શ્રી સાંઈ મહેશ્વર ચિકિત્સા સેવા મંડળ દ્વારા શ્વાસ રોગ નિદાન - ચિકિત્સા

જામનગર તા.૧૨ઃ જામનગરના શ્રી સાંઈ મહેશ્વર ચિકિત્સા સેવા મંડળ દ્વારા શ્વાસ રોગથી પીડિત દર્દીઓ માટે વિનામૂલ્યે શ્વાસ રોગ નિદાન - ચિકિત્સા કેમ્પનુ આયોજન ફાલ્ગુની પૂર્ણિમાના તા.૧૬-૦૭-૨૦૧૯ (મંગળવાર)ના રાત્રે ૯-૩૦ કલાકે  શ્રી શિરડી સાંઈધામ, બાલનાથ મહાદેવ મંદિર, મોરકંડા રોડ, કાલાવડ નાકા બહાર, જામનગર અને શ્રી શિરડી સાંઈબાબા મંદિર, ગાંધીનગર, જામનગરમાં કરવામાં આવ્યું છે. જેમાં આયુર્વેદના નિષ્ણાતો દ્વારા નિર્મિત ઔષધીય વિશિષ્ટ પ્રકારથી નિર્મિત ખીર સાથે સેવન કરાવવામા ંઆવશે. અને આયુર્વેદના નિષ્ણાત વૈદ્યરાજો દ્વારા શ્વાસના સંપૂર્ણ તપાસ કરીને રોગીઓને પથ્યાપથ્ય (ખાવા-પીવાની પરેજી) ની સંપૂર્ણ જાણકારી આપવામાં આવશે. વધુ માહિતી માટે મંડળના પ્રમુખ મોતીલાલ દાસવાણી (મો.૯૪૨૭૫ ૭૪૪૪૧) અથવા ઉપપ્રમુખ ડૉ. ઉમંગ પંડ્યા (મો. ૯૯૯૮૯ ૭૩૫૨૦) નો સંપર્ક કરવો.

close
Nobat Subscription