Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. ર૩મી ડિસેમ્બરે યોજાશે
જામનગર તા. ૧૧: જામનગર 'તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ' આગામી તા. ર૩-૧ર-ર૦રપ ના સવારના ૧૧.૦૦ કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી જિલ્લા વિકાસ અધિકારી, જામનગરના અધ્યક્ષસ્થાને મામલતદારશ્રી, જામનગર શહેરના મિટિંગ હોલમાં યોજવામં આવશે. તેથી જે અરજદોરોએ તા. ૧૦-ડિસેમ્બર સુધીમાં તેમની અરજી મામલતદારશ્રી અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, જામનગરને મોકલી હશે તે અરજદારો આ કાર્યક્રમમાં તેમની રજૂઆતો કરી શકશે.
તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીને પ્રથમ લેખિતમાં રજૂઆત કરેલ હોવી જોઈએ અને તે અરજીની તારીખે અનિર્ણિત હોવી જોઈએ. આ કાર્યક્રમમાં રજૂ થતા પ્રશ્નો તાલુકા કક્ષાએ જ નિર્ણય લઈ શકાય તેવા પ્રશ્નો હોવા જોઈએ. કાર્યક્રમમાં અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્નની જ આધાર-પુરાવા સાથે રજૂઆત કરી શકશે. કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજૂઆત કરી શકશે. સામૂહિક રજૂઆતો નહીં કરી શકે. તેમ મામલતદારશ્રી અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટશ્રી, જામનગરની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial