોબાઈલ, એક મોટરસાયકલ મળી કુલ રૂા.સવા બે લાખનો મુદ્દામાલ કબજે કરી લીધો છે. આ શખ્સોને રિમાન્ડ પર લેવાની તજવીજ કરાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh