સુમેર કલબ રોડ પર પડેલો લાં...બો ચિરોડો જનતા માટે માથાનો દુઃખાવો !


જામનગરના મીગ કોલોની વિસ્તારમાં પાણીની નવી પાઈપ લાઈન નાખવામાં આવી છે. રણજીતનગર ઈ.એસ.આર. માં તેનું જોડાણ કરવા માટે તંત્ર દ્વારા ખોદકામ કરવામાં આવ્યું હતું. જેમા એસ.ટી. માર્ગનો પણ સમાવેશ થાય છે. અહીં વાહનોની અવર-જવર મોટા પ્રમાણમાં રહે છે ત્યારે આ માર્ગ પર પાણીની પાઈપલાઈન સંદર્ભે કરાયેલા ખોદકામ પછી તેને યોગ્ય રીતે બુરવાની કામગીરી કરવામાં આવી નથી, જેના પગલે એસ.ટી. માર્ગ પર લાં...બો ચિરોડો થઈ જતાં વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરમાં કરવામાં આવતા ખોદકામ પછી તેને યોગ્ય રીતે બુરવાની કામગીરી કરવામાં આવતી નથી જે સર્વ વિદિત છે જેના પગલે ઠેર-ઠેર મસમોટા ખાડા અને લાંબા ચિરોડા દૃશ્યમાન થાય છે. લોકો પણ આવી બેજવાબદાર કામગીરીથી ત્રાસી ગયા છે. નગરના એસ.ટી. માર્ગ પર તંત્રની ઉમદા અને લાજવાબ કામગીરીથી પડેલો ઊંડો સ્પિડ બ્રેકરરુપી લાંંં...બો ચિરોડો લોકોના માથાના દુઃખાવા સમાન બની ગયો છે. આ ચિરોડાને તાકીદની અસરથી બુરવા લોકમાંગ ઉઠવા પામી છે.

વધુ સમાચાર

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit