ભાટીયાની સરકારી શાળાની જર્જરીત દીવાલો-છતોની ગંભીર ફરિયાદઃ આજથી શાળાની વૈકલ્પિક વ્યવસ્થા

ખંભાળીયા તા. ૧૨ઃ દેવભૂમિ જિલ્લાના ભાટીયા ગામે આવેલી સરકારી પ્રા.શા. હરસિદ્ધિનગર પ્રા.શા.ની છત તથા મકાનની દીવાલોમાં તિરાડ પડી ગઈ હોય તથા જર્જરીત થઈ ગયેલા આ મકાનમાં વિદ્યાર્થીઓ જીવના જોખમે અભ્યાસક્રમ કરવા આવતા હોય આ અંગે જાગૃત વાલીઓ દ્વારા ફરિયાદો કરાતા તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભય હેઠળ જીવતા હોય ગઈકાલે પ્રા.જિ.શિ. ભાવસિંહ વાઢેર તાકીદે ભાટીયા દોડી ગયા હતા તથા શાળાની મુલાકાત લઈ સ્થિતિ જોઈ હતી.

આજથી શાળા બદલાઈ

જિ.પ્રા.શિ. ભાવસિંહ વાઢેર દ્વારા જણાવ્યું હતું કે, આ શાળાનું બિલ્ડીંગ જર્જરીત થઈ ગયું હોય નવું બિલ્ડીંગ બનાવવા માટે મંજુરી અપાઈ ગઈ છે. તથા ચૂંટણીની આચાર સંહિતાને કારણે કામ વિલંબમાં હતું તે હવે થોડા સમયમાં જ ચાલુ થશે તથા હાલ આ બાળકોને નજીકના અંતરની અન્ય સરકારી શાળામાં સીફટ કરી દેવાયા છે તથા જ્યાં સુધી નવું બિલ્ડીંગ નહીં બને ત્યાં સુધી આ શાળાના છાત્રો અન્ય શાળામાં બેસશે. બાળકોની સુરક્ષા પ્રત્યે સરકાર ગંભીર હોય તુરત જ આ અંગે કાર્યવાહી કરવામાં આવશે.

close
Nobat Subscription