જોડિયાની એસબીઆઈ શાખા દ્વારા શિક્ષક દિવસના અવસરે પાંચ નિવૃત્ત શિક્ષકનું સન્માન


સમગ્ર દેશભરમાં આઝાદીના ૭પ વર્ષ નિમિત્તે અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૃપે સમગ્ર દેશભરમાં એસ.બી.આઈ.ની વિવિધ શાખાઓ દ્વારા પણ અમૃત મહોત્સવમાં સહભાગી બનીને શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે ઉજવણીના ભાગરૃપે જોડિયાની એસ.બી.આઈ. શાખા દ્વારા જોડિયાના પાંચ જેટલા નિવૃત્ત શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતાં. જોડિયાના નિવૃત્ત શિક્ષકો શાંતિલાલ કે. પરમાર, કાંતિલાલ પરમાર, મનજીભાઈ છત્રોલા, મગનભાઈ જેઠવા અને ચંપકલાલ ઝીંઝુવાડીયાનું જોડિયા એસ.બી.આઈ. શાખાના બ્રાન્ચ મેનેજર ચિરાગ જોષી તથા બેંક કર્મચારી નિશિતા રાચાણી, વિજય ચૌહાણ અને ચંદ્રસિંહ સોઢા વિગેરેના હસ્તે શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

વધુ સમાચાર

close
Ank Bandh
close
PPE Kit