સર્વરોગ નિદાન-સારવાર કેમ્પ યોજાયો


જામનગરના વી.વી. ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટ તથા હાલાઈ મેમણ જમાતના સંયુક્ત ઉપક્રમે સર્વેરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં દાંત, આંખ, સ્ત્રીરોગ, ડાયાબિટીસ, હાડકાનો દુઃખાવો વિગેરે દર્દોનું નિદાન તથા સારવાર કરવામાં આવી હતી. કુલ ૧૬૮ લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો. આ કેમ્પમાં ડો. જયસુખ મકવાણા (રાજકોટ), ડો. ઘનશ્યામસિંહ જાડેજા, ડો. વૈભવ વોરા, પરેશ ખુડખુડિયા, નાઝનીન, શોઝિયા શેખ, મોનિકા વિગેરે સેવા આપી હતી. આ કેમ્પને સફળ બનાવવા માટે હાલાઈ મેમણ જમાત ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, પ્રમુખ વિગેરેએ જહેમત ઊઠાવી હતી.
close
Ank Bandh 29 March
close
PPE Kit