| | |

દેવભૂમિ દ્વારકા જિલ્લાની શાળાઓના શિક્ષકો નિયમિત હાજર રહે તે માટે બાયો એટેન્ડન્સ ડિવાઈસ

દેવભૂમિ દ્વારકા તા. ૧૧ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત હસ્કતની પ૯૩ ગ્રામ્ય વિસ્તારની પ્રાથમિક શાળાઓ પૈકી ૪૪૬ ગ્રામ્ય વિસ્તારની સરકારી પ્રાથમિક શાળાઓમાં જિલ્લા પંચાયત દેવભૂમિ દ્વારકા દ્વારા શિક્ષકો નિયમિત હાજર રહે તે હેતુથી બાયો એટેન્ડન્સ ડિવાઈસ એક્ટિવ કરવામાં આવ્યું છે. તેમજ પરિપત્ર દ્વારા તમામ શિક્ષકોને જાણ કરવામાં આવેલ છે કે દરેક શિક્ષક કર્મચારીઓ નિયમિતપણે આપેલ થમ્બ ડિવાઈસમાં શાળા સમયને ધ્યાને રાખી હાજરી પૂરવા તેમજ કોઈ કારણસર શાળા છોડવા માટેની પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે શાળાના મુવમેન્ટ રજિસ્ટરમાં નોંધ કરવાની સૂચના પણ આપવામાં આવી છે.

નગરપાલિકા વિસ્તાર સિવાયની ગ્રામ્ય વિસ્તારની તમામ શાળાઓને આવરી લેવા ક્રમશઃ શાળાઓમાં બાયો મેટ્રિક એટેન્ડન્સ ડિવાઈસ ઈસ્ટોલેશન શરૃ છે જેથી શિક્ષકો નિયમિત શાળામાં આવે તથા શાળામાં જતી વખતે શાળા સમય પહેલા તથા શાળા સમય પછી બન્ને સમયે હાજરી પૂરવામાં આવે છે. જેથી શાળાઓમાં શિક્ષકોની નિયમિત તથા પૂર્ણ સમયની હાજરી સુનિશ્ચિત થાય તે દેવભૂમિ દ્વારકા જિલ્લાના પંચાયતના તાબાના ગ્રામ્ય વિસ્તારમાં ફરજ બજાવતા અન્ય તમામ ગ્રામ્ય વિસ્તારના કર્મચારી, તલાટી-કમ-મંત્રી, ગ્રામ સેવક, એફએચડબલ્યુ, એમ.એચડબલ્યુ, આંગણવાડી વર્કરોઓની પણ જે તે ગામની પ્રાથમિક શાળાના એટેન્ડન્સ ડિવાઈસમાં હાજરી પૂરવાની સૂચના પણ આપવામાં આવી છે. જેથી તમામ કર્મચારીઓ નિયમિત સમયસર હાજર રહી પોતાના ફાળે આવતી કામગીરી સંપૂર્ણ નિષ્ઠાપૂર્વક કરે તેમજ ગ્રામજનોને કચેરીને લગત સામાન્ય કાર્યોમાં હાલાકી ન ભોગવવી પડે. આ ડિવાઈસનું મોનીટરીંગ તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને સંયુક્ત રીતે સોંપવામાં આવ્યું છે. તેમજ બાયો મેટ્રિક એટેન્ડન્સ ડિવાઈસમાં પૂરેલી હાજરીના માસિક રિપોર્ટમાં કર્મચારીઓની હાજરીનું વિશ્લેષણ કર્યા પછી જો કોઈ કર્મચારી બિનઅધિકૃત રીતે ગેરહાજર રહેલ જણાય તેમજ ફરજ પર મોડા આવવા ટેવાયેલ કર્મચારીઓ વિરૃદ્ધ  શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમ દેવભૂમિ દ્વારકાના જિલ્લા વિકાસ અધિકારી આર.આર. રાવલએ જણાવ્યું છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit