Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઉ. ભારતમાં થયેલી હિમવર્ષા હાલાર સુધી પહોંચી અસરઃ
જામનગર તા. ૧૧: ઉત્તર ભારતમાં થઈ રહેલા હિમવર્ષાના પગલે સમગ્ર હાલાર પંથકમાં શિયાળાએ ગતિ પકડી લીધી છે. નહિંવત્ ઘટીને લઘુતમ તાપમાનનો પારો સિઝનમાં પ્રથમ વખત ૧ર.૪ ડીગ્રીએ પહોંચતા ઠંડીમાં વધારો થયો છે.
ઉત્તર ભારતમાં હિમવર્ષાનો દોર ચાલી રહ્યો છે. હાડ થીજવતી ઠંડીના પગલે જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ તથા હિમાચલ પ્રદેશમાં જનજીવન પ્રભાવિત થયું છે. ઉત્તર ભારતના પહાડો પરથી આવતા પવનના પગલે મધ્ય ભારતના મોટાભાગના રાજ્યોમાં ઠંડીનું મોજુ ફરી વળ્યું છે.
હાલાર સહિત સમગ્ર ગુજરાતમાં શિયાળાએ રફ્તાર પકડી લીધી છે. જામનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં આંશિક ઘટીને લઘુતમ તાપમાનનો પારો ૧ર.૪ ડીગ્રીએ પહોંચી ગયો હતો, જે સિઝનમાં સૌથી ઓછું છે. તાપમાનમાં થઈ રહેલા ઘટાડાના પગલે ગઈકાલે પણ રાતથી વહેલી સવાર સુધી ખાસ કરીને નગરસિમ અને ગ્રામ્ય વિસ્તારો તથા ધોરીમાર્ગો પર વધારે ઠંડી અનુભવાઈ હતી.
જામનગરમાં ગુરૂવારે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન ૧.પ ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩૧ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬ ટકા ઘટીને ૬૩ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ પ થી ૧૦ કિ.મી.ની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial