જિલ્લા પંચાયતમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી


જિલ્લા પંચાયતમાં પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા પંચાયતના વહીવટી વડા ડો. બિપીન ગર્ગના હસ્તે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી પ્રસંગને અનુરૃપ ઉદ્દબોધન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાયબ જિલ્લા વિકાસ અધિકારી કિર્તન પરમાર તથા પાર્થ કોટડીયા, પશુપાલન નિયામક ભગીરથ પટેલ, કાર્યપાલક ઈજનેર ડામોર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી બથવાર તથા અન્ય અધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં જિલ્લા પંચાયતના કર્મચારીઓ ઉપસ્થિત રહી રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં સહયોગી થયા હતાં. જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પંચાયતની વિવિધ શાળાઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા વર્ષ દરમ્યાન કરવામાં આવેલ કામગીરીની પ્રશંસા કરી સાથોસાથ દરેકને પોતાની કાર્યક્ષમતામાં વધારો કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. દેશના વિકાસ તથા ગ્રામીણ વિસ્તારમાં વસતા છેવાડાના લોકોના ઉત્થાનમાં વહીવટી તંત્રની ભૂમિકાનું મહત્ત્વ જણાવી પંચાયતના વહીવટી તંત્રને આગામી સમયમાં નિષ્ઠા અને જવાબદારીપૂર્વક ફરજ બજાવવામાં અગ્રસર થવા જણાવ્યું હતું.

વધુ સમાચાર

close
Ank Bandh 26 January
close
PPE Kit