Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'છોટીકાશી' જામનગરમાં આજે ગુરુ પૂર્ણિમાનાં પાવન પર્વની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. નગરની વિવિધ ધાર્મિક સંસ્થાઓ સંલગ્ન ગુરૂ સ્થાનો પર અનુયાયીઓ અને શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતાં. શ્રી આણદાબાવા સેવા સંસ્થાનાં મહંત દેવપ્રસાદજી મહારાજનાં આશિષ મેળવવા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા (દિગુભા) સહિતનાં આગેવાનો મહાનુભાવો પહોંચ્યા હતાં. પ્રણામી સંપ્રદાયની આચાર્ય પીઠ શ્રી પ નવતનપુરીધામ ખીજડામંદિરમાં મહંત શ્રી કૃષ્ણમણિજી મહારાજની અનુપસ્થિતિમાં અનુયાયીઓએ ગુરૂની પ્રતિમાનું પૂજન કરી માનસ પૂજા કરી હતી. વૈષ્ણવોની આસ્થાનાં કેન્દ્ર શ્રી મોટી હવેલીમાં પણ પ.પૂ. ૧૦૮ શ્રી વલ્લભરાયજી મહોદયે પણ વૈષ્ણવોને આશીર્વાદ પાઠવ્યા હતાં. કબીર આશ્રમમાં પણ બ્રહ્મલીન ગુરુ જગદિશદાસજી મહારાજની વંદના કરવામાં આવી હતી. શ્રી બાલા હનુમાન સંકિર્તન મંદિરે પણ અખંડ રામધૂનનાં પ્રણેતા બ્રહ્મલીન પૂ. પ્રેમભિક્ષુજી મહારાજ તથા બ્રહ્મલીન પૂ. કાશ્મીરી બાપુની છબીઓનું પૂજન કરી રામ નામની ગૂંજ વચ્ચે ગુરુની માનસ આરાધના કરવામાં આવી હતી. મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, જિલ્લા ભાજપ ડો. વિનુભાઇ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે.કમિટી ચેરમેન નિલેશભાઇ કગથરા સહિતનાં સત્તાધીશો દ્વારા પણ શ્રી મોટી હવેલી, શ્રી આણદાબાવા સેવા સંસ્થા, શ્રી કબીર આશ્રમ, શ્રી ખીજડા મંદિર, બી.એ.પી.એસ. સ્વામીનારાયણ મંદિર સહિતનાં સ્થાનોએ બિરાજતા ગાદીપતિઓ તથા મહંતોનાં શુભાશિષ પ્રાપ્ત કરવામાં આવ્યા હતાં. આ ઉપરાંત વિવિધ મંદિરનાં મહંતો - તથા વિવિધ સંતોનાં આશીર્વાદ લઇ લોકોએ ગુરૂ પૂજનની સનાતન ધર્મની સંસ્કૃતિની પરંપરા નિભાવી ધન્યતા અનુભવી હતી. (તસ્વીર : નિર્મલ કારીયા)
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial