Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજયમાં ૪૦.૪૪ લાખ મતદારોનું સ્થળાંતરઃ ૪૦.૪૪ લાખ મતદારો રિપિટેડ નીકળ્યા
જામનગર તા. ૧૧: ગુજરાતના જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિત ર૭ જિલ્લાઓમાં એસઆઈઆરની ૧૦૦% કામગીરી પૂર્ણ થઈ છે, જેમાં ૪૪.૪૪ લાખથી વધુ મતદારો સ્થળાંતર કરી અન્યત્ર રહેવા ગયા હોવાનું બહાર આવ્યુ છે, હજુ ૧૮૭૭ ફોર્મ ભરાઈને આવવાના બાકી હોય, રાજયમાં ૯૯.૯૯% કામગીરી સંપન્ન થઈ હોવાનું બહાર આવ્યું છે.
ભારતીય ચૂંટણી પંચના આદેશ બાદ ગુજરાતમાં શરૂ કરાયેલી મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત ૧૧-ડિસેમ્બર સુધીની મુદ્દત વધારવામાં આવી છે ત્યારે આજ સુધીમાં રાજ્યના ર૭ જિલ્લામાં ૧૦૦% કામગીરી પૂર્ણ થઈ છે.
જો કે કેટલાક જિલ્લામં હજુ સંપૂર્ણ કામગીરી પૂરી થઈ નથી. ચૂંટણીપંચ દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ ગુજરાતના ૪૦.૪૪ લાખ મતદારોનું કાયમી સ્થળાંતર થઈ ચૂક્યું છે.
ચૂંટણીપંચ દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ ગત ર૭ ઓક્ટોબરથી રાજ્યભરમાં શરૂ કરાયેલી એસઆઈઆર (સ્પેશ્યિલ ઈન્ટેન્સિવ રિવિઝન) ની કામગીરી અંતર્ગત ગણતરીનો તબક્કો ૧૧-ડિસેમ્બરના પૂર્ણ થઈ ગયો છે. ફોર્મ પરત આવવાની સમયમર્યાદામાં આજે છેલ્લો દિવસ છે ત્યારે રાજયમાં કુલ વિતરણ થયેલા પ,૦૮,૪૩,ર૯૧ ફોર્મ પૈકી માત્ર ૧૮૭૭ ફોર્મ હવે મળવાના એટલે કે પરત આવવાના બાકી છે. આમ ગણતરીના તબક્કાની ૯૯.૯૯ ટકા કામગીરી પુરી થઈ ગઈ છે.
રાજયમાં અરવલ્લી, વલસાડ, મહિસાગર, પાટણ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, દાહોદ, ગીરસોમનાથ, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, તાપી, ડાંગ, જુનાગઢ અને નવસારી તેમજ અમરેલી સહિતના ર૭ જિલ્લામાં ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ કરવાનો દાવો કરવામાં આવ્યો છે. જિલ્લાવાર મૂકવામાં આવેલી વિગતોમાંથી મતદારો પોતે પણ ચકાસણી કરી શકે તેવી સરળ વ્યવસ્થા કરવામાં આવી છે.
અત્યાર સુધીની કામગીરીમાં ૧૮ લાખથી વધુ મતદારો અવસાન પામ્યા હોવાનું અને મતદાર યાદીમાં હોવાનું સામે આવ્યું છે. જ્યારે ૧૦.ર૬ લાખથી વધુ મતદારો તેમના સરનામે ગેરહાજર હતાં. ૪૦.૪૪ લાખથી વધુ મતદારોનું કામથી સ્થળાંતર થઈ ચૂક્યું છે. જ્યારે ૩.૩૭ લાખથી વધુ મતદારો રિપીટેડ એટલે કે બે જગ્યાએ નોંધાયેલા હોવાનું ધ્યાને આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial