| | |

સગીરાને વેંચી નાખવાના કેસમાં આરોપીની જામીન મુક્તિ

જામનગર તા. ૧૫ઃ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એક ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ ભરૃચ જિલ્લાના કન ગામના સુરેશ શીવાભાઈએ કાલાવડના એક ગામની સગીરાને લલચાવી તેનું અપહરણ કર્યા પછી વાલાજી જોધાજી ઠાકોર તથા અન્ય શખ્સોએ તે સગીરાને વેંચી નાખવાનો પ્લાન બનાવી તેના બદલામાં રૃપિયા અઢી લાખ મેળવી માનસિંહ સોહનસિંહ સાથે ફૂલહાર વિધિથી લગ્ન કરાવી દીધા હતાં. તે પછી માનસિંહે તે સગીરાને પોતાના વતનમાં લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યું હતું. પોલીસે વાલાજી સહિતના આરોપીઓની ધરપકડ કરી હતી. આ આરોપીએ જામીન મુક્ત થવા અદાલતમાં અરજી કરતા તેને જામીન પર છોડવાનો હુકમ કરાયો છે. આરોપી તરફથી વકીલ કિરણભાઈ બગડા, જે.ડી. ગણાત્રા રોકાયા છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit