| | |

બાલા હનુમાન સંકીર્તન મંદિરમાં અખંડ રામધુનના વીસ હજાર દિવસ પૂર્ણ થતાં ભવ્યાતિ ભવ્ય ઉજવણી

જામનગર તા.૭ઃ સમગ્ર વિશ્વના નકશામાં ધાર્મિક ક્ષેત્રે અખંડ રામધુનના માધ્યમથી જામનગરનું નામ ગૌરવભેર અંકિત કરનાર પ્રેમભિક્ષુજી મહારાજ પ્રેરિત શ્રી બાલા હનુમાન સંકીર્તન મંદિરમાં ગઈકાલે રામધુનના ૨૦ હજાર દિવસો પૂર્ણ થતાં ઉજવણી કરવામાં આવી હતી.

તા. છઠ્ઠી મેના દિવસે ૨૦ હજાર દિન પૂર્ણ થતાં હોય હનુમાનજી મંદિરમાં સાંજે મહાઆરતી કરવામાં આવી હતી. તેમજ આ રામધુન માટે સતત સહયોગ આપનાર ૩૦ સ્વયંસેવકોનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત સાંસદ પૂનમબેન માડમનું મંદિરના ટ્રસ્ટી વિનુભાઈ તન્ના તથા જીતુભાઈ લાલના હસ્તે ભગવાનની છબિ અર્પણ કરીને સ્વાગત સન્માન ઉજવવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી પ્રશસ્તિ પરીક, ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી વ્યાસ સાહેબે ઉપસ્થિત રહી મંદિરની ગૌરવવંતી સિદ્ધિને બિરદાવી સૌને અભિનંદન પાઠવ્યા હતાં. મંદિર ટ્રસ્ટના પ્રમુખ ડૉ. કિશોરભાઈ દવેએ સૌનું સ્વાગત કર્યું હતું. મોટી હવેલીના પૂ. વલ્લભરાયજી મહોદય, સ્વામિનારાયણ મંદિરના પૂ. ચતુર્ભુજ સ્વામીજી, કેબિનેટ મંત્રી આર.સી. ફળદુ, 'નોબત'ના ચેતનભાઈ માધવાણી, એડવોકેટ હેમલ ચોટાઈ, સાધુ સંતો, જામનગર જિલ્લાના અગ્રણીઓ તથા ધર્મપ્રેમી ભાઈઓ - બહેનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. અને રામધુનની જમાવટમાં સૌ જોડાયાં હતાં.

(તસ્વીરઃ નિર્મલ કારિયા)

 

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit