Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નાતાલ જેવા વેકેશન-વધુ યાત્રિકોની ભીડના સમયે હંગામી બેરીકેડ કરવાનો અપવાદ સ્વીકારાયો
દ્વારકા/ ખંભાળિયા તા. ૧૧: દ્વારકાધીશ મંદિર પરિસર બહાર રેલીંગ ઊભી કરવાનો નિર્ણય વિવાદ પછી અંતે મુલતવી રખાયો છે. ધારાસભ્ય પબુભા માણેક અને વેપારીઓની રજૂઆત પછી આ નિર્ણય બદલાયો છે. તે ઉપરાંત મંદિરોની સફાઈ અંગે પણ ચર્ચા થઈ હતી.
દ્વારકાધીશ મંદિરના છપ્પન સીડીથી કીર્તિ સ્તંભ સુધી દ્વારકાધીશના દર્શનાર્થે આવતા યાત્રિકોને રેલીંગમાંથી પ્રવેશ આપી છપ્પન સીડી - સ્વર્ગ દ્વારેથી પસાર થઈને મંદિર પ્રવેશના દ્વારકાધીશ દેવસ્થાન સમિતિના વહીવટદાર હિમાંશુ ચૌહાણએ બોલાવેલી બેઠક પછી આ નિર્ણય મુલતવી રાખવાનું નકકી થયું હતુ. આ બેઠક દરમિયાન દ્વારકાધીશ તથા રૂક્ષ્મણી મંદિરની સફાઈ અંગે પણ નિર્ણયો લેવાયા હતાં.
ધારાસભ્ય પબુમા માણેક, વહીવટદાર હિમાંશુ ચૌહાણ અને ન્યુ વેપારી એસોસિએશનના પ્રમુખ નિલેશ બથીયાએ સ્થળ ઉપરની મુલાકાત લીધી હતી જે સ્થળ વિઝિટ દરમ્યાન પડનારી મુશ્કેલી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રાંત અધિકારી અમોલ આવટેના અધ્યક્ષ સ્થાને દ્વારકા પ્રાંત કચેરીએ મળેલ મિટિંગમાં વિસ્તૃત ચર્ચાના અંતે આ નિર્ણય મુલતવી રાખવામાં આવ્યો હતો.
વેપારી મંડળના પ્રમુખ અને તજજ્ઞોના મતે આ રેલીંગ ઊભી કરવામાં આવે તો મંદિર આસપાસની હોટલો, રહેણાંકના મકાનો, વેપારીઓ સહિતના લોકોને ખૂબ જ અસર પહોંચે તેવી પરિસ્થિતિ ઊભી થવાની ભીતિ હતી. ખાસ કરીને આ વિસ્તારમાં કોઈ મોટો અકસ્માત થાય તો એમ્બ્યુલન્સ જેવી ઇમરજન્સી સેવાઓ પણ રેલીંગ ઊભી કરવાથી ઘટનાસ્થળે પહોંચી ન શકે તેમજ વેપારીઓના ધંધા રોજગારને પણ મોટું નુકસાન થાય તેમ હોય અને ખાસ કરીને દર્શનાર્થીઓને લાંબા અંતર સુધી ચાલીને મંદિરે પહોંચવું અને છપ્પન સીડીના પગથિયા ચઢી ત્યારબાદ જ મંદિર પ્રવેશ અને ઠાકોરજીના દર્શન થાય તેમ હોય આ પ્રશ્ન ખૂબ જ કષ્ટદાયક થાય તેમ હોય આમ આ રેલીંગની યોજના ખૂબ જ અગવડતાપૂર્ણ બની રહે તેમ જણાઈ રહયું છે.
ઉપરોકત પ્રશ્ને દેવસ્થાન સમિતિના ટ્રસ્ટી સુભાષભાઈ ભાયાણી અને દ્વારકા નગરપાલીકાના ટાઉનપ્લાનીંગ સમિતિના ચેરમેન વિજયભાઈ બુજજ્ડ તથા વેપારી વર્ગના યતીન ભાયાણી, મીતલભાઈ વિઠલાણી સહિતના અગ્રણીઓએ પણ ધારાસભ્ય પબુભા માણેક પાસે રજૂઆત કરી હતી.
સોશ્યલ મીડિયાના માધ્યમથી ઉચ્ચકક્ષાએ રજૂઆત કરાઈ
અત્રે એ પણ નોંધનીય છે કે ન્યુ વેપારી મંડળના પ્રમુખ નિલેશ બથીયાએ ગઈકાલે રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રવાસન મંત્રી હર્ષ સંઘવી અને દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર સહિતનાઓને પણ એકસ-હેન્ડલ સહિત સોશ્યલ મીડિયામાં ઉકત પ્રશ્ને ધારદાર રજૂઆત કરી પ્રશ્નને વાચા આપી હતી. વેપારી અગ્રણી અને આગેવાનોના સહિયારા પ્રયાસોથી અંતે ઘી ના ઠામમાં ઘી પડી જતા વેપારીઓમાં આનંદની લાગણી વ્યાપી હતી.
અપવાદરૂપે નાતાલના સમય દરમ્યાન હંગામી વ્યવસ્થાની છૂટ
આ અંગે લેવાયેલ નિર્ણય મુજબ હાલમાં નાતાલના મીની વેકેશન આવી રહયું છે ત્યારે ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં યાત્રાધામ દ્વારકામાં વધુને વધુ ટ્રાફિક થાય તેવી સંભાવના જોતા યાત્રિકોની સગવડતા માટે જરૂરીયાત અનુસાર કીર્તિ સ્તંભથી છપ્પન સીડી સુધી હંગામી ધોરણે રેલીંગની વ્યવસ્થા કરવામાં આવનાર છે. આજ રીતે વાર તહેવારે યાત્રિકોના ટ્રાફિકની સંભાવના અનુસાર હંગામી રેલીંગ ઉભી કરવાનું ચર્ચાને અંતે નકકી કરાયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial