Aquarius (કુંભ: ગ-શ-સ)

આળસ અને નિરાશાને ખંખેરીને કામે લાગી જવાથી લાભના દ્વાર ખોલી શકશો. મિત્રોનો સાથ મળી રહે. શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૨-૬

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

સામા પવને હશો તે ધીમી ચાલ, મક્કમ નિર્ણય મદદરૃપ બનશે. સામાજિક કાર્યો થવા પામે. પ્રસન્નતામાં વધારો થાય. શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૫-૭

Scorpio (વૃશ્ચિક: ન-ય)

દિવસને સાર્થક અને ફળદાયી બનાવવાની મહેનત લેખે લાગે. સ્નેહીથી મિલન-મુલાકાત થવા પામે. શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૨-૪

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

સંજોગો પ્રતિકૂળ હશે તો તમે તેમાંથી માર્ગ મેળવી શકશો. નસીબના જોરે મદદ મળી રહેવા પામે. શુભ રંગઃ મરૃન - શુભ અંકઃ ૫-૮

Capricorn (મકર: ખ-જ)

આદરેલા કાર્યો અધૂરા રહી ન જાય તે માટે તકેદારી રાખીને ઝડપી લેજો. સુદ્દઢ કામગીરી અંગે ગોઠવણ જરૃરી જણાય. શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૩-૯

Cancer (કર્ક: ડ-હ)

મહત્ત્વની વ્યક્તિની મદદ ઉપયોગી સાબિત થવા પામે. લાભના સંજોગો બનતા જણાય. શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૩-૧

Leo (સિંહ: મ-ટ)

આપ આપના પ્રયત્નોનું મીઠું ફળ ચાખી શકશો. સામાજિક બાબતો અંગે સાનુકૂળતા સર્જાય. શુભ રંગઃ મરૃન - શુભ અંકઃ ૨-૮

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના મનની મુંઝવણ, સંતાપ કે તણાવ દૂર કરવાના ઉપાય મળવા પામે. તબિયતમાં સુધાર જણાય. શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૪-૯

Libra (તુલા: ર-ત)

મહત્ત્વના કામકાજો આડેના અંતરાયો કે તેને પાર કરવા આયોજન અને આત્મવિશ્વાસ ઉપયોગી બની રહે. શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૧-૩

Aries (મેષ: અ-લ-ઈ)

આપના બધા જ કામો ભલે પૂરા ન થઈ શકે, પરંતુ આવક કરતા ખર્ચના યોગ વધુ પ્રમાણમાં જણાય. શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૩-૭

Taurus (વૃષભ: બ-વ-ઉ)

મનની મુરાદોને મનમાં ઘરવીને રાખવી પડે. નિરાશા દૂર થવા લાગે. કૌટુંબિક પ્રશ્નોનો ઉકેલ આવવા પામે. શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૪-૨

Gemini (મિથુન: ક-છ-ધ)

અગત્યની કામગીરીઓ હાથ ધરવા માટેની તક સર્જાય, તે ઝડપી લેશો. મહત્ત્વની મુલાકાત ફળદાયી રહે. શુભ રંગઃ દુધિયા - શુભ અંકઃ ૬-૫

જન્મેલાનું વર્ષ ફળ

તા. ૨૧ - સપ્ટેમ્બરના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં નોકરી-ધંધાના કામની વ્યસ્તતા હોવા છતાં ઘર-પરિવારના સભ્યો સાથે સમય પસાર  કરવા સમય કાઢી શકશો. વ્યાપાર-વ્યવસાય ક્ષેત્રે લાભદાયી તકો પ્રાપ્ત થતી જણાય. સંતાન તરફથી  શુભ સમાચાર સાંભળવા મળી રહે. મિત્રોથી લાભ થવા પામે. માન-મરતબામાં વધારો થાય.

બાળકની રાશિઃ મીન

આવતીકાલ નું પંચાંગ

આવતીકાલનું પંચાગ

સુર્યોદય ઃ ૬-૩૭ - સુર્યાસ્ત ઃ ૬-૪૪

દિવસના ચોઘડીયા

(૧) રોગ (ર) ઉદ્વેગ (૩) ચલ (૪) લાભ (પ) અમૃત (૬) કાળ (૭) શુભ (૮) રોગ

રાત્રિના ચોઘડીયા

(૧) કાળ (ર) લાભ (૩) ઉદ્વેગ (૪) શુભ (પ) અમૃત (૬) ચલ (૭) રોગ (૮) કાળ

વિક્રમ સંવતઃ ર૦૭૭, ભાદરવા વદ - ૧,

તા. ૨૧-૦૯-ર૦૨૧, મંગળવાર,

જૈન સંવતઃ ૨૫૪૭, શાલિશકઃ ૧૯૪૩,

યુગાબ્ધ ઃ ૫૧૨૩, પારસી રોજ ઃ ૭,

મુસ્લિમ રોજઃ ૧૩, નક્ષત્રઃ ઉત્તર ભાદ્રા,

યોગઃ ગંડ, કરણઃ બાલવ

Aries (મેષ: અ-લ-ઈ)

આપના માટે આરોગ્યની તકેદારી રાખવાની સલાહ આ૫તું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમ્યાન સ્વાસ્થ્ય બાબતે આપને નાની-મોટી તકલીફો રહ્યાં કરે. આહાર-વિહારમાં સાવધાની રાખવી. વ્યાપાર-વ્યવસાયમાં મંદ ગતિએ પણ પ્રગતિ સાધી શકશો. નાણાકીય સ્થિતિમાં સુધારો આવતો જોવા મળે. નવા પ્રગતિના માર્ગો ખુલતા જણાય. સામાજિક-જાહેરજીવન ક્ષેત્રે શત્રુ-વિરોધીઓથી સાચવવું. કૌટુંબિક ક્ષેત્રે સ્નેહીજનો તરફથી સાથ-સહકાર પ્રાપ્ત થાય. તા. ૨૦ થી ૨૩ મધ્યમ. તા. ૨૪ થી ૨૬ સ્વાસ્થ્ય સાચવવું.

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના માટે ક્રોધ-આવેશ ઉપર નિયંત્રણ રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમ્યાન આપના મહત્ત્વના અને અંગત સંબંધો વણસતા જણાય. નાની-નાની વાત વાદ-વિવાદમાં મોટુું સ્વરૃપ ન લઈ લે તે જોજો. ધીરજ અને સંયમથી વર્તશો તો મહ્દઅંશે ફાયદામાં રહેશો. નાણાકીય દૃષ્ટિએ સપ્તાહ સારૃ રહે. અપેક્ષા અનુસાર કામ મેળવી શકશો. આરોગ્ય સુખાકારી સારી રહે. સંતાન તરફથી શુભ સમાચાર સાંભળવા મળે. તા. ૨૦ થી ૨૩ વિવાદ ટાળવા. તા. ૨૪ થી૨૬ લાભદાયી.

Gemini (મિથુન: ક-છ-ધ)

તમારા માટે સફળતા દાયક સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપનો પરિશ્રમ અને મહેનત આપના માટે લાભદાયી નિવડશે. આ સમયમાં આપ વધુ પડતાં લાગણીશીલ રહેશો. નોકરી-ધંધા-વ્યવસાય ક્ષેત્રે સફળતાના નવા શિખર સર કરી શકશો. ગૃહસ્થ જીવનમાં નાની-મોટી તકરાર કે મતભેદ થઈ શકે છે. વડીલવર્ગની તબીયત અંગે ચિંતા ઉભી થાય. યાત્રા-પ્રવાસ કંટાળાજનક અને ખર્ચાળ પૂરવાર થાય. તા. ૨૦ થી ૨૩ શુભ. તા. ૨૪ થી ૨૬ મિશ્ર.

Cancer (કર્ક: ડ-હ)

આપના માટે પરિવર્તનશીલ સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમ્યાન વ્યાપાર-ધંધા-રોજગાર ક્ષેત્રે પ્રગતિકારક-ઉન્નતિકારક તકો પ્રાપ્ત થતી જણાય. જેના કારણે આપ સફળતાના શિખર સર કરી શકશો. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી તરફથી પ્રોત્સાહન પ્રાપ્ત થાય. જેના કારણે આપનો આત્મવિશ્વાસ દૃઢ બનતો જણાય. આર્થિક સ્થિતિ સુખદ્ રહેવા પામે. આારોગ્ય બાબતે સમય થોડો નબળો પૂરવાર થાય. તા. ૨૦ થી ૨૩ સાનુકૂળ. તા. ૨૪ થી૨૬ પ્રગતિકારક.

Leo (સિંહ: મ-ટ)

તમારા માટે સકારાત્મક કાર્યો કરાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમ્યાન આપની અંદર એક નવી ઉર્જાનો સંચાર થતો જોવા મળે. આપ આપની કાર્યશૈલીમાં સુખદ્ બદલાવ લાવી શકશો. અધૂરા, અટવાયેલા કાર્યો આગળ વધારી શકશો. વ્યાપાર-ધંધા-વ્યવસાય ક્ષેત્રે કોઈ નવું સાહસ થઈ શકે છે. આર્થિક પરિસ્થિતિમાં ધીમી ગતિએ પરંતુ મક્કમ સુધારો જોઈ શકો. જો સ્વાસ્થ્ય બાબતે સમય થોડો નબળો જણાય છે. ખાન-પાન, આહાર-વિહારમાં કાળજી રાખવી. તા. ૨૦ થી ૨૩ સારી. તા. ૨૪ થી ૨૬ સાનુકૂળ.

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના માટે વ્યાપાર-ધંધા ક્ષેત્રે મહત્ત્વનું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપના કાર્યક્ષેત્રે સફળતાના દ્વારો ખુલતા જણાય. મહેનત અને પ્રયત્નોનું મીઠું ફળ ચાખવા મળી શકે છે. કોઈ નવીન કાર્ય્ કે યોજના અમલમાં મૂકવા માટે સમય શ્રેષ્ઠ જણાય છે. પારિવારિક ક્ષેત્રે માતા-પિતા કે વડીલવર્ગનું સ્વાસ્થ્ય ચિંતાનું કારણ બની શકે. માનસિક દૃષ્ટિએ ચિંતા-ઉદ્વેગ રહે. જાહેરજીવન ક્ષેત્રે શત્રુ-વિરોધીઓ નબળા પડતા જણાય. યાત્રા-પ્રવાસ અંગે સાનુકૂળતા રહે. તા. ૨૦ થી ૨૩ લાભદાયી. તા. ૨૪ થી ૨૬ મધ્યમ.

Libra (તુલા: ર-ત)

તમારા માટે તડકા-છાયા જેવી મિશ્ર પરિસ્થિતિનો અનુભવ કરાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમ્યાન આર્થિક ક્ષેત્રે સમજી-વિચારીને નિર્ણયો લેવા. ખર્ચ-ખરીદીમાં કાળજી રાખવી અન્યથા અકસ્માત થવાની શક્યતા જણાય છે. પારિવારિક સંબંધોમાં ભાઈ-ભાંડુ સાથે અણબનાવ કે કોઈ મતભેદ હશે તો દૂર થાય. દામ્પત્યજીવનમાં જીવનસાથી સાથે સંબંધો મિઠાસભર્યાં રહે. આરોગ્ય બાબતે સંભાળવા જેવું ખરૃ. તા. ૨૦ થી ૨૩ સામાન્ય. તા. ૨૪ થી ૨૬ સારી.

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના માટે ખર્ચ-વ્યય કરાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ભૌતિક સુખ-સગવડના કે ભોગ-વિલાસના સાધનો પાછળ નાણાનો ખર્ચ કરવા આપ આકર્ષાશો. આર્થિક ક્ષેત્રે આપને નાણાકીયનો સામનો કરવો પડે. કૌટુંબિક સંબંધોમાં કોઈ વિવાદ હશે તો તેનો સુખદ્ અંત આવતા માનસિક ચિંતા હળવી બને. જમીન-મકાન-મિલકતને લગતી બાબતોમાં પરિણામ આપના પક્ષમાં આવી શકે તેમ જણાય છે. તા. ૨૦ થી ૨૩ શુભ. તા. ૨૪ થી ૨૬ ખર્ચ-વ્યય.

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

તમારા માટે યશ-કીર્તિ અપાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમ્યાન આપના કાર્યોની પ્રશંસા સાંભળવા મળે. ગુમાવેલ નામના-કીર્તિ પરત મેળવી શકાશો. કૌટુંબિક ક્ષેત્રે સભ્યોનો સાથ-સહકાર મેળવી શકશો. વ્યાપાર-ધંધા-વ્યવસાય ક્ષેત્રે ઉત્સાહ તથા સ્ફૂર્તિથી કામ કરવા પ્રેરાશો. વ્યાપારીવર્ગ માટે નવી ધંધાકીય ખરીદી માટે સમય યોગ્ય જણાય છે. યાત્રા-પ્રવાસ મજાનો અને સાથોસાથ ખર્ચાળ પૂરવાર થાય. તા. ૨૦ થી ૨૩ માન-સન્માન મળે. તા. ૨૪ થી ૨૬ લાભદાયી.

Capricorn (મકર: ખ-જ)

આપના માટે પ્રવાસ મુસાફરી કરાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમ્યાન ધંધાકીય, સામાજિક કે અન્ય કોઈ કારણોસર યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. મિત્રો-સ્નેહીજનોનો સાથ-સહકાર મળી રહે. આપના અટવાયેલા કાર્યો ઉકેલી શકો. કોઈ ધાર્મિક કાર્ય સંપન્ન થાય અથવા માંગલિક કાર્ય થાય. રોકાયેલા-ફસાયેલા નાણા પરત મળતા આર્થિક સ્થિતિમાં સુધાર જોવા મળે. નોકરી-ધંધા-વ્યવસાય ક્ષેત્રે સમય સાનુકૂળ રહે. તા. ૨૦ થી ૨૩ યાત્રા પ્રવાસ. તા. ૨૪ થી ૨૬ મિશ્ર.

Aquarius (કુંભ: ગ-શ-સ)

તમારા માટે કાર્યબોજ વધારતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયાગાળા દરમિયાન વધુ પડતાં કાર્યબોજને કારણે આપને પ્રસન્નતાનો અનુભવ થાય. આર્થિક સ્થિતિ મજબૂત બનતા ખર્ચાઓ ક્ષેત્રે માન-સન્માનમાં વધારો થતો જોવા મળે. આપના કાર્યો તથા પ્રયાસોને વખાણવામાં આવે. તબીયત અંગે કાળજી રાખવી જરૃરી બને. બહારના ખાન-પાન ઉપર નિયંત્રણ રાખવું. જમીન-મકાન અંગેના પ્રશ્નોનું નિરાકરણ આવે. તા. ૨૦ થી ૨૩ માન-સન્માન. તા. ૨૪ થી ૨૬ કાર્યબોજ.

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપના માટે નફા-નુકસાનભર્યું સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમ્યાન આપની નાણાકીય સ્થિતિ ઉત્તમ-ચઢાવભરી બની રહે. વ્યાપાર-ધંધા ક્ષેત્રે આકસ્મિક ખર્ચને કારણે આર્થિક સ્થિતિ મધ્યમ બની રહે. જો કે, પારિવારિક ક્ષેત્રે સ્થિતિ સાનુકૂળ બની રહે. વડીલવર્ગ, માતા-પિતાના સ્વાસ્થ્ય બાબતે ખર્ચ થાય. સામાજિક તથા જાહેરજીવન સાથે સંકળાયેલ જાતકો માટે કાર્ય પ્રગતિ થાય. મહત્ત્વના કાર્યોમાં સમય સફળતાદાયક બની રહે. તા. ૨૦ થી ૨૩ મધ્યમ. તા. ૨૪ થી ૨૬ ખર્ચ થાય.

close
Ank Bandh
close
PPE Kit