| | |

વીજકાપના કારણે આજે ગુલાબનગર અને રણજીતનગરને પાણી પુરવઠો બંધ

જામનગર તા. ૧પઃ જામનગર શહેરમાં આજે બે ઈએસઆર વિસ્તારમાં પાણી વિતરણ થઈ શક્યું નથી. વીજકાપના કારણે પાણીનું પમ્પીંગ નહીં થઈ શકતા પાણી વિતરણમાં વિક્ષેપ ઉભો થયો છે.

જામનગર શહેરના લોકો માટે પીવાનું પાણી પૂરૃં પાડતા આજી-૩ ડેમ સાઈટ ઉપર આજે સવારે ૮ વાગ્યાથી બપોરે ર વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રાખવામાં આવ્યો હોવાથી પાણીનું પમ્પીંગ થઈ શક્યું ન હતું. પરિણામે જામનગરના ગુલાબનગર તેમજ રણજીતનગર ઈએસઆર વિસ્તારમાં પાણી વિતરણ બંધ રાખવામાં આવ્યું છે. તેમ મહાનગરપાલિકાના વોટર વર્કસ શાખાના અધિકારીની યાદીમાં જણાવાયું છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit