માર્કેટ સ્કેન
તા. ૦૪-૦૮-૨૦૨૬ ના રોજ સવારે ૧૦ કલાકે...
મંગળવારના ભારતીય શેરબજારમાં અગાઉના સત્રની મજબૂત તેજી ટ્રેડિંગ જોવા મળ્યું હતું. શરૂઆતમાં વૈશ્વિક બજારોમાંથી મળેલા મિશ્ર સંકેતો, બેન્કિંગ અને પસંદગીના લાર્જકેપ શેરોમાં ખરીદી તથા મજબૂત કોર્પોરેટ પરિણામોના કારણે બજાર સકારાત્મક ખુલ્યું હતું. જોકે દિવસ આગળ વધતા અગાઉના દિવસની તેજી બાદ નફાવસૂલી, નવી ક્લોઝિંગ ઓક્શન પદ્ધતિથી સર્જાયેલા અસાધારણ ઉછાળાની અસર ઓછી થવી, એલઆઈસીના ઓફર ફોર સેલની જાહેરાત બાદ વીમા શેરોમાં દબાણ અને એશિયન બજારોની નબળાઈને કારણે બજારમાં વોલેટિલિટી વધી હતી. તેમ છતાં સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની ખરીદીએ બજારને મોટા ઘટાડાથી બચાવ્યું હતું.
સેન્સેક્સમાં શરૂઆતમાં બેન્કિંગ, ફાઇનાન્શિયલ સર્વિસિસ અને પસંદગીના કન્ઝ્યુમર શેરોમાં ખરીદી જોવા મળી હતી. ત્યારબાદ વીમા, આઈટી અને કેટલાક લાર્જકેપ શેરોમાં નફાવસૂલીને કારણે દિવસ દરમિયાન વધઘટ જોવા મળી હતી. તેમ છતાં મુખ્ય સપોર્ટ લેવલ ઉપર ખરીદી ચાલુ રહેતા બજારે સ્થિરતા જાળવી રાખવાનો પ્રયાસ કર્યો હતો.
નિફ્ટી ફ્યુચરમાં શરૂઆતમાં મર્યાદિત મજબૂતી જોવા મળી હતી, પરંતુ ઉપરના રેઝિસ્ટન્સ લેવલ નજીક પ્રોફિટ બુકિંગને કારણે વોલેટિલિટી વધી હતી. શોર્ટ ટર્મ ટ્રેડરો દ્વારા પોઝિશન એડજસ્ટમેન્ટ અને નવા ટ્રિગરની રાહ જોવાને કારણે વાયદા બજારમાં મિશ્ર વલણ રહ્યું હતું. મહત્વના સપોર્ટ લેવલ જળવાઈ રહે તો ફરી ખરીદીનું વલણ જોવા મળી શકે છે.
સ્થાનિક સ્તરે સતત એસઆઈપી નાણાંપ્રવાહ, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની ખરીદી, પ્રથમ ત્રિમાસિકના સારા કોર્પોરેટ પરિણામો, મજબૂત બેન્કિંગ સિસ્ટમ અને ઘરેલુ અર્થતંત્રની સ્થિરતા બજારને ટેકો આપી રહ્યા છે. જોકે ઊંચા મૂલ્યાંકનને કારણે રોકાણકારો પસંદગીયુક્ત અભિગમ અપનાવી રહ્યા છે.
એશિયન બજારોમાં નબળાઈ, અમેરિકન બજારોમાં અગાઉની તેજી બાદ સાવચેતી, અમેરિકા-ઈરાન સંબંધિત અનિશ્ચિતતા, ક્રૂડ ઓઇલના ભાવમાં ફરી થયેલો વધારો અને ડોલરની વધઘટને કારણે વૈશ્વિક રોકાણકારોની ભાવના મિશ્ર રહી હતી.
આજે બેન્કિંગ, ફાઇનાન્શિયલ સર્વિસિસ, કન્ઝ્યુમર અને પસંદગીના ફાર્મા સેક્ટરમાં ખરીદી જોવા મળી હતી. બીજી તરફ ઇન્શ્યોરન્સ, આઈટી અને કેટલાક લાર્જકેપ શેરોમાં નફાવસૂલીનું દબાણ જોવા મળ્યું હતું. ઓટો, કેપિટલ ગુડ્સ અને પાવર સેક્ટરમાં મિશ્ર વલણ રહ્યું હતું.
ભારતીય શેરબજારમાં શરૂઆતની મજબૂતી પાછળ પ્રથમ ત્રિમાસિકના મજબૂત કોર્પોરેટ પરિણામો, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની સતત ખરીદી, એસઆઈપી દ્વારા મજબૂત નાણાંપ્રવાહ, બેન્કિંગ શેરોમાં ખરીદી અને ભારતીય અર્થતંત્ર પ્રત્યેનો વિશ્વાસ મુખ્ય કારણો રહ્યા હતા. અગાઉના સત્રમાં મહત્વના ટેક્નિકલ રેઝિસ્ટન્સ ઉપર બ્રેકઆઉટ મળવાથી પણ બજારના લાંબા ગાળાના ટ્રેન્ડને ટેકો મળ્યો હતો.
દિવસ દરમિયાન વોલેટિલિટી પાછળ અગાઉના દિવસની તેજી બાદ પ્રોફિટ બુકિંગ, નવી ક્લોઝિંગ ઓક્શન પદ્ધતિની અસર ઓછી થવી, એલઆઈસીના ઓફર ફોર સેલને કારણે વીમા શેરોમાં દબાણ, એશિયન બજારોની નબળાઈ, ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો અને વૈશ્વિક ભૂરાજકીય અનિશ્ચિતતા મુખ્ય કારણો રહ્યા હતા.
વિદેશી સંસ્થાકીય રોકાણકારો પસંદગીયુક્ત અભિગમ અપનાવી રહ્યા છે, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો સતત ખરીદી દ્વારા બજારને મજબૂત ટેકો આપી રહ્યા છે. એસઆઈપી દ્વારા મળતો સતત નાણાંપ્રવાહ હજુ પણ ભારતીય બજારની સૌથી મોટી તાકાત બની રહ્યો છે.
ક્રૂડ ઓઇલના ભાવમાં ફરી મર્યાદિત વધારો જોવા મળ્યો હતો, જે ભારત જેવા મોટા આયાતકાર દેશ માટે ધ્યાન આપવા જેવો મુદ્દો છે. સોનામાં સલામત રોકાણ તરીકે માંગ યથાવત્ રહી હતી, જ્યારે ચાંદી અને ઔદ્યોગિક ધાતુઓમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું.
નિફ્ટી ફ્યુચર ટ્રેન્ડ :
નિફ્ટી ફયુચર ૨૪૬૮૮ પોઈન્ટ : આગામી સંભવિત નિફ્ટી ૨૪૭૪૭ પોઈન્ટના પ્રથમ તેમજ ૨૪૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ રેઝિસ્ટન્સથી ટ્રેડિંગ સંદર્ભે ૨૪૬૦૬ પોઈન્ટ થી ૨૪૫૭૦ પોઈન્ટ તથા ૨૪૫૩૩ પોઈન્ટ આસપાસ મહત્વપૂર્ણ સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ૨૪૫૩૩ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઈએ....!!!
સ્ટોક સ્પેસિફિક ટ્રેન્ડ :
કલ્યાણ જ્વેલર્સ ઇન્ડિયા (૫૯૧) : જ્વેલરી અને રિટેલ સેક્ટરની આ અગ્રણી કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ।.૫૭૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ।.૫૬૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ।.૬૦૬ થી રૂ।.૬૨૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ।.૬૧૪ ઉપર તેજી તરફી ધ્યાન..!!
જુબિલન્ટ ફૂડવર્ક્સ (૪૬૯) : ટેકનીકલ ચાર્ટ મુજબ ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ (ક્યુએસઆર) સેક્ટરનો આ સ્ટોક રૂ।.૪૫૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ।.૪૪૫ ના સપોર્ટથી આ સ્ટોક રૂ।.૪૮૩ થી રૂ।.૪૯૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે.!!
એનટીપીસી (૩૪૮) : રૂ।.૩૩૦ નો પ્રથમ તેમજ રૂ।.૩૧૭ ના બીજા સપોર્ટથી પાવર જનરેશન સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ।.૩૫૭ થી રૂ।.૩૬૫ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!!
હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન (૩૯૪) : ઓઇલ માર્કેટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ।.૩૭૩ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ।.૪૦૪ થી રૂ।.૪૧૫ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!! રૂ।.૪૨૫ ઉપર તેજી તરફી ધ્યાન...!!
ભાવિ દિશા : ભારતીય શેરબજારનો મધ્યમ અને લાંબા ગાળાનો દૃષ્ટિકોણ હજુ પણ હકારાત્મક છે, પરંતુ ટૂંકા ગાળામાં વોલેટિલિટી યથાવત્ રહેવાની શક્યતા છે. આગામી સત્રોમાં કોર્પોરેટ પરિણામો, એફઆઇઆઇ અને ડીઆઇઆઇની પ્રવૃત્તિ, ક્રૂડ ઓઇલના ભાવ, અમેરિકાના આર્થિક આંકડા, વૈશ્વિક ભૂરાજકીય પરિસ્થિતિ અને રૂપિયાની ચાલ બજારની દિશા નક્કી કરશે. જો નિફ્ટી અને સેન્સેક્સ મહત્વના સપોર્ટ લેવલ ઉપર ટકી રહેશે તો બેન્કિંગ, ફાઇનાન્શિયલ સર્વિસિસ, કેપિટલ ગુડ્સ, પાવર અને ગુણવત્તાસભર લાર્જકેપ શેરોમાં ફરી પસંદગીયુક્ત ખરીદી જોવા મળી શકે છે. જોકે ઉપરના સ્તરે નફાવસૂલી અને વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે ટૂંકા ગાળામાં વધઘટ ચાલુ રહેવાની સંભાવના રહેશે.

