ખંભાળીયાઃ વિકાસકાર્યોમાં ભેદભાવભરી નીતિથી નગરપાલિકાના સભ્યોમાં નારાજગી

ખંભાળીયા તા. ૧રઃ ખંભાળીયા પાલિકા વિસ્તારમાં તાજેતરમાં રસ્તા તથા વિકાસકાર્યો માટે સરકાર દ્વારા કરોડો રૃપિયાની ફાળવણી કરવામાં આવી હતી. જેમાં ભેદભાવ હોય તેમ અમુક વોર્ડમાં થોડી રકમના કામો, અમુકમાં ખૂબ જ મોટા પ્રમાણની રકમ ખર્ચાતા ભારે અસંતોષ પાલિકાના સત્તાધારી જુથના સભ્યોમાં ફેલાયો છે...!!

ખંભાળીયા પાલિકાના ર૮ સભ્યોમાં ભાજપ તોતીંગ બહુમતિ ધરાવે છે, પરંતુ વોર્ડ નં. ૭ કે જેના ચાર સભ્યોમાંથી બે સભ્યો કોંગ્રેસના છે તેવા વોર્ડમાં સૌથી વધુ વિકાસ કાર્યો થતાં જ્યાં ચારમાંથી ચાર સભ્યો ભાજપના છે તેવા વોર્ડમાં તેના પ્રમણમાં અડધો વિકાસ થતાં મતદારો પણ પ્રશ્નો પૂછે કે કે આમ કેમ...?

અમે તમને મત નથી દીધા...!! જ્યાં સૌથી વધુ મતો ભાજપને અપાયા હોય તેવા ગગવાણી ફળી, રાજડારોડ, શરણેશ્વર મંદિર વિગેરે વિસ્તારોમાં હજુ રોડના કામો પણ થયા ના હોય, પાલિકાના પદાધિકારીઓની ભેદભાવભરી નીતિ સામે પાલિકાના ભાજપના જ સદસ્યોમાં નારાજગીને અસંતોષની આગ ફેલાવવાની શરૃ થઈ છે. કોઈ નવા-જુની થાય તો નવાઈ નહી...!

જિલ્લા ભાજપ તંત્ર આ અંગે કંઈક નક્કર પગલા નહીં લે તો મુશ્કેલી થશે...!!!

close
Nobat Subscription