close

Mar 30, 2020
ગુજરાત માટે રાહતના સમાચાર, અમદાવાદમાં કોરોનાના વધુ બે દર્દીઓ સાજા થયા વધુ વાંચો »

Mar 30, 2020
જામનગર શહેર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા, સલાયા અને દ્વારકા શહેરમાં પોલીસે લોકડાઉનનો ભંગ કરી શેરી-ગલીઓમાં રખડતા રહેતા લોકો પર નજર રાખવા ડ્રોન કેમેરાની મદદ મેળવવાનું શરૃ કર્યું છે. પ્રથમ તસ્વીરમાં ડ્રોન કેમેરાથી જામનગર શહેરની ગલીકુંચીઓ, જાહેરમાર્ગો સ્પષ્ટ જોવા મળે છે જ્યારે બીજી તસ્વીરમાં દ્વારકા શહેરનું ડ્રોન કેમેરાની નજરે વિહંગાવલોકન થઈ રહ્યું છે. વધુ વાંચો »

Mar 30, 2020
નવી દિલ્હી તા. ૩૦ઃ કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે લોકડાઉન ર૧ દિવસથી વધારવાની સરકારની કોઈ યોજના નથી. કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી કે કોરોના વાઈરસના લીધે આખા દેશમાં ચાલી રહેલ ર૧ દિવસનું લોકડાઉન આગળ વધશે નહીં. આપને જણાવી દઈએ કે એવી ચર્ચા હતી કે લોકડાઉન આગળ પણ વધી શકે છે. સરકારે આ અંગે સ્પષ્ટતા કરી દીધી અને તેમની એવી કોઈ જ યોજના નથી. કેબિનેટ સેક્રેટરી રાજીવ ગૌબાએ આજે સ્પષ્ટતા કરી ... વધુ વાંચો »

Mar 30, 2020
અમદાવાદ તા. ૩૦ઃ આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ આજે સવારે આપેલી માહિતી મુજબ રાજ્યમાં કોરોનાના ૬૯ પોઝિટિવ કેસ છે જે પૈકી ૩૩ લોકોને લોકલ સંક્રમણ જણાયું છે. અત્યારે બે દર્દ્યી વેન્ટીલેટર પર છે, જ્યારે બે દર્દી સાજા થયા છે, અન્ય પ૯ દર્દીઓ સ્ટેબલ છે, જ્યારે ૬ દર્દીઓના મૃત્યુ થયા છે. દેશભરમાં કોરોના કહેર વર્તાવી રહ્યો છે. ભાવનગરમાં નવા પાંચ કેસ નોંધાતાની સાથે જ ગુજરાતમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસ ૬૯ થયા છે તેમજ ભાવનગરમાં એક ... વધુ વાંચો »

Mar 30, 2020
નવી દિલ્હી તા. ૩૦ઃ નવા નાણાકીય વર્ષની શરૃઆત એટલે કે પહેલી એપ્રિલથી રોજીંદા જીવન સાથે સંકળાયેલા દસ જેટલા ફેરફારો થશે. પહેલી એપ્રિલ ર૦ર૦ થી નવા નાણાકીય વર્ષની શરૃઆત થવાની સાથે સાથે ઘણા જરૃરી નિયમો બદલાઈ જવાના છે. ૧૦ એવા નિયમો બદલઈા જવાના છે જે આપણા રોજીંદા જીવન સાથે સંકળાયેલા છે. એટલે જ તે તમારા પર પણ અસરકર્તા બનશે. તેમાં બેંકોના વિલયથી માંડીને જીએસટી રીટર્નના નિયમોમાં થનાર ફેરફારો સામેલ છે. પહેલી ... વધુ વાંચો »

Mar 30, 2020
કોરોના વાયરસની મહામારી સામે લડવા જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજરોજ જામનગરના સુભાષ માર્કેટ, એસ.ટી. બસ સ્ટેન્ડ, જી.જી. હોસ્પિટલ, લાલબંગલો સર્કલ અને રેલવે સ્ટેશન ખાતે જંતુનાશક દ્રાવણ (ડિસઈન્ફેકશન) નો છંટકાવ કરવામાં આવ્યો હતો. જેમાં જી.એસ.એફ.સી. દ્વારા તંત્રને ભેટ અપાયેલ ૧૦,૦૦૦ લીટર સોડિયમ હાઈપોક્લોરાઈડના દ્રાવણને જાહેર જનતાના ઉપયોગમાં લેવાતા સ્થળો પર છાંટી તેને જંતુમુક્ત કરવાની કામગીરી કરાઈ હતી. આ સમગ્ર કામગીરી કલેક્ટર રવિશંકર અને મ્યુનિસિપલ કમિશ્નર સતિષ પટેલના માર્ગદર્શન હેઠળ ચીફ ફાયર ઓફિસર બિશ્ન્નોઈ અને મહાનગરપાલિકાના ફાયર ... વધુ વાંચો »

Mar 30, 2020
જામનગર તા. ૩૦ઃ કોરોના વાઈરસના વેગવંતા પ્રવાહને રોકવા માટે તંત્ર દ્વારા પગલાં લેવામાં આવી રહ્યાછે. આ દરમિયાન જામનગરની સરકારી હોસ્પિટલમાં છેલ્લા બે દિવસમાં ર૦ શંકાસ્પદ દર્દીના નમૂના પરીક્ષણ માટે આવ્યા હતાં. જેમાંથી ત્રણ દર્દીઓના નમૂનાઓનો રિપોર્ટ પોઝિટિવ મળ્યો હતો. અન્ય સત્તર દર્દીઓનો રિપોર્ટ નેગેટીવ મળ્યો છે. નોબેલ કોરોના વાઈરસ સંક્રમણને ખાળવા માટે તંત્ર ચાંપતા પગલાં લઈ રહ્યું છે. આરોગ્ય, વહીવટી પોલીસ સહિતના વિભાગો દિન-રાત કામ કરી રહ્યા છે. આમ છતાં કોરોના વાઈરસના પોઝિટિવ ... વધુ વાંચો »

Mar 30, 2020
જામનગરની જિલ્લા જેલમાં રહેલા ૫૩ કેદીઓને કોરોનાના કહેર પ્રસરવાની ભીતિથી ગઈકાલે શરતી જામીન પર મુકત કરવામાં આવ્યા છે. જામનગરમાં કોરોના વાઈરસ પગપેસારો ન કરે અને જેલમાં રહેલા કેદીઓ તેનો ભોગ ન બને તે માટે તંત્રવાહકોએ તંત્રવાહકોએ સાવચેતીના પગલા ભરી ગઈકાલે જેલમાં રહેલા કુલ ૫૩ કેદીઓને જામીનમુક્ત કરાવવા કાર્યવાહી કરી હતી. હાલમાં જેલમાં રહેલા જામનગરના કાચા કામના ૨૫ કેદી અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રહેલા ૫ કેદી તેમજ ભરણપોષણ કેસોમાં સજા પામેલા ૧૫ અને દ્વારકાના ૭ મળી સાત ... વધુ વાંચો »

Mar 30, 2020
મુંબઈ તા. ૩૦ઃ ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરે એક નિવેદનમાં જણાવ્યું છે કે, ભારત અને દુનિયામાં હાલની સ્થિતિ-સંજોગો અતિ ચિંતાજનક છે અને એના પર તાત્કાલિક કામગીરી કરવાની જરૃર છે. ટાટા ટ્રસ્ટ અને ટાટા ગ્રુપની કંપનીઓએ અગાઉ દેશને જરૃરિયાતના સમયે શક્ય તમામ સાહ-સહકાર આપ્યો છે. હાલ અગાઉ કરતાં વધારે ધ્યાન આપવાની જરૃર છે. અત્યારે અભૂપૂર્વ મુશ્કેલીના ગાળામાં મારૃં માનવું છે કે, કોવિડ-૧૯ ને કારણે ઊભી થયેલી કટોકટી સામે લડવા કટોકટીના સંશાધનનોનો તાત્કાલિક ઉપયોગ કરવાની ... વધુ વાંચો »

Mar 30, 2020
કોરોનાના કહેરના કારણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સમગ્ર દેશમાં જ્યારે એકવીસ દિવસનું લોકડાઉન આપવામાં આવ્યું છે. ત્યારે જામનગર શહેરના અતિ વ્યસ્ત એવા વિસ્તારો પૈકી એસ.ટી. રોડ કે જ્યાંં દિવસ-રાત ટ્રાફીકથી ધમધમતો હોય છે. આ તસ્વીર એ જ એસ.ટી. રોડની છે જે સાવ હાલ સૂમ-સામ નજરે પડે  છે. જામનગરના વહીવટી તંત્ર  દ્વારા પણ આ લોકડાઉનનો કડક અમલ કરાવવા માટે જહેમત ઉઠાવાઈ  રહી છે. જિલ્લા સમાહર્તા રવિશંકર,  મ્યુનિ. કમિશ્નર સતિષ પટેલ, જિલ્લા  એસ.પી. શરદ સિંઘલ સહિતના અધિકારીઓ તથા ... વધુ વાંચો »

Mar 30, 2020
જામનગર તા. ૩૦ઃ કોરોના વાઈરસ પ્રસરતો અટકાવવા માટે સમગ્ર ભારતમાં લોકડાઉન કરવામાં આવ્યું છે, જ્યારે હાલારમાં તેની મહત્તમ અસર જોવા મળી રહી છે. માર્ગો સુમસામ બન્યા છે, તો જરૃરી કામ વગર ઘરની બહાર નીકળનારાઓના વાહનો કબજે કરવામાં આવી રહ્યા છે. કોરોના વાઈરસની દહેશત વચ્ચે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. તયારે સમગ્ર જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લો સુમસામ દેખાઈ રહ્યો છે. લોકો ઘરમાં જ પૂરાઈ ગયા છે, જો કે જરૃરી ચીજવસ્તુઓની દુકાનો ખુલ્લી રાખવા ... વધુ વાંચો »

Mar 30, 2020
નવી દિલ્હી તા. ૩૦ઃ લોકડાઉનને લઈને કેન્દ્રિય ગૃહમંત્રાલયે સખ્ત વલણ દાખવીને કેટલાક આદેશો કર્યા છે અને રાજ્ય આપત્તિ ફંડમાંથી બોર્ડર પર લોકો માટે જરૃરી વ્યવસ્થા કરવાની મંજુરી આપી છે. દિલ્હીમાં લાખો લોકો રોડ પર આવી ગયા અને વિવિધ રાજ્યોમાંથી લોકો પગપાળા નીકળવા લાગતા કેન્દ્રિય ગૃહમંત્રીએ સખ્ત વલણ અપનાવ્યું છે, અને કેટલાક કડક આદેશો કર્યા છે. કેન્દ્રએ રાજ્યોને સૂચવ્યું છે કે, રાજ્ય આપત્તિ ફંડમાંથી બોર્ડર પર ખાવા-પીવા અને ૧૪ દિવસના ક્વોરેન્ટાઈનની ... વધુ વાંચો »

Mar 30, 2020
મુંબઈ તા.૩૦ઃ શેરબજારમાં આજે પ્રારંભમાં ઘટાડો જોવા મળ્યો હતો. અને નિફ્ટીમાં પણ પીછેહઠ જોવાં મળી હતી. છેલ્લા અહેવાલો મુજબ સેન્સેક્સમાં ૯૭૫ પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે. શુક્રવારે ભારતીય શેરબજારમાં ઘટાડો થયા પછી સપ્તાહની શરૃઆતમાં સોમવારે પણ શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ  છેલ્લા અહેવાલો મુજબ ૯૭૫ પોઈન્ટ ઘટી ગયો છે. આ જ રીતે નિફ્ટી  પણ ૨૭૫ અંક ઘટી ગયો છે. ૨૧ દિવસના લોકડાઉનમાં અર્થવ્યવસ્થા અને સામાન્ય માણસોને રાહત આપવા સરકાર અને આર.બી.આઈ. તરફથી ઘણાં ... વધુ વાંચો »

Mar 30, 2020
નવી દીલ્હી તા. ૩૦ઃ ભારતમાં હજુ ત્રીજો તબક્કો શરૃ થયો નથી. કોરોનાના નવા વાઈરસ અંગે અન્ય દેશોમાં થયેલા અભ્યાસનું તારણ એવું નીકળે છે કે સોશ્યલ ડિસ્ટીંગ જ આ મહામારીને અટકાવવાનો ઉપાય છે. ભારત સરકાર દ્વારા દેશના લોકડાઉનનું પગલું આરોગ્ય મંત્રાલય, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને વિશ્વ આરોગ્ય સંસ્થાની સલાહ પર લેવામાં આવ્યું છે. દેશને કોરોના વાઈરસના પ્રકોપથી બચાવવાનો તે એક માત્ર રસ્તો હતો. ર૧ દિવસના સમયગાળા પાછળ પણ વૈજ્ઞાનિક આધાર છે. મોટાભાગના ... વધુ વાંચો »

Mar 30, 2020
નવી દિલ્હી તા. ૩૦ઃ દેશમાં કોરોનાના કેસ વધીને આજે સવાર સુધીમાં ૧૧૬૦ થઈ ગયા છે, અને ૩ર દર્દીઓના મૃતયુ થયા છે. સંક્રમણના કેસોમાં છેલ્લા બે દિવસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કોરોના વાઈરસના આજે ર૧ નવા કેસ સામે આવ્યા છે. ૧ર પોઝિટિવ મહારાષ્ટ્રમાં, ૮ પોઝિટિવ મધ્યપ્રદેશમાં એક કેસ મધ્યપ્રદેશમાં એક કેસ મળ્યો છે. સંક્રમણના કેસમાં છેલ્લા બે દિવસોમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. રવિવારે ૧૧૬ નવા કેસ સામે આવ્યા હતાં. આ પહેલા ... વધુ વાંચો »

Mar 30, 2020
નવી દિલ્હી તા. ૩૦ઃ વિશ્વમાં કોરોનાના કેસો હવે સાત લાખના આંકડાને વટાવી ગયા છે અને મૃતાંક ૩૪ હજાર તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે હજુ પણ સ્થિતિ ચિંતાજનક જણાઈ રહી છે. કોરોના વાયરસના કારણે દુનિયા દેશો જોરદાર રીતે ચિંતાતુર બનેલા છે. કોરોના વાયરસના કારણે મોતનો આંકડો અને કેસોની સંખ્યા દુનિયાના દેશોમાં ઝડપથી વધી રહી છે. કેસોની સંખ્યા એકબાજુ વધીને દુનિયાના દેશોમાં સાત લાખ કરતા વધારે થઇ ગઇ છે. જ્યારે મોતનો આંકડો વધીને ૩૪ ... વધુ વાંચો »

Mar 30, 2020
જામનગર તા. ૩૦ઃ જામનગરમાં લોકડાઉનને પગલે છકડો-રિક્ષા સહિતના લોકલ ટ્રાન્સપોર્ટેશનના સાધનો ઠપ્પ છે, ત્યારે રીટેઈલર વેપારીઓ સામે હોલસેલર પાસેથી સામાન પોતાની દુકાન સુધી કેવી રીતે લાવવો એ સવાલ ઉદ્ભવ્યો છે. ગ્રેઈન માર્કેટમાં કરીયાણું તથા માર્કેટીંગ યાર્ડમાંથી શાકભાજી શહેરના વિવિધ વિસ્તારોમાં રીટેઈલરો ખરીદી કરે છે, પરંતુ ત્યાંથી આ સામાન પહોંચાડવામાં મોડું થાય છે અને જે-તે વિસ્તારના સ્થાનિકોને ખરીદી કરવા અન્ય સ્થળોએ દૂર જવું પડે છે. લોકડાઉનના અમલમાં પણ અવરોધરૃપ છે. તંત્ર ... વધુ વાંચો »

Mar 30, 2020
જામનગર શહેર જિલ્લામાં લોકડાઉનના સમયગાળામાં સેવાભાવી સંસ્થાઓ કે વ્યક્તિઓ તેમની જે કોઈ સેવા-સહાય આપવા માંગતા હોય તેમણે સરકારી તંત્ર દ્વારા સંકલન થાય તે માટે નોબતના તા. ર૮-૩-ર૦ર૦ ના અંકમાં અહેવાલ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. જેના પગલે જિલ્લા પોલીસ વડાએ આજે સત્તાવાર સૂચના જાહેર કરી છે કે જિલ્લા કલેક્ટરની મંજૂરી વગર કોઈપણ વ્યક્તિ કે સંસ્થાના માણસો ફૂડ પેકેટ કે રાહત સામગ્રી આપવા બહાર નિકળશે તો તેમની વિરૃદ્ધ ગુન્હો નોંધી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. વધુ વાંચો »

Mar 30, 2020
જામનગર તા. ૩૦ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાં જાહેરનામાનો ભંગ કરતા કુલ ૬૦ વ્યક્તિ સામે પોલીસે ગુન્હા નોંધ્યા છે ઉપરાંત ઓખાના એક અને ભાણવડના સઈદેવળીયાના દંપતી સામે હોમ કોરોન્ટાઈનના ભંગનો ગુન્હો નોંધાયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૫ણ લોકડાઉન અને ચાર વ્યક્તિથી વધુ એકઠા થવા સામેનું જાહેરનામુ અમલી હોવા છતાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળીયા તાલુકાના નાનામાંઢા તેમજ ખંભાળીયા શહેર, ભાણવડ શહેર અને તાલુકામાં પોલીસે છેલ્લા બે દિવસ દરમ્યાન સંખ્યાબંધ લોકોની અટકાયત કરી તેઓની ... વધુ વાંચો »

Mar 30, 2020
ખંભાળીયા તા. ૩૦ઃ દેવભૂમિ જિલ્લાના ખંભાળીયા વિસ્તારમાં રહેતા પરપ્રાંતિયો તેમના વતન જવા પગપાળા નિકળતા જિ.પો. વડા શ્રી રોહન આનંદ ૧૬૦ જેટલા પર પ્રાંતિયોને આરાધનાધામમાં રાખી નાસ્તો ભોજન કરાવીને બસો દ્વારા તેમના વતન મોકલવા વ્યવસ્થા કરી હતી જે પછી બીજા ૮૦૦ પર પ્રાંતિયોને તેમના વતનમાં જવા વ્યવસ્થા એસ.ટી. બસ દ્વારા વિનામૂલ્યે તંત્ર દ્વારા કરાઈ હતી. ખંભાળીયા, ભાટિયા, લાંબા, કલ્યાણપુર વિગેરે વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં કુલ પંદર બસો ભરીને પરપ્રાંતિયોને વિનામૂલ્યે ભોજન સાથે તેમના વતનમાં પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી ... વધુ વાંચો »

Mar 30, 2020
જામનગર તા. ૩૦ઃ લોકડાઉનને હાલારીઓ સફળ બનાવી રહ્યા છે અને મહદ્અંશે લોકો દિલ્હીની જેમ બહાર નીકળી પડ્યા નથી. રાજ્ય બહારના લોકોની પણ જરૃરી વ્ય્વસ્થાઓ કરીને સાચવી લેવાયા છે, પરંતુ હવે અઠવાડિયા જેવો સમય થતા લોકોને કેટલીક પરેશાનીઓ પણ થવા લાગી છે. આવશ્યક ચીજવસ્તુઓની તંગી ન પડે એ હેતુથી અનાજ-કરિયાણાની દુકાનો તથા પ્રોવિઝન સ્ટોર્સ વગેરે છૂટક વેપારીઓની દુકાનો ખુલ્લી રાખવાની છૂટ હોવાથી લોકોને નજીકની દુકાનોમાંથી જીવન જરૃરી વસ્તુઓ મળી રહે છે અને મેડિકલ સ્ટોર્સ ખુલ્લા હોવાથી નાની-મોટી ... વધુ વાંચો »

Mar 30, 2020
નવી દિલ્હી તા. ૩૦ઃ કેન્દ્ર સરકારે સતાવાર રીતે જાહેર કર્યુ છે કે, દેશભરમાં ઓક્સિજનના સિલિન્ડરોનો અવિરત અને પર્યાપ્ત પુરવઠો સુનિશ્ચિત કરવા તમામ અસરકારક પગલાં લેવામાં આવ્યાં છે. પેટ્રોલિયમ એન્ડ વિસ્ફોટકો સલામતી સંસ્થા દ્વારા આ પગલાં લેવામાં આવ્યાં છે. જે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયનો એક ભાગ છે. કોવિડ-૧૯ રોગચાળાના નિયંત્રણ માટે દેશવ્યાપી લોકડાઉનને કારણે હોસ્પિટલોમાં ઓક્સિજનનો અવિરત પુરવઠો સુનિશ્ચિત કરવા અને પેટ્રોલિયમ, વિસ્ફોટકો અને ઔદ્યોગિક ગેસ કંપનીઓની મુશ્કેલીઓને દૂર કરવા વિવિધ પગલાં લીધાં છે. ... વધુ વાંચો »

Mar 30, 2020
ખંભાળીયા તા. ર૯ઃ ખંભાળીયામાં હાલ જિલ્લાની એકમાત્ર સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં કોરોના સ્પેશ્યલ વોર્ડ - પ૦ બેડના શરૃ કરાયો છે. તંત્ર પણ તેમાં વ્યસ્ત હોય, રોજ ૭પ૦ ઉપરાંત ઓપીડી થતા દેકારો મચી ગયો હતો. સ્ટાફ પરેશાન થતાં હતાં. તંત્ર દ્વારા ડોર-ટુ-ડોર સર્વે તથા મુલાકાતમાં સામાન્ય રોગો માટે ઘેર બેઠા જ દવા વિતરણ થતાં ઓપીડી ઘટીને દરરોજ ૩૦૦/૩પ૦ થતાં તંત્રએ નિરાંતનો શ્વાસ લીધો છે. જો કે, જિલ્લા કલેક્ટર મીના તથા આરોગ્ય વિભાગના વડા ડો. ... વધુ વાંચો »

Mar 30, 2020
ખંભાળીયા તા. ૩૦ઃ દેવભૂમિ દ્વારકા જીલ્લાના સલાયા મરીન પોલીસ સ્ટેશનના પીઆઈ જી.આર. ગઢવીની અધ્યક્ષતામાં સલાયાના હિન્દુ-મુસ્લિમ અગ્રણીઓની બેઠક યોજાઈ હતી. જેમાં તમામ આગેવાનોએ લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરવા ખાત્રીઆપી હતી. તેમજ લોકોને અત્યંત જરૃરી કામ સિવાય ઘરની બહાર નહીં નિકળવા અપીલ કરવામાં આવી હતી. આ મિટિંગમાં સલાયા ન.પા.ના ચીફ ઓફિસર શેખે બોટમાં અને ઘરમાં ક્વોરેન્ટાઈન થયેાલ લોકોને જરૃરી વસ્તુઓ પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. વધુ વાંચો »

Mar 30, 2020
જામનગર તા. ૩૦ઃ કોરોના વાઈરસ ફેલાતો અટકાવવા માટે તંત્ર દ્વારા ચાંપતા પગલાં લેવામાં આવી રહ્યા છે અને બહારથી આવનારાઓને કોરોન્ટાઈન કરવામાં આવી રહ્યા છે. આજની સ્થિતિએ હાલારમાં ૬૦૮ લોકો કોરોન્ટાઈન છે. દેશમાં અને વિદેશમાં કોરોના વાઈરસ હાહાકાર મચાવી રહ્યો છે, જ્યારે બહારથી આવનારા તમામને કોરોન્ટાઈન કરવામાં આવી રહ્યા છે. જામનગરમાં આજની સ્થિતિએ ર૩૪ લોકો પોતાના ઘરમાં જ કોરોન્ટાઈન છે, તો સેન્ટરમાં ૧ર લોકોને કોરોન્ટાઈન કરવામાં આવ્યા  છે. આમ જિલ્લામાં ર૪૪ કુલ કોરોન્ટાઈન છે. ... વધુ વાંચો »

Mar 30, 2020
જામનગર તા. ૩૦ઃ કોરોનાને પરાસ્ત કરવા સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકો-સંશોધકો દિનરાત ભગીરથ પ્રયાસો કરી રહ્યાં છે. જામનગરમાં પણ યુવા ઈજનેર કૈલાશભાઈ ગાંધેર દ્વારા કોરોનાના સંક્રમણથી બચવા માટે સ્વખર્ચે સંશોધન કરી ચેક 'ડીસઇન્ફેકશન ચેનલ' તૈયાર કરી છે. જેમાં એક નાની પારદર્શક કેબીનમાં એક મોટરયુક્ત સ્પ્રે પંપ દ્વારા એન્ટીસેપ્ટીકનો છંટકાવ કરવામાં આવે છે. કોઈપણ માણસ આ કેબીનમાંથી પસાર થાય એટલે દવાના છંટકાવ ડીસઈન્ફેક્ટ થઈ જાય છે. એટલે કે, આ મશીન કોરોનાના સંક્રમણથી બચવા એક સુરક્ષાત્મક આવરણ પુરૃં પાડે છે. ... વધુ વાંચો »

Mar 30, 2020
દ્વારકા તા. ૩૦ઃ હરદ્વારમાં એક ભાગવત સપ્તાહનો ધર્મલાભ ગયેલા દ્વારકાના ત્રેવીસ વ્યક્તિઓ સરકારી તંત્રની મદદથી આજે દ્વારકા આવી પહોંચતા તેઓ સીધા સામે ચાલીને પોલીસ મથકે પહોંચ્યા હતાં. ત્યાંથી તેઓનું તબીબી પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ તમામ ત્રેવીસ વ્યક્તિ સ્વસ્થ હોવાનો રિપોર્ટ આવ્યો છે. તેમ છતાં તકેદારીના પગલારૃપે આ ત્રેવીસ નાગરિકોને ૧૪ દિવસ સુધી ઘરમાં જ રહેવાની કડક સૂચના આપી હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યાં છે. વધુ વાંચો »

Mar 30, 2020
ખંભાળીયા તા. ૩૦ઃ ખંભાળીયા તાલુકા એન.એસ.યુ.આઈ.ના પ્રમુખ દેવર્ષિબેન જોશી દ્વારા રાજ્યના શિક્ષણ મંત્રીને લેખિત રજૂઆત કરીને ગુજરાતની તમામ યુનિવર્સિટીના છાત્રોને માસ પ્રમોશન આપવા માંગ કરી છે. તેમણે જણાવેલ કે, હાલ તા. ૧૪-૪ સુધી લોકડાઉન ચાલે છે. જેમાં વધારો થવાની સંભાવના છે. ક્યારે શિક્ષણ કાર્ય પૂર્વવત થાય તે નક્કી નથી. ધોરણ ૧ થી ૯ અને ૧૧ માં માસ પ્રમોશન આપવા ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે જાહેર કર્યુ છે, ત્યારે કોરોના મહામારીના સંદર્ભમાં વિદ્યાર્થીઓના હિતને ધ્યાને ... વધુ વાંચો »

Mar 30, 2020
જામનગર તા. ૩૦ઃ જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન સાડાત્રણ ડીગ્રીથી વધુના વધારા સાથે મહત્તમ તાપમાન ૩૪.પ ડીગ્રી નોંધાયું હતું જેના પગલે ગરમીમાં વધારો થયો હતો. જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં માર્ચ માસના અંતભાગમાં વધારો થઈ રહ્યો છે. નગરમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ૩.૭ ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩૪.પ ડીગ્રી તથા અડધા ડીગ્રીથી વધુના ઘટાડા સાથે લઘુત્તમ તાપમાન ૧૮.પ ડીગ્રી નોંધાયું હતું. મહત્તમ તાપમાનમાં થયેલા વધારાના  પગલે ગરમીમાં વધારો થયો ... વધુ વાંચો »

Mar 30, 2020
જામનગર તા. ૩૦ઃ કલેક્ટર અને ડીડીઓની સૂચનાથી તંત્ર દ્વારા જામનગરને ડિસઈન્ફેક્ટેડ એટલે કે, ચેપમુક્ત કરવા અને સ્વચ્છ બનાવવા સ્વચ્છતા સૈનિકો અને ફાયર વિભાગે શહેરમાં જંતુનાશક દ્રાવણનો છંટકાવ શરૃ કર્યો છે. જામનગરમાં કોરોના વાયરસની મહામારી સામે લડવા જામનગર મહાનગરપાલિકા અને જામનગર જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત પ્રયાસો નિશદિન ચાલી રહ્યાં છે. જામનગરના સુભાષ માર્કેટ, એસ.ટી. બસ સ્ટેન્ડ, જી.જી. હોસ્પિટલ, લાલબંગલો સર્કલ અને રેલવે સ્ટેશન ખાતે જંતુનાશક દ્રાવણ (ડિસ-ઈન્ફેકશન) નો છંટકાવ કર્યા પછી જામનગરના જાહેર જનતાના ... વધુ વાંચો »

Mar 30, 2020
દ્વારકા તા. ૩૦ઃ દેવભૂમિ દ્વારકાનું જગતમંદિર પણ લોકડાઉનને પગલે દર્શનાર્થીઓ માટે બંધ છે ત્યારે પૂજારીઓ દ્વારા ઠાકોરજીની નિત્ય સેવાનો ક્રમ નિભાવવામાં આવી રહ્યો છે. મંદિરના હાલના વારાદાર પૂજારી જયેશભાઈ ઠાકર તથા નલીનભાઈ ઠાકર દ્વારા આવતીકાલે તા. ૩૧-૦૩ને મંગળવારે રાજાધીરાજ ભગવાન દ્વારકાધીશજીને સૂકા મેવાનો મનોરથ અર્પણ કરવામાં આવશે. સવારે ભગવાન દ્વારકાધીશજીની શણગાર આરતીથી બપોરે રાજભોગ (પ્રસાદ)ના સમય સુધી સૂકામેવાના મનોરથ યોજાશે. વધુ વાંચો »

Mar 30, 2020
જામનગર/અમદાવાદ તા. ૩૦ઃ લોકડાઉનને સંપૂર્ણ સફળ બનાવવા તંત્રે અત્યાર સુધી એકંદરે વ્યવસ્થાઓ જાળવી છે અને જનતાએ સહયોગ આપ્યો છે, પરંતુ લોકોને આવશ્યક ચીજવસ્તુઓ પહોંચાડવા અને લોકડાઉનના તંત્રને પણ થતી પરેશાની દૂર કરવા કેટલાક સુધારા-વધારા જરૃરી હોવાના પ્રત્યાઘાતો પડી રહ્યા છે. અત્યારે સમગ્ર દેશમાં લોકડાઉનનો અમલ થઈ રહ્યો છે અને જામનગર સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં લોકડાઉનનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે. હવે કોરોનાને લઈને ઈન્ક્યૂબેશન પીરિયડ શરૃ થનાર હોવાથી વધુ સાવધાની રાખવાની જરૃર ... વધુ વાંચો »

Mar 30, 2020
ખંભાળિયા તા. ૩૦ઃ ખંભાળિયા શહેરમાં નગરપાલિકા દ્વારા સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. નગરપાલિકા દ્વારા કોરોના વાઈરસ અંગે જનજાગૃતિની પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. રોગના લક્ષણો, કઈ રીતે તેનો ફેલાવો થાય છે, તેને કેમ અટકાવવો વગેરે અંગે આ પત્રિકામાં માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત આ પત્રિકામાં હેલ્પલાઈન નંબર ૮૯૯૦૪ ૪૩ર૦૦ તથા ૦ર૮૩૩ ર૩૪૭૧ર ની જાણ કરવામાં આવી છે. ખંભાળિયા ન.પા. પ્રમુખ શ્વેતાબેન શુક્લ, ઉપપ્રમુખ પી.એમ. ગઢવી, ચીફ ઓફિસર એ.કે. ગઢવી, કારાોબારી ... વધુ વાંચો »

Mar 30, 2020
જોડિયા તા. ૩૦ઃ જોડિયાની મામલતદાર કચેરીમાં પ્રાંત અધિકારી આરવા ડાંગરની અધ્યક્ષતામાં કોરોના વાઈરસ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાના અર્થે મિટિંગ યોજાઈ હતી. દવાનો છંટકાવ કરવા, લોકડાઉનનો કડક અમલ કરવા, બહારથી આવનાર વ્યક્તિની આરોગ્ય તપાસ કરવા, ઘરે ઘરે જઈને તપાસ કરવા, ક્વોરેન્ટાઈન કરેલ વ્યક્તિની માહિતી જાહેર કરવા તથા લોકોને ઘરમાં જ રહેવાની સૂચના આપવામાં આવી હતી. વધુ વાંચો »

Mar 30, 2020
અમદાવાદ તા. ર૮ઃ લોકડાઉનના કારણે રક્તદાતાઓ તરફથી રક્તદાનની પ્રવૃત્તિ બ્રેક થઈ જતા બ્લડ બેંકોમાં લોહી ખલાસ થવા લાગતા થેલેસેમિયાના દર્દીઓ, જે મોટા ભાગે બાળકો હોય છે, તેના જીવ જોખમમાં મૂકાયા છે. આથી સરકાર રક્તદાતાઓ બ્લડ બેંક સુધી આવી શકે, તેવી કોઈ વૈકલ્પિક વ્યવસ્થાઓ કરે તે જરૃરી હોવાના પ્રત્યાઘાતો પડી રહ્યાં છે. બ્લડ બેંકોમાં ઉપલબ્ધ હોય ત્યાં સુધી લોહી ચડાવી શકાય, પરંતુ તે પછી લાંબા લોકડાઉનના કારણે સમસ્યા સર્જાઈ શકે છે તે ઉપરાંત થેલેસેમિયાના દર્દીને લઈને લોહી ... વધુ વાંચો »

Mar 30, 2020
ખંભાળિયા તા. ૩૦ઃ ગુજરાત સરકારે પરપ્રાંતિય મજૂરોને તેમના વતનમાં જવા માટેની વ્યવસ્થાની જાહેરાત કરી હોવાથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિવિધ સ્થળેથી ૧૬૦ જેટલા પરપ્રાંતિય મજૂરોને એકત્ર કરવામાં આવ્યા હતાં અને આ તમામ મજૂરોને આરાધના ધામમાં રાખવામાં આવ્યા હતાં. ત્યાં ચા-પાણી-ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારપછી આ તમામ મજૂરો માટે ત્રણ બસની વ્યવસ્થા કરી તેમને તેમના વતન ગોધરા-દાહોદ જવા માટે રવાના કરાયા હતાં. જિલ્લા કલક્ટર ડો. મીના તથા એસ.પી. રોહન આનંદના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફે ... વધુ વાંચો »

Mar 30, 2020
જામનગર તા. ૩૦ઃ જામનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોએ માર્ચ મહિનાનું માનદ વેતન મુખ્યમંત્રી રાહત ફંડમાં આપવાનું જાહેર કર્યુ છે. ન.પ્રા.શિ. સમિતિના ૧પ સભ્યો પૈકી એક સભ્ય સરકારી નિયુક્તિ છે. તેઓ નિયમોનુસાર માનદ વેતન મેળવતા નથી. સમિતિના ત્રણ સભ્યો વસંતભાઈ ગોરી, અમરશીભાઈ વાલાણી તથા હર્ષાબા પી. જાડેજા સ્વેચ્છાએ માનદ વેતન મેળવતા નથી. માર્ચ મહિનાનું માનદ વેતન આપવા માટે સમિતિના અન્ય સભ્યો આકાશભાઈ બારડ (અધ્યક્ષ), પ્રવિણભાઈ ટંકારીયા (ઉપાધ્યક્ષ), ચંદ્રવનભાઈ ત્રિવેદી, મીતલબેન ... વધુ વાંચો »

Mar 30, 2020
જામનગર તા. ૩૦ઃ જામનગર શહેરમાં લોકડાઉનના પગલે ઘરકામ કરનારા બહેનો તેમજ રેસ્ટોરન્ટ, હોટલ, દુકાનોમાં કામ કરતા નાના વર્ગના કામદારો-કર્મચારીઓ ઘરની બહાર નીકળતા નથી અને તમામ ધંધા-વેપાર-ઉદ્યોગ, દુકાનો બંધ હોવાથી ત્યાં માસિક પગારથી છૂટક દૈનિક રોજથી કામ કરનારા બરાબરની આર્થિક ભીંસ અનુભવી રહ્યાં છે. આ પરિસ્થિતિ સમયે લોકડાઉનની જાહેરાત કરતી વેળાએ વડાપ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું કે, લોકડાઉનના સમયગાળા દરમિયાન કામ-ધંધે આવી નહીં શકનાર કોઈનો પણ પગાર કે રોજ કાપવો નહીં. બે ... વધુ વાંચો »

Mar 30, 2020
જામનગર તા. ૩૦ઃ ખંભાળીયાના સલાયા નજીકના પરોડીયામાં વિદેશથી આવેલા જહાજમાંથી કેટલાક ક્રુ મેમ્બર તંત્રની પરવાનગી રખડતા હોવાના અહેવાલો એક અખબારમાં પ્રસિદ્ધ થતા પોલીસે ખુદ ફરિયાદી બની અફવા ફેલાવનાર શખ્સો સામે ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે. ખંભાળીયા તાલુકાના સલાયા નજીકના ૫રોડીયા ગામના સરપંચ ભીખાભાઈ ડોસાભાઈ ભાચકન અને પરોડીયાના અન્ય ગ્રામજનોએ હાલાર ટુડે નામના પ્રેસમાં એવી પ્રસિદ્ધિ કરાવી હતી કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લોકડાઉન વચ્ચે જિલ્લાના તંત્રની ઢીલીનીતિ આવી સામે અને પરોડીયા ગામ નજીક બે દિવસ ... વધુ વાંચો »

Mar 30, 2020
જામનગર તા. ૩૦ઃ જામનગર શહેર તથા પડાણા-મેઘપર વિગેરે ગામોમાં બે દિવસમાં પોલીસે જાહેરનામાનો ભંગ કરી રખડતા ચાર ડઝન શખ્સો સામે કાયદાકીય કાર્યવાહી કરી છે. પોલીસે ડ્રોન કેમેરાથી નજર રાખી બાર શખ્સો સામે ગુન્હો નોંધ્યો છે અને બે વેપારી પણ પોલીસની હડફેટે ચડ્યા છે. તેમજ ફૂડ પેકેટ મેળવવાની અપેક્ષાએ આવેલા ટોળા સામે પણ કાર્યવાહી કરાઈ છે. જામનગર શહેરમાં હાલમાં કોરોના વાઈરસના પ્રસારને અટકાવવા માટે જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ચારથી વધુ વ્યક્તિઓ પર એકઠા થવામાં પ્રતિબંધ ... વધુ વાંચો »

Mar 30, 2020
જામનગર તા. ૩૦ઃ જામનગરના ભાગોળે આવેલા ઠેબા નજીક આકાર પામતા પીવીઆર સિનેમાઘરના સંચાલકે ત્યાં કલરકામ કરતા છ શ્રમિક માટે વ્યવસ્થા ઊભી નહીં કરતા શ્રમકો ઉ.પ્ર. જવા ચાલીને નીકળી ગયા હતાં. તે સંચાલક સામે એલસીબીએ ગુન્હો નોંધાવ્યો છે. આ ઉપરાંત દ્વારકાના ઓખામઢી અને ધતુરીયાના બે મહિલા સરપંચ સહિત ત્રણ સામે પણ મજુરોની ખાવા-પીવાની અવ્યવસ્થા સામે ગુન્હો નોંધાયો છે. જામનગર સહિત રાજ્ય અને દેશભરમાં કોરોના વાઈરસના કારણે ગયા બુધવારથી લોકડાઉન રાખવાનો હુકમ થયો છે ત્યારે ... વધુ વાંચો »

Mar 30, 2020
જામનગર તા. ૩૦ઃ કાલાવડના હરીપરમાં શનિવારે સવારે પાણીનો ટાંકો ફાટતા ઉડેલા બેલા હેઠળ ચગદાઈ જવાથી એક ખેડૂતનું મૃત્યુ નિપજ્યું છે જ્યારે નગરમાં પ્રૌઢનું કીડનીની બીમારીથી મૃત્યુ થયું છે. કાલાવડ તાલુકાના હરીપર (ખંઢેરા) ગામમાં રહેતા રાજેશભાઈ ઘેલાભાઈ ગઢીયા નામના ૪૨ વર્ષના ખેડૂત શનિવારે સવારે પોતાના ખેતરે પહોંચ્યા પછી પાણીની મોટર ચાલુ કરી તેમાંથી પાણી આવી રહ્યું છે કે કેમ તે જોવા માટે નજીકમાં જ બનાવવા આવેલા સિમેન્ટ અને બેલાના ટાંકા પાસે પહોંચ્યા ત્યારે જ ... વધુ વાંચો »

Mar 30, 2020
જામનગર તા. ૩૦ઃ ખંભાળીયાના વાડીનાર પાસેથી ગઈકાલે નયારા એર્ન લિ.ના પેટા કોન્ટ્રાક્ટર કંપનીના ઓગણીસ સિક્યુરીટી ગાર્ડ એક બસમાં જતા મળી આવ્યા હતાં. પોલીસે બસ ઝબ્બે કરી તમામ સામે જાહેરનામા ભંગનો ગુન્હો નોંધ્યો છે. હાલમાં દેશભરમાં કોરોના વાઈરસનો કહેર ભય ફેલાવી રહ્યો છે ત્યારે આ બીમારી સંંક્રમીત વ્યક્તિઓના સંપર્કથી શ્વાચ્છોશ્વાસથી ફેલાતી હોય લોકોને એકબીજાથી દૂર રહેવા સરકાર દ્વારા વિનંતી કરવાની સાથે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે તેમ છતાં તેના અનુસંધાને દેવભૂમિ દ્વારકા જિલ્લા મેજીસ્ટ્રેટે ... વધુ વાંચો »

Mar 30, 2020
જામનગર તા. ૩૦ઃ જામનગરના ગોકુલનગરમાં રહેતા એક યુવાને શનિવારે ગળાફાંસો ખાઈ આત્મહત્યા વ્હોરી લીધી છે. રાજકોટમાં મજુરીકામ કરતા આ યુવાન ઘરની બહાર નીકળી શકતા ન હોય તેઓએ આત્મહત્યા કર્યાનું તેમના પિતાએ નિવેદનમાં જણાવ્યું છે. જામનગરના ગોકુલનગર વિસ્તારમાં આવેલી બ્રજદાસ સોસાયટી પાસેની નવાનગર શેરી નં. ૫માં રહેતા કૌશિકભાઈ નરેન્દ્રભાઈ મંડેરા નામના ૨૧ વર્ષના પ્રજાપતિ યુવાને શુક્રવારે રાત્રે એક વાગ્યાથી શનિવારની સવારના સાત વાગ્યા દરમ્યાન પોતાના ઓરડામાં દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ લીધો હતો. જેની તેમના ... વધુ વાંચો »

Mar 30, 2020
જામનગર તા. ૩૦ઃ જામજોધપુરના ઘેલડામાં સરકારી ખરાબામાં પથ્થર નાખવાના પ્રશ્ને એક ખેડૂત પર હુમલો થયો છે જ્યારે કાલાવડના નાગાજણ ગામમાં પ્રોઢને તેના સગા ભાઈ અને ભત્રીજાને માર માર્યો છે ઉપરાંત હોર્ન વગાડવાના પ્રશ્ને બમથીયાના યુવાનને ચાર શખ્સે ધોકાવી નાખ્યો છે. જામજોધપુર તાલુકાના ઘેલડા ગામના ખેડૂત કેશુભાઈ આલાભાઈ સગર શનિવારે સવારે પોતાના ખેતરેથી નકામા પથ્થર બળદગાડામાં એકઠા કરી તેને નાખવા માટે જતા હતાં ત્યારે ઘેલડા ગામના જ ખીમા આલા શીર અને માલીબેન ખીમાએ તેઓને ... વધુ વાંચો »

Mar 30, 2020
જામનગર તા. ૩૦ઃ જામજોધપુરના કડબાલ ગામમાંથી ગઈકાલે સાંજે ચાર શખ્સો જાહેરમાં તીનપત્તી રમતા ઝડપાઈ ગયા હતાં. જામજોધપુર તાલુકાના કડબાલ ગામમાં ગઈકાલે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી પરથી શેઠવડાળા પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડ્યો હતો. ત્યાંથી દિનેશ ડાડુભાઈ બરાઈ, સવદાસ દાનાભાઈ બરાઈ, મયુર નાથાભાઈ બરાઈ અને ધાનાભાઈ ભીખાભાઈ ડાંગર નામના ચાર શખ્સ તીનપત્તી રમતા મળી આવ્યા હતાં. પોલીસે ચારેય શખ્સો સામે જુગારધારાની કલમ ૧૨ હેઠળ ગુન્હો નોંધી પટ્ટમાંથી રૃા. ૧૦,૮૦૦ રોકડા કબજે કર્યા છે. વધુ વાંચો »

Mar 30, 2020
જામનગર તા. ૩૦ઃ કોરોના વાઈરસની દહેશત વચ્ચે જામનગરની સરકારી હોસ્પિટલમાં ફક્ત ઈમરજન્સી ઓપરેશન વગેરે થઈ રહ્યા છે. આ દરમિયાન એક દર્દીને હોસ્પિટલમાં દાખલ કર્યા વગર ઘરે મોકલી દેવામાં આવ્યા પછી આ દર્દીનું મૃત્યુ નિપજતા હોસ્પિટલ તંત્રની બેદરકારી પ્રકાશમાં આવી હતી. જામનગરમાં ગીરધારી મંદિર પાસે રહેતા રમાબેન ગોહિલ નામના વૃદ્ધાની તબિયત લથડતા તેઓ સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં પહોંચ્યા હતાં જ્યાં તેઓની મામુલી તપાસ કર્યા પછી ઘરે મોકલી દેવામાં આવ્યા હતાં જ્યાં ફરીથી તબિયત લથડ્યા ... વધુ વાંચો »

Mar 30, 2020
ખંભાળીયા તા. ૩૦ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના રોગચાળાના સમયે ફરજમાં તત્પર રહેનાર પોલીસ વિભાગની સામૂહિક આરોગ્ય તપાસ તાજેતરમાં આરોગ્ય વિભાગના સહયોગથી દેવભૂમિ દ્વારકા ભાજપ દ્વારા કરાઈ હતી, લોકડાઉનની સ્થિતિમાં પણ રાત-દિવસ સફાઈની સેવા આપતા સફાઈકર્મીઓની આરોગ્ય ચકાસણી માટે આયોજન કર્યુ હતું. ખંભાળીયા શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના, મંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર તથા જીજ્ઞેશ પરમાર દ્વારા આરોગ્યની ટીમ સાથે પાલિકાના ૧૬૦ કર્મચારીઓની આરોગ્ય તપાસણી કરાવી, જરૃર હોય તેમને દવા પણ અપાઈ હતી. વધુ વાંચો »

Mar 30, 2020
નવીદિલ્હી તા. ૩૦ : આજે સાંજે નાણાં મંત્રાલય દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું જેમાં નાણાંકિયા વર્ષ ૨૦૧૯ - ૨૦૨૦ ને લય ને જે અફવાઓ ફેલાતી હતી તેનો ખુલાસો કર્યો છે અને નવા નાણાંકિયા વર્ષ એટલે ૨૦૨૦ - ૨૦૨૧ નો પણ નિર્ણયને કર્યો છે. નાણાં મંત્રાલય દ્વારા નાણાંકિયા વર્ષ ૨૦૧૯-૨૦૨૦ ને કોઈ એક્સેસટન નથી દેવામાં આવ્યું, ચાલુ વર્ષે ૩૧ માર્ચ ૨૦૨૦ સુધીનુ જ રહસે. પણ નવા વર્ષ એટલે ૨૦૨૦ - ૨૦૨૧ માં જે અમુક ફેરફારો છે તેને મુલતવી રાખવામાં આવ્યા છે. નાણાં ... વધુ વાંચો »

Mar 30, 2020
જામનગર તા. ૩૦ઃ કોરોના વાઈરસના વેગવંતા પ્રવાહને રોકવા માટે તંત્ર દ્વારા પગલાં લેવામાં આવી રહ્યાછે. આ દરમિયાન જામનગરની સરકારી હોસ્પિટલમાં છેલ્લા બે દિવસમાં ર૦ શંકાસ્પદ દર્દીના નમૂના પરીક્ષણ માટે આવ્યા હતાં. જેમાંથી ત્રણ દર્દીઓના નમૂનાઓનો રિપોર્ટ પોઝિટિવ મળ્યો હતો. અન્ય સત્તર દર્દીઓનો રિપોર્ટ નેગેટીવ મળ્યો છે. નોબેલ કોરોના વાઈરસ સંક્રમણને ખાળવા માટે તંત્ર ચાંપતા પગલાં લઈ રહ્યું છે. આરોગ્ય, વહીવટી પોલીસ સહિતના વિભાગો દિન-રાત કામ કરી રહ્યા છે. આમ છતાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસો નોંધાઈ રહ્યા છે. ગત્ શનિવારે પોરબંદરના ૪, દેવભૂમિ દ્વારકાના ૧, કચ્છના એક અને જામનગરના એક મળી કુલ ૭ શંકાસ્પદ ... વધુ વાંચો »

Mar 30, 2020
ગુજરાત માટે રાહતના સમાચાર, અમદાવાદમાં કોરોનાના વધુ બે દર્દીઓ સાજા થયા વધુ વાંચો »

Mar 30, 2020
નવી દિલ્હી તા. ૩૦ઃ કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે લોકડાઉન ર૧ દિવસથી વધારવાની સરકારની કોઈ યોજના નથી. કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી કે કોરોના વાઈરસના લીધે આખા દેશમાં ચાલી રહેલ ર૧ દિવસનું લોકડાઉન આગળ વધશે નહીં. આપને જણાવી દઈએ કે એવી ચર્ચા હતી કે લોકડાઉન આગળ પણ વધી શકે છે. સરકારે આ અંગે સ્પષ્ટતા કરી દીધી અને તેમની એવી કોઈ જ યોજના નથી. કેબિનેટ સેક્રેટરી રાજીવ ગૌબાએ આજે સ્પષ્ટતા કરી કે સરકારની લોકડાઉન આગળ વધારવાની યોજના નથી. તેમણે કહ્યું કે હું લોકડાઉન વધારવાના રિપોર્ટ જોઈ ચોંકી રહ્યો છું. સરકારની આવી ... વધુ વાંચો »

Mar 30, 2020
જામનગર તા. ૩૦ઃ જામનગર શહેર તથા પડાણા-મેઘપર વિગેરે ગામોમાં બે દિવસમાં પોલીસે જાહેરનામાનો ભંગ કરી રખડતા ચાર ડઝન શખ્સો સામે કાયદાકીય કાર્યવાહી કરી છે. પોલીસે ડ્રોન કેમેરાથી નજર રાખી બાર શખ્સો સામે ગુન્હો નોંધ્યો છે અને બે વેપારી પણ પોલીસની હડફેટે ચડ્યા છે. તેમજ ફૂડ પેકેટ મેળવવાની અપેક્ષાએ આવેલા ટોળા સામે પણ કાર્યવાહી કરાઈ છે. જામનગર શહેરમાં હાલમાં કોરોના વાઈરસના પ્રસારને અટકાવવા માટે જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ચારથી વધુ વ્યક્તિઓ પર એકઠા થવામાં પ્રતિબંધ મૂકતું જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે અને દેશભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. તેમ છતાં કેટલાક લોકો બન્ને આદેશોનો ભંગ ... વધુ વાંચો »

Mar 30, 2020
જામનગર શહેર જિલ્લામાં લોકડાઉનના સમયગાળામાં સેવાભાવી સંસ્થાઓ કે વ્યક્તિઓ તેમની જે કોઈ સેવા-સહાય આપવા માંગતા હોય તેમણે સરકારી તંત્ર દ્વારા સંકલન થાય તે માટે નોબતના તા. ર૮-૩-ર૦ર૦ ના અંકમાં અહેવાલ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. જેના પગલે જિલ્લા પોલીસ વડાએ આજે સત્તાવાર સૂચના જાહેર કરી છે કે જિલ્લા કલેક્ટરની મંજૂરી વગર કોઈપણ વ્યક્તિ કે સંસ્થાના માણસો ફૂડ પેકેટ કે રાહત સામગ્રી આપવા બહાર નિકળશે તો તેમની વિરૃદ્ધ ગુન્હો નોંધી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. વધુ વાંચો »

Mar 30, 2020
જામનગરની જિલ્લા જેલમાં રહેલા ૫૩ કેદીઓને કોરોનાના કહેર પ્રસરવાની ભીતિથી ગઈકાલે શરતી જામીન પર મુકત કરવામાં આવ્યા છે. જામનગરમાં કોરોના વાઈરસ પગપેસારો ન કરે અને જેલમાં રહેલા કેદીઓ તેનો ભોગ ન બને તે માટે તંત્રવાહકોએ તંત્રવાહકોએ સાવચેતીના પગલા ભરી ગઈકાલે જેલમાં રહેલા કુલ ૫૩ કેદીઓને જામીનમુક્ત કરાવવા કાર્યવાહી કરી હતી. હાલમાં જેલમાં રહેલા જામનગરના કાચા કામના ૨૫ કેદી અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રહેલા ૫ કેદી તેમજ ભરણપોષણ કેસોમાં સજા પામેલા ૧૫ અને દ્વારકાના ૭ મળી સાત વર્ષથી ઓછી સજાની જોગવાઈવાળા ગુન્હામાં જેલહવાલે રહેલા ૫૩ કેદીઓને બે મહિના અથવા જેલ સત્તાવાળાઓ કહે ત્યારે હાજર થવાની શરત પર ... વધુ વાંચો »

Mar 30, 2020
આખો દેશ અત્યારે અંશતઃ બંધ છે, અને કોરોનાને લઈને કેન્દ્ર સરકારો તથા રાજ્ય સરકારો જે પ્રયાસો કરી રહી છે, તેમાં જનતા અને વિરોધપક્ષો પણ સહયોગી બની રહ્યાં છે, ત્યારે અચાનક દેશના કેટલાક રાજ્યોમાંથી અન્ય રાજ્યોનો લોકોએ મોટા પ્રમાણમાં પગપાળા જ હિઝરત શરૃ કરી, તેથી લોકડાઉનમાં બ્રેક ડાઉન આવી ગયું હતું, જેથી કદાચ લોકડાઉનનો મુખ્ય ઉદૃેશ્ય જ માર્યો જાય તેવી સ્થિતિ ઊભી થઈ ગઈ હતી. હિઝરતીઓને લઈ રાજ્ય સરકારો વચ્ચે કોઈ સંકલન રહ્યું નહીં. કેટલાક રાજ્યોએ બીજા રાજ્યોના હિઝરતીઓને બસો ભરીને પરત મોકલ્યા, તો કેટલાક રાજ્યોએ પોતાના રાજ્યના લોકોને પરત લાવવા વ્યવસ્થાઓ કરી. આથી ટીકા એવી થઈ કે, વિદેશમાં રહેલા ભારતીયોને લેવા ... વધુ વાંચો »

Mar 30, 2020
નવી દીલ્હી તા. ૩૦ઃ ભારતમાં હજુ ત્રીજો તબક્કો શરૃ થયો નથી. કોરોનાના નવા વાઈરસ અંગે અન્ય દેશોમાં થયેલા અભ્યાસનું તારણ એવું નીકળે છે કે સોશ્યલ ડિસ્ટીંગ જ આ મહામારીને અટકાવવાનો ઉપાય છે. ભારત સરકાર દ્વારા દેશના લોકડાઉનનું પગલું આરોગ્ય મંત્રાલય, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને વિશ્વ આરોગ્ય સંસ્થાની સલાહ પર લેવામાં આવ્યું છે. દેશને કોરોના વાઈરસના પ્રકોપથી બચાવવાનો તે એક માત્ર રસ્તો હતો. ર૧ દિવસના સમયગાળા પાછળ પણ વૈજ્ઞાનિક આધાર છે. મોટાભાગના વાઈરસનું જીવનચક્ર હોય છે. ફ્લૂ જ્યારે ફેલાય છે તો તેનાથી કોઈનું મોત નથી થતું. જો દવા લઈએ તો ૭ દિવસમાં ... વધુ વાંચો »

Mar 30, 2020
નવી દિલ્હી તા. ૩૦ઃ નવા નાણાકીય વર્ષની શરૃઆત એટલે કે પહેલી એપ્રિલથી રોજીંદા જીવન સાથે સંકળાયેલા દસ જેટલા ફેરફારો થશે. પહેલી એપ્રિલ ર૦ર૦ થી નવા નાણાકીય વર્ષની શરૃઆત થવાની સાથે સાથે ઘણા જરૃરી નિયમો બદલાઈ જવાના છે. ૧૦ એવા નિયમો બદલઈા જવાના છે જે આપણા રોજીંદા જીવન સાથે સંકળાયેલા છે. એટલે જ તે તમારા પર પણ અસરકર્તા બનશે. તેમાં બેંકોના વિલયથી માંડીને જીએસટી રીટર્નના નિયમોમાં થનાર ફેરફારો સામેલ છે. પહેલી એપ્રિલથી દેશની ૧૦ સરકારી બેંકોનું મર્જરી કરીને ચાર મોટી બેંકો બનાવાશે. આ દેશના નાણાકીય ક્ષેત્રનું સૌથી મોટું મર્જર બનશે. ૧ ... વધુ વાંચો »

Mar 30, 2020
જામનગર તા. ૩૦ઃ ખંભાળીયાના સલાયા નજીકના પરોડીયામાં વિદેશથી આવેલા જહાજમાંથી કેટલાક ક્રુ મેમ્બર તંત્રની પરવાનગી રખડતા હોવાના અહેવાલો એક અખબારમાં પ્રસિદ્ધ થતા પોલીસે ખુદ ફરિયાદી બની અફવા ફેલાવનાર શખ્સો સામે ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે. ખંભાળીયા તાલુકાના સલાયા નજીકના ૫રોડીયા ગામના સરપંચ ભીખાભાઈ ડોસાભાઈ ભાચકન અને પરોડીયાના અન્ય ગ્રામજનોએ હાલાર ટુડે નામના પ્રેસમાં એવી પ્રસિદ્ધિ કરાવી હતી કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લોકડાઉન વચ્ચે જિલ્લાના તંત્રની ઢીલીનીતિ આવી સામે અને પરોડીયા ગામ નજીક બે દિવસ પહેલાં વિદેશથી આવેલા જહાજમાં આવી ગયેલા લોકો ગામમાં આવે છે તેવો સ્થાનિક લોકોનો આક્ષેપ છે. આ પ્રકારની ખોટી પ્રસિદ્ધિ કરાવી ... વધુ વાંચો »

Mar 30, 2020
કોરોના વાયરસની મહામારી સામે લડવા જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજરોજ જામનગરના સુભાષ માર્કેટ, એસ.ટી. બસ સ્ટેન્ડ, જી.જી. હોસ્પિટલ, લાલબંગલો સર્કલ અને રેલવે સ્ટેશન ખાતે જંતુનાશક દ્રાવણ (ડિસઈન્ફેકશન) નો છંટકાવ કરવામાં આવ્યો હતો. જેમાં જી.એસ.એફ.સી. દ્વારા તંત્રને ભેટ અપાયેલ ૧૦,૦૦૦ લીટર સોડિયમ હાઈપોક્લોરાઈડના દ્રાવણને જાહેર જનતાના ઉપયોગમાં લેવાતા સ્થળો પર છાંટી તેને જંતુમુક્ત કરવાની કામગીરી કરાઈ હતી. આ સમગ્ર કામગીરી કલેક્ટર રવિશંકર અને મ્યુનિસિપલ કમિશ્નર સતિષ પટેલના માર્ગદર્શન હેઠળ ચીફ ફાયર ઓફિસર બિશ્ન્નોઈ અને મહાનગરપાલિકાના ફાયર વિભાગની ટીમ દ્વારા કરવામાં આવી હતી. વધુ વાંચો »

Mar 30, 2020
જામનગર શહેર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા, સલાયા અને દ્વારકા શહેરમાં પોલીસે લોકડાઉનનો ભંગ કરી શેરી-ગલીઓમાં રખડતા રહેતા લોકો પર નજર રાખવા ડ્રોન કેમેરાની મદદ મેળવવાનું શરૃ કર્યું છે. પ્રથમ તસ્વીરમાં ડ્રોન કેમેરાથી જામનગર શહેરની ગલીકુંચીઓ, જાહેરમાર્ગો સ્પષ્ટ જોવા મળે છે જ્યારે બીજી તસ્વીરમાં દ્વારકા શહેરનું ડ્રોન કેમેરાની નજરે વિહંગાવલોકન થઈ રહ્યું છે. વધુ વાંચો »

Mar 30, 2020
કોરોનાના કહેરના કારણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સમગ્ર દેશમાં જ્યારે એકવીસ દિવસનું લોકડાઉન આપવામાં આવ્યું છે. ત્યારે જામનગર શહેરના અતિ વ્યસ્ત એવા વિસ્તારો પૈકી એસ.ટી. રોડ કે જ્યાંં દિવસ-રાત ટ્રાફીકથી ધમધમતો હોય છે. આ તસ્વીર એ જ એસ.ટી. રોડની છે જે સાવ હાલ સૂમ-સામ નજરે પડે  છે. જામનગરના વહીવટી તંત્ર  દ્વારા પણ આ લોકડાઉનનો કડક અમલ કરાવવા માટે જહેમત ઉઠાવાઈ  રહી છે. જિલ્લા સમાહર્તા રવિશંકર,  મ્યુનિ. કમિશ્નર સતિષ પટેલ, જિલ્લા  એસ.પી. શરદ સિંઘલ સહિતના અધિકારીઓ તથા તેમની સમગ્ર ટીમ પણ આ લોકડાઉનનો કડક અમલ થાય તેવા  પગલાઓ સતત લેવાઈ રહ્યા છે. આ જ રીતે જામનગર શહેરમાં ... વધુ વાંચો »

Mar 30, 2020
જામનગર તા. ૩૦ઃ જામનગરના ભાગોળે આવેલા ઠેબા નજીક આકાર પામતા પીવીઆર સિનેમાઘરના સંચાલકે ત્યાં કલરકામ કરતા છ શ્રમિક માટે વ્યવસ્થા ઊભી નહીં કરતા શ્રમકો ઉ.પ્ર. જવા ચાલીને નીકળી ગયા હતાં. તે સંચાલક સામે એલસીબીએ ગુન્હો નોંધાવ્યો છે. આ ઉપરાંત દ્વારકાના ઓખામઢી અને ધતુરીયાના બે મહિલા સરપંચ સહિત ત્રણ સામે પણ મજુરોની ખાવા-પીવાની અવ્યવસ્થા સામે ગુન્હો નોંધાયો છે. જામનગર સહિત રાજ્ય અને દેશભરમાં કોરોના વાઈરસના કારણે ગયા બુધવારથી લોકડાઉન રાખવાનો હુકમ થયો છે ત્યારે જુદા જુદા સ્થળે પરપ્રાંતમાંથી પેટીયુ રળવા આવેલા શ્રમિકોને હાલત કફોડી થઈ ગઈ છે. તેઓ જે સ્થળે કામ કરે છે ત્યાં ... વધુ વાંચો »

Mar 30, 2020
અમદાવાદ તા. ૩૦ઃ આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ આજે સવારે આપેલી માહિતી મુજબ રાજ્યમાં કોરોનાના ૬૯ પોઝિટિવ કેસ છે જે પૈકી ૩૩ લોકોને લોકલ સંક્રમણ જણાયું છે. અત્યારે બે દર્દ્યી વેન્ટીલેટર પર છે, જ્યારે બે દર્દી સાજા થયા છે, અન્ય પ૯ દર્દીઓ સ્ટેબલ છે, જ્યારે ૬ દર્દીઓના મૃત્યુ થયા છે. દેશભરમાં કોરોના કહેર વર્તાવી રહ્યો છે. ભાવનગરમાં નવા પાંચ કેસ નોંધાતાની સાથે જ ગુજરાતમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસ ૬૯ થયા છે તેમજ ભાવનગરમાં એક વ્યક્તિનું મૃત્યુ થતા રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૬ ના મોત નિપજ્યા છે. સૌથી વધુ ર૩ કેસ અમદાવાદમાં છે. દેશભરમાં આજે ... વધુ વાંચો »

Mar 30, 2020
મુંબઈ તા. ૩૦ઃ ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરે એક નિવેદનમાં જણાવ્યું છે કે, ભારત અને દુનિયામાં હાલની સ્થિતિ-સંજોગો અતિ ચિંતાજનક છે અને એના પર તાત્કાલિક કામગીરી કરવાની જરૃર છે. ટાટા ટ્રસ્ટ અને ટાટા ગ્રુપની કંપનીઓએ અગાઉ દેશને જરૃરિયાતના સમયે શક્ય તમામ સાહ-સહકાર આપ્યો છે. હાલ અગાઉ કરતાં વધારે ધ્યાન આપવાની જરૃર છે. અત્યારે અભૂપૂર્વ મુશ્કેલીના ગાળામાં મારૃં માનવું છે કે, કોવિડ-૧૯ ને કારણે ઊભી થયેલી કટોકટી સામે લડવા કટોકટીના સંશાધનનોનો તાત્કાલિક ઉપયોગ કરવાની જરૃર છે. અત્યારે કોવિડ-૧૯ ને પગલે માનવજાત અભૂતપૂર્વ અને અત્યાર સુધીના સૌથી મોટા પડકારનો સામનો કરી રહી છે. વધુ વાંચો »

Mar 30, 2020
ખંભાળિયા તા. ૩૦ઃ ગુજરાત સરકારે પરપ્રાંતિય મજૂરોને તેમના વતનમાં જવા માટેની વ્યવસ્થાની જાહેરાત કરી હોવાથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિવિધ સ્થળેથી ૧૬૦ જેટલા પરપ્રાંતિય મજૂરોને એકત્ર કરવામાં આવ્યા હતાં અને આ તમામ મજૂરોને આરાધના ધામમાં રાખવામાં આવ્યા હતાં. ત્યાં ચા-પાણી-ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારપછી આ તમામ મજૂરો માટે ત્રણ બસની વ્યવસ્થા કરી તેમને તેમના વતન ગોધરા-દાહોદ જવા માટે રવાના કરાયા હતાં. જિલ્લા કલક્ટર ડો. મીના તથા એસ.પી. રોહન આનંદના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફે આખી રાત્રે સાડાત્રણ વાગ્યે આ ત્રણેય બસોને રવાના કરી હતી. વધુ વાંચો »

Mar 30, 2020
નવી દિલ્હી તા. ૩૦ઃ લોકડાઉનને લઈને કેન્દ્રિય ગૃહમંત્રાલયે સખ્ત વલણ દાખવીને કેટલાક આદેશો કર્યા છે અને રાજ્ય આપત્તિ ફંડમાંથી બોર્ડર પર લોકો માટે જરૃરી વ્યવસ્થા કરવાની મંજુરી આપી છે. દિલ્હીમાં લાખો લોકો રોડ પર આવી ગયા અને વિવિધ રાજ્યોમાંથી લોકો પગપાળા નીકળવા લાગતા કેન્દ્રિય ગૃહમંત્રીએ સખ્ત વલણ અપનાવ્યું છે, અને કેટલાક કડક આદેશો કર્યા છે. કેન્દ્રએ રાજ્યોને સૂચવ્યું છે કે, રાજ્ય આપત્તિ ફંડમાંથી બોર્ડર પર ખાવા-પીવા અને ૧૪ દિવસના ક્વોરેન્ટાઈનની વ્યવસ્થા કરવામાં આવે. રક્ષામંત્રી રાજનાથસિંહના આવાસ સ્થાન પર થયેલી મંત્રી સમૂહની બેઠકમાં લોકડાઉન દરમિયાન મુસાફરી કરનારા પ્રવાસીઓને રહેવા માટે અસ્થાઈ ... વધુ વાંચો »

Mar 30, 2020
નવી દિલ્હી તા. ૩૦ઃ દેશમાં કોરોનાના કેસ વધીને આજે સવાર સુધીમાં ૧૧૬૦ થઈ ગયા છે, અને ૩ર દર્દીઓના મૃતયુ થયા છે. સંક્રમણના કેસોમાં છેલ્લા બે દિવસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કોરોના વાઈરસના આજે ર૧ નવા કેસ સામે આવ્યા છે. ૧ર પોઝિટિવ મહારાષ્ટ્રમાં, ૮ પોઝિટિવ મધ્યપ્રદેશમાં એક કેસ મધ્યપ્રદેશમાં એક કેસ મળ્યો છે. સંક્રમણના કેસમાં છેલ્લા બે દિવસોમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. રવિવારે ૧૧૬ નવા કેસ સામે આવ્યા હતાં. આ પહેલા ૧૪૩ અને શુક્રવારે સૌથી વધારે ૧પ૧ રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતાં. હવે કુલ સંક્રમિતોની સંખ્યા ૧૧૬૦ થઈ ગઈ છે. ૩ર લોકોના ... વધુ વાંચો »

Mar 30, 2020
જામનગર તા. ૩૦ઃ કોરોના વાઈરસ પ્રસરતો અટકાવવા માટે સમગ્ર ભારતમાં લોકડાઉન કરવામાં આવ્યું છે, જ્યારે હાલારમાં તેની મહત્તમ અસર જોવા મળી રહી છે. માર્ગો સુમસામ બન્યા છે, તો જરૃરી કામ વગર ઘરની બહાર નીકળનારાઓના વાહનો કબજે કરવામાં આવી રહ્યા છે. કોરોના વાઈરસની દહેશત વચ્ચે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. તયારે સમગ્ર જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લો સુમસામ દેખાઈ રહ્યો છે. લોકો ઘરમાં જ પૂરાઈ ગયા છે, જો કે જરૃરી ચીજવસ્તુઓની દુકાનો ખુલ્લી રાખવા માટે મંજુરી આપવામાં આવી છે. જેથી લોકો આવી ચીજવસ્તુઓ ખરીદી કરવા બહાર નીકળી રહ્યા છે. તો કારણ વગર બહાર નીકળનારાઓ ... વધુ વાંચો »

Mar 30, 2020
જામનગર તા. ૩૦ઃ કલેક્ટર અને ડીડીઓની સૂચનાથી તંત્ર દ્વારા જામનગરને ડિસઈન્ફેક્ટેડ એટલે કે, ચેપમુક્ત કરવા અને સ્વચ્છ બનાવવા સ્વચ્છતા સૈનિકો અને ફાયર વિભાગે શહેરમાં જંતુનાશક દ્રાવણનો છંટકાવ શરૃ કર્યો છે. જામનગરમાં કોરોના વાયરસની મહામારી સામે લડવા જામનગર મહાનગરપાલિકા અને જામનગર જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત પ્રયાસો નિશદિન ચાલી રહ્યાં છે. જામનગરના સુભાષ માર્કેટ, એસ.ટી. બસ સ્ટેન્ડ, જી.જી. હોસ્પિટલ, લાલબંગલો સર્કલ અને રેલવે સ્ટેશન ખાતે જંતુનાશક દ્રાવણ (ડિસ-ઈન્ફેકશન) નો છંટકાવ કર્યા પછી જામનગરના જાહેર જનતાના ઉપયોગમાં લેવાતા વિવિધ વિસ્તારો જેવા કે, બ્રુકબોન્ડ વિસ્તારથી લઈ પટેલ કોલોની રોડ, ડીકેવી સર્કલ, જી.જી. હોસ્પિટલ રોડ અને અંબર ચાર ... વધુ વાંચો »

Mar 30, 2020
જામનગર તા. ૩૦ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાં જાહેરનામાનો ભંગ કરતા કુલ ૬૦ વ્યક્તિ સામે પોલીસે ગુન્હા નોંધ્યા છે ઉપરાંત ઓખાના એક અને ભાણવડના સઈદેવળીયાના દંપતી સામે હોમ કોરોન્ટાઈનના ભંગનો ગુન્હો નોંધાયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૫ણ લોકડાઉન અને ચાર વ્યક્તિથી વધુ એકઠા થવા સામેનું જાહેરનામુ અમલી હોવા છતાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળીયા તાલુકાના નાનામાંઢા તેમજ ખંભાળીયા શહેર, ભાણવડ શહેર અને તાલુકામાં પોલીસે છેલ્લા બે દિવસ દરમ્યાન સંખ્યાબંધ લોકોની અટકાયત કરી તેઓની સામે જિંદગી જોખમમાં મૂકાય તેવો ચેપી રોગ પ્રસરી રહ્યો હોય અને તે બાબતની આરોપીઓને જાણ હોવા છતાં તે રોગને અટકાવવાના ... વધુ વાંચો »

Mar 30, 2020
જામનગર તા. ૩૦ઃ કોરોનાને પરાસ્ત કરવા સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકો-સંશોધકો દિનરાત ભગીરથ પ્રયાસો કરી રહ્યાં છે. જામનગરમાં પણ યુવા ઈજનેર કૈલાશભાઈ ગાંધેર દ્વારા કોરોનાના સંક્રમણથી બચવા માટે સ્વખર્ચે સંશોધન કરી ચેક 'ડીસઇન્ફેકશન ચેનલ' તૈયાર કરી છે. જેમાં એક નાની પારદર્શક કેબીનમાં એક મોટરયુક્ત સ્પ્રે પંપ દ્વારા એન્ટીસેપ્ટીકનો છંટકાવ કરવામાં આવે છે. કોઈપણ માણસ આ કેબીનમાંથી પસાર થાય એટલે દવાના છંટકાવ ડીસઈન્ફેક્ટ થઈ જાય છે. એટલે કે, આ મશીન કોરોનાના સંક્રમણથી બચવા એક સુરક્ષાત્મક આવરણ પુરૃં પાડે છે. જામનગરમાં પ્રણામી મંદિર તથા ખોડિયાર કોલોની વિસ્તારમાં આ મશીનના ડેમોન્સ્ટ્રેશન વખતે ઘણા લોકોએ આ પ્રયોગનો લાભ લીધો હતો. સોશ્યલ મીડિયામાં ... વધુ વાંચો »

Mar 30, 2020
નવી દિલ્હી તા. ૩૦ઃ વિશ્વમાં કોરોનાના કેસો હવે સાત લાખના આંકડાને વટાવી ગયા છે અને મૃતાંક ૩૪ હજાર તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે હજુ પણ સ્થિતિ ચિંતાજનક જણાઈ રહી છે. કોરોના વાયરસના કારણે દુનિયા દેશો જોરદાર રીતે ચિંતાતુર બનેલા છે. કોરોના વાયરસના કારણે મોતનો આંકડો અને કેસોની સંખ્યા દુનિયાના દેશોમાં ઝડપથી વધી રહી છે. કેસોની સંખ્યા એકબાજુ વધીને દુનિયાના દેશોમાં સાત લાખ કરતા વધારે થઇ ગઇ છે. જ્યારે મોતનો આંકડો વધીને ૩૪ હજારની નજીક પહોંચી ગયો છે. આ આંકડો હજુ ખૂબ વધી શકે છે. કારણ કે અસરગ્રસ્ત તમામ લોકો પૈકી ૨૬ હજારથી ... વધુ વાંચો »

Mar 30, 2020
જામનગર તા. ૩૦ઃ જામનગરમાં લોકડાઉનને પગલે છકડો-રિક્ષા સહિતના લોકલ ટ્રાન્સપોર્ટેશનના સાધનો ઠપ્પ છે, ત્યારે રીટેઈલર વેપારીઓ સામે હોલસેલર પાસેથી સામાન પોતાની દુકાન સુધી કેવી રીતે લાવવો એ સવાલ ઉદ્ભવ્યો છે. ગ્રેઈન માર્કેટમાં કરીયાણું તથા માર્કેટીંગ યાર્ડમાંથી શાકભાજી શહેરના વિવિધ વિસ્તારોમાં રીટેઈલરો ખરીદી કરે છે, પરંતુ ત્યાંથી આ સામાન પહોંચાડવામાં મોડું થાય છે અને જે-તે વિસ્તારના સ્થાનિકોને ખરીદી કરવા અન્ય સ્થળોએ દૂર જવું પડે છે. લોકડાઉનના અમલમાં પણ અવરોધરૃપ છે. તંત્ર આ સમસ્યા નિવારવા વ્યવહારિક પગલા લે તેવી માંગ ઉઠી છે. વધુ વાંચો »

Mar 30, 2020
મુંબઈ તા.૩૦ઃ શેરબજારમાં આજે પ્રારંભમાં ઘટાડો જોવા મળ્યો હતો. અને નિફ્ટીમાં પણ પીછેહઠ જોવાં મળી હતી. છેલ્લા અહેવાલો મુજબ સેન્સેક્સમાં ૯૭૫ પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે. શુક્રવારે ભારતીય શેરબજારમાં ઘટાડો થયા પછી સપ્તાહની શરૃઆતમાં સોમવારે પણ શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ  છેલ્લા અહેવાલો મુજબ ૯૭૫ પોઈન્ટ ઘટી ગયો છે. આ જ રીતે નિફ્ટી  પણ ૨૭૫ અંક ઘટી ગયો છે. ૨૧ દિવસના લોકડાઉનમાં અર્થવ્યવસ્થા અને સામાન્ય માણસોને રાહત આપવા સરકાર અને આર.બી.આઈ. તરફથી ઘણાં પગલાં લેવામાં આવ્યા છે.  આરબીઆઈએ રેપોરેટ ઘટાડાની સાથે ઈએમઆઈ પેમેન્ટ ત્રણ મહિના આગળ વધારવાની જાહેરાત કરી છે. શુક્રવારે અમેરિકન બજારમાં ... વધુ વાંચો »

Mar 30, 2020
જામનગર તા. ૩૦ઃ લોકડાઉનને હાલારીઓ સફળ બનાવી રહ્યા છે અને મહદ્અંશે લોકો દિલ્હીની જેમ બહાર નીકળી પડ્યા નથી. રાજ્ય બહારના લોકોની પણ જરૃરી વ્ય્વસ્થાઓ કરીને સાચવી લેવાયા છે, પરંતુ હવે અઠવાડિયા જેવો સમય થતા લોકોને કેટલીક પરેશાનીઓ પણ થવા લાગી છે. આવશ્યક ચીજવસ્તુઓની તંગી ન પડે એ હેતુથી અનાજ-કરિયાણાની દુકાનો તથા પ્રોવિઝન સ્ટોર્સ વગેરે છૂટક વેપારીઓની દુકાનો ખુલ્લી રાખવાની છૂટ હોવાથી લોકોને નજીકની દુકાનોમાંથી જીવન જરૃરી વસ્તુઓ મળી રહે છે અને મેડિકલ સ્ટોર્સ ખુલ્લા હોવાથી નાની-મોટી બીમારી માટેની દવાઓ પણ મળી રહે છે, પરંતુ હવે આ છૂટક દુકાનોમાં માલ ખૂટી ગયો છે. આવશ્યક ચીજવસ્તુઓના સ્થાનિક પરિહન ... વધુ વાંચો »

Mar 30, 2020
જામનગર તા. ૩૦ઃ જામનગર શહેરમાં લોકડાઉનના પગલે ઘરકામ કરનારા બહેનો તેમજ રેસ્ટોરન્ટ, હોટલ, દુકાનોમાં કામ કરતા નાના વર્ગના કામદારો-કર્મચારીઓ ઘરની બહાર નીકળતા નથી અને તમામ ધંધા-વેપાર-ઉદ્યોગ, દુકાનો બંધ હોવાથી ત્યાં માસિક પગારથી છૂટક દૈનિક રોજથી કામ કરનારા બરાબરની આર્થિક ભીંસ અનુભવી રહ્યાં છે. આ પરિસ્થિતિ સમયે લોકડાઉનની જાહેરાત કરતી વેળાએ વડાપ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું કે, લોકડાઉનના સમયગાળા દરમિયાન કામ-ધંધે આવી નહીં શકનાર કોઈનો પણ પગાર કે રોજ કાપવો નહીં. બે દિવસ પછી માર્ચ મહિનો પૂરો થઈ રહ્યો છે ત્યારે ઉપર જણાવેલા તમામ વર્ગના લોકોને માર્ચ મહિનાનો પૂરો પગાર ચૂકવવા તંત્ર ... વધુ વાંચો »

Mar 30, 2020
જામનગર તા. ૩૦ઃ કોરોના વાઈરસની દહેશત વચ્ચે જામનગરની સરકારી હોસ્પિટલમાં ફક્ત ઈમરજન્સી ઓપરેશન વગેરે થઈ રહ્યા છે. આ દરમિયાન એક દર્દીને હોસ્પિટલમાં દાખલ કર્યા વગર ઘરે મોકલી દેવામાં આવ્યા પછી આ દર્દીનું મૃત્યુ નિપજતા હોસ્પિટલ તંત્રની બેદરકારી પ્રકાશમાં આવી હતી. જામનગરમાં ગીરધારી મંદિર પાસે રહેતા રમાબેન ગોહિલ નામના વૃદ્ધાની તબિયત લથડતા તેઓ સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં પહોંચ્યા હતાં જ્યાં તેઓની મામુલી તપાસ કર્યા પછી ઘરે મોકલી દેવામાં આવ્યા હતાં જ્યાં ફરીથી તબિયત લથડ્યા પછી તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આમ કોરોનાના દર્દીને બચાવવા માટે તનતોડ મહેનત કરતા હોસ્પિટલ તંત્રએ સામાન્યજન દર્દીને ... વધુ વાંચો »

Mar 30, 2020
જામનગર તા. ૩૦ઃ ખંભાળીયાના વાડીનાર પાસેથી ગઈકાલે નયારા એર્ન લિ.ના પેટા કોન્ટ્રાક્ટર કંપનીના ઓગણીસ સિક્યુરીટી ગાર્ડ એક બસમાં જતા મળી આવ્યા હતાં. પોલીસે બસ ઝબ્બે કરી તમામ સામે જાહેરનામા ભંગનો ગુન્હો નોંધ્યો છે. હાલમાં દેશભરમાં કોરોના વાઈરસનો કહેર ભય ફેલાવી રહ્યો છે ત્યારે આ બીમારી સંંક્રમીત વ્યક્તિઓના સંપર્કથી શ્વાચ્છોશ્વાસથી ફેલાતી હોય લોકોને એકબીજાથી દૂર રહેવા સરકાર દ્વારા વિનંતી કરવાની સાથે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે તેમ છતાં તેના અનુસંધાને દેવભૂમિ દ્વારકા જિલ્લા મેજીસ્ટ્રેટે ૧૪૪ની કલમ હેઠળ જુદા જુદા જાહેરનામા બહાર પાડ્યા છે તેમ છતાં ગઈકાલે ખંભાળીયા તાલુકાના વાડીનારના કેપીટી સર્કલ પાસેથી પસાર થતી ... વધુ વાંચો »

Mar 30, 2020
ખંભાળીયા તા. ૩૦ઃ દેવભૂમિ દ્વારકા જીલ્લાના સલાયા મરીન પોલીસ સ્ટેશનના પીઆઈ જી.આર. ગઢવીની અધ્યક્ષતામાં સલાયાના હિન્દુ-મુસ્લિમ અગ્રણીઓની બેઠક યોજાઈ હતી. જેમાં તમામ આગેવાનોએ લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરવા ખાત્રીઆપી હતી. તેમજ લોકોને અત્યંત જરૃરી કામ સિવાય ઘરની બહાર નહીં નિકળવા અપીલ કરવામાં આવી હતી. આ મિટિંગમાં સલાયા ન.પા.ના ચીફ ઓફિસર શેખે બોટમાં અને ઘરમાં ક્વોરેન્ટાઈન થયેાલ લોકોને જરૃરી વસ્તુઓ પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. વધુ વાંચો »

Mar 30, 2020
જામનગર તા. ૩૦ઃ જામનગરના ગોકુલનગરમાં રહેતા એક યુવાને શનિવારે ગળાફાંસો ખાઈ આત્મહત્યા વ્હોરી લીધી છે. રાજકોટમાં મજુરીકામ કરતા આ યુવાન ઘરની બહાર નીકળી શકતા ન હોય તેઓએ આત્મહત્યા કર્યાનું તેમના પિતાએ નિવેદનમાં જણાવ્યું છે. જામનગરના ગોકુલનગર વિસ્તારમાં આવેલી બ્રજદાસ સોસાયટી પાસેની નવાનગર શેરી નં. ૫માં રહેતા કૌશિકભાઈ નરેન્દ્રભાઈ મંડેરા નામના ૨૧ વર્ષના પ્રજાપતિ યુવાને શુક્રવારે રાત્રે એક વાગ્યાથી શનિવારની સવારના સાત વાગ્યા દરમ્યાન પોતાના ઓરડામાં દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ લીધો હતો. જેની તેમના પરિવારને જાણ થતા પોલીસને વાકેફ કરવામાં આવી હતી. દોડી ગયેલા પોલીસ કાફલાએ કૌશિકભાઈને નીચે ઉતારી ચકાસતા આ ... વધુ વાંચો »

Mar 30, 2020
જામનગર તા. ૩૦ઃ કોરોના વાઈરસ ફેલાતો અટકાવવા માટે તંત્ર દ્વારા ચાંપતા પગલાં લેવામાં આવી રહ્યા છે અને બહારથી આવનારાઓને કોરોન્ટાઈન કરવામાં આવી રહ્યા છે. આજની સ્થિતિએ હાલારમાં ૬૦૮ લોકો કોરોન્ટાઈન છે. દેશમાં અને વિદેશમાં કોરોના વાઈરસ હાહાકાર મચાવી રહ્યો છે, જ્યારે બહારથી આવનારા તમામને કોરોન્ટાઈન કરવામાં આવી રહ્યા છે. જામનગરમાં આજની સ્થિતિએ ર૩૪ લોકો પોતાના ઘરમાં જ કોરોન્ટાઈન છે, તો સેન્ટરમાં ૧ર લોકોને કોરોન્ટાઈન કરવામાં આવ્યા  છે. આમ જિલ્લામાં ર૪૪ કુલ કોરોન્ટાઈન છે. તેવી જ રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૩૬૪ હોમ કોરોન્ટાઈન કરાયા છે અને તેમના પર ચૂસ્ત દેખરેખ રાખવામાં આવી રહી છે. ... વધુ વાંચો »

Mar 30, 2020
ખંભાળીયા તા. ૩૦ઃ ખંભાળીયા તાલુકા એન.એસ.યુ.આઈ.ના પ્રમુખ દેવર્ષિબેન જોશી દ્વારા રાજ્યના શિક્ષણ મંત્રીને લેખિત રજૂઆત કરીને ગુજરાતની તમામ યુનિવર્સિટીના છાત્રોને માસ પ્રમોશન આપવા માંગ કરી છે. તેમણે જણાવેલ કે, હાલ તા. ૧૪-૪ સુધી લોકડાઉન ચાલે છે. જેમાં વધારો થવાની સંભાવના છે. ક્યારે શિક્ષણ કાર્ય પૂર્વવત થાય તે નક્કી નથી. ધોરણ ૧ થી ૯ અને ૧૧ માં માસ પ્રમોશન આપવા ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે જાહેર કર્યુ છે, ત્યારે કોરોના મહામારીના સંદર્ભમાં વિદ્યાર્થીઓના હિતને ધ્યાને લઈને તમામ યુનિવર્સિટીના છાત્રોને પણ માસ પ્રમોશન આપવાની માંગણી કરવામાં આવી છે. વધુ વાંચો »

Mar 30, 2020
જામનગર તા. ૩૦ઃ જામજોધપુરના કડબાલ ગામમાંથી ગઈકાલે સાંજે ચાર શખ્સો જાહેરમાં તીનપત્તી રમતા ઝડપાઈ ગયા હતાં. જામજોધપુર તાલુકાના કડબાલ ગામમાં ગઈકાલે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી પરથી શેઠવડાળા પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડ્યો હતો. ત્યાંથી દિનેશ ડાડુભાઈ બરાઈ, સવદાસ દાનાભાઈ બરાઈ, મયુર નાથાભાઈ બરાઈ અને ધાનાભાઈ ભીખાભાઈ ડાંગર નામના ચાર શખ્સ તીનપત્તી રમતા મળી આવ્યા હતાં. પોલીસે ચારેય શખ્સો સામે જુગારધારાની કલમ ૧૨ હેઠળ ગુન્હો નોંધી પટ્ટમાંથી રૃા. ૧૦,૮૦૦ રોકડા કબજે કર્યા છે. વધુ વાંચો »

Mar 30, 2020
ખંભાળીયા તા. ૩૦ઃ દેવભૂમિ જિલ્લાના ખંભાળીયા વિસ્તારમાં રહેતા પરપ્રાંતિયો તેમના વતન જવા પગપાળા નિકળતા જિ.પો. વડા શ્રી રોહન આનંદ ૧૬૦ જેટલા પર પ્રાંતિયોને આરાધનાધામમાં રાખી નાસ્તો ભોજન કરાવીને બસો દ્વારા તેમના વતન મોકલવા વ્યવસ્થા કરી હતી જે પછી બીજા ૮૦૦ પર પ્રાંતિયોને તેમના વતનમાં જવા વ્યવસ્થા એસ.ટી. બસ દ્વારા વિનામૂલ્યે તંત્ર દ્વારા કરાઈ હતી. ખંભાળીયા, ભાટિયા, લાંબા, કલ્યાણપુર વિગેરે વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં કુલ પંદર બસો ભરીને પરપ્રાંતિયોને વિનામૂલ્યે ભોજન સાથે તેમના વતનમાં પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. સમજાવટના પ્રયાસો અહીં રહેતા મજૂરોને વેતન, ભોજન, રહેઠાણની સુવિધા છતાં પણ વતનમાં જવા ... વધુ વાંચો »

Mar 30, 2020
જામનગર/અમદાવાદ તા. ૩૦ઃ લોકડાઉનને સંપૂર્ણ સફળ બનાવવા તંત્રે અત્યાર સુધી એકંદરે વ્યવસ્થાઓ જાળવી છે અને જનતાએ સહયોગ આપ્યો છે, પરંતુ લોકોને આવશ્યક ચીજવસ્તુઓ પહોંચાડવા અને લોકડાઉનના તંત્રને પણ થતી પરેશાની દૂર કરવા કેટલાક સુધારા-વધારા જરૃરી હોવાના પ્રત્યાઘાતો પડી રહ્યા છે. અત્યારે સમગ્ર દેશમાં લોકડાઉનનો અમલ થઈ રહ્યો છે અને જામનગર સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં લોકડાઉનનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે. હવે કોરોનાને લઈને ઈન્ક્યૂબેશન પીરિયડ શરૃ થનાર હોવાથી વધુ સાવધાની રાખવાની જરૃર છે. અત્યાર સુધી બંધની સ્થિતિના કારણે લોકોએ સ્વયંભૂ ભોગવેલી પરેશાની અને આપેલો સહયોગ નોંધનીય છે. ઈન્ક્યુબેશન પીરિયડ સાચવી લેવા માટે ... વધુ વાંચો »

Mar 30, 2020
દ્વારકા તા. ૩૦ઃ દેવભૂમિ દ્વારકાનું જગતમંદિર પણ લોકડાઉનને પગલે દર્શનાર્થીઓ માટે બંધ છે ત્યારે પૂજારીઓ દ્વારા ઠાકોરજીની નિત્ય સેવાનો ક્રમ નિભાવવામાં આવી રહ્યો છે. મંદિરના હાલના વારાદાર પૂજારી જયેશભાઈ ઠાકર તથા નલીનભાઈ ઠાકર દ્વારા આવતીકાલે તા. ૩૧-૦૩ને મંગળવારે રાજાધીરાજ ભગવાન દ્વારકાધીશજીને સૂકા મેવાનો મનોરથ અર્પણ કરવામાં આવશે. સવારે ભગવાન દ્વારકાધીશજીની શણગાર આરતીથી બપોરે રાજભોગ (પ્રસાદ)ના સમય સુધી સૂકામેવાના મનોરથ યોજાશે. વધુ વાંચો »

Mar 30, 2020
ખંભાળીયા તા. ર૯ઃ ખંભાળીયામાં હાલ જિલ્લાની એકમાત્ર સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં કોરોના સ્પેશ્યલ વોર્ડ - પ૦ બેડના શરૃ કરાયો છે. તંત્ર પણ તેમાં વ્યસ્ત હોય, રોજ ૭પ૦ ઉપરાંત ઓપીડી થતા દેકારો મચી ગયો હતો. સ્ટાફ પરેશાન થતાં હતાં. તંત્ર દ્વારા ડોર-ટુ-ડોર સર્વે તથા મુલાકાતમાં સામાન્ય રોગો માટે ઘેર બેઠા જ દવા વિતરણ થતાં ઓપીડી ઘટીને દરરોજ ૩૦૦/૩પ૦ થતાં તંત્રએ નિરાંતનો શ્વાસ લીધો છે. જો કે, જિલ્લા કલેક્ટર મીના તથા આરોગ્ય વિભાગના વડા ડો. પટેલના માર્ગદર્શન મુજબ ખંભાળીયા શહેરમાં પણ જુની સરકારી હોસ્પિટલમાં પણ સામાન્ય રોગચાળાની દવા ચેકીંગ રાખાવમાં આવતા ત્યાં પણ ગામમાંથી રોજ ... વધુ વાંચો »

Mar 30, 2020
દ્વારકા તા. ૩૦ઃ હરદ્વારમાં એક ભાગવત સપ્તાહનો ધર્મલાભ ગયેલા દ્વારકાના ત્રેવીસ વ્યક્તિઓ સરકારી તંત્રની મદદથી આજે દ્વારકા આવી પહોંચતા તેઓ સીધા સામે ચાલીને પોલીસ મથકે પહોંચ્યા હતાં. ત્યાંથી તેઓનું તબીબી પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ તમામ ત્રેવીસ વ્યક્તિ સ્વસ્થ હોવાનો રિપોર્ટ આવ્યો છે. તેમ છતાં તકેદારીના પગલારૃપે આ ત્રેવીસ નાગરિકોને ૧૪ દિવસ સુધી ઘરમાં જ રહેવાની કડક સૂચના આપી હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યાં છે. વધુ વાંચો »

Mar 30, 2020
ખંભાળીયા તા. ૩૦ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના રોગચાળાના સમયે ફરજમાં તત્પર રહેનાર પોલીસ વિભાગની સામૂહિક આરોગ્ય તપાસ તાજેતરમાં આરોગ્ય વિભાગના સહયોગથી દેવભૂમિ દ્વારકા ભાજપ દ્વારા કરાઈ હતી, લોકડાઉનની સ્થિતિમાં પણ રાત-દિવસ સફાઈની સેવા આપતા સફાઈકર્મીઓની આરોગ્ય ચકાસણી માટે આયોજન કર્યુ હતું. ખંભાળીયા શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના, મંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર તથા જીજ્ઞેશ પરમાર દ્વારા આરોગ્યની ટીમ સાથે પાલિકાના ૧૬૦ કર્મચારીઓની આરોગ્ય તપાસણી કરાવી, જરૃર હોય તેમને દવા પણ અપાઈ હતી. આ કામગીરી સમયે ન.પા. પ્રમુખ શ્વેતાબેન શુકલ તથા અન્ય અગ્રણીઓ જોડાયા હતાં. વધુ વાંચો »

Mar 30, 2020
ખંભાળિયા તા. ૩૦ઃ ખંભાળિયા શહેરમાં નગરપાલિકા દ્વારા સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. નગરપાલિકા દ્વારા કોરોના વાઈરસ અંગે જનજાગૃતિની પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. રોગના લક્ષણો, કઈ રીતે તેનો ફેલાવો થાય છે, તેને કેમ અટકાવવો વગેરે અંગે આ પત્રિકામાં માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત આ પત્રિકામાં હેલ્પલાઈન નંબર ૮૯૯૦૪ ૪૩ર૦૦ તથા ૦ર૮૩૩ ર૩૪૭૧ર ની જાણ કરવામાં આવી છે. ખંભાળિયા ન.પા. પ્રમુખ શ્વેતાબેન શુક્લ, ઉપપ્રમુખ પી.એમ. ગઢવી, ચીફ ઓફિસર એ.કે. ગઢવી, કારાોબારી ચેરમેન દિપેશભાઈ ગોકાણી, કંચનબેન નડિયાપરા, હંસાબા જેઠવાના માર્ગદર્શન હેઠળ શહેરના દરેક વોર્ડમાં ખાસ ટીમો મોકલીને કચરો-ગંદકી એકત્ર કરી તેનો નાશ ... વધુ વાંચો »

Mar 30, 2020
જામનગર તા. ૩૦ઃ જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન સાડાત્રણ ડીગ્રીથી વધુના વધારા સાથે મહત્તમ તાપમાન ૩૪.પ ડીગ્રી નોંધાયું હતું જેના પગલે ગરમીમાં વધારો થયો હતો. જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં માર્ચ માસના અંતભાગમાં વધારો થઈ રહ્યો છે. નગરમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ૩.૭ ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩૪.પ ડીગ્રી તથા અડધા ડીગ્રીથી વધુના ઘટાડા સાથે લઘુત્તમ તાપમાન ૧૮.પ ડીગ્રી નોંધાયું હતું. મહત્તમ તાપમાનમાં થયેલા વધારાના  પગલે ગરમીમાં વધારો થયો હતો. જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન ૧૧ ટકાના ઘટાડા સાથે ભેજનું પ્રમાણ ૬૪ ટકા ... વધુ વાંચો »

Mar 30, 2020
જામનગર તા. ૩૦ઃ કાલાવડના હરીપરમાં શનિવારે સવારે પાણીનો ટાંકો ફાટતા ઉડેલા બેલા હેઠળ ચગદાઈ જવાથી એક ખેડૂતનું મૃત્યુ નિપજ્યું છે જ્યારે નગરમાં પ્રૌઢનું કીડનીની બીમારીથી મૃત્યુ થયું છે. કાલાવડ તાલુકાના હરીપર (ખંઢેરા) ગામમાં રહેતા રાજેશભાઈ ઘેલાભાઈ ગઢીયા નામના ૪૨ વર્ષના ખેડૂત શનિવારે સવારે પોતાના ખેતરે પહોંચ્યા પછી પાણીની મોટર ચાલુ કરી તેમાંથી પાણી આવી રહ્યું છે કે કેમ તે જોવા માટે નજીકમાં જ બનાવવા આવેલા સિમેન્ટ અને બેલાના ટાંકા પાસે પહોંચ્યા ત્યારે જ પાણીના પ્રેશરથી ટાંકો ફાટતા તેમાંથી ઉડેલા બેલા હેઠળ રાજેશભાઈ દબાઈ ગયા હતાં. આ વેળાએ ખેતરમાં હાજર અન્ય લોકોએ રાજેશભાઈને સારવાર ... વધુ વાંચો »

Mar 30, 2020
જામનગર તા. ૩૦ઃ જામનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોએ માર્ચ મહિનાનું માનદ વેતન મુખ્યમંત્રી રાહત ફંડમાં આપવાનું જાહેર કર્યુ છે. ન.પ્રા.શિ. સમિતિના ૧પ સભ્યો પૈકી એક સભ્ય સરકારી નિયુક્તિ છે. તેઓ નિયમોનુસાર માનદ વેતન મેળવતા નથી. સમિતિના ત્રણ સભ્યો વસંતભાઈ ગોરી, અમરશીભાઈ વાલાણી તથા હર્ષાબા પી. જાડેજા સ્વેચ્છાએ માનદ વેતન મેળવતા નથી. માર્ચ મહિનાનું માનદ વેતન આપવા માટે સમિતિના અન્ય સભ્યો આકાશભાઈ બારડ (અધ્યક્ષ), પ્રવિણભાઈ ટંકારીયા (ઉપાધ્યક્ષ), ચંદ્રવનભાઈ ત્રિવેદી, મીતલબેન શ્રીમાળી, જીતેશભાઈ શીંગાળા, હેમંતભાઈ પાંભર, વિનોદભાઈ ગોંડલીયા, પૂર્વેશભાઈ પરમાર, સદામભાઈ કુરેશીએ સંમતિપત્રક આપેલ છે. જ્યારે સભ્ય નિતીનભાઈ ... વધુ વાંચો »

Mar 30, 2020
અમદાવાદ તા. ર૮ઃ લોકડાઉનના કારણે રક્તદાતાઓ તરફથી રક્તદાનની પ્રવૃત્તિ બ્રેક થઈ જતા બ્લડ બેંકોમાં લોહી ખલાસ થવા લાગતા થેલેસેમિયાના દર્દીઓ, જે મોટા ભાગે બાળકો હોય છે, તેના જીવ જોખમમાં મૂકાયા છે. આથી સરકાર રક્તદાતાઓ બ્લડ બેંક સુધી આવી શકે, તેવી કોઈ વૈકલ્પિક વ્યવસ્થાઓ કરે તે જરૃરી હોવાના પ્રત્યાઘાતો પડી રહ્યાં છે. બ્લડ બેંકોમાં ઉપલબ્ધ હોય ત્યાં સુધી લોહી ચડાવી શકાય, પરંતુ તે પછી લાંબા લોકડાઉનના કારણે સમસ્યા સર્જાઈ શકે છે તે ઉપરાંત થેલેસેમિયાના દર્દીને લઈને લોહી ચડાવવા તેના એક પરિવારને પણ આવવા-જવાની વ્યવસ્થા કરવી જરૃરી છે. વધુ વાંચો »

Mar 30, 2020
જામનગર તા. ૩૦ઃ જામજોધપુરના ઘેલડામાં સરકારી ખરાબામાં પથ્થર નાખવાના પ્રશ્ને એક ખેડૂત પર હુમલો થયો છે જ્યારે કાલાવડના નાગાજણ ગામમાં પ્રોઢને તેના સગા ભાઈ અને ભત્રીજાને માર માર્યો છે ઉપરાંત હોર્ન વગાડવાના પ્રશ્ને બમથીયાના યુવાનને ચાર શખ્સે ધોકાવી નાખ્યો છે. જામજોધપુર તાલુકાના ઘેલડા ગામના ખેડૂત કેશુભાઈ આલાભાઈ સગર શનિવારે સવારે પોતાના ખેતરેથી નકામા પથ્થર બળદગાડામાં એકઠા કરી તેને નાખવા માટે જતા હતાં ત્યારે ઘેલડા ગામના જ ખીમા આલા શીર અને માલીબેન ખીમાએ તેઓને સરકારી ખરાબામાં પથ્થર નહીં નાખવાનું કહ્યું હતું તેમ છતાં કેશુભાઈ બળદગાડાનો બીજો ફેરો કરવા જતા આ દંપતી તેમજ જેરામ આલા ... વધુ વાંચો »

Mar 30, 2020
નવી દિલ્હી તા. ૩૦ઃ કેન્દ્ર સરકારે સતાવાર રીતે જાહેર કર્યુ છે કે, દેશભરમાં ઓક્સિજનના સિલિન્ડરોનો અવિરત અને પર્યાપ્ત પુરવઠો સુનિશ્ચિત કરવા તમામ અસરકારક પગલાં લેવામાં આવ્યાં છે. પેટ્રોલિયમ એન્ડ વિસ્ફોટકો સલામતી સંસ્થા દ્વારા આ પગલાં લેવામાં આવ્યાં છે. જે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયનો એક ભાગ છે. કોવિડ-૧૯ રોગચાળાના નિયંત્રણ માટે દેશવ્યાપી લોકડાઉનને કારણે હોસ્પિટલોમાં ઓક્સિજનનો અવિરત પુરવઠો સુનિશ્ચિત કરવા અને પેટ્રોલિયમ, વિસ્ફોટકો અને ઔદ્યોગિક ગેસ કંપનીઓની મુશ્કેલીઓને દૂર કરવા વિવિધ પગલાં લીધાં છે. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે, "મેડિકલ ક્ષેત્રે ઉપયોગમાં લેવાતા ઓક્સિજનના તાત્કાલિક સંગ્રહ અને પરિવહન માટેના લાઈસન્સની મંજૂરી મળે તે ... વધુ વાંચો »

Mar 30, 2020
જોડિયા તા. ૩૦ઃ જોડિયાની મામલતદાર કચેરીમાં પ્રાંત અધિકારી આરવા ડાંગરની અધ્યક્ષતામાં કોરોના વાઈરસ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાના અર્થે મિટિંગ યોજાઈ હતી. દવાનો છંટકાવ કરવા, લોકડાઉનનો કડક અમલ કરવા, બહારથી આવનાર વ્યક્તિની આરોગ્ય તપાસ કરવા, ઘરે ઘરે જઈને તપાસ કરવા, ક્વોરેન્ટાઈન કરેલ વ્યક્તિની માહિતી જાહેર કરવા તથા લોકોને ઘરમાં જ રહેવાની સૂચના આપવામાં આવી હતી. વધુ વાંચો »

Mar 30, 2020
નવીદિલ્હી તા. ૩૦ : આજે સાંજે નાણાં મંત્રાલય દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું જેમાં નાણાંકિયા વર્ષ ૨૦૧૯ - ૨૦૨૦ ને લય ને જે અફવાઓ ફેલાતી હતી તેનો ખુલાસો કર્યો છે અને નવા નાણાંકિયા વર્ષ એટલે ૨૦૨૦ - ૨૦૨૧ નો પણ નિર્ણયને કર્યો છે. નાણાં મંત્રાલય દ્વારા નાણાંકિયા વર્ષ ૨૦૧૯-૨૦૨૦ ને કોઈ એક્સેસટન નથી દેવામાં આવ્યું, ચાલુ વર્ષે ૩૧ માર્ચ ૨૦૨૦ સુધીનુ જ રહસે. પણ નવા વર્ષ એટલે ૨૦૨૦ - ૨૦૨૧ માં જે અમુક ફેરફારો છે તેને મુલતવી રાખવામાં આવ્યા છે. નાણાં મંત્રાલયે કહ્યું કે ૩૦ માર્ચ, ૨૦૨૦ ના રોજ મહેસૂલ વિભાગ, નાણાં મંત્રાલય દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જે ... વધુ વાંચો »

Mar 30, 2020
લોકડાઉનમાંથી અનાજ-કરીયાણાની દુકાનોને મુક્તિ આપવામાં આવી છે. લોકો જરૃરી કરીયાણું ખરીદવા ઘરની બહાર નીકળી રહ્યાં છે. ગ્રેઈન માર્કેટમાં અનાજનો નવો જથ્થો આવતા ખટારાઓની લાઈન લાગી છે. બીજી તરફ લોકો પણ અનાજ ખરીદવા ઉમટી પડતા ગ્રાહકોનો ઘસારો જોવા મળી રહ્યો છે. સમગ્ર સ્થિતિમાં નાગરિકો સંયમપૂર્વક વર્તે એ જરૃરી છે.  (તસ્વીરઃ નિર્મલ કારીયા) વધુ વાંચો »

Mar 30, 2020
જામનગર તા. ૨૮ઃ જામનગરના શંકરટેકરી વિસ્તારમાં ગઈકાલે બપોરે સામાન્ય બાબતે બે જુથ સામસામા આવી જતા છુટા હાથની મારામારી થઈ હતી. જેમાં બે વાહનોમાં પણ નુકસાની કરવામાં આવી હતી. બન્ને પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવી છે જામનગરના શંકરટેકરી વિસ્તારમાં આવેલા રજાનગરમાં રહેતા અલ્તાફ ગુલમામદ બાબવાણીના ભાઈને શંકરટેકરીના સુભાષપરામાં રહેતા પૃથ્વીરાજસિંહ કિશોરસિંહ વાઢેરના છોકરા સાથે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. તે બાબતનો ખાર રાખી ગઈકાલે સવારે પૃથ્વીરાજસિંહ, જયરાજસિંહ સુરુભા ચૌહાણ, જયેશ લખમણ પીલ્લે તથા ચીનીનો છોકરો ... વધુ વાંચો »

Mar 30, 2020
જામનગર જિલ્લા કલેક્ટર દ્વારા લોકડાઉનની પ્રવર્તમાન સ્થિતિમાં લોકોને વ્યાજબી ભાવે શાકભાજી મળી રહે તે માટે આજે છૂટક શાકભાજીના ભાવો નિર્ધારિત કરવામાં આવ્યા છે. વધુ વાંચો »

Mar 30, 2020
જામનગર તા. ૨૮ઃ જામનગર નજીકના દરેડમાં રહેતા એક યુવકે સુરતમાં રહેતા પોતાના ભાઈને પરિવાર સાથે જામનગર આવી જતા ઈજન આપતા તે યુવકના પત્નીને માઠુ લાગી આવ્યું હતું. તેણીએ ગઈકાલે ગળાફાંસો ખાઈ જીવાદોરી ટુુંકાવી લેતા અરેરાટી પ્રસરી ગઈ છે. જામનગર તાલુકાના દરેડ ગામમાં વસવાટ કરતા મૂળ કાલાવડ તાલુકાના વજીર ખાખરીયા ગામના વતની પિયુષભાઈ રાઘવજીભાઈ કથીરીયાના ભાઈ સુરતમાં રહે છે જ્યાં હાલમાં કોરોના વાઈરસના પ્રસારના ભયના કારણે લોકડાઉન તેમજ તમામ ધંધા-વ્યાપાર કરાવવામાં આવતા પિયુષભાઈએ પોતાના ... વધુ વાંચો »

Mar 30, 2020
સલાયા તા. ર૮ઃ ચોરમાં પડ્યા મોર - વિડીયો ક્લીપ જારી સોનાના તથા કેસરના દાણચોરો દ્વારા હવે દાણચોરી માટે નવી ટેકનીક અપનાવાઈ છે. હાલ આ સોતર રાષ્ટ્રીય દબાઈ વ્યવહાર બંધ છે, પરંતુ તા. ૧-માર્ચથી ૧૦ માર્ચ દરમિયાન ભાઈલોક દ્વારા સલાયાના ભડાલા (મુસ્લિમ) યુવકને મોટી રકમની કિંમતનું સોનું દુબઈથી આવી મુંબઈ જવા રવાના કરવામાં આવ્યો હતો. ભાઈ લોકો દ્વારા કેરીયર જેને "મીટરીયા" કહેવામાં આવે છે. તેને પ્લેનનું ભાડું અને તગડી રકમ મહેનતાણામાં આપવામાં આવે છે. મુંબઈમાં સિક્યુરીટીમાં ગોઠવણ ... વધુ વાંચો »

અર્ક

  • પ્રેમમાં આસક્તિ નહીં... આસ્થાનો ભાવ જોઈએ...

વિક્લી ફિચર્સ

ફોટો સમાચાર

રાશિ પરથી ફળ

Aries (મેષ: અ-લ-ઈ)

તબિયતની કાળજી લેવી. કાર્યમાં વિલંબથી સફળતા મળે. મિત્ર-સ્વજનની મદદ મળી રહે. શુભ રંગઃ જાંબલી - શુભ ... વધુ વાંચો »

Taurus (વૃષભ: બ-વ-ઉ)

પ્રતિકૂળતામાંથી માર્ગ મળે. નાણાભીડ અનુભવાય. ગૃહ જીવનમાં સંવાદિતા રહે. પ્રવાસ થઈ શકે. શુભ રંગઃ પીળો - ... વધુ વાંચો »

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના કૌટુંબિક કાર્યમાં સફળતા મળે. મતભેદ દૂર થાય. નાણાકીય કામ બને. જીવનસાથીનો સાથ મળે. શુભ રંગઃ ... વધુ વાંચો »

Cancer (કર્ક: ડ-હ)

લાભ મળવામાં વિલંબ થતો જણાય. વ્યાપાર-ધંધા-વ્યવસાયિક કામકાજમાં તણાવ રહે. શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૧-૪ વધુ વાંચો »

Leo (સિંહ: મ-ટ)

માનસિક તણાવ રહે. નવીન કાર્યરચના થતી જણાય. કૌટુંબિક બાબતોથી સમસ્યા રહે. શુભ રંગઃ બ્લુ - શુભ ... વધુ વાંચો »

Virgo (કન્યા: પ-ઠ-ણ)

પ્રવાસ-પર્યટન થાય. સ્નેહીથી મિલન-મુલાકાત થાય. કાર્ય સફળતા મળે. આરોગ્ય સચવાય. શુભ રંગઃ સોનેરી - શુભ અંકઃ ... વધુ વાંચો »

Libra (તુલા: ર-ત)

આપના પ્રયત્નો સફળ બની રહે. ગૃહસ્થીની કામગીરી થાય. નાણાકીય ચિંતાનો હલ મળે. શુભ રંગઃ કેસરી - ... વધુ વાંચો »

Scorpio (વૃશ્ચિક: ન-ય)

અણધાર્યા ખર્ચ-ખરીદીનો પ્રસંગ બને. આરોગ્ય સાચવવું. સ્વજનનો સહકાર મળે. શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૨-૭ વધુ વાંચો »

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

અગત્યના કામકાજ માટે સાનુકૂળતા રહેતી જણાય. યાત્રા-પ્રવાસ મજાનો બની રહે. શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ... વધુ વાંચો »

Capricorn (મકર: ખ-જ)

માનસિક સમસ્યા જણાય. નાણાભીડનો અનુભવ થાય. કૌટુંબિક કાર્ય સફળ થાય. શુભ રંગઃ મરૃન - શુભ અંકઃ ... વધુ વાંચો »

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપની ચિંતા દૂર થાય. નવા સંબંધોથી સહકાર મળતો જણાય. શત્રુ-વિરોધીઓ ફાવે નહીં. શુભ રંગઃ બ્રાઉન - ... વધુ વાંચો »

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

વિકાસ-લાભની તકો સર્જાય. ગૃહજીવનમાં ચકમક ઝરતી જોવા મળે. પ્રવાસ ફળદાયી રહે. શુભ રંગઃ ગુલાબી - શુભ ... વધુ વાંચો »

Scorpio (વૃશ્ચિક: ન-ય)

તમારા માટે આરોગ્યની કાળજી માંગી લેતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ... વધુ વાંચો »

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના માટે નવી કાર્યરચના કરાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને ... વધુ વાંચો »

Capricorn (મકર: ખ-જ)

તમારા માટે પારિવારિક કાર્યો કરાવતું સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના ... વધુ વાંચો »

Aquarius (કુંભ: ગ-શ-સ)

તમારા માટે કાર્યબોજ વધારતો સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો ... વધુ વાંચો »

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપના માટે સુખ-દુઃખ લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન થોડી હાનિકારક ... વધુ વાંચો »

Aries (મેષ: અ-લ-ઈ)

આપના માટે અધુરા કાર્યો પૂર્ણ કરવાની જવાબદારી સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જઈ રહ્યું છે. ... વધુ વાંચો »

Taurus (વૃષભ: બ-વ-ઉ)

તમારા માટે શુભ ફળ-શુભ સંકેત આપતું સપ્તાહ શરૃ થઈ રહ્યું છે. આ દિવસોમાં ગ્રહ-ગોચર જોતા ... વધુ વાંચો »

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના માટે ખર્ચ-વ્યય કરાવતું સપ્તાહ શરૃ થાય છે. આ સમય દરમિયાન નાણાકીય સ્થિતિને સંભાળતાં-સંભાળતા નાકે ... વધુ વાંચો »

Cancer (કર્ક: ડ-હ)

તમારા માટે ક્રોધ-આવેશ પર નિયંત્રણ રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ વિસોમાં ... વધુ વાંચો »

Leo (સિંહ: મ-ટ)

આપના માટે પરિશ્રમદાયક સપ્તાહ શરૃ થવા જઈ રહ્યું છે. આ સમય દરમિયાન પરિસ્થિતિ વિકટ બની ... વધુ વાંચો »

Virgo (કન્યા: પ-ઠ-ણ)

તમારા માટે સુખમય સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જઈ રહ્યું છે. આ સપ્તાહના દિવસો ... વધુ વાંચો »

Libra (તુલા: ર-ત)

આપના માટે આત્મમંથન કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા ... વધુ વાંચો »

રાષ્ટ્રીય / આંતરરાષ્ટ્રીય

રાષ્ટ્રીય / આંતરરાષ્ટ્રીય

MARKET

શબ્દવ્યુહ

crossword

હવામાન

વિક્લી ફિચર્સ

સંગત

close
Nobat Subscription