ખંભાળીયા સહિત દ્વારકા જિલ્લામાં રક્ષાબંધન પર્વની ભાવપૂર્વક ઉજવણી


કોરોનાની સંભવિત ત્રીજી લહેરથી બચવાની શુભકામના અને રક્ષા કરવાના હેતુને વિશેષ ધ્યાન રાખીને બહેનોએ રક્ષાબંધન પર્વ ઉજવ્યું હતું. સવારથી સાંજ સુધી રક્ષાબંધનમાં ભાઈ બહેનના અમર પ્રેમના દૃશ્યો ઠેર ઠેર જોવા મળતા હતાં. સોશ્યલ મીડીયા વોટ્સએપ તથા ફેસબૂક પર પણ રક્ષાબંધનના ફોટા વાયરલ થયા હતાં. જિલ્લાની મધુવન શાળા સહિત કેટલીક શાળાઓમાં રક્ષાબંધન ઉપરાંત રાખડી બનાવવાની સ્પર્ધા યોજવામાં આવી હતી.
close
Ank Bandh
close
PPE Kit