Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રિન્સીપાલ કર્નલ શ્રેયસ મહેતાની ઉપસ્થિતિમાં
જામનગર તા. ૧૧: જામનગરની સૈનિક સ્કૂલ બાલાચડીમાં તાજેતરમાં ૬૨મી ઈન્ટર હાઉસ વાર્ષિક એથ્લેટિક્ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહત્ત્વપૂર્ણ વાર્ષિક કાર્યક્રમ સ્કૂલ એથ્લેટિક ગ્રાઉન્ડમાં પરંપરાગત ધામધૂમ અને ઉત્સાહ સાથે પૂર્ણ થયો હતો જેમાં ટ્રેક અને ફિલ્ડ ઈવેન્ટના તમામ વિભાગોને આવરી લેવામાં આવ્યા હતા.
સૈનિક સ્કૂલ બાલાચડીના પ્રિન્સીપાલ કર્નલ શ્રેયસ મહેતા મુખ્ય અતિથિ તરીકે સમાપન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિજેતા કેડેટ્સને મેડલ અને પ્રમાણપત્રો એનાયત કર્યા અને સિનિયર કેટેગરીમાં ટાગોર હાઉસ અને સબ જુનિયર કેટેગરીમાં શાસ્ત્રી હાઉસને ચેમ્પિયનશિપ ટ્રોફી અર્પણ કરી હતી.
પ્રતાપ હાઉસના કેડેટ રૂદ્ર ચૌધરી અને ટાગોર હાઉસના કેડેટ પ્રત્યક્ષ ચુડાસમાને અનુક્રમે 'સિનિયર' અને 'જુનિયર' શ્રેણીઓમાં શ્રેષ્ઠ રમતવીર જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે વર્ગ ૬-એ ને 'ફ્રેશર્સ' શ્રેણીમાં ચેમ્પિયન જાહેર કરાયા હતા. આ કાર્યક્રમમાં કેડેટ્સમાં ઉત્કૃષ્ટ રમતગમત, શિસ્ત અને સ્પર્ધાત્મક ભાવનાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જે શાળાની શારીરિક શિક્ષણમાં સર્વાંગી વિકાસ અને શ્રેષ્ઠતા પ્રત્યેની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial