| | |

નવાનગર નેચર ક્લબ દ્વારા ગૌશાળાને ર૧ હજારનું અનુદાન

જામનગર તા. ૧૫ઃ જામનગરની પર્યાવરણ વિદ્ સંસ્થા નવાનગર નેચર ક્લબને મળેલ આર્થિક સહયોગમાંથી રૃા. ર૧ હજારનો સહયોગ ગૌશાળાને અર્પણ કરવામાં આવ્યો હતો.

જામનગર નવાનગર નેચર ક્લબ પર્યાવરણ સંરક્ષણનો પર્યાય શબ્દ છે. છેલ્લા આઠ વર્ષથી વૃક્ષારોપણ વૃક્ષ બચાવ અભિયાન, પક્ષી બચાવ અભિયાન, જીવદયા, મુંગા પશુઓ માટે ઘાસચારો, ચકલી માટે વિનામૂલ્યે માળાઓનું વિતરણ જેવા કાર્યોથી લોકોને સદ્પ્રવૃત્તિથી જોડે છે.

આવાજ ઉમદા કાર્ય માટે સુરતના એક દાતાએ સંસ્થાને તેની પ્રશંસનીય પ્રવૃત્તિ કરવા બદલ રૃા. પ૦ હજાર દાન આપવામાં આવ્યું હતું. જેમાંથી રૃા. ર૧ હજારનું દાન બીમાર પશુની સારવાર માટે ગણેશ ગૌશાળાનું આપવામાં આવ્યું હતું.

ક્લબના સભ્ય શ્રીમતી હર્ષાબા પી. જાડેજાના હસ્તે આ ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ સમયે રાજય સરકારના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના પુત્ર જગદીશસિંહ અને સંસ્થાના પ્રમુખ વિજયસિંહ જાડેજા, સેક્રેટરી ઉમેશભાઈ નાથકી, વનરાજસિંહ જાડેજા, પ્રવિણસિંહ જાડેજા, ધર્મેશ પટેલ, ક્રિપાલસિંહ જાડેજા વિગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit