Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં
ખંભાળીયા તા. ૧૧: ગુજરાત સરકારના રમત ગમત વિભાગ તથા રમત ગમત પ્રશિક્ષણ જિલ્લા કેન્દ્ર દ્વારકા દ્વારા સ્પેશિયલ ખેલ મહાકુંભ સ્પર્ધાઓ દિવ્યાંગો માટે યોજવામાં આવી હતી.
નંદાણા જી.એમ.ડી.સી. શાળામાં યોજાયેલી આ સ્પર્ધાઓમાં કુલ ૪૦૯ ખેલાડીઓએ ભાગ લીધો હતો. એમ.આર. ૧૨૦ ખેલાડી, ઓ.એચ. ૧૫૫૨, બ્લાઈન્ડ ૧૦૯, ડેફ ૪ મળી કુલ ૪૦૯થી વધારે ખેલાડીઓએ ભાગ લીધો હતો. વયજૂથ મુજબ વિજેતા ખેલાડીઓને પ્રથમ નંબરને પાંચ હજાર, દ્વિતીયને ત્રણ હજાર તથા તૃતીયને બે હજારની રકમ આપવામાં આવી હતી.
વિજેતા ખેલાડીઓને ટી-શર્ટ, કેપ અને પ્રમાણપત્રથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વિજેતા ખેલાડીઓને નાયરા એનર્જી કંપની દ્વારા ટી-શર્ટ તથા કેપ, ટાટા કંપની દ્વારા મેડલથી સન્માનિત કરાયા હતા. જિલ્લા પ્રશિક્ષણ કોચ હિતેશભાઈ પ્રજાપતિ, જિલ્લા રમત ગમત અધિકારી ભાવેશભાઈ રાવલીયા તથા વ્યાયામ શિક્ષકો જોડાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial