Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાળકોનું શિક્ષણ ન બગડે તે હેતુથી શિક્ષક સહાયકની મદદ વિના
જામનગર તા. ૧૦ઃ બાળકોનું શિક્ષણ ન બગડે તે માટે સહાયકની મદદ વગર મહિલા બીએલઓએ ગ્રામજનોના સહયોગથી એસઆઈઆર અંતર્ગત ગણતરી ફોર્મ ડીજીટાઈઝેશનની કામગીરી ૯૭ ટકા પૂર્ણ કરી હોવાથી જિલ્લા ચૂંટણી અધિકારીએ તેઓને બીરદાવ્યા છે.
ભારતીય ચૂંટણી પંચની સૂચના મુજબ ચાલી રહેલા મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૬ અન્વયે જામનગર જિલ્લામાં બીએલઓની નિમણૂક કરવામાં આવી છે. તેઓ લોકોના ઘરે ઘરે જઈ ગણતરી ફોર્મનું વિતરણ કરી ફોર્મ ભરવાની કામગીરી કરી રહૃાા છે. બીએલઓને મદદ માટે સહાયકની પણ નિમણૂક કરવામાં આવી છે. પરંતુ જામનગર જિલ્લાના ૮૦-જામજોધપુર વિધાનસભા મત વિસ્તારના ૧૦૦-ગોદાવરી ભાગના બીએલઓશ્રી નિર્મળાબેન મહેતાએ બાળકોનું શિક્ષણ ન બગડે તે માટે સહાયકની મદદ વગર પોતાને સોંપવામાં આવેલ કામગીરી ૯૭% પૂર્ણ કરતા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કેતન ઠકકરે પ્રમાણપત્ર આપી તેમની કામગીરી બિરદાવી હતી.
નિર્મળાબેન મહેતા જણાવે છે કે, મારા બુથમાં કુલ ૧૨૬૭ મતદારો હતા જે પૈકી મેં તમામ ફોર્મ ઓનલાઈન કરી દીધા છે. અમને એસઆઇઆરની કામગીરી કરવા માટે સહાયક પણ આપવામાં આવ્યા છે. પરંતુ મેં બાળકોનું શિક્ષણ ન બગડે તે હેતુથી સહાયકની સહાય લીધા વગર મારી કામગીરી પૂર્ણ કરી છે. આ કરવા પાછળનો હેતુ બાળકોનો શિક્ષણ ન બગડે તે હતો. ઉપરાંત હું જે જગ્યાએ નોકરી કરું છું ત્યાં ૨૦ વર્ષ થયા છે માટે ગામના તમામ લોકો ઓળખતા હોવાથી તેમનો પણ એસઆઇઆરની કામગીરીમાં ઘણો સપોર્ટ રહૃાો હતો. રાત્રે ૧૨ઃ૦૦ વાગ્યે પણ મતદારોએ ફોનનો જવાબ આપી એસઆઈઆરની કામગીરીમાં સહયોગ કર્યો હતો જેના પરિણામે મેં ૩૦૦ જેટલી પરિણિત સ્ત્રીઓનું મેપિંગ કર્યું છે. આ કામગીરીમાં લાલપુર મતદાર નોંધણી અધિકારી અને મામલતદાર તેમજ વહીવટી તંત્રનો પૂરતો સહયોગ મળ્યો હતો અને જરૂર જણાયે તેઓએ પણ અમારા પ્રશ્નોનું નિરાકરણ કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial