Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હિન્દી ભાષી રાજયમાં ગુજરાતીમાં કથાઃ
ખંભાળીયા તા. ૧૧: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયાના પ્રાચીન ખામનાથ મહાદેવ મંદિરના સત્સંગ મંડળના બહેનોના મનમાં વિચાર આવ્યો કે, આપણે શ્રીમદ્ ભાગવત કથા કરવી તે પણ હરિદ્વારમાં અને તમામ સંચાલન બહેનો દ્વારા કરવામાં આવે, 'યત્રઃ નાર્યસ્તુ પૂજ્યન્તી તત્ર રમન્તે દેવતા' ની જેમ આ આયોજન બ્રહ્મ મહિલા અગ્રણી તથા એડવોકેટ ફાલ્ગુનીબેન અમિતભાઈ વ્યાસની આગેવાનીમાં થયું અને ટ્રેઈનમાં ૧૭પ લોકો નહીંથી હરિદ્વાર પહોંચ્યા અને પાવનધામ આશ્રમમાં શાસ્ત્રી જીતેશ શુકલના વ્યાસાસને કથા શરૂ થઈ હતી.
કથાની પોથીયાત્રા, શ્રીકૃષ્ણ જન્મ, રામજન્મમાં તથા અંતે સુદામા ચરિત્રની કથા આખ્યાનમાં શાસ્ત્રીજીના વૃતાંત સાંભળી ભાવિકો રડી પડ્યા હતાં. હિન્દી ભાષી રાજ્યમાં ગુજરાતીમાં કથા હોય, ભાવિકો મોટી સંખ્યામાં સાંભળવા આવતા હતા તથા ઉત્તરાખંડ પ્રદેશ ભાજપ પૂર્વ અધ્યક્ષ તથા કેબિનેટ મંત્રી શ્રી મદન કૌશિકજી, હરિદ્વારના ધારાસભ્ય જય ભગવાન સેની તથા હરિદ્વાર પાલિકાના હોદ્દેદારો, સંતો-મહાનુભાવો જોડાયા હતાં.
દ્વારકા જિલ્લામાં સૌપ્રથમ અન્ય રાજ્યમાં માત્ર બહેનો સંચાલિત આ શ્રીમદ્ ભાગવત કથાના સફળ આયોજને લોકોમાં ખૂબ જ આનંદની સાથે પ્રશંસાની લાગણી પણ ફેલાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial