જામનગરને ડંખે છે ડેન્ગ્યૂઃ નગરની જી.જી. હોસ્પિટલમાં વધુ પાંચ દર્દીના રિપોર્ટ પોઝિટિવ

જામનગર તા. ૧રઃ જામનગરમાં ડેન્ગ્યૂની મહામારી યથાવત્ જળવાઈ રહી છે. અજો પણ પાંચ દર્દીના રિપોર્ટ ડેન્ગ્યૂ પોઝિટિવ મળ્યા હતાં જેમને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.

જામનગરમાં ફરી એક વખત ડેન્ગ્યૂની મહામારીએ માથું ઊંચક્યું છે અને છેલ્લા કેટલાક દિવસથી ડેન્ગ્યૂના દર્દીઓ સતત જોવા મળી રહ્યા છે. ગઈકાલે પણ તાવની બીમારીની સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં આવેલા દર્દીઓમાંથી પાંચ દર્દીઓનો રિપોર્ટ ડેન્ગ્યૂ પોઝિટિવ મળ્યા હતાં. આમ છેલ્લા કેટલાક દિવસથી દરરોજ ચાર-પાંચ દર્દીઓને ડેન્ગ્યૂ લાગુ પડતો હોવાનું જણાઈ રહ્યું છે. જ્યારે જો સઘન સફાઈ સાથે ખુલ્લામાં પાણી સંગ્રહ બંધ કરવામાં નહીં  આવે તો હજુ પણ દર્દીઓની સંખ્યા વધતી જશે તેવી દહેશત પણ વ્યક્ત કરવામાં આવી છે.

close
Nobat Subscription